Year-ender 2020: AFPની શ્રેષ્ઠ તસવીરોમાં જુઓ કેટલું ચેલેન્જિંગ રહ્યું આ વર્ષ
Updated: 31st December, 2020 22:13 IST | Chirantana Bhatt
લોસ એન્જલસમાં કોબે બ્રાયન્ટ અને તેની દીકરી ગીગીનું આ મ્યુરલ ફ્રેચ આર્ટિસ્ટ મિસ્ટર બ્રેનવૉશે બનાવ્યું હતું, લોકો આ વૉલ પાસે અચૂક ફોટોગ્રાફ ક્લિક કરવા રોકાતા હોય છે.
1/19
ઓક્ટોબર 08, 2020માં જો બાઇડને પોતાના સપોટર્સ સાથે યુનાઇટેડ બ્રધરહુડ ઑફ કારપેન્ટર્સ અને જોઇનર્સ ઑફ અમેરિકાના ટ્રેનિંગ સેન્ટર, ફિનિક્સ એરિઝોનામાં વાત કરી હતી.
ડેની વેનિક્સ યુએસએના ફ્લેગ સાથે પેન્સિલ્વેનિયા કોન્વોકેશન સેન્ટર પર જ્યારે પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની મત ગણતરી ચાલી રહી હતી. 6 નવેમ્બર 2020માં ફિલાડેલ્ફિયામાં લેવાયેલી તસવીર.
5/19
સિનિયર વાઇલ્ડ લાઇફ ઑફિસર જ્યોફ મેક-ક્લોર મેરીસ્વીલ, મેલબોર્નમાં થયેલી તારાજીની તપાસ કરી રહ્યા છે. આ સ્થિતિ ઑસ્ટ્રેલિયા વાઇલ્ડ ફાયર્સને લીધે થઇ હતી.
6/19
ડેમોન્સ્ટ્રેટર લાઇટ ફ્લેર્સ પણ સેન્ટર ઑફ વૉરસો પાસે થયેલા દેખાવોમાં છોડાયા હતા. આ પોલેન્ડમાં એબોર્શનન પર મુકાયેલા બાનના વિરોધમાં થયેલા દેખાવો હતા.
7/19
વિસ્થાપિત સિરિયન્સ એતારબ શહેરમાં ઇફ્તારી કરી રહ્યા છે. આ મે 2020ની તસવીર છે.
8/19
ખેડૂતોએ આ રીતે કોમ્યુનિટી કિચનની વ્યવસ્થા કરી હતી. આ ઘટના તાજેતરમાં ચાલી રહેલા વિરોધો દરમિયાન ઘટી હતી.
9/19
ભારત સરકારે પાસ કરેલા ફાર્મ બિલના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર આ મોટી તાદાતમાં ખેડૂતો જમા થયા હતા.
10/19
નો સીએએનો હેડ બેન્ડ એડજેસ્ટ કરી રહેલી મહિલા, આ મુંબઇમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં યોજાયેલા દેખાવોમાં જોડાયેલી એક મહિલાની તસવીર છે. જાન્યુઆરીમાં આ દેખાવો થયા હતા.
11/19
શાહીન બાગ વિસ્તારમાં પણ દેખાવો ચાલુ રહ્યા હતા, આ 5 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં લેવાયેલી તસવીર છે.
12/19
સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર જે કોરોનાવાઇરસ થીમની હેલમેટ પહેરીને અવેરનેસ કેમ્પેઇનમાં ભાગ લઇ રહ્યો છે.
13/19
કોરોનાવાઇરસને કારણે ફસાયા બાદ જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની વાઘા બોર્ડર પર ભેગાં થયેલા પરિવારજનોનું મિલન.
શિવપુરી હિંદુ સ્મશાન ગૃહમાં ડિસઇન્ફેક્ટન્ટ છાંટી રહેલો સ્વચંસેવક.
16/19
11 એપ્રિલના રોજ લેવાયલેી આ તસવીરમાં લૉકડાઉનમાં ગલીની બિલાડીને ખવડાવી રહેલી મહિલા.
17/19
ચિલિયન ફ્લેગ સાથે દેખાવો કરી રહેલાઓ સામે પોલીસ વૉટર કેનન ચોડી રહી છે. ચિલિયન પ્રેસિડન્ટ સબાસ્ટિયન પિનેરાની સરકાર સામે આ દેખાવો કરાયા હતા.
18/19
મજુરોની યાતનાની બોલતી તસવીર જેમાં એક બાળક એનજીઓએ આપેલી બ્રેડ લઇને ઉભું છે. હજારો માઇગ્રન્ટ્સને લૉકડાઉન દરમિયાન ભારે હાલાકી પડી હતી.
19/19
ફોટોઝ વિશે
2020નું વર્ષ ઇતિહાસમાં લખાશે ત્યારે સૌથી વધુ પડકારો ઝિલનારા વર્ષ તરીકે તેનું આલેખન થશે. આ વર્ષની કઠણાઇઓ સાથે માણસે કેવી રીતે ઝીંક ઝીલી તેની ઝલક આ તસવીરોમાં જુઓ.- ફોટો- એએફપી
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK