લૉકડાઉન ખૂલે એટલે... પહેલો દિવસ, પહેલી મિનિટ

Published: Jun 03, 2020, 10:51 IST | Shilpa Bhanushali
 • ઑડિટોરિયમ જઈશ જેણે મને આજનું આ સ્થાન આપ્યું છે કોઈ પણ ઑડિટોરિયમ, થિયેટર. જેણે મારી આજ બનાવવાનું કામ કર્યું એ રંગમંચ જોવા જવાનું હું સૌથી પહેલાં પસંદ કરીશ અને અચૂક કરીશ. અત્યારે ઘરમાં બેઠાં પણ મને એ લોકોનો વિચાર સૌથી વધારે આવે છે જેની આજીવિકા માત્ર રંગભૂમિ પર નિર્ભર છે. એ લોકોની આવક અટકી ગઈ છે. બૅકસ્ટેજમાં કામ કરતા નાના લોકોનું તો ઘર પણ માત્ર આ આવક પર ચાલતું હતું, એવા સમયે ઑડિટોરિયમ જલદી ખૂલે એ અનિવાર્ય છે. હું ઑડિટોરિયમ પર જઈને રંગદેવતાને પ્રાર્થના કરીશ કે જલદીથી જલદી એને ફરીથી ગાજતું કરે. અત્યારના સમયમાં મને એવું થાય છે કે આ બધું જલદી પૂરું થાય તો સારું. લૉકડાઉનના આ દિવસોમાં આસપાસ નજર કરું છું ત્યારે હૃદય ખરેખર દ્રવી ઊઠે છે. લોકોને રઝળતા અને ભૂખથી ટળવળતા જોઈને ખૂબ દુઃખ થાય છે. ઈશ્વરની દયાથી આપણી પાસે બધા રિસોર્સ છે ત્યારે આપણે જેની પાસે એ નથી કે જેની પાસે ઓછું છે તેને બનતી મદદ કરવી જોઈએ. અત્યારે બધાને આર્થિક પ્રશ્નો છે, પણ સમય જતાં મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસના પ્રશ્નો ધીમે-ધીમે ઓછા થશે અને એ નહીં થાય તો આ ક્લાસ પોતાની જરૂરિયાત ઓછી કરશે, પણ લોઅર ક્લાસની તો જરૂરિયાતો જ પહેલેથી ઓછી છે. એ શું કરશે એનો વિચાર એક વાર કરજો. મારે કહેવું છે કે જ્યાં જરૂરિયાત ઘટાડવાની જરૂર છે એ જગ્યાએ ઘટાડો કરજો, પણ જો તમારી જરૂરિયાત ઘટાડવાથી નાના માણસને મુશ્કેલી પડવાની હોય તો એવું નહીં કરતા. તમારી એ થોડી બિનજરૂરી કહેવાય એવી આદત તેની સામાન્યમાં સામાન્ય જરૂરિયાત પૂરી કરે છે. દાખલો આપીને કહું તો ચોપાટી પર પેલો ફુગ્ગો વેચવાવાળો છે તેને માટે ફુગ્ગો તેની રોજીરોટી છે, પણ તમારા બાળક માટે એ મનોરંજનનું કે આનંદપ્રમોદનું સાધન છે એટલે આવી આવશ્યકતા ઘટાડવાને બદલે તમે એ આવશ્યકતા કેવી રીતે પૂરી કરી શકાય એની મહેનત કરી લેજો અને આવી જરૂરિયાત ઘટાડતા નહીં. મને લાગે છે કે મૂંગાં પશુઓથી માંડીને માછલીઓ, પ્રાણીઓ અને પર્યાવરણે સાથે મળીને આપણી મનુષ્યોની ફરિયાદ ઈશ્વરને કરી હશે. કીધું હશે કે બધી જગ્યાએ મનુષ્યએ આધિપત્ય જમાવી લીધું છે અને કોઈ કોઈનું સાંભળતું નથી, માનતું નથી. આ ફરિયાદના ફળસ્વરૂપે જ ઈશ્વરે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે મનુષ્યજાતિને વાસ્તવિકતાની ખબર પડી જાય અને તેમને સમજાઈ જાય કે એ અહીં રહેવા આવ્યો છે, આધિપત્ય જમાવવા નહીં.

  ઑડિટોરિયમ જઈશ જેણે મને આજનું આ સ્થાન આપ્યું છે
  કોઈ પણ ઑડિટોરિયમ, થિયેટર. જેણે મારી આજ બનાવવાનું કામ કર્યું એ રંગમંચ જોવા જવાનું હું સૌથી પહેલાં પસંદ કરીશ અને અચૂક કરીશ. અત્યારે ઘરમાં બેઠાં પણ મને એ લોકોનો વિચાર સૌથી વધારે આવે છે જેની આજીવિકા માત્ર રંગભૂમિ પર નિર્ભર છે. એ લોકોની આવક અટકી ગઈ છે. બૅકસ્ટેજમાં કામ કરતા નાના લોકોનું તો ઘર પણ માત્ર આ આવક પર ચાલતું હતું, એવા સમયે ઑડિટોરિયમ જલદી ખૂલે એ અનિવાર્ય છે. હું ઑડિટોરિયમ પર જઈને રંગદેવતાને પ્રાર્થના કરીશ કે જલદીથી જલદી એને ફરીથી ગાજતું કરે. અત્યારના સમયમાં મને એવું થાય છે કે આ બધું જલદી પૂરું થાય તો સારું. લૉકડાઉનના આ દિવસોમાં આસપાસ નજર કરું છું ત્યારે હૃદય ખરેખર દ્રવી ઊઠે છે. લોકોને રઝળતા અને ભૂખથી ટળવળતા જોઈને ખૂબ દુઃખ થાય છે. ઈશ્વરની દયાથી આપણી પાસે બધા રિસોર્સ છે ત્યારે આપણે જેની પાસે એ નથી કે જેની પાસે ઓછું છે તેને બનતી મદદ કરવી જોઈએ.
  અત્યારે બધાને આર્થિક પ્રશ્નો છે, પણ સમય જતાં મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસના પ્રશ્નો ધીમે-ધીમે ઓછા થશે અને એ નહીં થાય તો આ ક્લાસ પોતાની જરૂરિયાત ઓછી કરશે, પણ લોઅર ક્લાસની તો જરૂરિયાતો જ પહેલેથી ઓછી છે. એ શું કરશે એનો વિચાર એક વાર કરજો. મારે કહેવું છે કે જ્યાં જરૂરિયાત ઘટાડવાની જરૂર છે એ જગ્યાએ ઘટાડો કરજો, પણ જો તમારી જરૂરિયાત ઘટાડવાથી નાના માણસને મુશ્કેલી પડવાની હોય તો એવું નહીં કરતા. તમારી એ થોડી બિનજરૂરી કહેવાય એવી આદત તેની સામાન્યમાં સામાન્ય જરૂરિયાત પૂરી કરે છે. દાખલો આપીને કહું તો ચોપાટી પર પેલો ફુગ્ગો વેચવાવાળો છે તેને માટે ફુગ્ગો તેની રોજીરોટી છે, પણ તમારા બાળક માટે એ મનોરંજનનું કે આનંદપ્રમોદનું સાધન છે એટલે આવી આવશ્યકતા ઘટાડવાને બદલે તમે એ આવશ્યકતા કેવી રીતે પૂરી કરી શકાય એની મહેનત કરી લેજો અને આવી જરૂરિયાત ઘટાડતા નહીં.
  મને લાગે છે કે મૂંગાં પશુઓથી માંડીને માછલીઓ, પ્રાણીઓ અને પર્યાવરણે સાથે મળીને આપણી મનુષ્યોની ફરિયાદ ઈશ્વરને કરી હશે. કીધું હશે કે બધી જગ્યાએ મનુષ્યએ આધિપત્ય જમાવી લીધું છે અને કોઈ કોઈનું સાંભળતું નથી, માનતું નથી. આ ફરિયાદના ફળસ્વરૂપે જ ઈશ્વરે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે મનુષ્યજાતિને વાસ્તવિકતાની ખબર પડી જાય અને તેમને સમજાઈ જાય કે એ અહીં રહેવા આવ્યો છે, આધિપત્ય જમાવવા નહીં.

  1/9
 • રાયગડના ગોરેગામમાં મમ્મી પાસે જઈશ - મનોજ જોષી (ઍૅક્ટર અને ડિરેક્ટર) લૉકડાઉન ખૂલશે એટલે તરત જ સીધો હું રાયગડ જવાનો. રાયગડનું ગોરેગામ ગામ એ મારું વતન અને મારાં મમ્મી કપિલાબહેન ત્યાં છે. લૉકડાઉનને લીધે તે અહીં આવી નથી શક્યાં. તેમની કોઈ ફરિયાદ નથી, પણ એ ત્યાં છે એટલે મનમાં એક પ્રકારનો અજંપો રહ્યા કરે છે. મારા વતનના એ ઘરે માણસો અને વર્કર્સ બધા છે, પણ એમ છતાં મને એવી ઇચ્છા છે કે હવે તેમને ત્યાં રહેવા નથી દેવાં. મમ્મીનું એવું કે તે મુંબઈ અને ગોરેગામ વચ્ચે અવરજવર કર્યા કરે. પપ્પા નવનીત જોષી હતા ત્યારે તો તેઓ મુંબઈ જ રહેતાં, પણ હવે તેમની ગેરહયાતીમાં એ બન્ને જગ્યાએ રહ્યા કરે. માર્ચમાં જનતા કરફ્યુના દિવસ સુધી નક્કી નહોતું કે લૉકડાઉન આવશે પણ એ પછી લૉકડાઉન અચાનક લાગુ કરવામાં આવ્યું એટલે તેઓ ગોરેગામ રહી ગયાં. હવે લૉકડાઉન ખૂલે એટલે પહેલું કામ ગોરેગામ જવાનું કરવું છે. વચ્ચે જ્યારે અવરજવર માટેની પરમિશન મળી ત્યારે જ મારી ઇચ્છા તેમને લઈ આવવાની હતી, પણ તે માન્યાં નહીં, પણ હવે નક્કી છે, તેમનું નહીં ચાલે. હવે તેણે અહીં, મુંબઈમાં, આ જ ઘરમાં રહેવાનું છે.

  રાયગડના ગોરેગામમાં મમ્મી પાસે જઈશ - મનોજ જોષી (ઍૅક્ટર અને ડિરેક્ટર)

  લૉકડાઉન ખૂલશે એટલે તરત જ સીધો હું રાયગડ જવાનો. રાયગડનું ગોરેગામ ગામ એ મારું વતન અને મારાં મમ્મી કપિલાબહેન ત્યાં છે. લૉકડાઉનને લીધે તે અહીં આવી નથી શક્યાં. તેમની કોઈ ફરિયાદ નથી, પણ એ ત્યાં છે એટલે મનમાં એક પ્રકારનો અજંપો રહ્યા કરે છે. મારા વતનના એ ઘરે માણસો અને વર્કર્સ બધા છે, પણ એમ છતાં મને એવી ઇચ્છા છે કે હવે તેમને ત્યાં રહેવા નથી દેવાં.
  મમ્મીનું એવું કે તે મુંબઈ અને ગોરેગામ વચ્ચે અવરજવર કર્યા કરે. પપ્પા નવનીત જોષી હતા ત્યારે તો તેઓ મુંબઈ જ રહેતાં, પણ હવે તેમની ગેરહયાતીમાં એ બન્ને જગ્યાએ રહ્યા કરે. માર્ચમાં જનતા કરફ્યુના દિવસ સુધી નક્કી નહોતું કે લૉકડાઉન આવશે પણ એ પછી લૉકડાઉન અચાનક લાગુ કરવામાં આવ્યું એટલે તેઓ ગોરેગામ રહી ગયાં. હવે લૉકડાઉન ખૂલે એટલે પહેલું કામ ગોરેગામ જવાનું કરવું છે. વચ્ચે જ્યારે અવરજવર માટેની પરમિશન મળી ત્યારે જ મારી ઇચ્છા તેમને લઈ આવવાની હતી, પણ તે માન્યાં નહીં, પણ હવે નક્કી છે, તેમનું નહીં ચાલે. હવે તેણે અહીં, મુંબઈમાં, આ જ ઘરમાં રહેવાનું છે.

  2/9
 • ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહીં... જેડી મજીઠિયા (ઍૅક્ટર-પ્રોડ્યુસર) સવાલ જ નથી, સીધો મમ્મી-પપ્પા પાસે. લૉકડાઉન ખૂલે એટલે પહેલું કામ આ એક જ કરવાનું છે. ઘણા વખતથી હું તેમને મળ્યો નથી અને સાચું કહું તો મહામુશ્કેલીએ ઇમોશન્સ પર કાબૂ રાખ્યો છે. માબાપથી દૂર રહેવાની લાગણી કેવી હોય એના પર હું આવતા દિવસોમાં ‘મિડ-ડે’માં એક આર્ટિકલ પણ લખવાનો છું. જેકોઈ પોતાના પેરન્ટ્સ સાથે નથી રહેતા એ સૌકોઈને હું કહીશ કે લૉકડાઉન ખૂલે એટલે પહેલું કામ તમે પેરન્ટ્સને મળવા જવાનું, તેમના આશીર્વાદ લેવા જવાનું કરજો. માબાપના આશીર્વાદ હંમેશાં તેમનાં સંતાનો સાથે હોય, પણ તેમની આંખો તમને જોશે ત્યારે તેમને જે ટાઢક થશે એ વર્ણવવાના શબ્દો મારી પાસે નથી. અંગત રીતે મારા પર જવાબદારીઓ પુષ્‍કળ છે એટલે મમ્મી-પપ્પાને મળ્યા પછી અને તેમના આશીર્વાદ લીધા પછી મારી ઇચ્છા સીધી શૂટિંગ પર જવાની છે. ‘ભાખરવડી’નું અને બીજી સિરિયલોનું શૂટ ઝડપથી શરૂ થાય એને માટે અત્યારે અમે બધા પ્રયત્ન કરીએ છીએ, પણ લૉકડાઉન પછી જો એ તરત જ શરૂ કરવાની પરમિશન મળી જાય તો એનાથી રૂડું બીજું કશું નથી.

  ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહીં...
  જેડી મજીઠિયા (ઍૅક્ટર-પ્રોડ્યુસર)
  સવાલ જ નથી, સીધો મમ્મી-પપ્પા પાસે. લૉકડાઉન ખૂલે એટલે પહેલું કામ આ એક જ કરવાનું છે. ઘણા વખતથી હું તેમને મળ્યો નથી અને સાચું કહું તો મહામુશ્કેલીએ ઇમોશન્સ પર કાબૂ રાખ્યો છે. માબાપથી દૂર રહેવાની લાગણી કેવી હોય એના પર હું આવતા દિવસોમાં ‘મિડ-ડે’માં એક આર્ટિકલ પણ લખવાનો છું. જેકોઈ પોતાના પેરન્ટ્સ સાથે નથી રહેતા એ સૌકોઈને હું કહીશ કે લૉકડાઉન ખૂલે એટલે પહેલું કામ તમે પેરન્ટ્સને મળવા જવાનું, તેમના આશીર્વાદ લેવા જવાનું કરજો. માબાપના આશીર્વાદ હંમેશાં તેમનાં સંતાનો સાથે હોય, પણ તેમની આંખો તમને જોશે ત્યારે તેમને જે ટાઢક થશે એ વર્ણવવાના શબ્દો મારી પાસે નથી.
  અંગત રીતે મારા પર જવાબદારીઓ પુષ્‍કળ છે એટલે મમ્મી-પપ્પાને મળ્યા પછી અને તેમના આશીર્વાદ લીધા પછી મારી ઇચ્છા સીધી શૂટિંગ પર જવાની છે. ‘ભાખરવડી’નું અને બીજી સિરિયલોનું શૂટ ઝડપથી શરૂ થાય એને માટે અત્યારે અમે બધા પ્રયત્ન કરીએ છીએ, પણ લૉકડાઉન પછી જો એ તરત જ શરૂ કરવાની પરમિશન મળી જાય તો એનાથી રૂડું બીજું કશું નથી.

  3/9
 • રિવર ફ્રન્ટ, સાઇક્લિંગ અને ઑર્ગેનિક જૂસ વેચનારો - અરવિંદ વેગડા (પૉપસ્ટાર) સાઇક્લિંગની મેં આદત કેળવી છે, જેને હું લૉકડાઉનમાં સતત મિસ કરી રહ્યો છું. લોકડાઉન ખૂલશે એટલે હું પહેલાં સાબરમતી રિવર ફ્રન્ટ પર જઈશ અને વહેલી સવારનું સાઇક્લિંગ શરૂ કરીશ. આમ તો અમદાવાદમાં લૉકડાઉન ખૂલી ગયું છે, પણ હજી ત્યાં જવાની મનાઈ છે એટલે રિવરફ્રન્ટ જઈ શકાતું નથી. લૉકડાઉનમાં બધું બંધ હોવાથી હું નવરંગપુરામાં આવેલા ગાર્ડનનું મારું મૉર્નિંગ વૉક પણ મિસ કરું છુ. મૉર્નિંગ વૉક કર્યા પછી ગાર્ડનમાંથી બહાર આવીને ગાર્ડન સામે આવેલા ઑર્ગેનિક જૂસવાળા પાસે જવાનું અને ત્યાં જઈને હેલ્ધી સૂપ અને જૂસ પીવાનું. જો કાલે સવારે સંપૂર્ણ લૉકડાઉન હટે તો હું એ જૂસવાળા પાસે પણ જઈશ અને તેણે આ દિવસોમાં કેવી રીતે જીવનનિર્વાહ ચલાવ્યો એ પણ પૂછીશ. જરૂર હશે તો મારાથી જેકોઈ મદદ થતી હશે એ કરીશ એ પણ નક્કી છે. આ વર્ષે મેં મારી જાતને થોડા ટાસ્ક આપ્યા છે. લૉકડાઉન પહેલાં જ એ બધું નક્કી કરી રાખ્યું હતું, પણ લૉકડાઉન આવ્યું એટલે બધું અટકી ગયું. હવે જો લૉકડાઉન પૂરું થાય તો બૅક ટુ વર્ક મોડમાં આવીને ભેગા કરી રાખેલાં કામ પણ પૂરાં કરવાનાં છે. આ કામમાં સૌથી પહેલાં તો મારે મારી જ ઑફિસમાં મારા માટે એક સ્ટુડિયો બનાવવો છે. ઑફિસમાં જ સ્ટુડિયો હશે તો કામ ઈઝી થશે, રેકૉર્ડિંગ કે પછી સ્ટુડિયોને લગતાં બધાં કામોને સરળતાથી પૂરાં પણ કરી શકાશે એવું હું ધારું છું. આ ઉપરાંત મારે હોમ થિયેટર પણ બનાવવું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની GIFA સંસ્થા સાથે સક્રિય હોવાને લીધે મારે ફિલ્મો ખૂબ જોવી પડે છે, જેને માટે મારી પાસે મારું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એવું મને લાગે છે. આ ઉપરાંત મારો એક ટીવી-શો પણ એક ચૅનલ પર ઑલમોસ્ટ ફાઇનલ સ્ટેજ પર છે એટલે એનું પણ કામ શરૂ થવાનું છે. આ સિવાયનાં પણ ઘણાં કામ છે એટલે હવે જલદી લૉકડાઉન ખૂલે તો મુંબઈ-અમદાવાદના આંટાફેરા પણ શરૂ થવાના છે.

  રિવર ફ્રન્ટ, સાઇક્લિંગ અને ઑર્ગેનિક જૂસ વેચનારો - અરવિંદ વેગડા (પૉપસ્ટાર)

  સાઇક્લિંગની મેં આદત કેળવી છે, જેને હું લૉકડાઉનમાં સતત મિસ કરી રહ્યો છું. લોકડાઉન ખૂલશે એટલે હું પહેલાં સાબરમતી રિવર ફ્રન્ટ પર જઈશ અને વહેલી સવારનું સાઇક્લિંગ શરૂ કરીશ. આમ તો અમદાવાદમાં લૉકડાઉન ખૂલી ગયું છે, પણ હજી ત્યાં જવાની મનાઈ છે એટલે રિવરફ્રન્ટ જઈ શકાતું નથી. લૉકડાઉનમાં બધું બંધ હોવાથી હું નવરંગપુરામાં આવેલા ગાર્ડનનું મારું મૉર્નિંગ વૉક પણ મિસ કરું છુ. મૉર્નિંગ વૉક કર્યા પછી ગાર્ડનમાંથી બહાર આવીને ગાર્ડન સામે આવેલા ઑર્ગેનિક જૂસવાળા પાસે જવાનું અને ત્યાં જઈને હેલ્ધી સૂપ અને જૂસ પીવાનું. જો કાલે સવારે સંપૂર્ણ લૉકડાઉન હટે તો હું એ જૂસવાળા પાસે પણ જઈશ અને તેણે આ દિવસોમાં કેવી રીતે જીવનનિર્વાહ ચલાવ્યો એ પણ પૂછીશ. જરૂર હશે તો મારાથી જેકોઈ મદદ થતી હશે એ કરીશ એ પણ નક્કી છે.
  આ વર્ષે મેં મારી જાતને થોડા ટાસ્ક આપ્યા છે. લૉકડાઉન પહેલાં જ એ બધું નક્કી કરી રાખ્યું હતું, પણ લૉકડાઉન આવ્યું એટલે બધું અટકી ગયું. હવે જો લૉકડાઉન પૂરું થાય તો બૅક ટુ વર્ક મોડમાં આવીને ભેગા કરી રાખેલાં કામ પણ પૂરાં કરવાનાં છે. આ કામમાં સૌથી પહેલાં તો મારે મારી જ ઑફિસમાં મારા માટે એક સ્ટુડિયો બનાવવો છે. ઑફિસમાં જ સ્ટુડિયો હશે તો કામ ઈઝી થશે, રેકૉર્ડિંગ કે પછી સ્ટુડિયોને લગતાં બધાં કામોને સરળતાથી પૂરાં પણ કરી શકાશે એવું હું ધારું છું. આ ઉપરાંત મારે હોમ થિયેટર પણ બનાવવું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની GIFA સંસ્થા સાથે સક્રિય હોવાને લીધે મારે ફિલ્મો ખૂબ જોવી પડે છે, જેને માટે મારી પાસે મારું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એવું મને લાગે છે. આ ઉપરાંત મારો એક ટીવી-શો પણ એક ચૅનલ પર ઑલમોસ્ટ ફાઇનલ સ્ટેજ પર છે એટલે એનું પણ કામ શરૂ થવાનું છે. આ સિવાયનાં પણ ઘણાં કામ છે એટલે હવે જલદી લૉકડાઉન ખૂલે તો મુંબઈ-અમદાવાદના આંટાફેરા પણ શરૂ થવાના છે.

  4/9
 • ધ અહુરા, બાઇક અને લૉન્ગ ડ્રાઇવ - ટીકુ તલસાણિયા (ઍક્ટર) લૉકડાઉન ખૂલે એટલે સવારે ૬ વાગ્યે બાઇક લઈને નીકળી જવું છે. દહાણુ પાસે એક જગ્યા છે, ધ અહુરા. બાઇકર્સની આ ફેવરિટ જગ્યા છે. અઢળક બાઇકર્સ આવે. વહેલી સવારમાં આ જગ્યાએ બ્રેકફાસ્ટ કરવાની મજા સાવ અલગ જ હોય. સૂર્યોદય થઈ રહ્યો હોય ત્યારે હવા સાથે વાતો કરતા બાઇક પર જવાનું અને ૯ વાગ્યા સુધીમાં તો પાછું પણ આવી જવાનું. લૉકડાઉન પૂરું થયું એટલે મારી ઇચ્છા અહીં જવાની છે. ખૂબ બાઇક ચલાવવી છે. બાઇક લઈને લૉન્ગ ડ્રાઇવ પર જવું છે. મારા પૅશન એવા બાઇક વિના મેં ઑલમોસ્ટ અઢી-ત્રણ મહિના પસાર કરી નાખ્યા છે એટલે બાઇક સામે હોવા છતાં હું એને મિસ કરું છું. હવે તો મૉન્સૂન પણ શરૂ થશે. વરસતા વરસાદમાં બાઇક લઈને નીકળ્યો હોઉં એવું અનેક વાર અગાઉ બન્યું છે. એ બધા દિવસો હું બહુ મિસ કરું છું. હું કહીશ કે આ એવો સમય છે જેમાં બહાર નીકળવાની ઉતાવળ કરવાની જરૂર નથી. ધૈર્ય રાખવાની જરૂર છે. આટલો વખત શાંતિથી પસાર કર્યો એવી જ રીતે હવે બાકીનો સમય પણ સંયમ સાથે પસાર કરવામાં સાર છે. હું નથી ઇચ્છતો કે બહાર નીકળીને ઇન્ફેક્શન લઈને એ ઇન્ફેક્શન કોઈ આગળ ફેલાવે. હું પણ ન ફેલાવું અને બીજું પણ કોઈ ન ફેલાવે. આપણે ચેઇન બ્રેક કરવાની છે અને એટલે જ લૉકડાઉન પૂરું થયા પછી પણ સાવચેતીથી આગળ વધવાનું છે. બીમારીનો ભોગ બનવાનું નથી અને બીમારીના ભોગને કોઈને બનાવવાના પણ નથી.

  ધ અહુરા, બાઇક અને લૉન્ગ ડ્રાઇવ - ટીકુ તલસાણિયા (ઍક્ટર)

  લૉકડાઉન ખૂલે એટલે સવારે ૬ વાગ્યે બાઇક લઈને નીકળી જવું છે. દહાણુ પાસે એક જગ્યા છે, ધ અહુરા. બાઇકર્સની આ ફેવરિટ જગ્યા છે. અઢળક બાઇકર્સ આવે. વહેલી સવારમાં આ જગ્યાએ બ્રેકફાસ્ટ કરવાની મજા સાવ અલગ જ હોય. સૂર્યોદય થઈ રહ્યો હોય ત્યારે હવા સાથે વાતો કરતા બાઇક પર જવાનું અને ૯ વાગ્યા સુધીમાં તો પાછું પણ આવી જવાનું. લૉકડાઉન પૂરું થયું એટલે મારી ઇચ્છા અહીં જવાની છે.
  ખૂબ બાઇક ચલાવવી છે. બાઇક લઈને લૉન્ગ ડ્રાઇવ પર જવું છે. મારા પૅશન એવા બાઇક વિના મેં ઑલમોસ્ટ અઢી-ત્રણ મહિના પસાર કરી નાખ્યા છે એટલે બાઇક સામે હોવા છતાં હું એને મિસ કરું છું. હવે તો મૉન્સૂન પણ શરૂ થશે. વરસતા વરસાદમાં બાઇક લઈને નીકળ્યો હોઉં એવું અનેક વાર અગાઉ બન્યું છે. એ બધા દિવસો હું બહુ મિસ કરું છું.
  હું કહીશ કે આ એવો સમય છે જેમાં બહાર નીકળવાની ઉતાવળ કરવાની જરૂર નથી. ધૈર્ય રાખવાની જરૂર છે. આટલો વખત શાંતિથી પસાર કર્યો એવી જ રીતે હવે બાકીનો સમય પણ સંયમ સાથે પસાર કરવામાં સાર છે. હું નથી ઇચ્છતો કે બહાર નીકળીને ઇન્ફેક્શન લઈને એ ઇન્ફેક્શન કોઈ આગળ ફેલાવે. હું પણ ન ફેલાવું અને બીજું પણ કોઈ ન ફેલાવે. આપણે ચેઇન બ્રેક કરવાની છે અને એટલે જ લૉકડાઉન પૂરું થયા પછી પણ સાવચેતીથી આગળ વધવાનું છે. બીમારીનો ભોગ બનવાનું નથી અને બીમારીના ભોગને કોઈને બનાવવાના પણ નથી.

  5/9
 • જવું છે સીધું નીનાને મળવા - ઉત્કર્ષ મજમુદાર (ઍક્ટર) નીનાને મળવા જઈશ ચેમ્બુર. નીના મારી ગ્રૅન્ડ ડૉટર છે. લૉકડાઉન પૂરું થાય એટલે મારે તેને સૌથી પહેલાં મળવું છે. મારો દીકરો સમથ અને પુત્રવધૂ ઉત્તરા મને નીનાના ફોટો અને વિડિયો તો મોકલે જ છે અને વિડિયો-કૉલથી પણ અમે વાત કરીએ છીએ એટલે તમે કહી શકો કે અહંગરો લાગે એવું નથી, પણ આ બધાથી આંખ સામે એ દેખાય એટલું જ. નીના સાથે રમવું કે તેને તેડીને બહાર ફરવા જવા જેવું કંઈ થઈ શકે નહીં. લૉકડાઉન ખૂલે એટલે મારે તેને તેડવી છે, ખોળામાં બેસાડીને વહાલ કરવું છે. આ મારી ટૉપ મોસ્ટ પ્રાયોરિટી છે અને આ હું લૉકડાઉન પૂરું થાય એટલે ત્યાં જવાનો છું એ નક્કી છે. નીનાને મારે મોટી થતી જોવી છે. મારી આંખ સામે એ મોટી થાય અને મારી આંગળીએ તે દુનિયા જુએ એ મારી ખ્વાહિશ છે. મારાં મધરનું નામ નીના હતું. તેઓ જ્યારે ડેથ-બેડ પર હતાં ત્યારે મારે તેમની સાથે વાત થઈ હતી. મેં તેમને કહ્યું હતું કે તારે જવાનું નથી, હજી તારે ઘણું જીવવાનું છે, સમથને ત્યાં બાળક આવે તેને પણ તારે મોટું કરવાનું છે. એ સમયે મને મારાં મધરે કહ્યું હતું કે હવે તો એટલો ટાઇમ નથી, પણ યાદ રાખજે હું પાછી આવીશ. હું આનાકાની કરતો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું અત્યારે હવે મને રોક નહીં. તેણે વિદાય લીધી. એ પછીની વાત કહું તમને. મને ખબર પણ નહોતી કે મારી પુત્રવધૂ ઉત્તરાની એવી ઇચ્છા હતી કે જો તેને ત્યાં દીકરી આવે તો તેનું નામ બાના નામ પરથી નીના રાખવું. તેણે મારા દીકરા સમથને વાત કરી અને બન્નેએ નક્કી લીધું. ઈશ્વરની ઇચ્છા અને મારા દીકરાને ત્યાં દીકરી આવી. એ બન્નેએ તેનું નામ નીના રાખ્યું અને એ પછી મારી નીના મારો જીવ બની ગઈ. અત્યારે હું એનાથી આ લૉકડાઉનમાં દૂર છું. હું જ્યાં રહું છું ત્યાં નિયમ છે કે સિનિયર સિટિઝને બહાર નહીં નીકળવાનું. તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓથી માંડીને રોકડ રકમ પણ જો જોઈતી હોય તો સોસાયટી અમને પહોંચાડી દે છે એટલે હું આ ઘરમાં લૉક થઈ ગયો છું. હવે રાહ જોઉં છું કે સરકાર એનું લૉક ખોલે અને લૉકડાઉન હટાવે એટલે હું નીના પાસે જાઉં અને તેની સાથે આ બધા દિવસોનો થાક ઉતારું.

  જવું છે સીધું નીનાને મળવા - ઉત્કર્ષ મજમુદાર (ઍક્ટર)

  નીનાને મળવા જઈશ ચેમ્બુર. નીના મારી ગ્રૅન્ડ ડૉટર છે. લૉકડાઉન પૂરું થાય એટલે મારે તેને સૌથી પહેલાં મળવું છે. મારો દીકરો સમથ અને પુત્રવધૂ ઉત્તરા મને નીનાના ફોટો અને વિડિયો તો મોકલે જ છે અને વિડિયો-કૉલથી પણ અમે વાત કરીએ છીએ એટલે તમે કહી શકો કે અહંગરો લાગે એવું નથી, પણ આ બધાથી આંખ સામે એ દેખાય એટલું જ. નીના સાથે રમવું કે તેને તેડીને બહાર ફરવા જવા જેવું કંઈ થઈ શકે નહીં. લૉકડાઉન ખૂલે એટલે મારે તેને તેડવી છે, ખોળામાં બેસાડીને વહાલ કરવું છે. આ મારી ટૉપ મોસ્ટ પ્રાયોરિટી છે અને આ હું લૉકડાઉન પૂરું થાય એટલે ત્યાં જવાનો છું એ નક્કી છે. નીનાને મારે મોટી થતી જોવી છે. મારી આંખ સામે એ મોટી થાય અને મારી આંગળીએ તે દુનિયા જુએ એ મારી ખ્વાહિશ છે.
  મારાં મધરનું નામ નીના હતું. તેઓ જ્યારે ડેથ-બેડ પર હતાં ત્યારે મારે તેમની સાથે વાત થઈ હતી. મેં તેમને કહ્યું હતું કે તારે જવાનું નથી, હજી તારે ઘણું જીવવાનું છે, સમથને ત્યાં બાળક આવે તેને પણ તારે મોટું કરવાનું છે. એ સમયે મને મારાં મધરે કહ્યું હતું કે હવે તો એટલો ટાઇમ નથી, પણ યાદ રાખજે હું પાછી આવીશ. હું આનાકાની કરતો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું અત્યારે હવે મને રોક નહીં. તેણે વિદાય લીધી. એ પછીની વાત કહું તમને. મને ખબર પણ નહોતી કે મારી પુત્રવધૂ ઉત્તરાની એવી ઇચ્છા હતી કે જો તેને ત્યાં દીકરી આવે તો તેનું નામ બાના નામ પરથી નીના રાખવું. તેણે મારા દીકરા સમથને વાત કરી અને બન્નેએ નક્કી લીધું. ઈશ્વરની ઇચ્છા અને મારા દીકરાને ત્યાં દીકરી આવી. એ બન્નેએ તેનું નામ નીના રાખ્યું અને એ પછી મારી નીના મારો જીવ બની ગઈ. અત્યારે હું એનાથી આ લૉકડાઉનમાં દૂર છું. હું જ્યાં રહું છું ત્યાં નિયમ છે કે સિનિયર સિટિઝને બહાર નહીં નીકળવાનું. તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓથી માંડીને રોકડ રકમ પણ જો જોઈતી હોય તો સોસાયટી અમને પહોંચાડી દે છે એટલે હું આ ઘરમાં લૉક થઈ ગયો છું. હવે રાહ જોઉં છું કે સરકાર એનું લૉક ખોલે અને લૉકડાઉન હટાવે એટલે હું નીના પાસે જાઉં અને તેની સાથે આ બધા દિવસોનો થાક ઉતારું.

  6/9
 • શૂટિંગ અને એ પહેલાં સિદ્ધિવિનાયક - રાગિણી શાહ (ઍક્ટ્રેસ) શૂટિંગ. લૉકડાઉન પૂરું થાય અને જલદીથી મારી સામે કૅમેરા ગોઠવાય, સિરિયલનું શૂટ શરૂ થાય અને નાટકો પણ ચાલુ થાય એ મારી ઇચ્છા છે અને જો એ ચાલુ થાય તો સીધા શૂટિંગ પર જવાને બદલે પહેલાં હું સિદ્ધિવિનાયકનાં દર્શન કરવા જઈશ, પણ આ જ વાતની સાથોસાથ મને એ કહેવું છે કે હવે પહેલાં જેવો સમય નથી રહેવાનો. લૉકડાઉન પૂરું થયા પછી પણ હવે પહેલાં જેવી સ્વતંત્રતા નથી જ મળવાની. ત્યાં સુધી જ્યાં સુધી કોરોનાની વૅક્સિન ન મળે. કોરોનાનો ભય સૌકોઈને સતત મનમાં રહેવાનો છે અને એટલે જ મને લાગે છે કે બધાં કામ પહેલાં જેવી સરળતાથી કદાચ શક્ય નહીં બને. હવે સાવચેતી રાખવી જ પડશે. લૉકડાઉન પૂરું થાય એ પછી સૌકોઈએ સીધા બહાર નીકળી જવાને બદલે સાવચેતી રાખવાની જરૂર છે. આજુબાજુમાં પહેલાં સર્વે કરો અને નક્કી કરો કે કઈ વાતની કાળજી લેવાની છે અને શું ધ્યાન રાખવાનું છે. આપણે સેફ રહીશું તો જ આપણું ફૅમિલી સેફ રહેશે એ ભૂલતા નહીં. બધા કહે છે કે વાતાવરણ ખૂબ સરસ થઈ ગયું છે એટલે મને બગીચામાં જવાનું પણ ખૂબ મન થાય છે, પણ જવાનું હવે પહેલાં જેટલું સિમ્પલ નહીં હોય. સાચું જ છે કે લોકોને ડર છોડીને આગળ વધવું પડશે, પણ ડર છોડવાની સાથે ભૂલથી પણ સાવચેતી છોડી દેવામાં ન આવે એનું પણ ધ્યાન રાખવાનું છે.

  શૂટિંગ અને એ પહેલાં સિદ્ધિવિનાયક - રાગિણી શાહ (ઍક્ટ્રેસ)

  શૂટિંગ. લૉકડાઉન પૂરું થાય અને જલદીથી મારી સામે કૅમેરા ગોઠવાય, સિરિયલનું શૂટ શરૂ થાય અને નાટકો પણ ચાલુ થાય એ મારી ઇચ્છા છે અને જો એ ચાલુ થાય તો સીધા શૂટિંગ પર જવાને બદલે પહેલાં હું સિદ્ધિવિનાયકનાં દર્શન કરવા જઈશ, પણ આ જ વાતની સાથોસાથ મને એ કહેવું છે કે હવે પહેલાં જેવો સમય નથી રહેવાનો. લૉકડાઉન પૂરું થયા પછી પણ હવે પહેલાં જેવી સ્વતંત્રતા નથી જ મળવાની. ત્યાં સુધી જ્યાં સુધી કોરોનાની વૅક્સિન ન મળે. કોરોનાનો ભય સૌકોઈને સતત મનમાં રહેવાનો છે અને એટલે જ મને લાગે છે કે બધાં કામ પહેલાં જેવી સરળતાથી કદાચ શક્ય નહીં બને. હવે સાવચેતી રાખવી જ પડશે. લૉકડાઉન પૂરું થાય એ પછી સૌકોઈએ સીધા બહાર નીકળી જવાને બદલે સાવચેતી રાખવાની જરૂર છે. આજુબાજુમાં પહેલાં સર્વે કરો અને નક્કી કરો કે કઈ વાતની કાળજી લેવાની છે અને શું ધ્યાન રાખવાનું છે. આપણે સેફ રહીશું તો જ આપણું ફૅમિલી સેફ રહેશે એ ભૂલતા નહીં. બધા કહે છે કે વાતાવરણ ખૂબ સરસ થઈ ગયું છે એટલે મને બગીચામાં જવાનું પણ ખૂબ મન થાય છે, પણ જવાનું હવે પહેલાં જેટલું સિમ્પલ નહીં હોય. સાચું જ છે કે લોકોને ડર છોડીને આગળ વધવું પડશે, પણ ડર છોડવાની સાથે ભૂલથી પણ સાવચેતી છોડી દેવામાં ન આવે એનું પણ ધ્યાન રાખવાનું છે.

  7/9
 • પહેલું કામ રિહર્સલ્સ...જૂના નાટકોના રિહર્સલ્સની યાદો. - વિપુલ મહેતા (ડિરેક્ટર) લૉકડાઉન ખૂલે એટલે સૌથી પહેલું કામ મારે સવારે ૭થી ૯નાં રિહર્સલ્સ કરવાનું કરવું છે. બહુ વખતથી થિયેટરથી, કલાકારોથી અને સેટથી દૂર રહેવાનું બન્યું છે એટલે જેવું લૉકડાઉન પૂરું થાય કે સવારે ૭ વાગ્યાથી રિહર્સલ્સ ચાલુ કરવાં છે. બધાને બોલાવીશ અને પછી એક આખો સીન બે કલાકમાં પર્ફેક્ટ સેટ કરીશ. આ મારી દિલી તમન્ના છે. બે કલાકમાં આ સીન સેટ કર્યા પછી ઘરેથી ૯ વાગ્યે નીકળવાનું અને સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી ફિલ્મનું શૂટ કરવાનું અને પછી ઘરમાં આવીને સ્વૈચ્છિક લૉકડાઉનમાં લાગીને નવી સ્ક્રિપ્ટ પર કામ કરવા માંડવાનું. સાચું કહું આ લૉકડાઉને કામનું મહત્ત્વ ખૂબ સમજાવ્યું. હવે લૉકડાઉન ખૂલે એટલે મને અઢળક કામ કરવું છે, ખૂબ બધું કામ કરવું છે.  

  પહેલું કામ રિહર્સલ્સ...જૂના નાટકોના રિહર્સલ્સની યાદો. - વિપુલ મહેતા (ડિરેક્ટર)

  લૉકડાઉન ખૂલે એટલે સૌથી પહેલું કામ મારે સવારે ૭થી ૯નાં રિહર્સલ્સ કરવાનું કરવું છે. બહુ વખતથી થિયેટરથી, કલાકારોથી અને સેટથી દૂર રહેવાનું બન્યું છે એટલે જેવું લૉકડાઉન પૂરું થાય કે સવારે ૭ વાગ્યાથી રિહર્સલ્સ ચાલુ કરવાં છે. બધાને બોલાવીશ અને પછી એક આખો સીન બે કલાકમાં પર્ફેક્ટ સેટ કરીશ. આ મારી દિલી તમન્ના છે. બે કલાકમાં આ સીન સેટ કર્યા પછી ઘરેથી ૯ વાગ્યે નીકળવાનું અને સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી ફિલ્મનું શૂટ કરવાનું અને પછી ઘરમાં આવીને સ્વૈચ્છિક લૉકડાઉનમાં લાગીને નવી સ્ક્રિપ્ટ પર કામ કરવા માંડવાનું. સાચું કહું આ લૉકડાઉને કામનું મહત્ત્વ ખૂબ સમજાવ્યું. હવે લૉકડાઉન ખૂલે એટલે મને અઢળક કામ કરવું છે, ખૂબ બધું કામ કરવું છે.

   

  8/9
 • પહેલું કામ રિહર્સલ્સ...જૂના નાટકોના રિહર્સલ્સની યાદો. - વિપુલ મહેતા (ડિરેક્ટર) લૉકડાઉનના આ પિરિયડમાં મેં ચાર-પાંચ સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. એ બધી સ્ક્રિપ્ટ પર મારી રાઇટર ટીમ સાથે ચર્ચા કરવાની છે, નાનાં-મોટાં ચેન્જિસ જોવાનાં છે અને એ પછી એ પ્રોજેક્ટ ડેવલપ કરીને આગળ વધવાનું છે. લૉકડાઉન શરૂ થયું એ પહેલાં પાંચમી એપ્રિલથી હું અમદાવાદ જવાનો હતો. ત્યાં મારી નવી ફિલ્મનું શૂટ શરૂ થવાનું હતું. એ શેડ્યુલ પૂરું કરીને અમારે તરત જ બૅન્ગકૉકના પટાયા જવાનું હતું અને એ શેડ્યુલ પૂરું કરી પ્રીપોડક્શનનું કામ શરૂ કરવાનું હતું, પણ હમણાં એ ફિલ્મ આગળ વધે એવું મને લાગતું નથી અને એટલે જ લૉકડાઉનમાં મેં બીજી પણ એક સ્ક્રિપ્ટ રેડી કરી લીધી, જેનું શૂટ ઇન્ડિયામાં જ અને ઇન્ડોરમાં જ કરી શકાય એમ છે. જો બધું સરખું રહ્યું અને બરાબર ચાલ્યું તો વહેલામાં વહેલી તકે એ ફિલ્મને ફ્લોર પર લઈ જવા માગું છું. ઈશ્વર કરે કે આ બધી ઇચ્છા જલદી પૂરી થાય અને સૌકોઈ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય, જલદી આપણને કોરોનાની વૅક્સિન મળે અને દુનિયાઆખી રાહતનો શ્વાસ લે.

  પહેલું કામ રિહર્સલ્સ...જૂના નાટકોના રિહર્સલ્સની યાદો. - વિપુલ મહેતા (ડિરેક્ટર)

  લૉકડાઉનના આ પિરિયડમાં મેં ચાર-પાંચ સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. એ બધી સ્ક્રિપ્ટ પર મારી રાઇટર ટીમ સાથે ચર્ચા કરવાની છે, નાનાં-મોટાં ચેન્જિસ જોવાનાં છે અને એ પછી એ પ્રોજેક્ટ ડેવલપ કરીને આગળ વધવાનું છે. લૉકડાઉન શરૂ થયું એ પહેલાં પાંચમી એપ્રિલથી હું અમદાવાદ જવાનો હતો. ત્યાં મારી નવી ફિલ્મનું શૂટ શરૂ થવાનું હતું. એ શેડ્યુલ પૂરું કરીને અમારે તરત જ બૅન્ગકૉકના પટાયા જવાનું હતું અને એ શેડ્યુલ પૂરું કરી પ્રીપોડક્શનનું કામ શરૂ કરવાનું હતું, પણ હમણાં એ ફિલ્મ આગળ વધે એવું મને લાગતું નથી અને એટલે જ લૉકડાઉનમાં મેં બીજી પણ એક સ્ક્રિપ્ટ રેડી કરી લીધી, જેનું શૂટ ઇન્ડિયામાં જ અને ઇન્ડોરમાં જ કરી શકાય એમ છે. જો બધું સરખું રહ્યું અને બરાબર ચાલ્યું તો વહેલામાં વહેલી તકે એ ફિલ્મને ફ્લોર પર લઈ જવા માગું છું. ઈશ્વર કરે કે આ બધી ઇચ્છા જલદી પૂરી થાય અને સૌકોઈ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય, જલદી આપણને કોરોનાની વૅક્સિન મળે અને દુનિયાઆખી રાહતનો શ્વાસ લે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

લૉકડાઉન ખૂલે એટલે સૌથી પહેલાં શું કરવું એના વિચાર તમારા મનમાં પણ હશે અને એનો અમલ કેવી રીતે કરવો એની ગણતરીઓ પણ મનમાં ચાલતી હશે. મિડ-ડેએ આ જ સવાલ જાણીતી ગુજરાતી સેલિબ્રિટીને પૂછ્યો. જાણો તમે પણ... 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK