° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


કામોત્તેજના-કામાનંદ વધારતી કામરમતો : ભાગ-૧

17 November, 2012 05:58 PM IST |

કામોત્તેજના-કામાનંદ વધારતી કામરમતો : ભાગ-૧

કામોત્તેજના-કામાનંદ વધારતી કામરમતો : ભાગ-૧તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી


કામરમતોનો ઇતિહાસ વાત્સ્યાયનના કામસૂત્ર જેટલો જ જૂનોપુરાણો છે. ગણિકાઓ અને ગેઇશાઓ રાજકુંવરો અને શ્રેષ્ઠીઓને કામકળામાં નિપુણ બનાવતી ત્યારે કામરમતોની કેળવણી એક ભાગ બની જતી. કામસૂત્રમાં સ્ત્રીને ચોસઠ કળામાં નિપુણ બનાવવાનું એટલા માટે શીખવવામાં આવતું હતું કે એ તમામ કળા શરૂમાં પ્રણયરસ અને અંતે કામરસને પ્રદીપ્ત કરતી હોવાથી દામ્પત્યજીવનમાં કામરસનો ઉમેરો કરતી હતી. ફૂલોની ગૂંથણી કરવી, તરેહ-તરેહના કેશકલાપ સજવા, ધૂપ પ્રગટાવવો, રંગોળી કરવી, ગીતોની ધૂન બનાવવી જેવી કળાઓમાં પ્રવીણતા મેળવેલી યુવતી અચૂક આ કળાઓ દ્વારા તેના પતિને રીઝવી શકતી હોવાનું મનાતું. કામસૂત્રમાં તો ત્રીજી સ્ત્રીએ પોતાના પતિની પહેલી સ્ત્રીને કેવી રીતે ઈર્ષાથી જલાવવી એના નુસખાઓ પણ આપ્યા છે. આ પણ એક પ્રકારની આડકતરી કામરમતો જ કહેવાય.

કામરમતો એટલે સમાગમ પૂર્વે, પછી અને દરમ્યાન યુગલ એવી ચોક્કસ પ્રવૃત્તિઓ કરે જેનાથી કામરસ પ્રદીપ્ત થાય અને કામાનંદમાં વધારો થાય. આ રમતો ફોરપ્લે તથા આફ્ટરપ્લેનો ભાગ હોઈ શકે અથવા તો સંભોગ વગર સાવ એકલી પણ સંભવી શકે છે.

એક નવપરિણીત યુગલની કામપ્રવૃત્તિઓ વિશે જાણવા જેવું છે. તેઓ બન્ને વારાફરતી એકમેકને ગલીચપી કરીને ખિલખિલાટ હસાવવાનો ઉપક્રમ રાખે છે અને કોણ ઘણા વખત સુધી ગલીપચીને આનંદપૂર્વક સહન કરી શકે છે એની હોડ લગાવે છે. ગલીપચી કરતાં-કરતાં તેઓ એકમેકના પેટ, બગલ, કમર, ગરદન, સ્કંધ વગેરે જગ્યાઓએ અંગુલિઓથી મીઠી કામુક શરારત કરી લે છે. આમ કરવામાં તેમને હાસ્ય, નિકટતા અને કામરસ ત્રણેનો ત્રેવડો આનંદ મળી રહે છે.

બીજા એક નવયુવાન યુગલની શય્યાપ્રવૃત્તિઓ પણ નોંધપાત્ર છે. તેઓ ક્યારેક બાથટબમાં પુષ્કળ ફીણ કરીને પછી આખી કાયાને સાબુના ફીણવાળી બનાવી દે અને પછી વારાફરતી એકમેકના આખા શરીર પરથી સાબુ અને ફીણને હળવેકથી દૂર કરવાનું કામ કરે. આ પ્રક્રિયામાં તેમને પરસ્પરના આખા શરીરને ઇરોટિક શૈલીથી સ્પર્શ કરવાની તક મળે. ઇરોટિક ટચની આ ભાષાને તેઓ તેમની અંતરંગ ક્ષણોની સાક્ષી બનાવી લે છે. આ કામરમત અલબત્ત ભારત જેવા દેશમાં મોટા ભાગનાં યુગલોને પરવડી શકે એમ નથી છતાં એમાં રહેલા સિદ્ધાંતને જ જો આત્મસાત્ કરે તો ઘણાં યુગલો બાથટબની સુવિધા વગર પણ અચૂક સાકાર કરી શકે છે.

સરળમાં સરળ કામરમતની જ જો વાત કરવી હોય તો હાથ-પગ કે કમર દબાવવાની રમત વિચારવા જેવી છે. હિન્દુસ્તાનમાં સંખ્યાબંધ સ્ત્રીઓને હાથ, પગ કે કમરનો દુખાવો હોય છે. એમાંની ઘણી સ્ત્રીઓને સાઇકોસોમેટિક અને ફાઇબ્રોમાયેલ્જિયા (જે ડિપ્રેશન સાથે ઘણી વાર સહઅસ્તિત્વ ધરાવે છે) હોય છે. આવા સમયે પગ દબાવવાની પ્રક્રિયા એકસાથે ત્રણ કામ કરે છે. પહેલું તો સ્ત્રીને એ નિકટતા, કાળજી, કન્સર્ન તરીકે અનુભવાય છે. બીજું, એમાં ઇરોટિક, ઉત્તેજનાત્મક તત્વ પણ સામેલ હોય છે અને ત્રીજું, દુખાવામાં રાહત મળે છે. કમર, પીઠ, ગરદન અને પગના દુખાવા સાથે સાથળોની માવજત અચૂક સ્ટ્રૉન્ગ ઇરોટિક સેન્સેશન પેદા કરે છે.

અલગ-અલગ કામરમતો અને એમની ઉત્તેજના જગાડવામાં રહેલી સફળતા પાછળનું સાદું સત્ય એ છે કે કામરમતોને લીધે પરસ્પરની શારીરિક નિકટતા વધે છે, એકમેકમાં પૂરેપૂરા ઇન્વૉલ્વ થવાની તક મળે છે અને માનવશરીરનું ઇંચેઇંચ ઇરોટોજનિક હોવાની તીવ્ર પ્રતીતિ થઈ શકે છે. આ ઉપરાંત કામરમતોની સફળતા પાછળનું બીજું મહત્વનું લૉજિક એ છે કે કામરમતો એક પ્રકારની ઇનડાયરેક્ટ ઇરોટોજેનિસિટી ઉત્પન્ન કરે છે. સેક્સમાં આવી આડકતરી ઉત્તેજનાત્મકતાનું વિશેષ મહત્વ હોય છે. ઉત્તેજનાત્મક દૃશ્યોથી ભરપૂર એવી ફિલ્મો કે વિડિયો આલબમો આવી આડકતરી ઉત્તેજનાત્મકતાનો જ સહારો લઈને લોકોની કામુકતાને સંતોષવાનું કામ કરે છે.

મધ્યમવર્ગના એક યુગલમાં બન્ને જણને વધારે વજનની સમસ્યા હતી. આમ તેઓ હજી બેડોળ બન્યાં નહોતાં, પરંતુ જાહેર જીવનમાં હોવાને લીધે સ્ટ્રિક્ટ વેઇટ મૉનિટરિંગ કરવા મથતાં હતાં. તેમને ફ્રૂટ-જૂસ, સૂપ, કચુંબર અને સૅલડ ખાઈને જીવવાનો કંટાળો આવતો હતો. તેમણે આ કંટાળાને રોચકતા અને રોમાંચમાં બદલવા માટે એક નુસખો કર્યો. જગમશહૂર કામરમત તરીકે પ્રસિદ્ધ થયેલો આ નુસખો કંઈક આવો હતો. બન્ને જણ એકાંતમાં સામસામે બેસીને ખાવા માટે કેળું, મૂળો, ગાજર કે કાકડી જેવું એકાદ લાંબું ફળ પસંદ કરે. પછી બેઉ છેડેથી તેઓ ધીમે-ધીમે એને નાના બાઇટ્સમાં ખાવું શરૂ કરે. જેમ-જેમ એ કેળું કે મૂળો ખવાતાં જાય એમ-એમ તેમનાં મોં નજીક આવતાં જાય. જો તેઓ માદક આંખો વડે એકમેકને જોવાનું આમાં ઉમેરે તો આ પ્રક્રિયા વધુ એક્સાઇટિંગ અને થ્રિલિંગ બની જાય. છેવટે છેલ્લા બચેલા ટુકડાને પોતાના મોંમાં લેવા જાય ત્યારે આ લાસ્ટ બાઇટ તેમના ઓષ્ટથી ઓષ્ટનું ચુંબન બની જાય. આમ સ્વાદમાં ન ભાવતું ડાયેટિંગ માટેનું ફળ તેમના માટે મધુરા-ઉત્તેજક ચુંબનમાં પરિવર્તન પામે. આ ઉપરાંત પણ ઘણી કામરમતો છે જેમાં સાથે કુકિંગ કરવાની પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે. એક ઉર્દૂ શાયરે આ કિચન-ગેમ્સ વિશે સુંદર શેર લખ્યો છે:

ઉનકે શીકે સે કોઈ ચીજ ઉતરવાઈ હૈ

કામ કા કામ હૈ, અંગડાઈ કી અંગડાઈ હૈ

અર્થાત્ ઘાટીલી પત્નીને માળિયા પરથી કોઈ ચીજ ઉતારવા માટે સ્ટૂલ પર ચડવાનું સૂચન કરો અને પછી તેનાં અંગઉપાંગોનું જે દર્શન થાય એમાં આડકતરી રીતે કામોત્તેજના અનુભવાય એનો આનંદ લો. પુરુષોને સ્ત્રીદર્શનનો આ આનંદ વૈશ્વિક અને સહજ છે. સ્ત્રીઓને પૌરુષદર્શનનો આવો કોઈ વિશેષ કામાનંદ હોય છે કે કેમ એ બાબત વિવાદાસ્પદ છે. પુરુષોના અન્ડરવેઅરની એક જાહેરખબરમાં બે ચુલબુલી છોકરીઓ અન્ડરવેઅર પહેરીને ઊભેલા પુરુષને જોઈને એક્સાઇટ થઈ જતી બતાવવામાં આવે છે. એવું ખરેખર હોય છે કે કેમ એ બાબત લાંબી ચર્ચાવિચારણાને પાત્ર છે.

એક યુગલે એક વાર નોંધ્યું કે જ્યારે-જ્યારે તેમને શરીરસુખ લેવાનો પ્રતિબંધ હોય એવા વાતાવરણમાં રહેવાનું આવે ત્યારે તેમની કામભૂખ વધારે સતેજ બની જતી. એટલે કે અટ્રેક્શન ફૉર ફોરબિડન. આથી તેઓ ઘણી વાર તેમનાં મોટી વયનાં બાળકો, મિત્રો, ઘરડાં માતા-પિતા વગેરેને કોઈ ને કોઈ બહાના હેઠળ તેમના બેડરૂમમાં રાત્રિરોકાણ માટે રોકી પાડતાં જેથી એ રાત્રે શરીરસંબંધ શક્ય ન બને. જોકે આ જ વખતે કેવળ પ્રતિબંધિત હોવાને કારણે જ તેમની કામસંબંધની તીવ્ર મહેચ્છા જાગી ઊઠતી હતી. બિલકુલ વિરોધાત્મક કે ઑપોઝિશનલ તરીકે ઓળખાતાં, કહે એનાથી ઊંધું કરવા ટેવાયેલાં બાળકોની જેમ. આ રમતને પ્લે ઑફ ઑપોઝિટ કહીશું?

સેન્સ્યુઅલ પ્લેમાં એક જાણીતી એવી રમત છે

રોલ-પ્લેઇંગની. એમાં યુવક કે યુવતી બેમાંથી એક યા બન્ને પોતપોતાને ગમતા એવા ઇરોટિક પાર્ટનરનો પાઠ ભજવે અને સાથીને ઉત્તેજિત કરે. વષોર્ પહેલાં શયનખંડોમાં કેટલાય અમેરિકન છોકરાઓએ પોતપોતાની પ્રેયસીઓને મૅરેલિન મનરોનો રોલ પ્લે કરાવડાવ્યો હશે. ત્યાર બાદ બીજા કેટલાય પ્રેમીઓએ પોતાની પ્રેમિકાઓ પાસે મડોના કે બ્રિટ્ની સ્પિયર્સ, ઍન્જેલિના જોલી કે શકીરાના પાઠ ભજવડાવ્યા હશે. બૉલીવુડમાં બિપાશાથી મલ્લિકા, કરીનાથી કૅટરિના સુધીની અનેક હિરોઇનો પણ આવા રોલ-પ્લેઇંગ માટે હૉટ હશે.

બીજી એક સાઇકોસેક્સ્યુઅલ ગેમ છે રીગ્રેસન ગેમ. અર્થાત્ ભૂતકાળમાં પાછા જઈને બચ્ચા બની જવાની રમત. આ રમતમાં યુગલ ચાઇલ્ડિશ ટૉક અને બાળસહજ વર્તન કરી શકે છે. જેમ કે એકબીજા સાથે મસ્તી કરવી, ધબ્બા મારવા, લાતો મારવી, ખેંચાતાણ કરવી, વળગવું, કાલીઘેલી માગણીઓ કરવી, ગલીપચી કરવી, ચાટવું, ગરબડ-ગુલાંટો મારવી... એનાથી એક તો સ્ત્રી-પુરુષ વચ્ચે સઘન શારીરિક નિકટતા કેળવાય છે. બીજું, બાળસહજ વર્તન આમ પણ વ્યક્તિને રિલૅક્સ કરીને હળવાશનો અનુભવ કરાવે છે. ત્રીજું, વ્યક્તિ સામેના પાત્ર પ્રત્યેના અજાગ્રત રોષ, ક્રોધ કે તિરસ્કારને આ બિહેવિયર દ્વારા નીકળી જવાનું દ્વાર મળી રહે છે. પત્નીએ પતિને તમાચો મારવો હોય તો આમ પુખ્તવયે આપણને મળેલા સામાજિક ઢાંચામાં એ બાબત શક્ય નથી, પણ બાળક બનીને બીજા બાળક સાથે તોફાન-ધાંધલ કરતાં-કરતાં જો એકાદ ઢીંક કે તમાચો મારવામાં આવે તો એ અચૂક સાહજિકતાથી નિભાવી લેવાય છે. ચાઇલ્ડ-ગેમમાં વસ્ત્રો આઘાંપાછાં કે અસ્તવ્યસ્ત થાય એ બાબત પણ સ્વાભાવિક હોવાથી ઇરોટિક પ્લેઝરમાં ઉમેરો થાય છે.

(આવી તો અનેક કામરમતો છે જે રિલૅક્સિંગ અને કામોત્તેજક છે તેમ જ કામાનંદમાં અનેકગણો વધારો કરી શકે છે. એ વિશે આવતા અઠવાડિયે વધુ જોઈશું)

ગેરમાન્યતા

પત્નીને જાતીય અતૃપ્તિ રહેતી હોય તો એને માટે હંમેશાં પતિ જ જવાબદાર હોય છે

હકીકત

ક્યારેક આનાથી ઊલટું પણ શક્ય છે. પત્નીના અસંતોષ માટે પત્ની પોતે જવાબદાર હોય એવું પણ બની શકે છે

17 November, 2012 05:58 PM IST |

અન્ય લેખો

સપ્તાહના ખાસ

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

27 December, 2020 06:12 IST | Mumbai | Rajani Mehta
સપ્તાહના ખાસ

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

12 December, 2020 06:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સપ્તાહના ખાસ

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

15 November, 2020 07:49 IST | Mumbai | ruchita

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK