કોરોના મહામારીને લીધે રાજ્ય સરકારોએ નવરાત્રીમાં આરતી કરવાની પરવાનગી આપી પરંતુ ગરબા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી સ્વાભાવિક છે કે ગુજરાતીઓ નારાજ થયા હશે. જોકે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતના વિચાર વ્યક્ત કરતા એકંદર દૃષ્ટિએ કહી શકાય કે ગુજરાતી ભાઈ-બહેનો સરકારના આ નિર્ણયથી સંમત છે.
નવરાત્રી બસ હવે પુરી થવામાં છે, સેલેબ્રિટીઝ માટે નવરાત્રી પણ ઘરમાંથી જ ઉજવવાનું આવ્યું પણ દેરેક સોશ્યલ મીડિયા પર કંઇકને કંઇક શૅર કર્યુ ંઅને તેમના નવરાત્રી લૂક્સ તો આપણે કેવી રીતે મિસ કરીએ.. જોઇએ કેટલાક જાણીતા ચહેરાની તસવીરો (ઇન્સ્ટાગ્રામ)
નવરાત્રીની ખરી મજા તો ગુજરાતમાં આવતી હોય છે એ તો સ્પષ્ટ છે એમાં પણ અમદાવાદમાં નવરાત્રીનો ક્રેઝ જુદો જ હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને સંક્રમણ વધુ ન ફેલાય અને લોકો સલામત રહે એ માટે ગુજરાત સરકારે ગરબા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અમદાવાદના રહેવાસીઓએ ગરબાને કેટલો મિસ કરી રહ્યા છે એની ફિલીંગ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી હતી.
ગુજરાતથી લઈને મુંબઈના દરેક ગુજરાતીઓ સૌથી વધારે એક્સાઈટેડ કોઈ તહેવાર માટે હોય તો તે છે નવરાત્રી. ગયા વર્ષે પણ ગુજરાત અને મુંબઈમાં લોકોએ ખૂબ એન્જોય કર્યું, પણ એ વખતે કોને ખબર હશે કે આવતા વર્ષે નવરાત્રીમાં ગરબા નહીં રમી શકે. અમૂક લોકોએ પોતાના ગયા વર્ષના ફોટા શૅર કરીને આ વર્ષની વ્યથા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને વ્યક્ત કરી હતી.
આ વર્ષે નવરાત્રી કોરના વાઇરસને કારણે ઉજવી નથી શકતા પણ નવરાત્રીનાં શણગારનું આગવું મહત્વ તો ઓછું આંકી શકાય એમ છે જ નહીં. કદાચ તમે એકાદ જોડ ચણિયાચોળી બહાર કાઢ્યા હશે પણ તો ય ચણિયાચોળીની કઇ ફેશન ટ્રેન્ડિંગ છે એ તો જાણવું જ જોઇએ ભલેને એ ટ્રેન્ડ આવતા વર્ષ સુધી એક્સટેન્ડ કરીએ. વડોદરાના જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણા છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેન્ડ સેટર ચણિયા ચોળી ડિઝાઇન કરે છે. તેમણે પોતાની ડિઝાઇન્સ આપણી સાથે શૅર કરી છે અને એ પણ એવી જે ક્યારેય આઉટ ઑફ ફેશન થશે જ નહીં... (તસવીરો-અર્ચના મકવાણા)
આ વર્ષે આપણે ગરબા ગ્રાઉન્ડમાં નથી જઇ શકતા પણ ગરબાનો મિજાજ તો જીવી જ શકીએ છીએ અને માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ વાચકોને કહ્યું 2019ની નવરાત્રીની થ્રો બૅક તસવીરો શૅર કરવા. આ તસવીરો જોઇને તમે પણ થનગની ઉઠશો એ ચોક્કસ છે.
નવરાત્રી હોય માની આરાધના થાય અને ગરબા ન થાય એ તો કેમ શક્ય બને તેમ છતાં આ વર્ષે કોરોના મહામારીને કારણે લોકો ગ્રાઉન્ડમાં ગરબે રમવા જઈ શકતા નથી પરંતુ નવરાત્રી દરમિયાનનો તેમનો ઉલ્લાસ સહેજ પણ ઓછો થયો નથી અને એટલે જ ઠેકઠેકાણે વર્ચ્યુઅલ નવરાત્રીનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમ છતાં જે આનંદ ગ્રાઉન્ડ પર રમવાનો આવે છે તે તો નથી પણ ગયા વર્ષની તસવીરોમાં તે આનંદ છલકાતો જોઇ લોકો આજે પણ ખુશ છે અને પોતાનો આ આનંદ માત્રા સામાન્ય લોકો જ નહીં ટેલિવિઝન સેલેબ્સે પણ ગુજરાતી મિડ-ડે સાથે શૅર કર્યો છે ત્યારે જુઓ ગુજરાતી સિતારાઓની ગરબા દરમિયાનની તસવીરો...
નવરાત્રી એટલે નવ દિવસનો જલસો. માતાજીની ભક્તિ અને આરાધનાની સાથે ગરબાની રમઝટ, દાંડિયાની ધૂમ અને ખાણી-પીણીની મોજ સાથે સેલ્ફી અને તસવીરો તો ખરી જ! પણ આ વર્ષે કોરોના મહામરીને કારણે આ બધું શક્ય નથી, ત્યારે લોકો પાસે જુની યાદોને તાજા કરવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. એટલે જ નવરાત્રી નિમિત્તે ગુજરાતીમિડડે.કૉમના વાચકોએ તેમના નવરાત્રી 2019ના આલ્બમમાંથી Throwback તસવીરો શૅર કરી છે અને નવરાત્રી 2020ની ઉજવણી કરી રહ્યાં છે. આવો જોઈએ ગુજરાતીમિડડે.કૉમના વાચકોની નવરાત્રી ઉજવણીની Throwback તસવીરો....
વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે નવરાત્રી પર્વની ઉજવણી વર્ચ્યુલ કરવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. આજથી શરૂ થયેલા નવરાત્રી ઉત્સવની વર્ચ્યુલ ઉજવણીની તૈયારીઓ સહુએ ઘરમાં રહીને સુરક્ષિત રીતે શરૂ કરી દીધી છે. ભલે વર્ચ્યુલ ઉજવણી હોય પણ તે આઉટફિટ વગર તો અધૂરી જ છે. ગાયિકા ભૂમિ ત્રિવેદીના આઉટફિટ આપણને નવરાત્રીના કમ્પલીટ વાઈબ્સ આપે છે. નજર કરીએ ભૂમિ ત્રિવેદીની નવરાત્રી લૂક-બુક પર અને તેના પરથી પ્રેરિત થઈને કરી લઈએ વર્ચ્યુલ ઉજવણીની તૈયારીઓ.
(તસવીર સૌજન્ય: ભૂમિ ત્રિવેદીનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
આવતા અઠવાડિયે નવરાત્રિનું પર્વ પણ શરૂ થઈ જશે, પણ જેમ ઈદ અને ગણેશોત્સવ ફિક્કાફસ્સ રહ્યા એવું જ કંઈક માતાજીના આ ઉત્સવમાં પણ થાય એવું લાગી રહ્યું છે. હજારોની મેદનીને રાસગરબાની રમઝટમાં રસતરબોળ કરી દેનારા કલાકારો દર વર્ષે આ સમયે સુપરબિઝી રહેતા હતા, પણ કોરોનાના કપરા કાળે રંગ અને ઉમંગથી ભરપૂર આ ઉત્સવને પણ ઠંડો કરી દીધો છે. એમ છતાં દરેક કલાકારોએ પોતપોતાની રીતે વર્ચ્યુઅલ, ઑનલાઇન ગરબા કે આલબમ દ્વારા પોતાના ચાહકોનો રસ જાળવી રાખવા પૂરતા પ્રયત્નો કર્યા છે. આજે આપણે જાણીએ કે શું કરવાના છે નવરાત્રિના સ્ટાર્સ?
(અહેવાલ: રશ્મીન શાહ)
આખું વર્ષ ગમે ત્યાં હોવ, નવરાત્રી તો ભાઈ ગુજરાતમાં જ કરાય..આવું દરેક ગુજરાતીઓ માને છે, અને આપણા સેલેબ્સ પણ તેમાંથી એક છે. નવરાત્રી માટે તેઓ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ સમય કાઢીને ખાસ ગુજરાત પહોંચી ગયા હતા.
નવરાત્રી તો આવી અને પુરી થવા પણ આવી..ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા પણ ખરા..ત્યારે જુઓ આપણા સેલેબ્સે કેવી રીતે નવરાત્રીની ઉજવણી કરી..
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
નવરાત્રી એટલે ગુજરાતીઓનો માનીતો તહેવાર. એવું તો કેમ થાય કે બોલીવુડ ફિલ્મોમાં નવરાત્રી ન બતાવવામાં આવે? તો ચાલો આજે યાદ કરીએ બોલીવુડના એ ફેમસ ગરબાઓને..
નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે. સૌ કોઈ ગરબે ઘૂમી રહ્યા છે તો આપણા સેલેબ્સ પણ કેમ પાછળ રહે? જરા જુઓ કેવી રીતે તેઓ નવરાત્રી ઉજવી રહ્યા છે!
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
આવી રહી છે નવરાત્રી...અને તમામ લોકો તૈયારી કરી રહ્યા છે...ત્યારે ચાલો જાણીએ આપણા સેલેબ્સ કેવી રીતે આ નવરાત્રી મનાવવાના છે અને નવરાત્રી માટે તેમણે કેવી તૈયારી કરી છે...
નવરાત્રિને આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાએ તૈયારી કરી લીધી છે. છેલ્લી ઘડીએ જો તમારી ખરીદી બાકી હોય, તો પહોંચી જાવ અમદાવાદના જાણીતા લૉ ગાર્ડન માર્કેટમાં. જુઓ આ માર્કેટનો રંગબેરંગી માહોલ (Image courtesy:Pushpa Upadyay)
નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓ તૈયાર છે, આયોજકો તૈયાર છે, તો સિંગર્સ અને તેમના ગ્રુપ પણ તૈયાર છે. ત્યારે ખેલૈયાઓને ગરબે ઘૂમવવા તૈયાર છે અમદાવાદની એક માત્ર લેડી ડ્રમર લીઝા ઠક્કર. જાણો કેવી રીતે લીઝા ઠક્કર ડ્રમર બન્યા અને બાદમાં ડીજે બન્યા..
નવલી નવરાતની આડે ગણતરીના દિવસો બાકી છે. પોળ હોય કે સોસાયટી કે પાર્ટીપ્લોટ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમવા નીકળી પડે છે. ઢોલ ધ્રબુકે અને કાનમાં ગરબાના શબ્દો પડે એવા જ પગ થનગનાટ કરવા લાગે. પછી અટકે એ બીજા. જો કે નવરાત્રિની સાથે સાથે પાર્ટીપ્લોટ વર્સિસ પોળના ગરબાની ચર્ચા પણ શરૂ થઈ જાય છે. જો કે રહેવા દો આ ચર્ચા તો અનંત છે. પણ અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક એવી જગ્યાઓ જ્યાંના ગરબા વર્લ્ડ ફેમસ છે. ચાલો ફટાફટ નીચે સ્ક્રોલ કરીને જાણી લો આખા ગુજરાતમાં કઈ એવી જગ્યાઓ છે જ્યાંના ગરબાના ગુણગાન લોકો ગાય છે.
આવી રહ્યા છે નવલા નોરતા..તૈયારીઓ તો શરૂ થઈ જ ગઈ હશે..તો ચાલો અમે પણ તમને થોડી મદદ કરીએ અને નવરાત્રિની સ્ટાઈલ ટિપ્સ આપીએ..એ પણ ખૂબસૂરત જયકા યાજ્ઞિક સાથે...
કચ્છ ગોધરામાં આવેલ અંબેમાતાનું મંદિર માત્ર મંદિર જ નહીં પણ આ છે તીર્થસ્થાન. અહીં તમને એક સાથે અનેક દેવીઓના દર્શન કરી શકાય છે. તેની સાથે જ અહીં નાનકડુ ગિરનાર પર્વત બનાવવામાં આવેલ છે જેની સ્થાપના વિક્રમ સંવત 2073 અને ચૈત્ર વદ આઠમના રોજ કરવામાં આવી હતી. અહીં તમને આ સાથે જ વૈષ્ણવ તીર્થ તેમજ સર્વધર્મ સમભાવ દર્શાવતું પ્રેરણાધામ પણ જોવા મળશે. તો આ ચૈત્રી નવરાત્રીમાં જો તમે દેવીમાઁના દર્શનની ઇચ્છા ધરાવતા હો તો એકવાર અવશ્ય દર્શન કરો આ અંબેધામના...
રોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
Mar 07, 2021, 09:27 ISTપાલિતાણાદાદા મને બોલાવે છે…
Mar 07, 2021, 09:27 ISTશ્વાસની તકલીફ થવાથી પ્રજ્ઞા ઠાકુર હૉસ્પિટલમાં ઍડ્મિટ
Mar 07, 2021, 07:14 ISTપિંપરી-ચિંચવડના એક સૅલોંમાં ગ્રાહકોને આકર્ષવા 4 લાખનું સોનાનું રેઝર
Mar 07, 2021, 07:15 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST