વિશ્વમાં સૌથી વધારે ક્રિકેટ ભારતીય ક્રિકેટ ટીમ રમે છે. લગભગ આખું વર્ષ આપણાં ખેલાડીઓ ઘરગથ્થું અને વિદેશી પ્રવાસ પર હોય છે. આ દરમિયાન આઇસીસી ટૂર્નામેન્ટની સાથે સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ઘણી મહેનત કરવી પડે છે. એવામાં ઇન્જરૂનું જોખમ પહેલા કરતા વધી ગયું છે. છેલ્લા બે ત્રણ મહિનામાં 13થી વધુ ભારતીય ખેલાડી ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. પરિણામે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ત્રીજી હરોળના ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો વારો આવ્યો છે. (તસવીર સૌજન્ય જાગરણ)
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આ વખતે અમૂક પ્લેયર્સ ખૂબ જ સફળ થયા હતા, જ્યારે અમૂક ખેલાડીઓ માટે આ સીઝન સારી રહી નહોતી.
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)નો આ વર્ષનો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ મેળવ્યો છે. આ ટીમ પાંચમી વખત આઈપીએલની ચેમ્પિયન બની છે. જોકે આ વખતે કોરોનાના કહેરને લીધે ટુર્નામેન્ટમાં કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે સેલિબ્રેશન વખતે પણ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ ટ્રોફીને પકડતા પહેલા એક પ્રકારના ગ્લોવ્ઝ પહેર્યા હતા. જોકે મેદાનમાંથી ફરી પેવેલિયનમાં આવ્યા બાદ આ ગ્લોવ્ઝને ડિસ્પોઝ પણ કર્યા હતા. (તસવીર સૌજન્યઃ આઈપીએલ અને મુંબઈ ઈન્ડિયન્સનું ટ્વીટર અકાઉન્ટ)
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આવતી કાલે દુબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે ફાઈનલ યોજાશે. પોઈન્ટ ટેબલના હિસાબે મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા જ દિલ્હી કૅપિટલ્સથી ઉપર રહી છે. જોકે દિલ્હી કૅપિટલ્સે કમબેક કરતા ક્વોલિફાયરની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને પોતાની ક્ષમતા દર્શાવી છે. જાણિએ આ બંને ટીમના ખેલાડીઓના આંકડા જેથી એક અંદાજ લગાવી શકીએ કે ફાઈનલમાં કઈ ટીમનો જીતવાનો ચાન્સ વધુ છે. (ફોટોઝઃ મિડ-ડે આર્કાઈવ્ઝ, આઈપીએલ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ)
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં રાજસ્થાન રૉયલ્સ (RR)નો બૉલર વરૂણ એરોનનો આજે 31મો જન્મદિવસ છે. તેના આ ખાસ દિવસે જાણીએ તેની પર્સનલ લાઈફ વિશે. (ફોટોઝઃ વરૂણ એરોનનું ઈન્સ્ટાગ્રામ)
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ગઈ કાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રૉયલ ચેલેન્જર્સના વતિથી રમનારા મોહમ્મદ સિરાજે ચાર ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ લેવા ઉપરાંત બે મેડેન ઓવર નાખીને ઈતિહાસ રચ્યો હતો. એક જ રાતમાં આઈપીએલ સ્ટાર બનનારા સિરાજના અંગત જીવન વિશે વધુ જાણીએ. (ફોટોઃ મોહમ્મદ સિરાજનું ઈન્સ્ટાગ્રામ)
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)ના ઑલરાઉન્ડર અને ઑસ્ટ્રેલિયાનો ક્રિકેટર ગ્લેન મેક્સવેલ ગઈ કાલે જ 32 વર્ષનો થયો હતો, તેની ભારતીય ફિઆન્સી વિની રમન સાથેના ફોટોઝ જોતા ફૅન્સનું એમ જ કહેવું છે કે આઈપીએલમાં આ સૌથી હૉટ કપલ છે. (ફોટોઝઃ ગ્લેન મેક્સવેલ અને વિની રમણનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
ઓલ રાઉન્ડર સૅમ કરૅન (Sam Curran) આ વર્ષે જ આઇપીએલની ટીમ ચેન્નઇ સુપરકિંગ્ઝ ટીમમાં જોડાયો છે. ક્રિકેટરનો જલ્વો આપણે પીચ પર તો જોયો પણ હવે જોઇએ ઑફ સ્ક્રીન એને બોલ્ડ કરનારી ગર્લફ્રેન્ડ સાથેની તેની તસવીરો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સૅમ કરૅન
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો આજે 38મો જન્મદિવસ છે. આજે તેના ખાસ દિવસે જાણીએ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટથી લઈને એક DJ બનવા સુધીનો સફર...
ટીમ ઇન્ડિયાના સૌથી સફળ ઝડપી બોલર્સમાંના એક ઝહીર ખાન આજે તેનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ડાબા હાથના ઝડપી બોલર કે જેમણે 15 વર્ષથી ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે, ડાબા હાથના ઝડપી બોલરને દેશના સ્વિંગ કિંગ પણ કહેવામાં આવ છે. તેની આંતરરાષ્ટ્રીય કારર્કિદી દરમિયાન ઝહીર ખાને ટેસ્ટમાં 311 વિકેટ અને વનડેમાં 282 વિકેટ લીધી હતી. ચાલો અમે તમને ઝહીર ખાનને લગતા કેટલાક રસપ્રદ તથ્યો જણાવીએ. તસવીર સૌજન્ય - ઝહીર ખાન ઈન્સ્ટાગ્રામ
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ પહેલી વાર આમને-સામને થતી જોવા મળશે. અબૂ ધાબીમાં થનારા આ મુકાબલામાં બન્ને ટીમ જીતવા માટે કડક મહેનત કરી રહ્યા છે. દિગ્ગજોથી ભરેલી બન્ને ટીમોએ અગાઉની મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બન્ને ટીમ હાલમાં બે પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. ચાલો આપણે જાણીએ કે આજે કોણ જીતે છે. સાથે જ પંજાબ ટીમના કેપ્ટેન કેએલ રાહુલ વિશે જાણીએ વધુ..
તસવીર સૌજન્ય - કેએલ રાહુલ ઈન્સ્ટાગ્રામ
ઝારખંડનો યુવા વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશન એક રન માટે સદી ચૂકી ગયો હતો અને ટીમને જીતના દ્વાર સુધી લઈ આવ્યો હતો છતાં જીત ન અપાવી શકતાં નિરાશ થઈ ગયો હતો. કિશન પૅવિલિયનમાં જઈને માથું ઝુકાવીને હતાશ થઈને બેસી ગયો હતો એ દૃશ્ય વારંવાર ટીવી પર દેખાડવામાં આવતું હતું અને એ ક્ષણનો ફોટો પણ સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયો હતો. આજે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે મુંબઈ ઈન્ડિયન્સનો જોરદાર મુકાબલો થવાનો છે, ત્યારે આપણે આજે આ યુવા બૅટ્સમૅન ઈશાન કિશનની તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ એમના વિશે..
તસવીર સૌજન્ય - ઈશાન કિશન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો હતો. આ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સની હાર થઈ હતી પરંતું ટીમનો યુવા બેટ્સમેન ઈશાન કિશને તેની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. મુંબઈની હારથી ઈશાન કિશન ઘણો દુ:ખી થઈ ગયો હતો. આ વચ્ચે કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુન્ડિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એને સાંત્વના આપી હતી. હાલ ઈશાનની ગર્લફ્રેન્ડ અદિતિ ઘણી ચર્ચામાં છવાયેલી છે અને એનું જબરદસ્ત ફિગર જોઈને ફૅન્સ ઘાયલ થઈ રહ્યા છે. તો કરો એની ગ્લેમરસ અને કામણગારી કાયા પર એક નજર...
તસવીર સૌજન્ય - અદિતિ હુન્ડિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે જ્યાં સુધી છેલ્લો બૉલ ન ફેંકાય ત્યાં સુધી કંઇ પણ કહેવું યોગ્ય નથી. આ કહેવત રવિવારે શારજાહ મેદાનમાં ફરી એક વાર સાચ્ચી સાબિત થઈ. આઇપીએલ 2020ની નવમી મેચમાં રાહુલ તેવતિયાને કારણે ફરી એકવાર ક્રિકેટનો રોમાંચ ચરમ સીમાએ પહોંચ્યો. રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ વચ્ચે રમાયેલી આ મેચમાં તેવતિયાએ એકાએક મેચની સ્થિતિ બદલાવી દીધી અને પોતાની ટીમના વિલેન બનતાં બનતાં હિરો બની ગયો. જાણો તેના વિશે વધુ...
આઈપીએલ 2020ની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં CSK જીતી અને અંબાતી રાયડૂને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આજે અંબાતી રાયડુનો બર્થ ડે છે, જાણીએ અમૂક વાતો જે ફૅન્સને કદાચ નહીં ખબર હોય. ફોટોઝઃ અંબાતી રાયડુનું ઈન્સ્ટાગ્રામ, ચીનુપલ્લી વિદ્યાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની કિંગ્સ ઈલેવન પંજાબના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેઈલનો આજે જન્મદિવસ છે. 41 વર્ષના ગેઈલના નામે ઘણા રેકોર્ડ છે જે કોઈ બેટ્સમેન સરળતાથી તોડી શકશે નહીં. (ફોટા: ક્રિસ ગેઈલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
19 સપ્ટેમ્બરથી યુએઈ (UAE)માં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનનો પ્રારંભ થઈ ગયો છે. IPLમાં ગુજરાતની ટીમ તો નથી રમી રહી, પરંતુ સાત ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે. જેમના પર દરેક ગુજરાતીની ચોક્કસ નજર રહેશે. તેમજ તેમના પ્રદર્શનની નોંધ પણ લોકો લેશે. આ એ જ ગુજરાતીઓ છે જેઓ ઈન્ડિયા ટીમ માટે રમે છે. સાતમાંથી ત્રણ પ્લેયર એટલે કે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah), રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) તો સીનિયર ટીમની લાઈફલાઈન છે. જ્યારે અન્ય ચાર ખેલાડીઓ કૃણાલ પંડ્યા (Krunal Pandya), જયદેવ ઉનડકટ (Jaydev Unadkat), અક્ષર પટેલ (Akshar Patel) અને પાર્થિવ પટેલ (Parthiv Patel)એ પણ ભારતની ટીમમાં પોતાની જવાબદારીઓ બહુ સારી રિતે નિભાવી છે. ત્યારે આજે આપણે આ સાત ગુજરાતી પ્લેયર્સ વિશે વધુ જાણીએ. સાથે જ જાણીએ તેમની ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ.
(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનની આઠ ટીમના અત્યાર સુધીના પર્ફોર્મન્સ અને આ સીઝનમાં તરખાટ મચાવી શકવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ પર એક નજર...
આઈપીએલ 2020 19મી સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવાની છે. દરેક સીઝનમાં અમૂક એવી ઈનિંગ્સ હોય છે જેમાં બેટ્સમેન ખૂબ જ ઓછા બૉલમાં આક્રમક રીતે રમીને ફીફ્ટી પુરી કરે છે. આજે આવા જ પ્લેયર્સ વિશે જાણીએ જેમણે પોતાની આક્રમક બેટિંગથી મેચને બદલી દીધી હતી.
IPL 2020 19મી સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવાની છે. લૉકડાઉનના લીધે આમ પણ કોઈ મેચ થઈ નહીં એટલે આ સીઝન માટે ક્રિકેટપ્રેમીઓ વધુ આતુર છે, જોકે આઈપીએલમાં દર વર્ષે એકાદ એવો વિવાદ થાય છે જેને કોઈ ભૂલી શક્યું નથી.
લગ્ન બંધનમાં બંધાશે નોબિતા-શિઝૂકા,ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ
Jan 20, 2021, 19:39 ISTકંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
Jan 20, 2021, 18:20 ISTબાલાકોટ ચેટ્સને લઈને અરનબ પર FIR પર સસ્પેન્સ, મુંબઇ પોલીસ વિચારમગ્ન
Jan 20, 2021, 16:18 ISTTandavના મેકર્સે લીધો નિર્ણય, હટાવવામાં આવશે વિવાદિત સીન
Jan 20, 2021, 15:39 ISTચીનઃ મહિનાઓ સુધી ગાયબ રહ્યા પછી એકાએક આવ્યા સામે જૅક મા, તોડ્યું મૌન
Jan 20, 2021, 14:47 ISTકબીર સિંહ ફેમ વનિતા ખરતે બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યા પછી આમ કૉન્ફિડન્સમાં થયો વધારો
Jan 18, 2021, 10:40 ISTHappy Birthday Monica Bedi: 90 દાયકાની એભિનેત્રી, જેનો ભૂતકાળ હતો વિવાદાસ્પદ
Jan 18, 2021, 11:20 ISTઅંજના બાપટઃ આ પ્લસ સાઈઝ મોડેલ અને બેલી ડાન્સર છે પ્રેરણા સમાન
Jan 18, 2021, 18:18 ISTલાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક
Jan 02, 2021, 17:31 IST