Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કોઈએ પહેરેલા શર્ટનું બટન ટાંકતાં પહેલાં મોંમાં દોરો લેવો જરૂરી

કોઈએ પહેરેલા શર્ટનું બટન ટાંકતાં પહેલાં મોંમાં દોરો લેવો જરૂરી

17 November, 2012 05:43 PM IST |

કોઈએ પહેરેલા શર્ટનું બટન ટાંકતાં પહેલાં મોંમાં દોરો લેવો જરૂરી

કોઈએ પહેરેલા શર્ટનું બટન ટાંકતાં પહેલાં મોંમાં દોરો લેવો જરૂરી




માનો યા ન માનો





દરેક દેશમાં નમક, બિલાડી, અરીસા, ટ્રાવેલિંગ અને છત્રી બાબતે કોઈક ને કોઈક અંધશ્રદ્ધાભરી માન્યતા હોય જ છે. એમાંથી રોમાનિયા પણ બાકાત નથી. જોકે અન્ય દેશો કરતાં જરાક જુદી પડતી અહીંની થોડીક માન્યતાઓ જોઈએ.

નમકનો ડબ્બો હાથમાંથી છટકી જાય અથવા તો ચપટીમાંથી નમક નીચે સરી પડે તો અપશુકન થાય. આ ખરાબ પરિણામોથી બચવા માટે નીચે પડેલું નમક લઈને ખભા પાછળ ઉછાળી દેવું જરૂરી છે.



વાળની સંભાળ રાખવા માટે એને કપાવવાની તારીખો પણ નક્કી જ હોય છે. અહીં મનાય છે કે અકાળે ટકલું ન થવું હોય તો દર મહિનાની ૧૭મી અને ૨૯મી તારીખે જ વાળ કપાવવા. 

ઘરની બારીઓ કે બહાર જવાનાં બારણાં ખુલ્લાં રાખીને રૂમમાંથી નીકળી જવામાં આવે તો શરીરના કોઈ પણ અંગમાં દુખાવો થઈ શકે છે.

સાંજ પડ્યા પછી કોઈને પૈસા કે કોઈ ચીજ ઉધાર અપાય નહીં. ઘરમાંથી નકામી ચીજનો નિકાલ કરવો હોય તો પણ સાંજ ઢળી ગયા પછી ન કરી શકાય. જો એમ કરવામાં આવે તો ઘરની તમામ સમૃદ્ધિ ટૂંક સમયમાં જ ઘરની બહાર જતી રહે છે.

તમે શર્ટ પહેરેલું હોય અને એમાં ક્યાંક કાણું પડી ગયું હોય અથવા તો બટન તૂટી ગયું હોય તો તમે શર્ટ પહેરેલું હોય ત્યારે જ એને સીવી કે બટન ટાંકી ન શકાય. જો એમ કરો તો તમારા ખિસ્સામાં કાણું પડી જઈ શકે છે. જો કુંવારી વ્યક્તિ પહેરેલાં કપડાંને બીજા પાસે સીવડાવે તો તેનાં કદી લગ્ન નથી થતાં. જો કોઈક સંજોગોમાં એમ કરવું જ પડે એમ હોય તો સીવનાર વ્યક્તિએ હાથમાં સોય-દોરો લેતાં પહેલાં મોંમાં દોરાનો ટુકડો દાંતની વચ્ચે પકડી રાખવો જોઈએ. એમ કરવાથી અપશુકન થતાં અટકે છે.

શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિના કોઈ ચાળા પાડે કે તોતડી વ્યક્તિની મિમિક્રી કરે તો તેને મેજર ઍક્સિડન્ટનો સામનો કરવો પડે છે અને શક્ય છે કે એમાં તેણે જેની ખિલ્લી ઉડાડેલી એવી જ ફિઝિકલ ક્ષતિ આવે.

કોઈ સુંદર બાળકનાં વખાણ કરવાં હોય તો એમ ને એમ ન જ કરાય. જો તમારે કોઈ ક્યુટ અને સુંદર બાળકને વખાણવું હોય તો પહેલાં તેના હાથમાં લાલ રંગની કોઈ ચીજ મૂક્યા પછી જ તેનાં વખાણ કરી શકાય. જો એમ કરવામાં ન આવે તો બાળકનું સ્વાસ્થ્ય જોખમાય છે. એટલે જ અહીં બાળકોનાં કપડાંમાં ક્યાંક ને ક્યાંક લાલ રંગનો એકાદ પૅચ તો લગાવવામાં આવે જ છે.

અહીં વાઇન પાર્ટી કરતાં પહેલાં ગ્લાસમાંથી વાઇનનાં થોડાંક ટીપાં જમીન પર રેડવાનો રિવાજ છે. એમ કરવાથી તમારા અવસાન પામેલા મિત્રો અને સ્વજનો પણ વાઇન પી શકે છે. જો એમ ન કરવામાં આવે તો પૂર્વજો કે મૃત્યુ પામેલા લોકોની નજર લાગી શકે છે અને અશુભ ચીજો થઈ શકે છે.            

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2012 05:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK