તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું લોકપ્રિય પાત્ર એટલે ટપુડો. આ પાત્ર હાલ રાજ અનડકટ ભજવી રહ્યો છે. રાજ પોતાની સ્માઈલ અને સ્ટાઈલથી લોકપ્રિય છે. રાજ આજે પોતાનો 23મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રાજ અનડકટનો જન્મ 27 ડિસેમ્બર 1997ના રોજ થયો હતો.
સબ ટીવી પર આવતો ફેમસ શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘર-ઘરમાં સૌનો લોકપ્રિય શૉ બની ગયો છે અને છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શૉ દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ સીરિયલના બધા જ પાત્રોએ પોતાનો બેન્ચમાર્ક સેટ કર્યો છે. પછી ભલે દયાબેન હોય કે જેઠાલાલ, પણ આ શૉમાં ટપુસેનાનો પણ એટલો જ મહત્વનો રોલ છે. આજે આપણે વાત કરીએ સોઢી પરિવારનો લાડલો 'ગોગી' ઉર્ફ 'ગુરુચરણ સિંહ સોઢી' વિશે જે શૉમાં 'ગોગી'નું પાત્ર ભજવી રહ્યો છે. એનું સાચું નામ સમય શાહ છે અને હવે તો ઘણો મોટો થઈ ગયો છે. આમ તો પંજાબી છોકરાનું પાત્ર ભજવતો 'ગોગી' વાસ્તવમાં ગુજરાતી છે. આટલું જ નહીં સમય શાહ અને ભવ્ય ગાંધી(ટપુ)નો કઝિન છે. આજે સમય પોતાનો 19મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એનો જન્મ 22 ડિસેમ્બર 2001માં રોજ મુંબઈમાં થયો હતો. ચાલો તો જાણીએ ગોગીની રિયલ લાઈફ વિશે અને તેના કેટલાક ફોટોઝ પર કરીએ એક નજર.
(તસવીર સૌજન્ય - સમય શાહ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે પણ દર્શકોના વચ્ચે એટલો જ લોકપ્રિય છે. શૉના 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આ દરમિયાન ઘણા કલાકારો બદલાય ગયા છે. પરંતુ ચાહકો હજી પણ બધા કલાકારોને ખૂબ સારી રીતે યાદ કરે છે. એમાંથી એક ઝીલ મહેતા છે, જેણે સૌથી પહેલા સોનૂ ભીડેનો રોલ ભજવ્યો હતો. હાલ એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જુઓ એની તસવીરો. તસવીર સૌજન્ય - ઝીલ મહેતા ઈન્સ્ટાગ્રામ
સબ ટીવી પર આવતો સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉએ તાજેતરમાં 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના બધા કલાકારો વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા છે, પણ એમની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહે છે અને ઘણી ફૅમસ છે. શૉમાં ભીડેની પત્ની એટલે માધવી ભાભીનો રોલ પ્લે કરનાર સોનાલિકા જોશીની રિલ અને રિયલ લાઈફ વિશે જાણવાની લોકોને ઘણી ઉત્સુકતા હોય છે.
તસવીર સૌજન્ય - સોનાલિકા જોશી ઈન્સ્ટાગ્રામ
સબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી રોશન ભાભી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલ વિશે. તેઓ આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને એમનો જન્મ 27 નવેમ્બર 1978ના રોજ જબલપુરમાં થયો છે.
તસવીર સૌજન્ય - જેનિફર મિસ્ત્રી બંસીવાલ ઈન્સ્ટાગ્રામ
સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. હાલ આ શૉએ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો આ સીરિયલ ખૂબ જ ઉત્સાહથી જુએ છે. શૉના દરેક પાત્રએ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આ શૉની કલ તક ન્યૂઝ ચૅનલની રીટા રિપોર્ટરનો રોલ ભજવનારી એક્ટ્રેસ પ્રિયા આહૂજા રાજડા આજે પોતાના દીકરાનો પહેલો જન્મ દિવસ ઉજવી રહી છે. અરદાસનો જન્મ 27 નવેમ્બર 2019ના રોજ મુંબઈમાં થયો છે. ત્યારે ચાલો આપણે પ્રિયા આહૂજાના દીકરાના ક્યૂટ તસવીરો પર કરીએ એક નજર..
તસવીર સૌજન્ય - પ્રિયા આહૂજા રાજડા ઈન્સ્ટાગ્રામ
સબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી ગુલાબો વિશે, જે પોતાને જેઠાલાલની પત્ની ગણાવીને આખી ગોકુલધામ સોસાયટીને હેરાન કરી દીધા હતા.. ગુલાબોનું પાત્ર એક્ટ્રેસ સિમ્પલ કૌલે ભજવ્યું હતું. એનો જન્મ 24 નવેમ્બરે મુંબઈમાં થયો હતો.. તો ચાલો એની સુંદર તસવીરો પર કરીએ એક નજર..
તસવીર સૌજન્ય - સિમ્પલ કૌલ ઈન્સ્ટાગ્રામ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ થયા છે અને હાલ આ સીરિયલે 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પરંતુ હજી પણ દર્શકો તેને જોવાનું પસંદ કરે છે. 3000 એપિસોડ્સ પૂર્ણ થયા પછી પણ શૉની લોકપ્રિયતા ઓછી થઈ નથી. શૉમાં જૂની સોનૂનો રોલ નિધિ ભાનુશાળીએ ભજવ્યો હતો. જોકે તેણે આ શૉ છોડી દીધો છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હંમેશા તે પોતાની સુંદર અને બૉલ્ડ તસવીરોથી ફૅન્સના હોંશ ઉડાવી રહી છે. જુઓ તસવીરો.
તસવીર સૌજન્ય - નિધિ ભાનુશાળી ઈન્સ્ટાગ્રામ
સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલથી લઈને ટપુસેના સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. પણ આ શૉમાં એક એવું પણ પાત્ર છે જે ઘણું ફૅમસ છે, એ પાત્રનું નામ છે ચાલૂ પાંડે ઉર્ફે દયા શંકર પાંડે. આજે તેઓ પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 19 નવેમ્બર 1965ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં થયો છે. તો ચાલો જાણીએ એમના વિશે વધુ. તસવીર સૌજન્ય- દયાશંકર પાંડે ફૅસબુક અકાઉન્ટ
સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો સૌથી મનપસંદ શૉ બનતો ગયો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે અને 13 વર્ષથી આ સીરિયલ લોકોનું મનોરંજન કરતી આ આવી છે. હાલ આ શૉમાં રોજને રોજ કોઈ ડ્રામા જોવા મળી રહ્યો છે. લૉકડાઉન ખુલ્યા બાદથી કામ પર જવાની ખુશી તો દરેક ગોકુલધામવાસીઓના ચહેરા પર દેખાઈ રહી છે. પણ હવે એવું કઈક થવાનું છે કે બધી ખુશીઓ પર પાણી ફેરવાઈ જશે.
તસવીર સૌજન્ય - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્વિટર અકાઉન્ટ
સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો આ સીરિયલ ખૂબ જ ઉત્સાહથી જુએ છે. શૉના દરેક પાત્રએ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આ શૉની કલ તક ન્યૂઝ ચૅનલની રીટા રિપોર્ટરનો રોલ ભજવનારી એક્ટ્રેસ પ્રિયા આહૂજા રાજડા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો કરીએ એમની સુંદર તસવીરો પર એક નજર.
તસવીર સૌજન્ય - પ્રિયા આહૂજા રાજડા ઈન્સ્ટાગ્રામ
ટેલીવિઝનનો સૌથી પૉપ્યુલર શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા હાલ પોતાની કાસ્ટમાં થયેલા ફેરફારોને લઈને ચર્ચામાં છવાયેલો છે. શૉમાં હવે 'અંજલી ભાભી' (Anjali Bhabhi)નું પાત્ર નેહા મેહતાને બદલે સુનૈના ફોઝદાર ભજવી રહી છે. તાજેતરમાં જ શૉના પ્રૉડ્યુસર આસિત કુમાર મોદીએ જણાવ્યું કે નેહાએ શૉમાં પાછા આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ રિપ્લેસમેન્ટ કરી દેવામાં આવ્યું છે. આસિત કુમારે જણાવ્યું કે, "નેહા કંઇક બીજું ટ્રાય કરવા માગતી હતી અને તેણે પોતાની ચિંતાઓ વિશે જણાવ્યું હતું. જો કોઇ હિસ્સો બનવા નથી માગતું, તો હું કંઇ નથી કરી શકતો."
પ્રતિશ વોરા ટૂંક સમયમાં ઝી ટીવી પર ટેલિકાસ્ટ થનારી સિરીયલ અપના ટાઇમ ભી આયેગા (Apna Time bhi Aayega) શૉમાં પિતા 'રામાધીર' જે રાજઘરાનાના મુખ્ય સેવકનું પાત્ર ભજવતા જોવા મળશે. આમ તો પ્રતિશ વોરા (Pratish Vora)એ અનેક સીરિયલ અને તેમાં પાત્રો ભજવ્યા છે પણ આ સીરિયલમાં તેઓ તેમના જીવનમાં પહેલીવાર ટાઇટલ લીડ રોલમાં જોવા મળશે. જાણો તમેના વિશે વધુ....
રિયલ લાઈફમાં આટલી ગ્લેમરસ છે જેઠાલાલની બબિતાજી, જુઓ તસવીરો. ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર એટલુ પોપ્યુલર છે કે દર્શકો કલાકારોને તેના અસલી નામના બદલે સિરિયલમાં નિભાવેલા કિરદારોના નામથી ઓળખે છે. સીરીયલમાં આવું જ એક પાત્ર છે બબીતા ઐય્યર છે. બબીતાજી એટલે કે મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ પશ્વિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. સીરિયલમાં જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી ઘણી લોકપ્રિય છે તો આજના દિવસે જાણીએ તેના જીવનના કેટલાંક રોચક કિસ્સાઓ..
તસવીર સૌજન્ય - મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા 12 વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે. ગૂરૂવારે શૉની કાસ્ટ, ક્રૂ, મેકર્સના સાથે ફૅન્સે શૉના 3000 હજાર એપિસોડ પૂરા થવા પર ઉજવણી કરી છે. ગુરૂવારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉના 3000 એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉને દર્શકોનું મનોરંજન કરીને આ શૉને એક દશકથી પણ વધારે સમય થઈ ગયો છે. થોડા સમય પહેલા જ આ શૉએ 12 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરી હતી. તેમ જ હવે આ શૉની પૂરી ટીમે એક હજી ખાસ અવસર પર ઉજવણી કરી છે. તારક મહેતા શૉએ ગુરૂવારે 3000 એપિસોડ પૂર્ણ કર કર્યા છે. આ ખાસ દિવસને લઈને શૉના પ્રોડ્યૂસરે પહેલાથી જ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની ખુશી વ્યક્ત કરી હતી. તેમ જ આ ખુશી માટે એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ છે પાર્ટીની ઈનસાઈડ તસવીરો.
તસવીર સૌજન્ય - શૉના કલાકારનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની ધમાકેદાર એક્ટિંગથી લોકોને હસાવનારી અને ગરબા-ક્વીન દયાબેન એટલે દિશા વાકાણી આજે પોતાને 42મો જન્મદિવસ ઉજવી રહી છે. દિશા વાકાણીનો જન્મ 17 સપ્ટેમ્બર 1978ના રોજ અમાદાવાદ, ગુજરાતમાં થયો હતો. ગુજરાતી થિયેટરથી પોતાના કરિયરની શરૂઆત કરનારી દિશા વાકાણીએ આજે ઘર-ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી દીધી છે. તો ચાલો આજે આપણે એમના કરિયર અને સુંદર તસવીરોની ઝલક નિહાળીએ.
ફેમિલી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉ હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. આ શૉના બધા પાત્રોએ ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જેઠાલાલથી લઈને નટુ કાકા બધા શૉમાં છવાયેલા રહે છે. આ શૉમાં દરેક કલાકારની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. આ શૉમાં એક જોડી એવી પણ છે જે ઘણી પ્રખ્યાત છે. તમે જાણતા જ હશો એ જોડી છે બબીતાજી અને જેઠાલાલની. હાલ શૉમાં ગણેશોત્સવનો શુભ અવસર ધૂમ મચાવી રહ્યો છે. તો ચાલો આપણે ગોકુલધામવાસીઓના શાનદાર પર્ફોમન્સ પર કરીએ એક નજર.
તસવીર સૌજન્ય- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
ટીવી એક્ટ્રેસ સુનૈના ફૌજદાર હાલ ઘણી ચર્ચામાં છે અને ગૂગલ ટ્રેન્ડ્સમાં પણ એક્ટ્રેસનું નામ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ નેહા મહેતાએ શૉને બાય-બાય કહીં દીધું છે. એની જગ્યા પર હવે એક્ટ્રેસ સુનૈના ફૌજદારે શૉમાં એન્ટ્રી મારી દીધી છે. શૉના એક પ્રોમોમાં પણ તેની એક ઝલક જોવા મળી છે. 'એક રિશ્તા સાઝેદારી કા', 'લાલ ઈશ્ક', 'બેલન વાલી બહુ' જેવા સુપરહિટ શૉઝનો હિસ્સો રહી ચૂકેલી સુનૈના ફૌજદાર અસલ જીવનમાં ઘણી હોટ છે અને શૉનો હિસ્સો બનવા પર ખુશી વ્યક્ત કરી છે. તો ચાલો કરીએ એની સુંદર અને હૉટ તસવીરો પર કરીએ એક નજર..
તસવીર સૌજન્ય - સુનૈના ફૌજદાર ઈન્સ્ટાગ્રામ
ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. સાથે જ આ શૉને અને શૉના પાત્રોને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. એટલા માટે શૉની ફૅન ફૉલોઈંગ પણ સારી છે. શૉમાં ટપુ સેનાના બધા કેરેક્ટર્સને પણ લોકો ઘણા પસંદ કરે છે. શૉમાં ગોલીનો રોલ ભજવનાર કુશ શાહનો આજે જન્મદિવસ છે. તમે એને હંમેશા મસ્તીખોર અને ફૂડી જોયો હશે. તો ચાલો આપણે એની જર્ની પર કરીએ એક નજર.
તસવીર સૌજન્ય- કુશ શાહ ઈન્સ્ટાગ્રામ
ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉના બધા પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી દીધી છે. કોરોના વાઈરસથી થયેલા લૉકડાઉન બાદ 4 મહિના પછી આ સીરિયલની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને ટીઆરપીના રૅસમાં પણ સૌથી આગળ રહી છે. દર્શકો નવા એપિસોડ્સનો પણ જોરદાર આનંદ માણી રહ્યા છે. માય ડિયર જીજાજીને હંમેશા હેરાન કરનારા અને ગરબા ક્વીન દયાબેનના રીલ અને રિયલ ભાઈ મયૂર વાકાણી ઉર્ફે સુંદરલાલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તો આવો જોઈએ મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલની રીલ તેમજ રિયલ લાઇફના અનસીન ફોટોઝ.
રોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
Mar 07, 2021, 09:27 ISTપાલિતાણાદાદા મને બોલાવે છે…
Mar 07, 2021, 09:27 ISTશ્વાસની તકલીફ થવાથી પ્રજ્ઞા ઠાકુર હૉસ્પિટલમાં ઍડ્મિટ
Mar 07, 2021, 07:14 ISTપિંપરી-ચિંચવડના એક સૅલોંમાં ગ્રાહકોને આકર્ષવા 4 લાખનું સોનાનું રેઝર
Mar 07, 2021, 07:15 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST