વાત જ્યારે હોટ અને બોલ્ડ ફોટોશૂટ કરાવાની હોય ત્યારે બૉલીવુડની એક અભિનેત્રીનું નામ ચોક્કસથી ટોપમાં આવે છે અને તે અભિનેત્રી છે ઉર્વશી રૌતેલા. ઉર્વશીની ફિલ્મો ભલે ચાલે કે ના ચાલે પણ તેની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી ધૂમ મચાવી દે છે. ઉર્વશી રૌતેલાનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડમાં થયો છે. આજે ઉર્વશી પોતાનો 27મો જન્મ ઉજવી રહી છે. થોડા સમય પહેલા પણ તેના સુંદર ફોટોઝના કારણે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી અને તે પોતાના સુંદર અને બોલ્ડ તસવીરો ફૅન્સ સાથે શૅર કરતી રહે છે. જુઓ ઉર્વશીની તસવીરો તમને પણ ઘાયલ કરી દેશે.
તસવીર સૌજન્ય- ઉર્વશી રૌતેલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
વર્ષ 1989ની સલમાન ખાનની ફૅમસ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' તો બધાને યાદ હશે જ સાથે આ ફિલ્મના ડાયલોગ્સ અને કલાકરોના નામ પણ આજે પણ લોકોના દિલમાં વસી ગયા છે, ત્યારે આજે આપણે યાદ કરીએ પ્રેમની સુમનને, જી હાં એટલે આ ફિલ્મની એક્ટ્રેસ ભાગ્યશ્રીને. આજે તેમનો 52મો જન્મદિવસ છે એમનો જન્મ 23 ફેબ્રુઆરી 1969 મહારાષ્ટ્ર સાંગલીના શાહી પટવર્ધન કુટુંબમાં થયો છે, ત્યારે આપણ આ અભિનેત્રીની કેટલીક જૂની અને હાલની યાદોને તાજા કરીએ, જુઓ એમની સુંદર તસવીરોની એક ઝલક.(તસવીર સૌજન્ય - mid-day archives And Instagram Account)
બિગ-બૉસ 14 પોતાના સફરના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો પડદો પડી ગયો છે. ઘરમાં જે 5 ફાઈનલિસ્ટ છે તેમાં - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. જો બિગ-બૉસના પાછલા સીઝનના વિનર્સની વાત કરીએ તો 13માંથી 6 વાર ટ્રૉફી ટેલિવિઝન અભિનેત્રીએ જીતી છે. આ વખતે સીઝનમાં રૂબીના દિલૈક મજબૂત દાવેદર તરીકે ઉભરી આવી છે. જોકે વિજેતા વિશે ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે. તો જાણો બિગ-બૉસના ઈતિહાસમાં ટ્રૉફી પોતાની નામે કરનાર ટીવી એક્ટ્રેસિસ વિશે.
હિન્દી સિનેમા અને સંગીતની દુનિયાના પ્રખ્યાત સંગીત નિર્દેશક મોહમ્મદ ઝહુર ખૈય્યમનો જન્મ 18 ફેબ્રુઆરીએ આવે છે. સંગીત જગતમાં તેમનો ફાળો અમૂલ્ય છે. જોઇએ તેમની તસવીરો, યાદ કરીએ ઉમરાવજાન જેવા માસ્ટરપીસને સંગીત બક્ષનારા આ મહારથીને... (તસવીરો- મિડ-ડે આર્કાઇવ્ઝ, નિમેશ દવે, યોગેન શાહ)
આજે Valentine's Day છે. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ આ દિવસને ખાસ અંદાજમાં ઉજવે છે. તેમ જ કેટલાક છોકરા-છોકરીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. તેમ જ સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ પોતાના પ્રેમ સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા અભિનેતા અને અભિનેત્રી છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. વેલેન્ટાઈન ડેના ખાસ વીકમાં અમે તમને એવા જ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચમાં છે, પરંતુ દુનિયા સામે તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.
14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરવાનો દિવસ. સામાન્ય રીતે ‘વેલેન્ટાઈન ડે’ની વ્યાખ્યા આ રીતે થતી હોય છે. પરંતુ સમય અને વ્યક્તિ સાથે ‘વેલેન્ટાઈન ડે’ અને ‘પ્રેમ’ની વ્યાખ્યા પણ બદલાતી જ હોય છે. શાળા/કોલેજના દિવસોમાં, યુવાનીના દિવસોમાં, લગ્ન થયા પછી એમ જીવનના દરેક તબક્કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની રીતભાત બદલાતી હોય છે. ઘણા માટે વેલેન્ટાઈન ડે એક સામાન્ય દિવસ જેવો હોય છે તો ઘણા માટે ખરેખર આ દિવસ વિશેષ હોય છે. પ્રેમના તહેવાર ‘વેલેન્ટાઈન ડે’ના અવસરે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમએ તમારા મનગમતા ગુજરાતી સેલેબ્ઝને પુછયું કે તેમના જીવનમાં ‘વેલેન્ટાઈન ડે’નું મહત્વ કેટલું છે અને તેમની ‘પ્રેમ’ની વ્યાખ્યા શું છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
બૉલીવુડ અને સાઉથનાં જાણીતાં ગાયક મહાલક્ષ્મી ઐયરે ગઈકાલે 11 ફેબ્રુઆરીએ વિજયગીરી ફિલ્મોસના બેનર હેઠળ નિર્માણ થતી 'એકવીસમું ટિફિન' ફિલ્મના એક ગીતનું શૂટિંગ વિજયગીરી બાવા અને ગીતકાર મેહુલ સુરતીની હાજરીમાં પૂરું કર્યું. તેમણે પહેલીવાર ગુજરાતી ફિલ્મના ગીત માટે પોતાનો સ્વર આપ્યો. જણાવવાનું કે આ પહેલા તેમણે ગુજરાતી ગીતો ગાયાં છે પણ ફિલ્મ માટે તેમણે પહેલીવાર ગુજરાતી ગીત ગાયું છે. જાણો વધુ...
22મી ફેબ્રુઆરીથી સોમવારથી શુક્રવાર રાતે 8.30 વાગ્યે Sony TV પર રિલીઝ થનારી ઓજસ રાવલ (Ojas Rawal)ની આ બીજી સીરિયલ છે. આ પહેલા ઓજસ રાવલે (Ojas Rawal) સોની ટીવી પર જ ટેલિકાસ્ટ થતી સીરિયલ લેડીઝ સ્પેશિયલ (Ladies Special)માં પણ કામ કર્યું હતું. લગભગ બે વર્ષ પછી તે ફરી ટેલિવીઝન પર દેખાવાના છે. આ વખતે તેઓ બ્રહ્મચારી એવા આસ્તિક અવસ્થીનું પાત્ર ભજવવાના છે.
રાજીવ કપૂરનું ગઈ કાલે ૫૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ બપોરે દોઢ વાગ્યાની આસપાસ હાર્ટ-અટૅકને કારણે થયું હતું. રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરને ત્રણ બાળકો છે. તેઓ રણધીર કપૂર અને રિશી કપૂરના નાના ભાઈ હતા. રાજીવ કપૂરના નિધનથી બૉલીવુડના સેલેબ્ઝ દુ:ખી થયા છે અને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે.
રાજીવ કપૂરનું ગઈ કાલે ૫૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરને ત્રણ બાળકો છે. તેઓ રણધીર કપૂર અને રિશી કપૂરના નાના ભાઈ હતા. રિશી કપૂરનું પણ ગયા વર્ષે મૃત્યુ થયું હતું. નીતુ કપૂરે તેમનો ફોટો શૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર RIP લખ્યું હતું. રણધીર કપૂરે કહ્યું હતું કે તેમનું મૃત્યુ બપોરે દોઢ વાગ્યાની આસપાસ હાર્ટ-અટૅકને કારણે થયું હતું. આવો જોઈએ તેમના અંતિમ સંસ્કારમાં ફ્રેન્ડ્સ અને ફૅમિલીમાંથી કોણ કોણ પહોચ્યું હતું.
(તસવીરો: શાદાબ ખાન, યોગેન શાહ, પી.ટી.આઇ.)
સ્કૂલ ફી ન ભરવા અંગે મિડ-ડેમાં આવેલા અહેવાલના સ્ક્રીનશૉટને શૅર કરતાં નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રી હેલ્લારો ફેમ લીલા એટલે કે નીલમ પંચાલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તેમણે પોતાના ચાહકોને જણાવ્યું કે તેમની લગભગ દરેક માર્કશીટમાં આવું લખેલું આવતું જેમાં ફી બાકી જોવા મળે.
ધુમ્મસ એટલે શું તે તો સૌને ખબર જ છે પણ અહીં વાત થઈ રહી છે ધુમ્મસ ફિલ્મની. ત્યારે જણાવવાનું કે આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર મર્ડર મિસ્ટ્રીની સ્ટોરી છે, જેમાં ત્રણ મુખ્ય પાત્રો જોવા મળશે. દર્શકો માટે ક્લાઇમેક્સમાં એક સરપ્રાઇઝ ધમાકો છે, અને જ્યાં ઇન્ડસ્ટ્રીમાં કૉમેડીનું વલણ છે ત્યાં એક જુદાં પ્રકારના જોનરની ફિલ્મ લાવવી એ પોતાનામાં જ ચીલો ચાતરવા જેવી વાત છે. આ વિશે જાણો વધુ...
બૉલીવુડ એક્ટર અને ફિલ્મ ગોલમાલ સીરીઝ ફૅમ એક્ટર શ્રેયસ તલપડે આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શ્રેયસનો જન્મ 27 જાન્યુઆરી 1976ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત મરાઠી ટીવી શૉઝ સાથે કરી હતી. તેમ જ બૉલીવુડમાં તેમણે વર્ષ 2005માં આવેલી ફિલ્મ 'ઈકબાલ'માં લીડ એક્ટર તરીકે નજર આવ્યા હતા. આ ફિલ્મમાં શ્રેયસના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઈકબાલ બાદ શ્રેયસે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં શ્રેયસે કેટલીક ફિલ્મોમાં ફીમેલનો ગેટઅપ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આજે તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેમના વિશે રોચક કિસ્સાઓ. (તસવીર સૌજન્ય - શ્રેયસ તલપડે ઈન્સ્ટાગ્રામ)
બિગ-બૉસ 13 શૉ ઘણો ચર્ચિત અને વિવાદિત રહ્યો હતો. તેમાં ઘણા મોટા સેલેબ્સે એન્ટ્રી મારી હતી. ત્યારે સૌથી ચર્ચામાં હતી પંજાબની સિંગર અને મૉડલ શહેનાઝ કૌર ગિલ. બિગ-બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની જોડી લોકોને ઘણી પસંદ આવી હતી. તેમ જ શેહનાઝ કૌર ગિલે ઘરમાં પોતાનો જાદૂ વિખેર્યો હતો. આજે શહેનાઝ પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 27 જાન્યુઆરી 1993ના રોજ ચંદીગઢમાં થયો હતો. તો જુઓ એમની સુંદર તસવીરોની એક ઝલક
તસવીર સૌજન્ય - શેહનાઝ કૌર ગિલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તાજેતરમાં જ કબીર સિંહ ફેમ અભિનેત્રી વનિતા ખરત બૉલ્ડ ફોટોશૂટ કરાવીને બૉડી પૉઝિટીવિટી મૂવમેન્ટને કારણે ચર્ચામાં છવાઇ ગઈ. આ પહેલા પણ બૉલીવુડમાં એવી અનેક મૂવમેન્ટ દ્વારા સુધારા થયા છે. જેમાં હાલ સોશિયલ મીડિયા પર બૉડી પૉઝિટીવિટી મોખરે છે. આ મૂવમેન્ટને સપૉર્ટ કરવા માટે કબીર સિંહ અભિનેત્રી વનીતા ખરતે પણ પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. (તસવીર સૌજન્ય વનિતા ખરત)
તાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર...
(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
ગુજરાતી ફિલ્મોમાં સૌથી લાંબી ઇનિંગ કોઈ હિરોઈને ખેલી હોય તો પ્રથમ સ્નેહલતાનું નામ આવે. તે સમયમાં સ્નેહલતાને બાદ કરતા બીજી કોઈ હિરોઈન આટલી વ્યસ્ત નહોતી અને અરૂણા ઈરાની હતી પણ ટૂંક સમય માટે જ હતી. ગુજરાતી ફિલ્મોમાં જ્યાં સુધી હિરોઈન ઓરિએન્ટેડ ફિલ્મો મળી ત્યાં સુધી જ તેમણે રસ લીધો. લાંબી ઈનિંગની હરોળમાં અત્યારે જો કોઈ હીરોઈનનું નામ મોખરે છે તો તે છે કિરણ આચાર્ય. તો આવો જાણીએ કિરણ આચાર્યના ફિલ્મી કરિયર વિશે અને વાંચો આજકાલ આ એક્ટ્રેસ શું કરે છે અને કેવું જીવન જીવી રહી છે.
તસવીર સૌજન્ય- Kiran Acharya Facebook Account
અનુષ્કા શર્મા આ મહિના પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. એવામાં તેને ક્લિનિકની બહાર જોયા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અનુષ્કાની ડિલિવરી ડેટ નજીક આવી ગઈ છે? (તસવીર સૌજન્ય યોગેશ શાહ)
કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં બૉલીવુડમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કોરોના વાયરસ અને લૉકડાઉનને લીધે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ. તેને કારણે ઘણા બૉલીવુડ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાં કમબૅક ન કરી શક્યા. પરંતુ નવું વર્ષ શરૂ થતાની સાથે જ નવી આશાઓ જાગી છે અને બૉલીવુડ સ્ટાર્સ પણ પાટે ચડી રહ્યાં છે. ત્યારે લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા અનેક સેલેબ્ઝ 2021માં ગ્રાન્ડ કમબૅક કરવાના છે. આવો જોઈએ આ યાદીમાં કયા સેલેબ્ઝના નામનો સમાવેશ થાય છે...
જો ટીવી જગતની એ અભિનેત્રીઓની લિસ્ટ બનાવવામાં આવે, જે પોતાના કરિયરથી વધારે પોતાની ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે. તો એમાં સૌથી પહેલા નામ કદાચ નિયા શર્માનું જ રહેશે. એક્ટ્રેસ હંમેશા પોતાની ગ્લેમરસ અને સેક્સી તસવીરોના લીધે ચર્ચામાં રહે છે અને ખાસ વાત એ છે કે એનો ગ્લેમર અને બૉલ્ડ લૂક એના ફૅન્સને ઘણો પસંદ પણ આવે છે. એનો અંદાજો તમે એના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લગાવી શકો છો. તસવીર સૌજન્ય - નિયા શર્મા ઈન્સ્ટાગ્રામ
આતંકી સંગઠને સ્વીકારી અંબાણીના ઘરની પાસે વિસ્ફોટક રાખવાની જવાબદારી
Feb 28, 2021, 19:15 ISTShilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ
Feb 28, 2021, 17:20 ISTCoronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
Feb 28, 2021, 16:37 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
Feb 28, 2021, 15:24 ISTInstagram પર ઓછા ફોલૉઅર્સ હોવાને કારણે આ એક્ટ્રેસને નહીં મળ્યું કામ
Feb 28, 2021, 13:38 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 IST