પિચ પર સચિનનું સમ્માન નહીં કરીએ : જેમ્સ ઍન્ડરસન
ADVERTISEMENT
અમદાવાદ:
ઇંગ્લિશ પેસબોલર જેમ્સ ઍન્ડરસને પોતાના સાથીઓને આપેલી સલાહનો ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘સચિનની આ કદાચ છેલ્લી ટેસ્ટસિરીઝ છે એવી વાતો ઘણાના મોઢે મેં સાંભળી છે. મારી દૃષ્ટિએ તે છેલ્લાં ૨૦ વર્ષનો સર્વશ્રેષ્ઠ નહીં પણ શ્રેષ્ઠ બૅટ્સમેનોમાં તો ગણાય જ છે. તેની સામે મારી બોલિંગની કસોટી કરવાનું મને ખૂબ ગમે છે. જોકે મિત્રોને મારી ઍડવાઇઝ છે કે મેદાન પર તેને માન આપવામાં ભાવુક થવાનું ટાળજો, કારણ કે વધુપડતું માન આપવાથી આપણી સ્પર્ધાત્મક તાકાત ઘટી જશે.’