° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


મિડ-ડેના વાચકોને કાવ્યોરૂપે શુભેચ્છા

10 November, 2012 08:55 AM IST |

મિડ-ડેના વાચકોને કાવ્યોરૂપે શુભેચ્છા

મિડ-ડેના વાચકોને કાવ્યોરૂપે શુભેચ્છા(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

મારા આત્માને

હે મારા બલિષ્ઠ હૃદય!

જીવનભરની ધુરાને

છોડ નહીં લગીર

વર્તમાન હો ભલે વિકટ

અને અનાગત હો ધૂસર!

આ શિખરનાં આરોહણ અવરોહણ

આપણે આરંભ્યાં તેને તો

એક યુગ વીતી ગયો હોય તેવું લાગે!

કરી છે કંઈક વિરલ સમંદર પર

આપણે સુંવાળી સફર

- સ્વામી વિવેકાનંદઆટલું લખ્યા પછી થયું કે ‘મિડ-ડે’ની યુવા પ્રજા જે માત્ર અંગ્રેજી જ ભણી છે તેને પણ નૂતન વષાર્ભિનંદનની શુભેચ્છા આપું તો અંગ્રેજી કાવ્યરૂપે જ આપું. ખાસ કરીને આજે તમામ યંગસ્ટરના આનંદનાં સાધનો સાથે દુ:ખી થવાનાં કારણો પણ વધી ગયાં છે. ટેલિવિઝન, કમ્પ્યુટર, ગૂગલ, ફેસબુક અને પિન્ટેરેસ્ટ વગેરે દ્વારા સંબંધો અને સંપર્કો વધ્યા છે. એમાં અનેક સંબંધો બંધાય અને તૂટે છે. માનસિક વ્યગ્રતા વધે છે. નાહકની અશાંતિ થાય પણ હવે ધનતેરસ આવશે, દિવાળી આવશે. નવું વર્ષ આવશે ત્યારે ટી. એસ. ઇલિયટની કવિતા શબ્દશ: મૂકું છું. આગોતરો સંદેશો છે એ યંગસ્ટરો માટે છે :

….  And all shall be well

and all manner of things

shall be well

when the tongues of flame

are in-folded

into the crowned knot of fire

And The fire and the rose are one.


ફરીથી મારા શબ્દોમાં આ કવિતાના ભાવાર્થને રજૂ કરું છું, ‘કુદરતની કૃપા તેમ જ દુઆથી તમને તમારાં કષ્ટો, મુશ્કેલીઓ, દ્વિધાઓ વગેરે પાર કરવાની અને સહન કરવાની આ નવા વિક્રમ વર્ષે શક્તિ મળો. જે કોઈ કષ્ટો છે એે ઈશ્વરની પ્રસાદી રૂપે માનવાની છે. કુદરતે અવરોધો અને તકલીફો આપ્યાં છે એમ માનીને અંત સુધી ઇમાનદારી જાળવી રાખીએ એવી ઈશ્વર પાસેથી શક્તિ માગો. જો ધીરજ અને હિંમત રાખીશું તો તકલીફોને પાર કરીને અંતે બધું સારું થશે જ એમ માનવાનું છે.

હિન્દીમાં કહું તો ‘યહ દિન ભી ચલા જાએગા’ એ નાનકડી પંક્તિ મનમાં યાદ રાખવી. અંતે બધું સારું જ થશે એ વાત હજાર વાર રટીને મિત્રોને પણ હિંમત આપવાની છે. ખાસ તો આપણી તકલીફો માટે કદી જ બીજાને જવાબદાર ન માનવા. ટી. એસ. ઇલિયટના ઉપરના કાવ્યમાં આખરી પંક્તિઓ ખૂબ જ મજેદાર છે. એનો ભાવાર્થ નીચે પ્રમાણે છે.

જ્યારે પણ સંયોગોના ક્રૂર અને ભયંકર અગ્નિરૂપી લબકારા આપણને ઘેરી લે ત્યારે અટલ વિશ્વાસ રાખો કે આ અગ્નિના લબકારા એક તબક્કે તો જરૂર શાંત થઈ જ જશે. કવિ ઇલિયટની ભાર્યામાં એ આગના લબકારા ગુલાબની સુગંધી પાંખડીમાં ફેરવાઈ જશે. યાદ રહે કે અગ્નિ અને ગુલાબનો રંગ સમાન છે. બન્ને રંગને સરખી રીતે સમજીએ. આવા ગુલાબની સુગંધ આખું નવું વર્ષ તમને મળે એવી શુભેચ્છા.

હું ઇચ્છું છું કે ‘મિડ-ડે’નો આ લેખ ઝેરોક્સ કરાવીને તમે દિવાળી અને નૂતન વિક્રમ વર્ષ નિમિત્તે મિત્રો, પ્રેમીઓ, પ્રેમિકાઓને મોકલો અને મોંઘા અને જાન વગરના છાપેલા કમર્શિયલ કાર્ડનો ખર્ચ બચાવો.

10 November, 2012 08:55 AM IST |

અન્ય લેખો

સપ્તાહના ખાસ

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

27 December, 2020 06:12 IST | Mumbai | Rajani Mehta
સપ્તાહના ખાસ

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

12 December, 2020 06:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સપ્તાહના ખાસ

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

15 November, 2020 07:49 IST | Mumbai | ruchita

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK