Yea-Ender 2020: મુંબઈના આ ગુનાઓ દેશભરના સમાચારોમાં ચમક્યા

Updated: 23rd December, 2020 20:31 IST | Keval Trivedi
  • સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂનના રોજ મુંબઈમાં નિધન થયુ હતું. અભિનેતાનું નિધન થયુ કે હત્યા એ બાબતે તપાસ ચાલી રહી છે. તેની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની સંડોવણી હોવાનું પણ કહેવાતુ હતું. અન્ય સેન્ટ્રલ એજન્સીઓએ પણ આ કેસમાં તપાસ કરી છે. રિયા અને અન્ય પાંચ વિરુદ્ધ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મનિ લોન્ડરિંગની તપાસ કરી રહી છે તેમ જ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) પણ આ કેસમાં તપાસ કરી રહી છે.

    સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ

    સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂનના રોજ મુંબઈમાં નિધન થયુ હતું. અભિનેતાનું નિધન થયુ કે હત્યા એ બાબતે તપાસ ચાલી રહી છે. તેની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની સંડોવણી હોવાનું પણ કહેવાતુ હતું. અન્ય સેન્ટ્રલ એજન્સીઓએ પણ આ કેસમાં તપાસ કરી છે. રિયા અને અન્ય પાંચ વિરુદ્ધ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મનિ લોન્ડરિંગની તપાસ કરી રહી છે તેમ જ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) પણ આ કેસમાં તપાસ કરી રહી છે.

    1/6
  • બૉલીવુડની ડ્રગ સાથેની કડી સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસમાં ઈડીએ ડ્રગના એન્ગલમાં તપાસ કરી હતી, જેમાં એસીબીએ દિપીકા પાદુકોણ, શ્રદ્ધા કપુર, સારા અલી ખાન અને રાકુલ પ્રિત સિંહ વગેરેને સમન્સ મોકલ્યા હતા. દિપીકાની મેનેજર કરિશ્મા પ્રકાશની પણ એન્ટી-ડ્રગ એજન્સી દ્વારા પૂછપરછ થઈ હતી. ઉપરાંત અર્જુન રામપાલ અને તેની પાર્ટનર ગેબ્રિલા ડેમિટ્રીડ્સનું નામ પણ સામે આવ્યુ હતું. તેમની પાસેથી એવી ટેબ્લેટ્સ મળી જેના ઉપર એનડીપીએસ એક્ટ અંતર્ગત પ્રતિબંધ છે. ડ્રગ કેસમાં ગેબ્રિલાના ભાઈ એજીસીલાઓસની ધરપકડ કરવામાં આવી જોકે, તેને 6 નવેમ્બરે જામિન મળ્યા હતા. ઉપરાંત કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિમ્બાચિયાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. કપલના ઘરેથી 86.50 ગ્રામ મરિજુઆના મળી આવ્યુ જોકે બંનેને જામિન મળ્યા હતા.

    બૉલીવુડની ડ્રગ સાથેની કડી

    સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસમાં ઈડીએ ડ્રગના એન્ગલમાં તપાસ કરી હતી, જેમાં એસીબીએ દિપીકા પાદુકોણ, શ્રદ્ધા કપુર, સારા અલી ખાન અને રાકુલ પ્રિત સિંહ વગેરેને સમન્સ મોકલ્યા હતા. દિપીકાની મેનેજર કરિશ્મા પ્રકાશની પણ એન્ટી-ડ્રગ એજન્સી દ્વારા પૂછપરછ થઈ હતી. ઉપરાંત અર્જુન રામપાલ અને તેની પાર્ટનર ગેબ્રિલા ડેમિટ્રીડ્સનું નામ પણ સામે આવ્યુ હતું. તેમની પાસેથી એવી ટેબ્લેટ્સ મળી જેના ઉપર એનડીપીએસ એક્ટ અંતર્ગત પ્રતિબંધ છે.

    ડ્રગ કેસમાં ગેબ્રિલાના ભાઈ એજીસીલાઓસની ધરપકડ કરવામાં આવી જોકે, તેને 6 નવેમ્બરે જામિન મળ્યા હતા. ઉપરાંત કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિમ્બાચિયાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. કપલના ઘરેથી 86.50 ગ્રામ મરિજુઆના મળી આવ્યુ જોકે બંનેને જામિન મળ્યા હતા.

    2/6
  • પાલઘરમાં પૂજારી હત્યા કાંદિવલીના આશ્રમના 70 વર્ષના મહંત કલ્પવૃક્ષ ગીરી અને 35 વર્ષના સુશીલગીરી મહારાજ એક અંતિમવિધિ માટે સુરત જવા માટે નિકળ્યા હતા. તેમણે કાંદિવલીથી સુરત જવા માટે એક કાર ભાડે કરી જેને નિલેશ યેલગાડે (30) ચલાવી રહ્યો હતો. પ્રવાસમાં વિધન ન આવે તેથી તેઓ મુંબઈ-ગુજરાત હાઈવેની બદલે પાલઘર જીલ્લાના પાછળના રસ્તાથી પ્રવાસ કરી રહ્યા હતા. જોકે તેમને ગઢચિંચલી ગામમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે રોક્યા હતા. આ લોકો વિભાગના અધિકારી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ટોળાએ તેમને બાળકોના કિડનેપર અને ઓર્ગન હાર્વેસ્ટર્સ સમજીને મારી નાખ્યા હતા. આ કેસમાં 110 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો જેમાંથી 9 માઈનર્સ છે.

    પાલઘરમાં પૂજારી હત્યા

    કાંદિવલીના આશ્રમના 70 વર્ષના મહંત કલ્પવૃક્ષ ગીરી અને 35 વર્ષના સુશીલગીરી મહારાજ એક અંતિમવિધિ માટે સુરત જવા માટે નિકળ્યા હતા. તેમણે કાંદિવલીથી સુરત જવા માટે એક કાર ભાડે કરી જેને નિલેશ યેલગાડે (30) ચલાવી રહ્યો હતો. પ્રવાસમાં વિધન ન આવે તેથી તેઓ મુંબઈ-ગુજરાત હાઈવેની બદલે પાલઘર જીલ્લાના પાછળના રસ્તાથી પ્રવાસ કરી રહ્યા હતા. જોકે તેમને ગઢચિંચલી ગામમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે રોક્યા હતા. આ લોકો વિભાગના અધિકારી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ટોળાએ તેમને બાળકોના કિડનેપર અને ઓર્ગન હાર્વેસ્ટર્સ સમજીને મારી નાખ્યા હતા. આ કેસમાં 110 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો જેમાંથી 9 માઈનર્સ છે.

    3/6
  • પાર્ટનરે મહિલાને ગળાફાંસો આપી સળગાવી દીધી 14 નવેમ્બરના રોજ 25 વર્ષના એક યુવકે તેની 22 વર્ષની પાર્ટનરને સળગાવી દીધી હતી. તેઓ મોટરસાયકલથી પુણેથી તેમના ઘરે નાંદેડના શેલગામમાં દિવાળી માટે જઈ રહ્યા હતા. રાતના બે વાગ્યાની આસપાસ યેલાંબ ઘાટની આસપાસ આરોપી અવનિશ આર રાજપુરેએ બાઈક ઉભી રાખીને તેની પાર્ટેનર સવિતાને ગળાફાંસો આપ્યો હતો. સવિતાએ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલુ જ નહીં અવનિષે એસિડ પણ સવિતા ઉપર ફેંક્યુ ત્યારબાદ વાહનમાંથી પેટ્રોલ કાઢીને સવિતાને સળગાવી દીધી હતી. 12 કલાક બાદ એક ભરવાડે સવિતાને જોઈ અને પોલીસને જાણ કરતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સવિતાનું 50 ટકા શરીર સળગી ગયુ હતું. 16 કલાક સુધી મૃત્યુ સામે લડત આપ્યા બાદ આખરે તે હારી ગઈ હતી. સવિતાએ સમગ્ર ઘટનાની જાણ કરતા અવનિષની ધરપકડ કરવામાં આવી હતી.

    પાર્ટનરે મહિલાને ગળાફાંસો આપી સળગાવી દીધી

    14 નવેમ્બરના રોજ 25 વર્ષના એક યુવકે તેની 22 વર્ષની પાર્ટનરને સળગાવી દીધી હતી. તેઓ મોટરસાયકલથી પુણેથી તેમના ઘરે નાંદેડના શેલગામમાં દિવાળી માટે જઈ રહ્યા હતા. રાતના બે વાગ્યાની આસપાસ યેલાંબ ઘાટની આસપાસ આરોપી અવનિશ આર રાજપુરેએ બાઈક ઉભી રાખીને તેની પાર્ટેનર સવિતાને ગળાફાંસો આપ્યો હતો. સવિતાએ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલુ જ નહીં અવનિષે એસિડ પણ સવિતા ઉપર ફેંક્યુ ત્યારબાદ વાહનમાંથી પેટ્રોલ કાઢીને સવિતાને સળગાવી દીધી હતી.

    12 કલાક બાદ એક ભરવાડે સવિતાને જોઈ અને પોલીસને જાણ કરતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સવિતાનું 50 ટકા શરીર સળગી ગયુ હતું. 16 કલાક સુધી મૃત્યુ સામે લડત આપ્યા બાદ આખરે તે હારી ગઈ હતી. સવિતાએ સમગ્ર ઘટનાની જાણ કરતા અવનિષની ધરપકડ કરવામાં આવી હતી.

    4/6
  • ટીઆરપી કૌભાંડ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ (ટીઆરપી) કૌભાંડ પણ આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યુ છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)એ 45,000 ઘરમાં ‘બાર-ઓ-મીટર્સ’ ઈન્સ્ટોલ કર્યા છે. શો જોતા સમયે આ કુટુંબના સભ્યો તેમની હાજરી વ્યૂહર આઈડી બટનથી રજીસ્ટર કરે છે. દરેકને અલગ આઈડી હોય છે. આનાથી એક અંદાજ મળે છે કે કઈ ઉંમરના વ્યક્તિઓ કયા પ્રકારના શો જોતા હોય છે. ઑક્ટોબરમાં મુંબઈ પોલીસે ટીઆરપી રેકેટ પકડ્યુ જેમાં ત્રણ ચેનલ્સથા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી. આ લોકો જાહેરાતથી આવક મેળવવા માટે ટીઆરપી કૌભાંડ કરતા હતા. પોલીસે ફેક ટીઆરપી કેસમાં 1400 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે અત્યારસુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે, જેમાં રિપબ્લિક ટીવીના વડા ઘનશ્યામ સિંહનો પણ સમાવેશ છે.

    ટીઆરપી કૌભાંડ

    ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ (ટીઆરપી) કૌભાંડ પણ આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યુ છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)એ 45,000 ઘરમાં ‘બાર-ઓ-મીટર્સ’ ઈન્સ્ટોલ કર્યા છે. શો જોતા સમયે આ કુટુંબના સભ્યો તેમની હાજરી વ્યૂહર આઈડી બટનથી રજીસ્ટર કરે છે. દરેકને અલગ આઈડી હોય છે. આનાથી એક અંદાજ મળે છે કે કઈ ઉંમરના વ્યક્તિઓ કયા પ્રકારના શો જોતા હોય છે.

    ઑક્ટોબરમાં મુંબઈ પોલીસે ટીઆરપી રેકેટ પકડ્યુ જેમાં ત્રણ ચેનલ્સથા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી. આ લોકો જાહેરાતથી આવક મેળવવા માટે ટીઆરપી કૌભાંડ કરતા હતા. પોલીસે ફેક ટીઆરપી કેસમાં 1400 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે અત્યારસુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે, જેમાં રિપબ્લિક ટીવીના વડા ઘનશ્યામ સિંહનો પણ સમાવેશ છે.

    5/6
  • અર્નબ ગોસ્વામીની ધરપકડ મુંબઈના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય અને તેની માતાને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ચાર નવેમ્બરે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. અર્નબ ગોસ્વામીએ હાઈકોર્ટના જામીન અરજી નકારવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ વિશે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દિરા બેનરજીની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે ઉદ્ધવ સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે તો તેઓ સમજી લે કે અમે તે લોકોની સુરક્ષા કરીશું. સુપ્રીમ કોર્ટમાં અર્નબની વકીલાત કરતા સીનિયર વકીલ હરીશ સાલ્વેએ આ કેસમાં CBI તપાસની માંગણી કરી છે. જ્યારે અર્નબની અરજી વિશે મહારાષ્ટ્ર સરકારે કેવિએટ દાખલ કરીને કહ્યું છે કે, તેમનો પક્ષ સાંભળ્યા વગર કોઈ આદેશ ન આપવો જોઈએ.

    અર્નબ ગોસ્વામીની ધરપકડ

    મુંબઈના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય અને તેની માતાને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ચાર નવેમ્બરે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી.

    અર્નબ ગોસ્વામીએ હાઈકોર્ટના જામીન અરજી નકારવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ વિશે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દિરા બેનરજીની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે ઉદ્ધવ સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે તો તેઓ સમજી લે કે અમે તે લોકોની સુરક્ષા કરીશું.

    સુપ્રીમ કોર્ટમાં અર્નબની વકીલાત કરતા સીનિયર વકીલ હરીશ સાલ્વેએ આ કેસમાં CBI તપાસની માંગણી કરી છે. જ્યારે અર્નબની અરજી વિશે મહારાષ્ટ્ર સરકારે કેવિએટ દાખલ કરીને કહ્યું છે કે, તેમનો પક્ષ સાંભળ્યા વગર કોઈ આદેશ ન આપવો જોઈએ.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

24મી માર્ચથી લૉકડાઉન થતા આખા દેશમાં ગુનાઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. મુંબઈના 94 પોલીસ સ્ટેશનમાં એપ્રિલ મહિનામાં ચેઈન સ્નેચિંગનો એકેય મામલો નોંધાયો નહોતો, જોકે મુંબઈના અમૂક ગુનાઓ એવા હતા જે દેશભરના સમાચારોમાં ચમક્યા હતા. (ફોટોઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)

First Published: 23rd December, 2020 20:12 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK