Year-ender 2020: આ નેતાઓનું અને મુંબઈના દિગ્ગજોનું આ વર્ષે થયું નિધન

Updated: 24th December, 2020 11:58 IST | Keval Trivedi
  • વિશ્વપ્રખ્યાત શૅફ ફ્લોયડ કાર્ડોઝ જેનો Covid-19નો ટેસ્ટ પૉઝીટીવ આવ્યા હતા તેણે ન્યુ યોર્કની સિટી હૉસ્પિટલમાં આ ઇન્ફેક્શન સામે દમ તોડી દીધો હતો. તે મુંબઇની બે પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સમાં કો-ઓનર હતો, બોમ્બે કેન્ટિ અને ઓ પેદ્રો. તે આઠમી માર્ચ પછી અમેરિકાથી પોતાના નવા સાહસ બોમ્બે સ્વીટ શોપનાં લૉન્ચ માટે મુંબઇ આવ્યા હતા. હંગર, ઇંક હોસ્પિટલિટીએ આ અંગે અધિકૃત જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, “અમે ભારે હ્રદય સાથે તમને જણાવીએ છીએ કે શેફ ફ્લોયડ કાર્ડોઝ (59 વય), કો ફાઉન્ડર હંગર ઇન્ક હોસ્પિટાલિટીનું દુઃખદ અવસાન ૨૫મી માર્ચનાં રોજ ૨૦૨૦માં ન્યુ જર્સી, યુએસએમાં થયું છે. તેના માતા બેરિલ, પત્નિ બરખા અને દીકરાઓ જસ્ટિ અને પિટર તેમના પરિવારનાં સદસ્યો છે. 18મી માર્ચે યુએસએમાં તેનો Covid-19નો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો અને તેની સારાવાર માઉન્ટેઇન સાઇડ મેડિકલ સેન્ટર, ન્યુજર્સીમાં ચાલી રહી હતી.”

    વિશ્વપ્રખ્યાત શૅફ ફ્લોયડ કાર્ડોઝ જેનો Covid-19નો ટેસ્ટ પૉઝીટીવ આવ્યા હતા તેણે ન્યુ યોર્કની સિટી હૉસ્પિટલમાં આ ઇન્ફેક્શન સામે દમ તોડી દીધો હતો. તે મુંબઇની બે પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સમાં કો-ઓનર હતો, બોમ્બે કેન્ટિ અને ઓ પેદ્રો. તે આઠમી માર્ચ પછી અમેરિકાથી પોતાના નવા સાહસ બોમ્બે સ્વીટ શોપનાં લૉન્ચ માટે મુંબઇ આવ્યા હતા.

    હંગર, ઇંક હોસ્પિટલિટીએ આ અંગે અધિકૃત જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, “અમે ભારે હ્રદય સાથે તમને જણાવીએ છીએ કે શેફ ફ્લોયડ કાર્ડોઝ (59 વય), કો ફાઉન્ડર હંગર ઇન્ક હોસ્પિટાલિટીનું દુઃખદ અવસાન ૨૫મી માર્ચનાં રોજ ૨૦૨૦માં ન્યુ જર્સી, યુએસએમાં થયું છે. તેના માતા બેરિલ, પત્નિ બરખા અને દીકરાઓ જસ્ટિ અને પિટર તેમના પરિવારનાં સદસ્યો છે. 18મી માર્ચે યુએસએમાં તેનો Covid-19નો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો અને તેની સારાવાર માઉન્ટેઇન સાઇડ મેડિકલ સેન્ટર, ન્યુજર્સીમાં ચાલી રહી હતી.”

    1/22
  • આર્ટિસ્ટ અકબર પદમસીએ 6 જાન્યુઆરી, 2020ના રોજ આ દુનિયાને વિદાય આપી હતી. 91 વર્ષની વયે તેમનું નિધન થયુ હતું. તેમણે સર જેજે સ્કૂલ ઓફ આર્ટમાં એમએફ હુસૈન, એફએન સૌઝા અને એસએચ રાઝા સાથે ભણ્યા હતા. બોમ્બેમાં તેમણે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ગ્રુપની સ્થાપના કરી હતી.

    આર્ટિસ્ટ અકબર પદમસીએ 6 જાન્યુઆરી, 2020ના રોજ આ દુનિયાને વિદાય આપી હતી. 91 વર્ષની વયે તેમનું નિધન થયુ હતું. તેમણે સર જેજે સ્કૂલ ઓફ આર્ટમાં એમએફ હુસૈન, એફએન સૌઝા અને એસએચ રાઝા સાથે ભણ્યા હતા. બોમ્બેમાં તેમણે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ગ્રુપની સ્થાપના કરી હતી.

    2/22
  • લોકપ્રિય ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું ગોવામાં 12 ફેબ્રુઆરી, 2020ના રોજ નિધન થઈ ગયું હતું. તે 59 વર્ષના હતા. તેમને પદ્મશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વેન્ડેલ રોડ્રિક્સના ડિઝાઇન કરેલા કપડાં ઘણીવાર ફિલ્મોમાં કલાકારો પહેરતાં હતા. તે ફેશન જગતમાં એક આગવી ઓળખ ધરાવતાં હતા.

    લોકપ્રિય ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું ગોવામાં 12 ફેબ્રુઆરી, 2020ના રોજ નિધન થઈ ગયું હતું. તે 59 વર્ષના હતા. તેમને પદ્મશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વેન્ડેલ રોડ્રિક્સના ડિઝાઇન કરેલા કપડાં ઘણીવાર ફિલ્મોમાં કલાકારો પહેરતાં હતા. તે ફેશન જગતમાં એક આગવી ઓળખ ધરાવતાં હતા.

    3/22
  • એક્સ-મટકા કિંગ રતન ખત્રીનું નિધન 88 વર્ષની ઉંમરે 9 મે, 2020ના રોજ થયુ હતું. સૂત્રોનું કહેવું હતું કે, તે લાંબા સમયથી બિમાર હતા. મુંબઈમાં મટકાની સ્થાપના કરવા તેમણે વર્ષ 1960માં કલ્યાણ ભગત સાથે જોડાયા હતા. ભગત સાથે મેનેજર તરીકે કામ કર્યા બાદ તેમણે પોતાનું ‘રતન મટકા’ની સ્થાપના વર્ષ 1964માં કરી હતી.

    એક્સ-મટકા કિંગ રતન ખત્રીનું નિધન 88 વર્ષની ઉંમરે 9 મે, 2020ના રોજ થયુ હતું. સૂત્રોનું કહેવું હતું કે, તે લાંબા સમયથી બિમાર હતા. મુંબઈમાં મટકાની સ્થાપના કરવા તેમણે વર્ષ 1960માં કલ્યાણ ભગત સાથે જોડાયા હતા. ભગત સાથે મેનેજર તરીકે કામ કર્યા બાદ તેમણે પોતાનું ‘રતન મટકા’ની સ્થાપના વર્ષ 1964માં કરી હતી.

    4/22
  • પહેલી ડિસેમ્બરે મામલેદાર મિસલના માલિક લક્ષ્મણ મુર્દેશ્વરનું 84 વર્ષની વયે નિધન થયુ હતું. વર્ષ 1952માં ‘મામલેદાર મિસલ’ને મુર્દેશ્વર કુટુંબ ચલાવે છે. મુર્દેશ્વરના પિતા નરસિમ્હાએ મિસલ સહિત અન્ય મહારાષ્ટ્રીયન ડિશને રજૂ કરી જે આજની તારીખમાં પ્રચલિત છે. 

    પહેલી ડિસેમ્બરે મામલેદાર મિસલના માલિક લક્ષ્મણ મુર્દેશ્વરનું 84 વર્ષની વયે નિધન થયુ હતું. વર્ષ 1952માં મામલેદાર મિસલને મુર્દેશ્વર કુટુંબ ચલાવે છે. મુર્દેશ્વરના પિતા નરસિમ્હાએ મિસલ સહિત અન્ય મહારાષ્ટ્રીયન ડિશને રજૂ કરી જે આજની તારીખમાં પ્રચલિત છે. 

    5/22
  • સ્કાવર્ડન લીડર (નિવૃત્ત) પરવીઝ રુસ્તમ જામાસજીનું નિધન 26 જૂન 2020ના રોજ 77 વર્ષની વયે થયુ હતું. વર્ષ 1972માં આ હેલિકોપ્ટર પાઈલેટને વિર ચક્ર આપવામાં આવ્યુ હતું. મહારાષ્ટ્ર સરકારે તેમને ગૌરવ પુરસ્કાર પણ આપ્યુ હતું. તેમને બધા ‘ધ ટાઈગર ઓફ ધ આસામ સેક્ટર’ તરીકે પણ ઓળખતા હતા. 

    સ્કાવર્ડન લીડર (નિવૃત્ત) પરવીઝ રુસ્તમ જામાસજીનું નિધન 26 જૂન 2020ના રોજ 77 વર્ષની વયે થયુ હતું. વર્ષ 1972માં આ હેલિકોપ્ટર પાઈલેટને વિર ચક્ર આપવામાં આવ્યુ હતું. મહારાષ્ટ્ર સરકારે તેમને ગૌરવ પુરસ્કાર પણ આપ્યુ હતું. તેમને બધા ધ ટાઈગર ઓફ ધ આસામ સેક્ટર તરીકે પણ ઓળખતા હતા. 

    6/22
  • બોરિવલીના ઈમાએક્યુલેટ કન્સેપ્શન ચર્ચના પેરિશ પ્રિસ્ટ ફર અલ્બાન ડીસોઝાનું 54 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને લીધે 5 જાન્યુઆરી, 2020ના રોજ નિધન થયુ હતું. તેમણે દાદરની લેડી ઓફ સાલવેશન હાઈ સ્કૂલમાં ભણતર લીધુ હતું. તેમણે બેન્ડ ઓફ પ્રિસ્ટ્સની સ્થાપના કરી હતી.

    બોરિવલીના ઈમાએક્યુલેટ કન્સેપ્શન ચર્ચના પેરિશ પ્રિસ્ટ ફર અલ્બાન ડીસોઝાનું 54 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને લીધે 5 જાન્યુઆરી, 2020ના રોજ નિધન થયુ હતું. તેમણે દાદરની લેડી ઓફ સાલવેશન હાઈ સ્કૂલમાં ભણતર લીધુ હતું. તેમણે બેન્ડ ઓફ પ્રિસ્ટ્સની સ્થાપના કરી હતી.

    7/22
  • પ્રખર જ્યોતિષી બેજાન દારૂવાલાનું નિધન 88 વર્ષની ઉંમરે 29 મે, 2020ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયુ હતું. ઇંદિરા ગાંધીની હત્યા અને ભોપાલ ગેસ દુર્ઘટનાનું પ્રિડિક્શન કરનારા અને ગણેશા સ્પિક્સથી હજારો લાખો લોકોને રોજેરોજ ભવિષ્ય કથન પહોંચાડનારા બેજાન દારૂવાલા પોતો ઝોહરાષ્ટ્રિયન ધર્મ પાળતા.તેમણે મનમોહનસિંગ 2004માં વડાપ્રધાન બનશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી અને તે પણ એવા સમયે જ્યારે હજી UPA સરકાર સત્તા પર નહોતી આવી. કારગિલ યુદ્ધ અને ગુજરાતનો ભૂકંપ પણ તેમની આગાહીમાં કહેવાયા હતા. (ચિત્રઃ ઉદય મોહિતે)

    પ્રખર જ્યોતિષી બેજાન દારૂવાલાનું નિધન 88 વર્ષની ઉંમરે 29 મે, 2020ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયુ હતું. ઇંદિરા ગાંધીની હત્યા અને ભોપાલ ગેસ દુર્ઘટનાનું પ્રિડિક્શન કરનારા અને ગણેશા સ્પિક્સથી હજારો લાખો લોકોને રોજેરોજ ભવિષ્ય કથન પહોંચાડનારા બેજાન દારૂવાલા પોતો ઝોહરાષ્ટ્રિયન ધર્મ પાળતા.તેમણે મનમોહનસિંગ 2004માં વડાપ્રધાન બનશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી અને તે પણ એવા સમયે જ્યારે હજી UPA સરકાર સત્તા પર નહોતી આવી. કારગિલ યુદ્ધ અને ગુજરાતનો ભૂકંપ પણ તેમની આગાહીમાં કહેવાયા હતા. (ચિત્રઃ ઉદય મોહિતે)

    8/22
  • જાફર ભાઈ’સ દિલ્હી દરબારના માલિક જાફર ગુલામ મનસુરીનું નિધન કોવિડ-19ને લીધે 10 સપ્ટેમ્બર, 2020ના રોજ થયુ હતું. તે 84 વર્ષના હતા. તેમને લોકો ‘બિરયાની કિંગ ઓફ મુંબઈ’ના નામે પણ બધા ઓળખતા હતા. મૂળ અમદાવાદના મનસુરીએ વર્ષ 1973માં દિલ્હી દરબારની મુંબઈની સ્થાપના કરી હતી.

    જાફર ભાઈ’સ દિલ્હી દરબારના માલિક જાફર ગુલામ મનસુરીનું નિધન કોવિડ-19ને લીધે 10 સપ્ટેમ્બર, 2020ના રોજ થયુ હતું. તે 84 વર્ષના હતા. તેમને લોકો ‘બિરયાની કિંગ ઓફ મુંબઈ’ના નામે પણ બધા ઓળખતા હતા. મૂળ અમદાવાદના મનસુરીએ વર્ષ 1973માં દિલ્હી દરબારની મુંબઈની સ્થાપના કરી હતી.

    9/22
  • ભારતીય થિયેટરના દિગ્ગજ દિગ્દર્શક અને રંગભૂમિને નવું પરિમાણ આપનારા ઈબ્રાહિમ અલકાઝીનું 4 ઑગસ્ટ,2020ના રોજ 94 વર્ષની વયે મૃત્યુ થયું છે. ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું હાર્ટ અટેકથી મોત થયું હતું. બૉલીવુડના માધાંતાઓ સાથે કામ કરી ચૂકેલા ઇબ્રાહિમ અલકાઝીએ થિએટરમાં જે યોગદાન આપ્યું હતું તેને પગલે કહી શકાય કે તેમનું જવું એક યુગનો અંત છે.   ઇબ્રાહિમ અલકાજી ભારતમાં થિયેટરમાં એક પ્રકારની નવી ક્રાંતિ લાવવા માટે જાણીતા છે. તેઓ 1940 થી 1950 દરમિયાન મુંબઇના સૌથી લોકપ્રિય થિયેટર કલાકારોમાંના એક હતા. 37 વર્ષની વયે, ઇબ્રાહિમ અલકાઝી દિલ્હી ગયા અને 15 વર્ષ સુધી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ડિરેક્ટર પદે રહ્યા. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં આટલા લાંબા સમય સુધી સેવા આપી ચૂકેલા તે પ્રથમ વ્યક્તિ હતા.

    ભારતીય થિયેટરના દિગ્ગજ દિગ્દર્શક અને રંગભૂમિને નવું પરિમાણ આપનારા ઈબ્રાહિમ અલકાઝીનું 4 ઑગસ્ટ,2020ના રોજ 94 વર્ષની વયે મૃત્યુ થયું છે. ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું હાર્ટ અટેકથી મોત થયું હતું. બૉલીવુડના માધાંતાઓ સાથે કામ કરી ચૂકેલા ઇબ્રાહિમ અલકાઝીએ થિએટરમાં જે યોગદાન આપ્યું હતું તેને પગલે કહી શકાય કે તેમનું જવું એક યુગનો અંત છે.  

    ઇબ્રાહિમ અલકાજી ભારતમાં થિયેટરમાં એક પ્રકારની નવી ક્રાંતિ લાવવા માટે જાણીતા છે. તેઓ 1940 થી 1950 દરમિયાન મુંબઇના સૌથી લોકપ્રિય થિયેટર કલાકારોમાંના એક હતા. 37 વર્ષની વયે, ઇબ્રાહિમ અલકાઝી દિલ્હી ગયા અને 15 વર્ષ સુધી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ડિરેક્ટર પદે રહ્યા. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં આટલા લાંબા સમય સુધી સેવા આપી ચૂકેલા તે પ્રથમ વ્યક્તિ હતા.

    10/22
  • મની’સ લન્ચ હોમના માલિક કે એસ નારાયણસ્વામીનું 67 વર્ષની ઉંમરે 20 ઑક્ટોબર, 2020ના રોજ કેજે સોમૈયા હૉસ્પિટલમાં નિધન થયુ હતું. સૌપ્રથમ આ લન્ચ હોમ માટુંગામાં હતુ, જેને ચેમ્બુરમાં ખસેડવામાં આવ્યુ હતું. વર્ષ 2018માં ધ ગાઈડ રેસ્ટોરન્ટ એવોર્ડમાં બેસ્ટ કમબેક કેટેગરીમાં મની’સ લંચન હોમ વિનર હતું. 

    મનીસ લન્ચ હોમના માલિક કે એસ નારાયણસ્વામીનું 67 વર્ષની ઉંમરે 20 ઑક્ટોબર, 2020ના રોજ કેજે સોમૈયા હૉસ્પિટલમાં નિધન થયુ હતું. સૌપ્રથમ આ લન્ચ હોમ માટુંગામાં હતુ, જેને ચેમ્બુરમાં ખસેડવામાં આવ્યુ હતું. વર્ષ 2018માં ધ ગાઈડ રેસ્ટોરન્ટ એવોર્ડમાં બેસ્ટ કમબેક કેટેગરીમાં મનીસ લંચન હોમ વિનર હતું. 

    11/22
  • મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ઈલેક્શન કમિશનર નીલા સત્યનારાયણનું કોવિડ-19ને લીધે 71 વર્ષની ઉંમરે 16 જુલાઈ, 2020ના રોજ નિધન થયુ હતું. તે કવયિત્રી અને નોવેલિસ્ટથી લઈને ફિલ્મ મ્યુઝીક કંપોઝર પણ હતા.

    મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ઈલેક્શન કમિશનર નીલા સત્યનારાયણનું કોવિડ-19ને લીધે 71 વર્ષની ઉંમરે 16 જુલાઈ, 2020ના રોજ નિધન થયુ હતું. તે કવયિત્રી અને નોવેલિસ્ટથી લઈને ફિલ્મ મ્યુઝીક કંપોઝર પણ હતા.

    12/22
  • ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે 31 ઑગસ્ટ, 2020ના રોજ નિધન થયું છે. તે કોરોના પૉઝિટિવ હતા. નવી દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલમાં તે તબીબી સારવાર લઈ રહ્યા હતા. વેન્ટિલેટરનો સપોર્ટ તેમને આપવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રા પહેલા સેનાના બેન્ડે ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. અંતિમ યાત્રામાં સુરક્ષાની વધુ વ્યવસ્થા કરવામાં આવી હતી.  પ્રણવ મુખરજીનું નિધન થતા બાંગલાદેશે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. બાંગલાદેશની પીએમ શેખ હસીનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા જણાવ્યું કે, પ્રણવ મુખરજી બાંગલાદેશના ખરા મિત્ર હતા.

    ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે 31 ઑગસ્ટ, 2020ના રોજ નિધન થયું છે. તે કોરોના પૉઝિટિવ હતા. નવી દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલમાં તે તબીબી સારવાર લઈ રહ્યા હતા. વેન્ટિલેટરનો સપોર્ટ તેમને આપવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રા પહેલા સેનાના બેન્ડે ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. અંતિમ યાત્રામાં સુરક્ષાની વધુ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

    પ્રણવ મુખરજીનું નિધન થતા બાંગલાદેશે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. બાંગલાદેશની પીએમ શેખ હસીનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા જણાવ્યું કે, પ્રણવ મુખરજી બાંગલાદેશના ખરા મિત્ર હતા.

    13/22
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંસદ સભ્ય અહમદ પટેલનું નિધન 25 નવેમ્બર, 2020ના રોજ થયુ હતું. અહમદ પટેલ નિધનના એક મહિના પહેલા કોરોના વાઈરસની ચપેટમાં આવ્યા હતા. તેમની સારવાર મેદાન્તા હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ તમામ પ્રયાસો બાદ તેને બચાવી શક્યા નહીં. તેમણે અહમદ પટેલે 1 ઑક્ટોબરે પોતે ટ્વીટ કરીને કોરોના પૉઝિટિવ થવાની જાણકારી આપી હતી. ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહમદ પટેલની રાજકીય કારર્કિદી ઘણી લાંબી છે. પટેલ ત્રણ વખત લોકસભા સાંસદ અને પાંચ વખત રાજ્યસભા સદસ્ય રહ્યા હતા. પટેલ પહેલી વખત 1977માં લોકસભા સાંસદ બન્યા. ભરૂચ સંસદીય બેઠક સીટથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 1980ના લોકસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા હતા. 1984ના લોકસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા હતા. 1993માં અહમદ પટેલ રાજ્યસભા સદસ્ય હતા. 2001થી તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર છે. તેઓ સોનિયા ગાંધીની ખૂબ નજીકના નેતા હતા.

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંસદ સભ્ય અહમદ પટેલનું નિધન 25 નવેમ્બર, 2020ના રોજ થયુ હતું. અહમદ પટેલ નિધનના એક મહિના પહેલા કોરોના વાઈરસની ચપેટમાં આવ્યા હતા. તેમની સારવાર મેદાન્તા હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ તમામ પ્રયાસો બાદ તેને બચાવી શક્યા નહીં. તેમણે અહમદ પટેલે 1 ઑક્ટોબરે પોતે ટ્વીટ કરીને કોરોના પૉઝિટિવ થવાની જાણકારી આપી હતી.

    ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહમદ પટેલની રાજકીય કારર્કિદી ઘણી લાંબી છે. પટેલ ત્રણ વખત લોકસભા સાંસદ અને પાંચ વખત રાજ્યસભા સદસ્ય રહ્યા હતા. પટેલ પહેલી વખત 1977માં લોકસભા સાંસદ બન્યા. ભરૂચ સંસદીય બેઠક સીટથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 1980ના લોકસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા હતા. 1984ના લોકસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા હતા. 1993માં અહમદ પટેલ રાજ્યસભા સદસ્ય હતા. 2001થી તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર છે. તેઓ સોનિયા ગાંધીની ખૂબ નજીકના નેતા હતા.

    14/22
  • રાજ્ય સભાના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંહનું 64 વર્ષની ઉંમરે સિંગાપોરમાં 1 ઑગસ્ટ,2020ના રોજ નિધન થયું હતું. તેઓ ઘણા લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીથી પિડાતા હતા. તેમજ નિધનના છેલ્લા છ મહિનાથી સિંગાપોરમાં તેમની સારાવર ચાલી રહી હતી. સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા મુલાયમસિંહ યાદવના અત્યંત વિશ્વાસુ હોવાથી એક સમયે દિલ્હીની રાજનીતિમાં અનોખો દબદબો ધરાવતા હતાં. ફક્ત રાજકારણમાં જ નહીં બૉલીવુડ હસ્તીઓ સાથે પણ તેમના નજીકના સંબંધ હતા. તેઓ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણી સાથે પણ ઘરોબો ધરાવતા હતા

    રાજ્ય સભાના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંહનું 64 વર્ષની ઉંમરે સિંગાપોરમાં 1 ઑગસ્ટ,2020ના રોજ નિધન થયું હતું. તેઓ ઘણા લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીથી પિડાતા હતા. તેમજ નિધનના છેલ્લા છ મહિનાથી સિંગાપોરમાં તેમની સારાવર ચાલી રહી હતી. સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા મુલાયમસિંહ યાદવના અત્યંત વિશ્વાસુ હોવાથી એક સમયે દિલ્હીની રાજનીતિમાં અનોખો દબદબો ધરાવતા હતાં. ફક્ત રાજકારણમાં જ નહીં બૉલીવુડ હસ્તીઓ સાથે પણ તેમના નજીકના સંબંધ હતા. તેઓ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણી સાથે પણ ઘરોબો ધરાવતા હતા

    15/22
  • કેશુભાઈ પટેલે 92 વર્ષે અંતિમ શ્વાસ 29 ઑક્ટોબર, 2020ના રોજ લીધા છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. નિધનના થોડા દિવસ પહેલા એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. તે વખતે અમૂક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ગુજરાતમાં ભાજપનો ભૂતકાળ જોઈએ તો 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. જ્યારે ગુજરાતમાં ભાજપ અને જનતા મો૨ચાની મિશ્ર સ૨કા૨માં કેશુભાઈ પટેલને નાયબ મુખ્ય પ્રધાન પદ મળ્યું હતું. બાદમાં 1995માં કેશુભાઈ પટેલ ભાજપ શાસનના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા.

    કેશુભાઈ પટેલે 92 વર્ષે અંતિમ શ્વાસ 29 ઑક્ટોબર, 2020ના રોજ લીધા છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. નિધનના થોડા દિવસ પહેલા એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. તે વખતે અમૂક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

    ગુજરાતમાં ભાજપનો ભૂતકાળ જોઈએ તો 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. જ્યારે ગુજરાતમાં ભાજપ અને જનતા મો૨ચાની મિશ્ર સ૨કા૨માં કેશુભાઈ પટેલને નાયબ મુખ્ય પ્રધાન પદ મળ્યું હતું. બાદમાં 1995માં કેશુભાઈ પટેલ ભાજપ શાસનના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા.

    16/22
  • 13 ફેબ્રુઆરી, 2020ના રોજ ટીઈઆરઆઈના ભૂતપૂર્વ ચીફ અને એનવાયમેન્ટાલિસ્ટ આર કે પચૌરીનું 79 વર્ષની વયે નિધન થયુ હતું. તેમને ચેરમેનશીપમાં યુનાઈટેડ નેશન્સની ક્લાઈમેટ ચેન્જની ઈન્ટરગવરમેન્ટલ પેનલને વર્ષ 2007માં નોબેલ પ્રાઈઝ મળ્યુ હતું. પચૌરીને વર્ષ 2001માં પદ્મ ભૂષણ અને વર્ષ 2008માં પદ્મ વિભુષણ મળ્યુ હતું.

    13 ફેબ્રુઆરી, 2020ના રોજ ટીઈઆરઆઈના ભૂતપૂર્વ ચીફ અને એનવાયમેન્ટાલિસ્ટ આર કે પચૌરીનું 79 વર્ષની વયે નિધન થયુ હતું. તેમને ચેરમેનશીપમાં યુનાઈટેડ નેશન્સની ક્લાઈમેટ ચેન્જની ઈન્ટરગવરમેન્ટલ પેનલને વર્ષ 2007માં નોબેલ પ્રાઈઝ મળ્યુ હતું. પચૌરીને વર્ષ 2001માં પદ્મ ભૂષણ અને વર્ષ 2008માં પદ્મ વિભુષણ મળ્યુ હતું.

    17/22
  • છત્તીસગઢના પ્રથમ મુખ્ય પ્રધાન અજિત જોગીનું 29 મે, 2020ના રોજ 74 વર્ષની વયે હાર્ટ એટેકને લીધે નિધન થયુ હતું. છત્તીસગઢ રાજ્યના ગઠન પછી પહેલા મુખ્યમંત્રી બનેલા જોગી પોતાના છેલ્લા સમયમાં છત્તીસગઢ જનતા કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમણે પોતે આ પાર્ટીનું ગઠન કર્યું હતું. જો કે, આ પહેલા તેઓ કૉંગ્રેસમાં ઘણો સમય સુધી જોડાયેલા રહ્યા. આઇએએસની નોકરી મૂકીને રાજકારણમાં આવેલા જોગી રાજ્ય વિધાનસભા, લોકસભા, રાજ્યસભા અને કેન્દ્રીય કૅબિનેટના સભ્ય રહી ચૂક્યા છે. છત્તીસગઢના ગઠન સાથે જ અજિત જોગી રાજ્યના રાજકારણના ધુરી બની ગયા. છત્તીસગઢની રાજનીતિ હંમેશાં અજિત જોગીની આસપાસ જ વણાયેલી રહી છે. અજિત જોગીએ વર્ષ 2000માં છત્તીસગઢના મુખ્યમંત્રી પદના પહેલી વાર શપથ લીધા ત્યારનું તેમનું નિવેદન ઇતિહાસના પાના પર અમિટ પંક્તિઓની જેમ નોંધાઈ ગયું જેને દરેક રાજકારણી વિશ્લેષક વારંવાર દોહરાવે છે. બે વાર રાજ્યસભાના સભ્ય, બે વાર લોકસભા સભ્ય, એકવાર મુખ્યમંત્રી રહ્યા સિવાય તેમના ખાતામાં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહેવાનો રેકૉર્ડ પણ નોંધાયેલો છે.

    છત્તીસગઢના પ્રથમ મુખ્ય પ્રધાન અજિત જોગીનું 29 મે, 2020ના રોજ 74 વર્ષની વયે હાર્ટ એટેકને લીધે નિધન થયુ હતું. છત્તીસગઢ રાજ્યના ગઠન પછી પહેલા મુખ્યમંત્રી બનેલા જોગી પોતાના છેલ્લા સમયમાં છત્તીસગઢ જનતા કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમણે પોતે આ પાર્ટીનું ગઠન કર્યું હતું. જો કે, આ પહેલા તેઓ કૉંગ્રેસમાં ઘણો સમય સુધી જોડાયેલા રહ્યા. આઇએએસની નોકરી મૂકીને રાજકારણમાં આવેલા જોગી રાજ્ય વિધાનસભા, લોકસભા, રાજ્યસભા અને કેન્દ્રીય કૅબિનેટના સભ્ય રહી ચૂક્યા છે. છત્તીસગઢના ગઠન સાથે જ અજિત જોગી રાજ્યના રાજકારણના ધુરી બની ગયા. છત્તીસગઢની રાજનીતિ હંમેશાં અજિત જોગીની આસપાસ જ વણાયેલી રહી છે. અજિત જોગીએ વર્ષ 2000માં છત્તીસગઢના મુખ્યમંત્રી પદના પહેલી વાર શપથ લીધા ત્યારનું તેમનું નિવેદન ઇતિહાસના પાના પર અમિટ પંક્તિઓની જેમ નોંધાઈ ગયું જેને દરેક રાજકારણી વિશ્લેષક વારંવાર દોહરાવે છે.

    બે વાર રાજ્યસભાના સભ્ય, બે વાર લોકસભા સભ્ય, એકવાર મુખ્યમંત્રી રહ્યા સિવાય તેમના ખાતામાં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહેવાનો રેકૉર્ડ પણ નોંધાયેલો છે.

    18/22
  • ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું 18 નવેમ્બર, 2020ના રોજ નિધન થયું છે. મૃદુલા સિન્હા શરૂઆતથી જ જનસંઘ સાથે જોડાયેલા હતા અને ભાજપના વરિષ્ટ અને પ્રભાવી નેતા હતા. અટલ બિહારી વાજપેયીની સરકાર દરમ્યાન મૃદુલા સિન્હા કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ રહ્યા હતા. બાદમાં તેમને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

    ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું 18 નવેમ્બર, 2020ના રોજ નિધન થયું છે. મૃદુલા સિન્હા શરૂઆતથી જ જનસંઘ સાથે જોડાયેલા હતા અને ભાજપના વરિષ્ટ અને પ્રભાવી નેતા હતા. અટલ બિહારી વાજપેયીની સરકાર દરમ્યાન મૃદુલા સિન્હા કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ રહ્યા હતા. બાદમાં તેમને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

    19/22
  • લોક જનશક્તિ પાર્ટી (LJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે 8 ઑક્ટોબર, 2020ના રોજ નિધન થયુ હતું. પટણાના દીધા સ્થિત જનાર્દન ઘાટમાં રાજકીય સન્માન સાથે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. તે ઘણા સમયથી બિમાર હતા. મોદી સરકાર ઉપરાંત અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારમાં પણ તે પ્રધાન રહી ચૂક્યા હતા. 

    લોક જનશક્તિ પાર્ટી (LJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે 8 ઑક્ટોબર, 2020ના રોજ નિધન થયુ હતું. પટણાના દીધા સ્થિત જનાર્દન ઘાટમાં રાજકીય સન્માન સાથે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. તે ઘણા સમયથી બિમાર હતા. મોદી સરકાર ઉપરાંત અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારમાં પણ તે પ્રધાન રહી ચૂક્યા હતા. 

    20/22
  • નેલસન મંડેલાની દિકરી ઝીન્ડઝી મંડેલાનું 59 વર્ષની ઉંમરે 13 જુલાઈ, 2020ના રોજ નિધન થયુ હતું. વર્ષ 2015થી તે ડેનમાર્કમાં સાઉથ આફ્રિકાના એમ્બેસેડર હતા. 

    નેલસન મંડેલાની દિકરી ઝીન્ડઝી મંડેલાનું 59 વર્ષની ઉંમરે 13 જુલાઈ, 2020ના રોજ નિધન થયુ હતું. વર્ષ 2015થી તે ડેનમાર્કમાં સાઉથ આફ્રિકાના એમ્બેસેડર હતા. 

    21/22
  • બહરૈની વડા પ્રધાન ખલીફા બિન સલમાન અલ ખલિફાનું નિધન 11 નવેમ્બર 2020ના રોજ અમેરિકાની એક હૉસ્પિટલમાં 84 વર્ષની વયે થયુ હતું. દશકો સુધી વડા પ્રધાન રહ્યા હતા. વર્ષ 2011માં આરબ સ્પ્રિંગ આંદોલનો છતા તેમનું પદ યથાવત્ રહ્યુ હતું.

    બહરૈની વડા પ્રધાન ખલીફા બિન સલમાન અલ ખલિફાનું નિધન 11 નવેમ્બર 2020ના રોજ અમેરિકાની એક હૉસ્પિટલમાં 84 વર્ષની વયે થયુ હતું. દશકો સુધી વડા પ્રધાન રહ્યા હતા. વર્ષ 2011માં આરબ સ્પ્રિંગ આંદોલનો છતા તેમનું પદ યથાવત્ રહ્યુ હતું.

    22/22
  • loading...

ફોટોઝ વિશે

2020નું વર્ષ ઇતિહાસમાં કોરોનાવાઇરસ વર્ષ તરીકે જ ઓળખાવાનું છે કારણકે છીંક અને ખાંસીમાં જીવ લઇ લેનારા વાઇરસે તો ભારે કરી છે. આખું વિશ્વ લૉકડાઉનમાં રહ્યું અને સાથે અનેક લોકોએ જીવ ખોયા, જેમાં મુંબઈના દિગ્ગજો અને અન્ય રાજનેતાઓનો પણ સમાવેશ હતો. (તસવીરોઃ મિડ-ડે ફોટોગ્રાફર્સ, મિડ-ડે આર્કાઈવ્ઝ, પીટીઆઈ, એએફપી)

First Published: 23rd December, 2020 19:06 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK