વડોદરામાં આ રંગોળી પેઈન્ટિંસ જોવા શા માટે લાગે છે લાંબી કતારો?

Updated: 13th November, 2020 14:25 IST | Keval Trivedi
 • મહાભારત, રામાયણ અને વાત્સ્યાયન જેવા ગ્રંથોમાં રંગોળી કળાનો ઉલ્લેખ છે.

  મહાભારત, રામાયણ અને વાત્સ્યાયન જેવા ગ્રંથોમાં રંગોળી કળાનો ઉલ્લેખ છે.

  1/22
 • શ્રીરામ જ્યારે 14 વર્ષના વનવાસ ભોગવી અયોધ્યા પરત આવ્યા હતા ત્યારે તેમના સ્વાગતમાં લોકોએ રોશની અને ઘર આંગણે રંગોળી બનાવી હતી.

  શ્રીરામ જ્યારે 14 વર્ષના વનવાસ ભોગવી અયોધ્યા પરત આવ્યા હતા ત્યારે તેમના સ્વાગતમાં લોકોએ રોશની અને ઘર આંગણે રંગોળી બનાવી હતી.

  2/22
 • રંગોળી કળાનો ઉલ્લેખ ભારતીય સાંસ્કૃતિક 64 કળાઓમાંની એક છે, જે 5000 વર્ષ જુની કળા છે.

  રંગોળી કળાનો ઉલ્લેખ ભારતીય સાંસ્કૃતિક 64 કળાઓમાંની એક છે, જે 5000 વર્ષ જુની કળા છે.

  3/22
 • પ્રભાતે બારણાંની ઉંબરે રંગોળીનું એક ટપકું મુકવું એટલે ભગવાન બ્રહ્માજીનું આગમન થાય.

  પ્રભાતે બારણાંની ઉંબરે રંગોળીનું એક ટપકું મુકવું એટલે ભગવાન બ્રહ્માજીનું આગમન થાય.

  4/22
 • અલગ અલગ પ્રાંતોમાં રંગોળી કળાનાં અલગ શૈલી સાથેના નામ પ્રચલિત થયા.

  અલગ અલગ પ્રાંતોમાં રંગોળી કળાનાં અલગ શૈલી સાથેના નામ પ્રચલિત થયા.

  5/22
 • ગુજરાતમાં ‘સાથિયા’,‘ચિરોઠી’ અને ’રંગોળી’ કહેવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં ‘રંગાવલી’ અને ‘રાંગોળી’ કહેવાય છે. કેરળમાં કરવામાં આવતી ફૂલની રંગોળીને ‘પૂવીડલ’ કહેવાય છે.

  ગુજરાતમાં ‘સાથિયા’,‘ચિરોઠી’ અને ’રંગોળી’ કહેવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં ‘રંગાવલી’ અને ‘રાંગોળી’ કહેવાય છે. કેરળમાં કરવામાં આવતી ફૂલની રંગોળીને ‘પૂવીડલ’ કહેવાય છે.

  6/22
 • બંગાળમાં લોટથી થતી રંગોળીને ‘અલ્પના’ અને ‘માંડના’થી ઓળખાય છે.

  બંગાળમાં લોટથી થતી રંગોળીને ‘અલ્પના’ અને ‘માંડના’થી ઓળખાય છે.

  7/22
 • સમય જતા ચિત્રકારોના હાથમાં આ રંગો આવવાથી તેમની કળા શિક્ષણનો ઉમેરો થતો ગયો અને ચિત્રો આબેહૂબતાને આંબવા લાગ્યા હતા.

  સમય જતા ચિત્રકારોના હાથમાં આ રંગો આવવાથી તેમની કળા શિક્ષણનો ઉમેરો થતો ગયો અને ચિત્રો આબેહૂબતાને આંબવા લાગ્યા હતા.

  8/22
 • છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ફ્રીહેન્ડ સાથે ટ્રેડિશનલ સ્વરૂપમાં થતી રંગોળી સંસ્કારભારતી નામથી ઓળખાય છે. 

  છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ફ્રીહેન્ડ સાથે ટ્રેડિશનલ સ્વરૂપમાં થતી રંગોળી સંસ્કારભારતી નામથી ઓળખાય છે. 

  9/22
 • આ રંગોળી બીજી રંગોળી કરતા સહજ અને જલ્દીથી થાય છે. આમાં બિંદુ, સરળ રેખા, ગોળ, અદ્ધગોળ, કેન્દ્રવર્ધીની, લક્ષ્મીજીના પગલાં, શંખ, ચક્ર, ગદા, કમળ જેવા શુભ પ્રતિકોળ ધ્યાનમાં રાખીને કલાત્મક રીતે ગોઠવી રંગોળીઓ થાય છે. 

  આ રંગોળી બીજી રંગોળી કરતા સહજ અને જલ્દીથી થાય છે. આમાં બિંદુ, સરળ રેખા, ગોળ, અદ્ધગોળ, કેન્દ્રવર્ધીની, લક્ષ્મીજીના પગલાં, શંખ, ચક્ર, ગદા, કમળ જેવા શુભ પ્રતિકોળ ધ્યાનમાં રાખીને કલાત્મક રીતે ગોઠવી રંગોળીઓ થાય છે. 

  10/22
 • વડોદરાના સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પુરુષોત્તમ દિંડોરકરે કહ્યું કે, રંગોળી કળા ઘણી આકર્ષક અને મનને આનંદ આપનાર કળા છે, જે ભારતીય માટે ગૌરવ લેવા જેવી વાત એટલા માટે છે કારણ આ કળા ફક્તને ફક્ત ભારતીય કળા છે જેમાં સંસ્કૃતિની મહેક છે.

  વડોદરાના સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પુરુષોત્તમ દિંડોરકરે કહ્યું કે, રંગોળી કળા ઘણી આકર્ષક અને મનને આનંદ આપનાર કળા છે, જે ભારતીય માટે ગૌરવ લેવા જેવી વાત એટલા માટે છે કારણ આ કળા ફક્તને ફક્ત ભારતીય કળા છે જેમાં સંસ્કૃતિની મહેક છે.

  11/22
 • આ રંગોળીને પાણીની અંદર બનાવવામાં આવી છે, તસવીરમાં આપણને આ પેઈન્ટિંગ જેવી જ દેખાશે. પરંતુ હકીકતમાં જોતા સમજાય છે કે તેને પાણીની અંદર બનાવવામાં આવી છે.

  આ રંગોળીને પાણીની અંદર બનાવવામાં આવી છે, તસવીરમાં આપણને આ પેઈન્ટિંગ જેવી જ દેખાશે. પરંતુ હકીકતમાં જોતા સમજાય છે કે તેને પાણીની અંદર બનાવવામાં આવી છે.

  12/22
 • આ રંગોળીને પાણીની અંદર નહીં પરંતુ ઉપરના તળીયાના ભાગમાં બનાવવામાં આવી છે. રંગોળીના નીચેના ભાગમાં પાણીનું સ્તર છે.

  આ રંગોળીને પાણીની અંદર નહીં પરંતુ ઉપરના તળીયાના ભાગમાં બનાવવામાં આવી છે. રંગોળીના નીચેના ભાગમાં પાણીનું સ્તર છે.

  13/22
 • આ રંગોળીને પાણીની વચ્ચોવચ્ચ બનાવવામાં આવી છે. રંગોળીના નીચેના સ્તરમાં અને ઉપરના સ્તરમાં પાણીનો ભાગ છે. જ્યારે વચ્ચે રંગોળી છે.

  આ રંગોળીને પાણીની વચ્ચોવચ્ચ બનાવવામાં આવી છે. રંગોળીના નીચેના સ્તરમાં અને ઉપરના સ્તરમાં પાણીનો ભાગ છે. જ્યારે વચ્ચે રંગોળી છે.

  14/22
 • રંગોળીને જોતા એવુ જ લાગે કે આ એક પ્રકારની પેઈન્ટિંગ જ છે.

  રંગોળીને જોતા એવુ જ લાગે કે આ એક પ્રકારની પેઈન્ટિંગ જ છે.

  15/22
 • રંગોળીકારોનું કહેવું છે કે આવા પ્રકારની રંગોળીઓ બનાવવા માટે 70 જેટલા કલાકો લાગે છે. જ્યારે રંગોળીને નાબૂદ કરતા ફક્ત પાંચથી છ સેકન્ડ લાગે છે.

  રંગોળીકારોનું કહેવું છે કે આવા પ્રકારની રંગોળીઓ બનાવવા માટે 70 જેટલા કલાકો લાગે છે. જ્યારે રંગોળીને નાબૂદ કરતા ફક્ત પાંચથી છ સેકન્ડ લાગે છે.

  16/22
 • રંગોળી બની જાય તે પછી તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે કારણ કે જરાક પણ કંઈક મુશ્કેલી આવે તો ચિત્ર ઉપર અસર પડે છે.

  રંગોળી બની જાય તે પછી તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે કારણ કે જરાક પણ કંઈક મુશ્કેલી આવે તો ચિત્ર ઉપર અસર પડે છે.

  17/22
 • કોરોના મહામારીને પગલે આ વર્ષે વડોદરામાં આ એક્ઝિબિશન થઈ શક્યુ નહોતું.

  કોરોના મહામારીને પગલે આ વર્ષે વડોદરામાં આ એક્ઝિબિશન થઈ શક્યુ નહોતું.

  18/22
 • જોકે આ એક્ઝિબિશનનું આયોજન ડિજિટલ ધોરણે વૈશ્વિક ધોરણે કરવામાં આવ્યું હતું. 

  જોકે આ એક્ઝિબિશનનું આયોજન ડિજિટલ ધોરણે વૈશ્વિક ધોરણે કરવામાં આવ્યું હતું. 

  19/22
 • રંગોળી કલાકારોને આશા છે કે આવતા વર્ષે આ મહામારીનો અંત આવતા ફરી દર વર્ષની જેમ એક્ઝિબિશનનું આયોજન થઈ શકશે.

  રંગોળી કલાકારોને આશા છે કે આવતા વર્ષે આ મહામારીનો અંત આવતા ફરી દર વર્ષની જેમ એક્ઝિબિશનનું આયોજન થઈ શકશે.

  20/22
 • 12મી નવેમ્બરે એક્ઝિબિશનનું આયોજન ડિજિટલ ધોરણે ન્યુઝીલેન્ડ, યુકે વગેરે જેવા દેશોમાં લૉન્ચ થયુ હતું.

  12મી નવેમ્બરે એક્ઝિબિશનનું આયોજન ડિજિટલ ધોરણે ન્યુઝીલેન્ડ, યુકે વગેરે જેવા દેશોમાં લૉન્ચ થયુ હતું.

  21/22
 • વૈશ્વિક ધોરણે ભારતીય રંગોળીકારોની સરાહના થઈ રહી છે.  

  વૈશ્વિક ધોરણે ભારતીય રંગોળીકારોની સરાહના થઈ રહી છે.  

  22/22
 • loading...

ફોટોઝ વિશે

વડોદરામાં સયાજીગંજના કોઠી રોડ સ્થિત આવેલા કિર્તિ મંદિરમાં દર વર્ષે રંગોળીનું એવુ અદભુત એક્ઝિબિશન થાય છે કે તેને જોવા માટે લાંબી કતારો લાગે છે. છેક બેથી ત્રણ કલાકે લોકોનો નંબર આવે છે. જોઈએ આ રંગોળીના ફોટોઝ.

First Published: 13th November, 2020 14:09 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK