World No Tobacco Day: ગુજરાતીઓ ગણાવે છે વ્યસન છોડવાના ઉપાયો, આ રીત અપનાવો

May 31, 2019, 11:50 IST
  • બંસરી ચાવડા કહે છે કે વ્યસન ખૂબ જ ખરાબ વસ્તુ છે. એનાથી તમારા બાળકો પર પણ ખરાબ અસર પડે છે. અને વ્યસન છોડવું અઘરું નથી, બસ થોડો સમય આપવો પડે. સાવ સીધો ઉપાય બતાવું તો પાણી તમાકુ છોડાવવા માટે ઘણું જ કામ લાગી શકે છે. જ્યારે પણ તમાકુનું સેવન કરવાનું મન થાય ત્યારે પુષ્કળ પાણી પીવાની આદત પાડો. ધીમે ધીમે તમાકુની તલપ ઓછી થશે.

    બંસરી ચાવડા કહે છે કે વ્યસન ખૂબ જ ખરાબ વસ્તુ છે. એનાથી તમારા બાળકો પર પણ ખરાબ અસર પડે છે. અને વ્યસન છોડવું અઘરું નથી, બસ થોડો સમય આપવો પડે. સાવ સીધો ઉપાય બતાવું તો પાણી તમાકુ છોડાવવા માટે ઘણું જ કામ લાગી શકે છે. જ્યારે પણ તમાકુનું સેવન કરવાનું મન થાય ત્યારે પુષ્કળ પાણી પીવાની આદત પાડો. ધીમે ધીમે તમાકુની તલપ ઓછી થશે.

    1/5
  • પાર્થ પંડ્યા ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે. તેમનું કહેવું છે કે,'મને આજ સુધી કોઈ વ્યસન નથી. અને વ્યસન હોવું પણ ન જોઈએ. જો કોઈએ વ્યસન છોડવું હોય તો યોગા અને મેડિટેશન બેસ્ટ વિકલ્પ છે. જ્યારે પણ ફ્રી પડો ત્યારે મનને કંટ્રોલ કરો. તમાકુ ખાવાની ઈચ્છા થાય તો યોગા કરો કે મેડિટેશન કરો. ધીમે ધીમે આદત પડશે. અને વ્યસન છૂટી જશે.'

    પાર્થ પંડ્યા ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે. તેમનું કહેવું છે કે,'મને આજ સુધી કોઈ વ્યસન નથી. અને વ્યસન હોવું પણ ન જોઈએ. જો કોઈએ વ્યસન છોડવું હોય તો યોગા અને મેડિટેશન બેસ્ટ વિકલ્પ છે. જ્યારે પણ ફ્રી પડો ત્યારે મનને કંટ્રોલ કરો. તમાકુ ખાવાની ઈચ્છા થાય તો યોગા કરો કે મેડિટેશન કરો. ધીમે ધીમે આદત પડશે. અને વ્યસન છૂટી જશે.'

    2/5
  • જૈમિન મોદી નોકરિયાત વ્યક્તિ છે. તેઓ કહે છે કે ક્યારેક સ્ટ્રેસ થાય તો તમાકુનો સહારો મારા મિત્રો લેતા હોય છે. પરંતુ આની તદ્દન વિરુદ્ધ છું. વ્યસન સ્ટ્રેસ દૂર કરવાનો ઉપાય નથી. એના કરતા ક્યાંક બીજે ધ્યાન કેન્દ્રિત કરો. હા, આદત છોડવી સહેલી નથી, પરંતુ મન હોય તો માળવે જવાય. તમાકુ જો આદત બની ગઈ હોય તો આદતથી એકદમ પીછો છોડાવો સરળ નથી હોતો. આથી એક દમ છોડવાને બદલે નક્કી કરો કે કોઈ ચોક્કસ દિવસથી તમે તમાકુનું સેવન સદંતર બંધ કરી દો. તેના તરફ ધ્યાન જ ન આપો.

    જૈમિન મોદી નોકરિયાત વ્યક્તિ છે. તેઓ કહે છે કે ક્યારેક સ્ટ્રેસ થાય તો તમાકુનો સહારો મારા મિત્રો લેતા હોય છે. પરંતુ આની તદ્દન વિરુદ્ધ છું. વ્યસન સ્ટ્રેસ દૂર કરવાનો ઉપાય નથી. એના કરતા ક્યાંક બીજે ધ્યાન કેન્દ્રિત કરો. હા, આદત છોડવી સહેલી નથી, પરંતુ મન હોય તો માળવે જવાય. તમાકુ જો આદત બની ગઈ હોય તો આદતથી એકદમ પીછો છોડાવો સરળ નથી હોતો. આથી એક દમ છોડવાને બદલે નક્કી કરો કે કોઈ ચોક્કસ દિવસથી તમે તમાકુનું સેવન સદંતર બંધ કરી દો. તેના તરફ ધ્યાન જ ન આપો.

    3/5
  • અમદાવાદના જુગલ શાહ જાણીતા ફાઈનાન્સ એડવાઈઝર છે. તેઓ કહે છે કે ખાસ કરીને જ્યારે હેલ્થ ઈન્સ્યોરન્સ કે લાઈફ ઈન્સ્યોરન્સ લેવાનો હોય ત્યારે લોકો આ મુદ્દો રજૂ કરતા હોય છે. એનાથી પ્રીમિયમ વધારે આવે છે, અને ઘણાને વીમો મળતો નથી. પરંતુ ઈન્સ્યોરન્સ તો ઠીક તમારા પર્સનલ જીવનમાં વ્યસન નુક્સાનકારક છે. મારા મતે તો તમારે વ્યસન છોડવા માટે તમાકુને લગતી કોઈ પણ વસ્તુથી દૂર રહેવું જોઈએ. એશ-ટ્રે, લાઇટર, સિગારેટ, બીડી વગેરે તમારી આસપાસ હશે તો તમને આડકતરી રીતે તમાકુના સેવન માટે પ્રેરિત કરશે. આથી, સૌપ્રથમ આ બધી વસ્તુઓથી મુક્તિ મેળવો.

    અમદાવાદના જુગલ શાહ જાણીતા ફાઈનાન્સ એડવાઈઝર છે. તેઓ કહે છે કે ખાસ કરીને જ્યારે હેલ્થ ઈન્સ્યોરન્સ કે લાઈફ ઈન્સ્યોરન્સ લેવાનો હોય ત્યારે લોકો આ મુદ્દો રજૂ કરતા હોય છે. એનાથી પ્રીમિયમ વધારે આવે છે, અને ઘણાને વીમો મળતો નથી. પરંતુ ઈન્સ્યોરન્સ તો ઠીક તમારા પર્સનલ જીવનમાં વ્યસન નુક્સાનકારક છે. મારા મતે તો તમારે વ્યસન છોડવા માટે તમાકુને લગતી કોઈ પણ વસ્તુથી દૂર રહેવું જોઈએ. એશ-ટ્રે, લાઇટર, સિગારેટ, બીડી વગેરે તમારી આસપાસ હશે તો તમને આડકતરી રીતે તમાકુના સેવન માટે પ્રેરિત કરશે. આથી, સૌપ્રથમ આ બધી વસ્તુઓથી મુક્તિ મેળવો.

    4/5
  • જાગૃતિ ઉપાધ્યાય એક હાઉસવાઈફ છે. તેઓ કહે છે કે અમે મહિલાઓ ભેગી થઈએ ત્યારે આ મુદ્દે ઘણી ચર્ચા થાય. દરેકની વ્યસન અંગે ફરિયાદ હોય. વ્યસન છોડવા આદુ ઉપયોગી બની શકે છે. આદુના નાના ટુકડા કરી તેમાં પ્રમાણસર લીંબુ તેમજ કાળુ મીઠું મિક્સ કરી અને તેને તડકામાં બરાબર સુકવી દો. બાદમાં જયારે વ્યસન કરવાની ઇચ્છા થાય ત્યારે આ ટુકડો મોં માં રાખવો. આમ થોડા દિવસ કરવાથી વ્યસન કરવાની ઇચ્છા થવાનું બંધ થઇ જશે.

    જાગૃતિ ઉપાધ્યાય એક હાઉસવાઈફ છે. તેઓ કહે છે કે અમે મહિલાઓ ભેગી થઈએ ત્યારે આ મુદ્દે ઘણી ચર્ચા થાય. દરેકની વ્યસન અંગે ફરિયાદ હોય. વ્યસન છોડવા આદુ ઉપયોગી બની શકે છે. આદુના નાના ટુકડા કરી તેમાં પ્રમાણસર લીંબુ તેમજ કાળુ મીઠું મિક્સ કરી અને તેને તડકામાં બરાબર સુકવી દો. બાદમાં જયારે વ્યસન કરવાની ઇચ્છા થાય ત્યારે આ ટુકડો મોં માં રાખવો. આમ થોડા દિવસ કરવાથી વ્યસન કરવાની ઇચ્છા થવાનું બંધ થઇ જશે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. દેશભરમાં અને આખા વિશ્વમાં તમાકુનું વ્યસન છોડવા માટે જુદા જુદા અવેરનેસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે gujaratimidday.comએ સામાન્ય ગુજરાતીઓ સાથે વાત કરી તેમનો મત જાણ્યો છે. વાંચો ગુજરાતીઓ વ્યસન છોડવા કયા ઉપાયો સજેસ્ટ કરી રહ્યા છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK