તો શું છે તમારી લૉકડાઉન અચીવમેન્ટ?

Published: Jun 03, 2020, 10:43 IST | Shilpa Bhanushali
 • જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો નામનું પુસ્તક દિવાળીમાં તૈયાર થવાનું હતું એ અત્યારે પ્રિન્ટિંગ માટે તૈયાર છે : આચાર્ય નંદિઘોષસૂરિ પુસ્તકનું નામ છે જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો. પહેલા ભાગની બીજી આવૃત્તિ ૨૦૦૯માં પ્રકાશિત થઈ હતી. હવે પહેલી અને છેલ્લાં વીસ વર્ષમાં કરેલાં સંશોધનનો બીજો ભાગ એમ આ પુસ્તકના બન્ને ભાગનું કામ લગભગ દિવાળી સુધી પૂરું થશે એવી ગણતરી વૈજ્ઞાનિક જૈનાચાર્ય નંદિઘોષસૂરિજીની હતી. જોકે એ પહેલાં જ તેમનું કાર્ય પતી ગયું છે. આચાર્ય નંદિઘોષસૂરિજી કહે છે, ‘સામાન્ય દિવસોમાં મને આ કાર્ય માટે અત્યારે જે મળ્યો એની તુલનાએ દસ ટકાનો સમય પણ માંડ મળ્યો હોત. પ્રવચનનો સમય, અમુક આયોજનો કરવાનો સમય, લોકોની અવરજવરમાં વેડફાતો સમય એ બધાને ધ્યાનમાં લઈને લગભગ નવેમ્બર મહિના સુધી પુસ્તકનું કામ પૂરું થશે એવું પ્રિન્ટરને પણ કહી દીધેલું. જોકે લૉકડાઉનને કારણે ભરપૂર સમય મળ્યો અને પુસ્તકની ડિઝાઇનથી લઈને કવરપેજ એમ બધું જ તૈયાર છે. લૉકડાઉન ખૂલશે એટલે પ્રિન્ટિંગમાં આપી શકાય એ સ્તર પર કામ થયું છે. આ પુસ્તકમાં ગ્રેવિટીનો સિદ્ધાંત અને જૈન ધર્મ પર વિશ્લેષણ કરતા લેખો છે. ‘ઇથરનું ભૂત પાછું ધૂણે છે’ નામના લેખમાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઇથર અને જૈન ધર્મનો ધર્માસ્કિતકાયના સિદ્ધાંતનું વિશ્લેષણ છે. જૈન બટાટા, જૈન લસણ વગેરે શું કામ ન ખવાય એનાં કારણો છે તો આત્માની ખોજ કરી રહેલા વૈજ્ઞાનિકોની દિશામાં કેટલાક તર્કપૂર્ણ ખુલાસા છે. પુસ્તકના વિષયોને અનુરૂપ ફોટો શોધવામાં અમારો ઘણો સમય ગયો છે. જૈન દર્શનમાં બ્રહ્માંડનું સ્વરૂપ અને સમસ્યા, આ આત્મ વિશ્વના સુપર કમ્પ્યુટર કરતાં પણ આગળ છે જેવા વિષયો આવર્યા છે. ટૂંકમાં કહું તો આજના વિજ્ઞાન સામે જૈન ધર્મનું ભૌતિક શાસ્ત્ર કેટલું આગળ છે એનું વર્ણન કરેલું છે. પહેલા પુસ્તકમાં પણ ઘણા સુધારાવધારા કર્યા છે. પહેલો ભાગ ૪૦૮ પાનાંનો અને બીજો ભાગ ૩૧૨ પાનાંનો થશે, જેમાં ઇંગ્લૅન્ડની લીડ્સ યુનિવર્સિટીના સ્ટૅટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. કે. વી. મરડિયા, પુણેની ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફૉર ઍસ્ટ્રોનૉમી ઍન્ડ ઍસ્ટ્રો ફિઝિક્સ નામની સંસ્થાના એક્સ-ડિરેક્ટર ડૉ. જયંત વિષ્ણુ ‌નાર્લીકર, ઇંગ્લૅન્ડની એમરી યુનિવર્સિટીના રિલિજિયસ વિભાગના પ્રોફેસર ડૉ. ઍલન, વિજ્ઞાનના વિદ્વાન ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્રજી મહારાજ જેવા નામી વૈજ્ઞાનિક સૂઝ ધરાવતા લોકોએ પ્રસ્તાવના લખી છે.’

  જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો નામનું પુસ્તક દિવાળીમાં તૈયાર થવાનું હતું એ અત્યારે પ્રિન્ટિંગ માટે તૈયાર છે : આચાર્ય નંદિઘોષસૂરિ

  પુસ્તકનું નામ છે જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો. પહેલા ભાગની બીજી આવૃત્તિ ૨૦૦૯માં પ્રકાશિત થઈ હતી. હવે પહેલી અને છેલ્લાં વીસ વર્ષમાં કરેલાં સંશોધનનો બીજો ભાગ એમ આ પુસ્તકના બન્ને ભાગનું કામ લગભગ દિવાળી સુધી પૂરું થશે એવી ગણતરી વૈજ્ઞાનિક જૈનાચાર્ય નંદિઘોષસૂરિજીની હતી. જોકે એ પહેલાં જ તેમનું કાર્ય પતી ગયું છે. આચાર્ય નંદિઘોષસૂરિજી કહે છે, ‘સામાન્ય દિવસોમાં મને આ કાર્ય માટે અત્યારે જે મળ્યો એની તુલનાએ દસ ટકાનો સમય પણ માંડ મળ્યો હોત. પ્રવચનનો સમય, અમુક આયોજનો કરવાનો સમય, લોકોની અવરજવરમાં વેડફાતો સમય એ બધાને ધ્યાનમાં લઈને લગભગ નવેમ્બર મહિના સુધી પુસ્તકનું કામ પૂરું થશે એવું પ્રિન્ટરને પણ કહી દીધેલું. જોકે લૉકડાઉનને કારણે ભરપૂર સમય મળ્યો અને પુસ્તકની ડિઝાઇનથી લઈને કવરપેજ એમ બધું જ તૈયાર છે. લૉકડાઉન ખૂલશે એટલે પ્રિન્ટિંગમાં આપી શકાય એ સ્તર પર કામ થયું છે. આ પુસ્તકમાં ગ્રેવિટીનો સિદ્ધાંત અને જૈન ધર્મ પર વિશ્લેષણ કરતા લેખો છે. ‘ઇથરનું ભૂત પાછું ધૂણે છે’ નામના લેખમાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઇથર અને જૈન ધર્મનો ધર્માસ્કિતકાયના સિદ્ધાંતનું વિશ્લેષણ છે. જૈન બટાટા, જૈન લસણ વગેરે શું કામ ન ખવાય એનાં કારણો છે તો આત્માની ખોજ કરી રહેલા વૈજ્ઞાનિકોની દિશામાં કેટલાક તર્કપૂર્ણ ખુલાસા છે. પુસ્તકના વિષયોને અનુરૂપ ફોટો શોધવામાં અમારો ઘણો સમય ગયો છે. જૈન દર્શનમાં બ્રહ્માંડનું સ્વરૂપ અને સમસ્યા, આ આત્મ વિશ્વના સુપર કમ્પ્યુટર કરતાં પણ આગળ છે જેવા વિષયો આવર્યા છે. ટૂંકમાં કહું તો આજના વિજ્ઞાન સામે જૈન ધર્મનું ભૌતિક શાસ્ત્ર કેટલું આગળ છે એનું વર્ણન કરેલું છે. પહેલા પુસ્તકમાં પણ ઘણા સુધારાવધારા કર્યા છે. પહેલો ભાગ ૪૦૮ પાનાંનો અને બીજો ભાગ ૩૧૨ પાનાંનો થશે, જેમાં ઇંગ્લૅન્ડની લીડ્સ યુનિવર્સિટીના સ્ટૅટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. કે. વી. મરડિયા, પુણેની ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફૉર ઍસ્ટ્રોનૉમી ઍન્ડ ઍસ્ટ્રો ફિઝિક્સ નામની સંસ્થાના એક્સ-ડિરેક્ટર ડૉ. જયંત વિષ્ણુ ‌નાર્લીકર, ઇંગ્લૅન્ડની એમરી યુનિવર્સિટીના રિલિજિયસ વિભાગના પ્રોફેસર ડૉ. ઍલન, વિજ્ઞાનના વિદ્વાન ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્રજી મહારાજ જેવા નામી વૈજ્ઞાનિક સૂઝ ધરાવતા લોકોએ પ્રસ્તાવના લખી છે.’

  1/6
 • મારી વેબસાઇટ માટેનું વર્ષોથી ખોરંભે ચડેલું કામ પતાવી દીધું: ડૉ. પ્રકાશ કોઠારી જાણીતા સેક્સોલૉજિસ્ટ અને શેરોશાયરીના ચાહક ડૉ. પ્રકાશ કોઠારી છેલ્લાં ઘણાં વર્ષોથી પોતાની વેબસાઇટ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ સમયના અભાવને કારણે વેબસાઇટ માટે જે કન્ટેન્ટ જોઈએ એ પૂરું પાડી શકતા નહોતા. આ વખતે તેમને એ કન્ટેન્ટ ભેગી કરવા માટેનો પૂરતો સમય મળી ગયો છે. પ્રકાશભાઈ કહે છે, ‘અમારા ક્ષેત્રની કેટલીક મૂંઝવણો લોકોને એવી હોય છે કે જેના સમાધાન માટે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી હોતી. કેટલીક ભ્રમણાઓ અને કેટલીક સમસ્યાઓનું નિરાકરણ આપતા હોય એવા વિડિયોઝ યુટ્યુબ પર હોય તો લોકોને ઘણી માહિતી ઘેરબેઠાં જ મળી જાય. અત્યારે લૉકડાઉનમાં એ માટેનો સમય મળ્યો છે. અત્યારે ઘરે રહીને મેં મારી જૂની લગભગ ૮૫ કૉન્ફરન્સિસની થોકબંધ ડીવીડીઓ જોઈ છે, જૂના ઇન્ટરવ્યુના વિડિયોઝ જોયા છે, એમાંથી વેબસાઇટ પર મૂકવા જેવું શું છે, યુટ્યુબ પર મૂકવા જેવા કયા વિડિયો છે એને શૉર્ટલિસ્ટ કર્યા છે. અત્યાર સુધીમાં મેં લગભગ પચાસેક હજાર પેશન્ટ જોયા છે એટલે મોટા ભાગના કેસમાં જે કૉમન વિષયો છે એ વિષયોના વિડિયો પર મારું ખાસ ફોકસ છે જેથી લોકોને માર્ગદર્શન મળે. એ સિવાય અત્યારે ખાવાપીવાની બાબતમાં થોડો વધુ સતર્ક થયો છું એટલે લૉકડાઉનમાં મારું વજન પણ ઘટ્યું છે.’

  મારી વેબસાઇટ માટેનું વર્ષોથી ખોરંભે ચડેલું કામ પતાવી દીધું: ડૉ. પ્રકાશ કોઠારી

  જાણીતા સેક્સોલૉજિસ્ટ અને શેરોશાયરીના ચાહક ડૉ. પ્રકાશ કોઠારી છેલ્લાં ઘણાં વર્ષોથી પોતાની વેબસાઇટ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ સમયના અભાવને કારણે વેબસાઇટ માટે જે કન્ટેન્ટ જોઈએ એ પૂરું પાડી શકતા નહોતા. આ વખતે તેમને એ કન્ટેન્ટ ભેગી કરવા માટેનો પૂરતો સમય મળી ગયો છે. પ્રકાશભાઈ કહે છે, ‘અમારા ક્ષેત્રની કેટલીક મૂંઝવણો લોકોને એવી હોય છે કે જેના સમાધાન માટે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી હોતી. કેટલીક ભ્રમણાઓ અને કેટલીક સમસ્યાઓનું નિરાકરણ આપતા હોય એવા વિડિયોઝ યુટ્યુબ પર હોય તો લોકોને ઘણી માહિતી ઘેરબેઠાં જ મળી જાય. અત્યારે લૉકડાઉનમાં એ માટેનો સમય મળ્યો છે. અત્યારે ઘરે રહીને મેં મારી જૂની લગભગ ૮૫ કૉન્ફરન્સિસની થોકબંધ ડીવીડીઓ જોઈ છે, જૂના ઇન્ટરવ્યુના વિડિયોઝ જોયા છે, એમાંથી વેબસાઇટ પર મૂકવા જેવું શું છે, યુટ્યુબ પર મૂકવા જેવા કયા વિડિયો છે એને શૉર્ટલિસ્ટ કર્યા છે. અત્યાર સુધીમાં મેં લગભગ પચાસેક હજાર પેશન્ટ જોયા છે એટલે મોટા ભાગના કેસમાં જે કૉમન વિષયો છે એ વિષયોના વિડિયો પર મારું ખાસ ફોકસ છે જેથી લોકોને માર્ગદર્શન મળે. એ સિવાય અત્યારે ખાવાપીવાની બાબતમાં થોડો વધુ સતર્ક થયો છું એટલે લૉકડાઉનમાં મારું વજન પણ ઘટ્યું છે.’

  2/6
 • બાળકો સાથે કાર્ટૂન જોવામાં કાર્ટૂન કૅરૅક્ટરનાં નામ યાદ રહી ગયાં એ સૌથી મોટી ઉપલબ્ધિ : મયૂર વાકાણી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સુંદરમામા ઉર્ફે મયૂર વાકાણી માટે લૉકડાઉનનો આ પિરિયડ સૌથી વધુ આનંદદાયી રહ્યો છે. મયૂરભાઈની પોતાની સ્કલ્પ્ચરની વર્કશૉપ છે અને સુંદર મજાની મૂર્તિઓ પણ બનાવે છે. અત્યારના દિવસોની ખૂબી વર્ણવતાં તેઓ કહે છે, ‘મારી દીકરી ૧૪ વર્ષની છે. નાનપણથી તેની પાસે મેં ફરિયાદ સાંભળી છે કે મારા માટે નવા પપ્પા લાવો ડીમાર્ટમાંથી, કારણ કે હું તેને સમય નહોતો આપી શકતો. મોટે ભાગે આપણામાંના ઘણા લોકો પરિવારને બધું સુખ આપવા માટે એવા દોડે છે કે પરિવારને જ સમય નથી આપી શકતા. આ ફરિયાદ મારા પરિવારની રહી છે અને અત્યારે જાણે ભગવાને તેમની ફરિયાદ સાંભળીને ઘરે રહેવાનો આવો ઉત્કૃષ્ટ સમય આપ્યો. મારી દીકરી નાની હતી ત્યારે અવારનવાર કહેતી કે આપણે ડીમાર્ટમાંથી નવા પપ્પા લાવીએ જે આપણને સમય આપે. અત્યાર સુધી પરિવારને સમય આપવો જોઈએ એવું ક્યારેય ફીલ જ નહોતું થયું. કેટલાક લોકો પરિવારને સમય આપવો એને અનપ્રોડક્ટિવ ટાઇમ ગણે છે. બધા બોલે ખરા કે એક લાંબું વેકેશન લેવું છે પણ સમય નથી મળતો, હવે થોડા દિવસ ઘરમાં જ રહેવું છે કંઈ કર્યા વિના, આ વાતો હતી જે એક વાર ભગવાને સાંભળીને તથાસ્તુ કહી દીધું. લ્યો રહો ઘરે. પત્ની સાથે ઘણી વાતો કરવાનો સમય મળ્યો. અત્યારે તેના ચહેરાનો નિખાર વધી ગયો છે કે માંડ અઢાર વર્ષે હાથમાં આવ્યો છે એમ સમજીને તેણે જૂની પુરાણી બધી જ વાતો મને સંભળાવી દીધી છે. આ વખતે હું ક્યાંય છટકી શકું એમ નહોતો એટલે ઝીણી-ઝીણી ગોતી-ગોતીને તેણે મને વાતો સંભળાવી છે. દીકરી સાથે પેઇન્ટિંગ કર્યું. અત્યાર સુધી વર્કશૉપમાં જે કામ કરતો હતો એના વિશે બાળકોને કંઈ ખબર નહોતી તો એ બધી વાતો તેમને લાઇવ દેખાડી. તેમની સાથે તેમનાં મનગમતાં કાર્ટૂન્સ જોયાં અને હવે એ કાર્ટૂન કૅરૅક્ટરનાં નામ મને યાદ રહી ગયાં એય બહુ મોટી અચીવમેન્ટ લાગે છે. લૉકડાઉન નહીં, મને તો ભગવાનની કૃપા મળી છે. ઘરમાં નવી-નવી વસ્તુઓ બનાવી, ઘરગથ્થુ પ્રોડક્શનના નામે એક શૉર્ટ ફિલ્મ બનાવી. જોકે આ વખતે જે કર્યું એ બધું પરિવાર સાથે મળીને, તેમને બધામાં ઇન્વૉલ્વ કરીને અને તેમનાં કાર્યોમાં ઇન્વૉલ્વ થઈને.’

  બાળકો સાથે કાર્ટૂન જોવામાં કાર્ટૂન કૅરૅક્ટરનાં નામ યાદ રહી ગયાં એ સૌથી મોટી ઉપલબ્ધિ : મયૂર વાકાણી

  ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સુંદરમામા ઉર્ફે મયૂર વાકાણી માટે લૉકડાઉનનો આ પિરિયડ સૌથી વધુ આનંદદાયી રહ્યો છે. મયૂરભાઈની પોતાની સ્કલ્પ્ચરની વર્કશૉપ છે અને સુંદર મજાની મૂર્તિઓ પણ બનાવે છે.
  અત્યારના દિવસોની ખૂબી વર્ણવતાં તેઓ કહે છે, ‘મારી દીકરી ૧૪ વર્ષની છે. નાનપણથી તેની પાસે મેં ફરિયાદ સાંભળી છે કે મારા માટે નવા પપ્પા લાવો ડીમાર્ટમાંથી, કારણ કે હું તેને સમય નહોતો આપી શકતો. મોટે ભાગે આપણામાંના ઘણા લોકો પરિવારને બધું સુખ આપવા માટે એવા દોડે છે કે પરિવારને જ સમય નથી આપી શકતા. આ ફરિયાદ મારા પરિવારની રહી છે અને અત્યારે જાણે ભગવાને તેમની ફરિયાદ સાંભળીને ઘરે રહેવાનો આવો ઉત્કૃષ્ટ સમય આપ્યો. મારી દીકરી નાની હતી ત્યારે અવારનવાર કહેતી કે આપણે ડીમાર્ટમાંથી નવા પપ્પા લાવીએ જે આપણને સમય આપે. અત્યાર સુધી પરિવારને સમય આપવો જોઈએ એવું ક્યારેય ફીલ જ નહોતું થયું. કેટલાક લોકો પરિવારને સમય આપવો એને અનપ્રોડક્ટિવ ટાઇમ ગણે છે. બધા બોલે ખરા કે એક લાંબું વેકેશન લેવું છે પણ સમય નથી મળતો, હવે થોડા દિવસ ઘરમાં જ રહેવું છે કંઈ કર્યા વિના, આ વાતો હતી જે એક વાર ભગવાને સાંભળીને તથાસ્તુ કહી દીધું. લ્યો રહો ઘરે. પત્ની સાથે ઘણી વાતો કરવાનો સમય મળ્યો. અત્યારે તેના ચહેરાનો નિખાર વધી ગયો છે કે માંડ અઢાર વર્ષે હાથમાં આવ્યો છે એમ સમજીને તેણે જૂની પુરાણી બધી જ વાતો મને સંભળાવી દીધી છે. આ વખતે હું ક્યાંય છટકી શકું એમ નહોતો એટલે ઝીણી-ઝીણી ગોતી-ગોતીને તેણે મને વાતો સંભળાવી છે. દીકરી સાથે પેઇન્ટિંગ કર્યું. અત્યાર સુધી વર્કશૉપમાં જે કામ કરતો હતો એના વિશે બાળકોને કંઈ ખબર નહોતી તો એ બધી વાતો તેમને લાઇવ દેખાડી. તેમની સાથે તેમનાં મનગમતાં કાર્ટૂન્સ જોયાં અને હવે એ કાર્ટૂન કૅરૅક્ટરનાં નામ મને યાદ રહી ગયાં એય બહુ મોટી અચીવમેન્ટ લાગે છે. લૉકડાઉન નહીં, મને તો ભગવાનની કૃપા મળી છે. ઘરમાં નવી-નવી વસ્તુઓ બનાવી, ઘરગથ્થુ પ્રોડક્શનના નામે એક શૉર્ટ ફિલ્મ બનાવી. જોકે આ વખતે જે કર્યું એ બધું પરિવાર સાથે મળીને, તેમને બધામાં ઇન્વૉલ્વ કરીને અને તેમનાં કાર્યોમાં ઇન્વૉલ્વ થઈને.’

  3/6
 • ધીરજનો ગુણ કદાચ લૉકડાઉન સિવાય હું ક્યારેય શીખી ન શકી હોત: સુજાતા મહેતા જાણીતાં અભિનેત્રી સુજાતા મહેતા માટે પણ આ લૉકડાઉન પોતાની અંદરની અનેક નવી આદતોને ડેવલપ કરવામાં નિમિત્ત બન્યું છે. સુજાતાબહેને આ દિવસોમાં પોતાનાં ઘણાં પેન્ડિંગ કામ પૂરાં કર્યાં છે. તેઓ કહે છે, ‘એક તો પોતાનાં કામ જાતે કરવાની આદતને કારણે ડિપેન્ડન્સી ઘટી છે. એમ કહો કે અત્યારે એની ટ્રેઇનિંગ ચાલે છે. આપણને કેટલીબધી વસ્તુ વિના ચાલી શકે છે એની સમજ આવી. વાંચવાની હું સખત ચોર હતી. મને વાંચવું જરાય ન ગમે. પણ લૉકડાઉને મારામાં વાંચનની રુચિ જગાવી દીધી. અત્યારે એક ગુજરાતી અને એક અંગ્રેજી એમ બે પુસ્તકો વાંચી રહી છું. એ સિવાય એક બહુ જ મહત્ત્વની બાબત આ લૉકડાઉનમાં મેં મેળવી છે એ છે ધીરજનો ગુણ. હકીકતમાં મારું કેટલાંયે વર્ષોથી એક રૂટીન રહ્યું છે કે સાંજે પાંચથી સાત વચ્ચે હું ઘરની બહાર નીકળી જતી - ડ્રામા રિહર્સલ માટે, મોટિવેશનલ સેમિનાર માટે, અન્ય કોઈ પણ કામથી અથવા માત્ર વૉક કરવા માટે. એ સમય એવો હોય જ્યારે હું ઘરમાં ન જ હોઉં. લૉકડાઉનમાં મારી એ આદત બદલી. બહાર જઈ શકાય એવી શક્યતા હોવા છતાં નિયમોનું પાલન કરીશું અને બહાર નહીં જઈએ એ મેં નક્કી કરી લીધું છે. એ સિવાય વૉર્ડરોબ સાફ કર્યા, ઘરની સફાઈ કરી, કુકિંગમાં અનેક નવા અખતરાઓ ચાલુ છે. હેલ્ધી ન્યુટ્રિશનલ વાનગીઓ બનાવું છું. અત્યારે મને સ્કૂલની એક્ઝામના દિવસો યાદ આવી ગયા જ્યારે મમ્મી કંઈક સારું-સારું બનાવીને મને ખવડાવતી. અત્યારે હવે એ હું મારા માટે અને લતેશ માટે કરી રહી છું. ફાસ્ટ, ન્યુટ્રિશ્યસ અને ઈઝી ટુ મેક રેસિપી પોતે ઇનોવેટ પણ કરી છે. આ ઉપરાંત કોરોનાના વિષયને ધ્યાનમાં રાખીને એને લગતા વિડિયોઝ, હિન્દી સૉન્ગના પૅરોડી બનાવ્યા છે. આ દિવસોમાં મારું ટેક્નૉલૉજીનું નૉલેજ વધારી રહી છું.’

  ધીરજનો ગુણ કદાચ લૉકડાઉન સિવાય હું ક્યારેય શીખી ન શકી હોત: સુજાતા મહેતા

  જાણીતાં અભિનેત્રી સુજાતા મહેતા માટે પણ આ લૉકડાઉન પોતાની અંદરની અનેક નવી આદતોને ડેવલપ કરવામાં નિમિત્ત બન્યું છે. સુજાતાબહેને આ દિવસોમાં પોતાનાં ઘણાં પેન્ડિંગ કામ પૂરાં કર્યાં છે. તેઓ કહે છે, ‘એક તો પોતાનાં કામ જાતે કરવાની આદતને કારણે ડિપેન્ડન્સી ઘટી છે. એમ કહો કે અત્યારે એની ટ્રેઇનિંગ ચાલે છે. આપણને કેટલીબધી વસ્તુ વિના ચાલી શકે છે એની સમજ આવી. વાંચવાની હું સખત ચોર હતી. મને વાંચવું જરાય ન ગમે. પણ લૉકડાઉને મારામાં વાંચનની રુચિ જગાવી દીધી. અત્યારે એક ગુજરાતી અને એક અંગ્રેજી એમ બે પુસ્તકો વાંચી રહી છું. એ સિવાય એક બહુ જ મહત્ત્વની બાબત આ લૉકડાઉનમાં મેં મેળવી છે એ છે ધીરજનો ગુણ. હકીકતમાં મારું કેટલાંયે વર્ષોથી એક રૂટીન રહ્યું છે કે સાંજે પાંચથી સાત વચ્ચે હું ઘરની બહાર નીકળી જતી - ડ્રામા રિહર્સલ માટે, મોટિવેશનલ સેમિનાર માટે, અન્ય કોઈ પણ કામથી અથવા માત્ર વૉક કરવા માટે. એ સમય એવો હોય જ્યારે હું ઘરમાં ન જ હોઉં. લૉકડાઉનમાં મારી એ આદત બદલી. બહાર જઈ શકાય એવી શક્યતા હોવા છતાં નિયમોનું પાલન કરીશું અને બહાર નહીં જઈએ એ મેં નક્કી કરી લીધું છે. એ સિવાય વૉર્ડરોબ સાફ કર્યા, ઘરની સફાઈ કરી, કુકિંગમાં અનેક નવા અખતરાઓ ચાલુ છે. હેલ્ધી ન્યુટ્રિશનલ વાનગીઓ બનાવું છું. અત્યારે મને સ્કૂલની એક્ઝામના દિવસો યાદ આવી ગયા જ્યારે મમ્મી કંઈક સારું-સારું બનાવીને મને ખવડાવતી. અત્યારે હવે એ હું મારા માટે અને લતેશ માટે કરી રહી છું. ફાસ્ટ, ન્યુટ્રિશ્યસ અને ઈઝી ટુ મેક રેસિપી પોતે ઇનોવેટ પણ કરી છે. આ ઉપરાંત કોરોનાના વિષયને ધ્યાનમાં રાખીને એને લગતા વિડિયોઝ, હિન્દી સૉન્ગના પૅરોડી બનાવ્યા છે. આ દિવસોમાં મારું ટેક્નૉલૉજીનું નૉલેજ વધારી રહી છું.’

  4/6
 • જ્યાંથી શરૂ કર્યું હતું એ એમ્બ્રૉઇડરીના શોખને પાછો જીવતો કર્યો, એનાથી મોટો આનંદ શું હોય લૉકડાઉનનો? : વીણા નાગડા મેંદી ક્વીન વીણા નાગડા સીવણકામ દ્વારા ફરી પોતાના જીવનમાં પૂર્ણતા આવ્યાનો અનુભવ કરી રહ્યાં છે. બૉલીવુડમાં એકથી એક ચડિયાતા કલાકારોને છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી મેંદી લગાવીને પોતાની અનોખી ઓળખ ઊભી કરનારાં વીણાબહેને લૉકડાઉનમાં પોતાના સીવણકામના જૂના શોખને ફરી એક વાર જીવવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે, ‘હકીકતમાં હું પાંચમા-છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી સીવણકામ કરતી હતી. આભલા ભરવાં, ભરતગૂંથણ કરવું એ બધું નાનપણથી આવડતું. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે આખા દિવસમાં ચાલીસ-પચાસ પીસ ભરો એટલે દસ રૂપિયા મળે. જોકે એ દસ રૂપિયાનું મૂલ્ય હતું અને એના માટે સવારે સાતથી સાંજે સાત સુધી હું આ કામ કરતી. ધીમે-ધીમે મારું કામ સપ્લાયરને ગમવા માંડ્યું અને મને બલ્ક ઑર્ડર આપવા માંડ્યા તો મેં બીજાને પણ સીવણકામના પીસ આપવાનું શરૂ કર્યું. બીજું આની પાછળ લાગવાનું એક કારણ એ પણ હતું કે મને રસોડાના કામમાં ખૂબ ગરમી લાગતી, મમ્મી ટિફિનનું કામ કરતી ત્યારે આભલા ભરવાના કામ માટે તમારે ઘરની બહાર ઓટલે બેસવાનું હોય જ્યાં ફુલ હવા આવે એટલે પણ હું આ કામમાં લાગેલી રહેતી. છ રૂપિયામાં સો આભલાં ભરવાનું કામ પણ કર્યું છે અને મારા મિરર વર્કને લોકો ખૂબ વખાણતા પણ હતા. મેં પોતાની સાડી ભરી છે. લોકોને સાડી ભરી આપી છે. હમણાં જ એક ઓળખીતી વ્યક્તિએ મને મારી ભરેલી સાડી પાછી આપી. તેમણે એ સમયે અમને અમુક રૂપિયા આપ્યા હતા એ સાડી ભરવા માટે. લૉકડાઉન શરૂ થયું ત્યારથી મને મારા આ શોખને તાજો કરવાની ઇચ્છા હતી. દોરા તો હતા મારી પાસે, પણ રિન્ગ નહોતી. છેલ્લે એક ફ્રેન્ડ પાસેથી રિન્ગ મળી ગઈ. જ્યારે રિન્ગ હાથમાં લીધી તો મમ્મી યાદ આવવા માંડી. ભરતકામમાં તે મને ખૂબ શિખામણ આપતી. હકીકતમાં મારી મેંદીનો પાયો પણ આ એમ્બ્રૉઇડરીના કામમાં નખાયો હતો. અત્યારે એવો સંતોષ થાય છે આ કામ કરીને કે વાત ન પૂછો.’ વર્ષો પહેલાં વીણાબહેન જ્યારે તેમના ફૅમિલી ડૉક્ટરની દીકરીનાં લગ્નમાં ગયાં અને પહેલી વાર કોઈ પણ જાતની ટ્રેઇનિંગ વખતે મેંદી મૂકી એ સમયને યાદ કરતાં તેઓ કહે છે, ‘હકીકતમાં એ લગ્નમાં હું બીજા કામથી ગઈ હતી, પણ પછી મેંદી લગાડવાનું મને પૂછવામાં આવ્યું. આમ ડિઝાઇનો તો આવડતી હતી એટલે મેં ટ્રાય કરી જોઈ. પૂનમ ઢિલ્લોં પણ એ લગ્નમાં હતાં. તેમણે મારી મેંદીનાં ખૂબ વખાણ કર્યાં. એ સમયે એક હાથ ભરવાના મને દસ રૂપિયા મળ્યા હતા. મને થયું કે આ તો સારું કામ છે. પેલા સીવણકામમાં આખો દિવસ મથું ત્યારે આટલા રૂપિયા મળે છે અને અહીં તો પંદર મિનિટમાં એક હાથ ભર્યો અને દસ રૂપિયા. બસ, એ દિવસ પછી મેંદીની લાઇનમાં આગળ વધવાનું નક્કી કરી લીધું. બાકીની જર્ની વિશે તો દુનિયા આખી જાણે છે, પરંતુ આ બહુ ઓછા લોકોને ખબર છે કે મેંદીની દુનિયામાં મારા પ્રવેશ પાછળ મારા એમ્બ્રૉઇડરી અને કચ્છી વર્કની આવડતે બહુ મોટો ભાગ ભજવ્યો છે. આ લૉકડાઉનમાં આ કામ કરતી વખતે હું એટલી ખુશ અને ઇમોશનલ થઈ છું કે એને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.’

  જ્યાંથી શરૂ કર્યું હતું એ એમ્બ્રૉઇડરીના શોખને પાછો જીવતો કર્યો, એનાથી મોટો આનંદ શું હોય લૉકડાઉનનો? :
  વીણા નાગડા

  મેંદી ક્વીન વીણા નાગડા સીવણકામ દ્વારા ફરી પોતાના જીવનમાં પૂર્ણતા આવ્યાનો અનુભવ કરી રહ્યાં છે. બૉલીવુડમાં એકથી એક ચડિયાતા કલાકારોને છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી મેંદી લગાવીને પોતાની અનોખી ઓળખ ઊભી કરનારાં વીણાબહેને લૉકડાઉનમાં પોતાના સીવણકામના જૂના શોખને ફરી એક વાર જીવવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે, ‘હકીકતમાં હું પાંચમા-છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી સીવણકામ કરતી હતી. આભલા ભરવાં, ભરતગૂંથણ કરવું એ બધું નાનપણથી આવડતું. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે આખા દિવસમાં ચાલીસ-પચાસ પીસ ભરો એટલે દસ રૂપિયા મળે. જોકે એ દસ રૂપિયાનું મૂલ્ય હતું અને એના માટે સવારે સાતથી સાંજે સાત સુધી હું આ કામ કરતી. ધીમે-ધીમે મારું કામ સપ્લાયરને ગમવા માંડ્યું અને મને બલ્ક ઑર્ડર આપવા માંડ્યા તો મેં બીજાને પણ સીવણકામના પીસ આપવાનું શરૂ કર્યું. બીજું આની પાછળ લાગવાનું એક કારણ એ પણ હતું કે મને રસોડાના કામમાં ખૂબ ગરમી લાગતી, મમ્મી ટિફિનનું કામ કરતી ત્યારે આભલા ભરવાના કામ માટે તમારે ઘરની બહાર ઓટલે બેસવાનું હોય જ્યાં ફુલ હવા આવે એટલે પણ હું આ કામમાં લાગેલી રહેતી. છ રૂપિયામાં સો આભલાં ભરવાનું કામ પણ કર્યું છે અને મારા મિરર વર્કને લોકો ખૂબ વખાણતા પણ હતા. મેં પોતાની સાડી ભરી છે. લોકોને સાડી ભરી આપી છે. હમણાં જ એક ઓળખીતી વ્યક્તિએ મને મારી ભરેલી સાડી પાછી આપી. તેમણે એ સમયે અમને અમુક રૂપિયા આપ્યા હતા એ સાડી ભરવા માટે. લૉકડાઉન શરૂ થયું ત્યારથી મને મારા આ શોખને તાજો કરવાની ઇચ્છા હતી. દોરા તો હતા મારી પાસે, પણ રિન્ગ નહોતી. છેલ્લે એક ફ્રેન્ડ પાસેથી રિન્ગ મળી ગઈ. જ્યારે રિન્ગ હાથમાં લીધી તો મમ્મી યાદ આવવા માંડી. ભરતકામમાં તે મને ખૂબ શિખામણ આપતી. હકીકતમાં મારી મેંદીનો પાયો પણ આ એમ્બ્રૉઇડરીના કામમાં નખાયો હતો. અત્યારે એવો સંતોષ થાય છે આ કામ કરીને કે વાત ન પૂછો.’
  વર્ષો પહેલાં વીણાબહેન જ્યારે તેમના ફૅમિલી ડૉક્ટરની દીકરીનાં લગ્નમાં ગયાં અને પહેલી વાર કોઈ પણ જાતની ટ્રેઇનિંગ વખતે મેંદી મૂકી એ સમયને યાદ કરતાં તેઓ કહે છે, ‘હકીકતમાં એ લગ્નમાં હું બીજા કામથી ગઈ હતી, પણ પછી મેંદી લગાડવાનું મને પૂછવામાં આવ્યું. આમ ડિઝાઇનો તો આવડતી હતી એટલે મેં ટ્રાય કરી જોઈ. પૂનમ ઢિલ્લોં પણ એ લગ્નમાં હતાં. તેમણે મારી મેંદીનાં ખૂબ વખાણ કર્યાં. એ સમયે એક હાથ ભરવાના મને દસ રૂપિયા મળ્યા હતા. મને થયું કે આ તો સારું કામ છે. પેલા સીવણકામમાં આખો દિવસ મથું ત્યારે આટલા રૂપિયા મળે છે અને અહીં તો પંદર મિનિટમાં એક હાથ ભર્યો અને દસ રૂપિયા. બસ, એ દિવસ પછી મેંદીની લાઇનમાં આગળ વધવાનું નક્કી કરી લીધું. બાકીની જર્ની વિશે તો દુનિયા આખી જાણે છે, પરંતુ આ બહુ ઓછા લોકોને ખબર છે કે મેંદીની દુનિયામાં મારા પ્રવેશ પાછળ મારા એમ્બ્રૉઇડરી અને કચ્છી વર્કની આવડતે બહુ મોટો ભાગ ભજવ્યો છે. આ લૉકડાઉનમાં આ કામ કરતી વખતે હું એટલી ખુશ અને ઇમોશનલ થઈ છું કે એને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.’

  5/6
 • લૉકડાઉન ખૂલ્યા પછી આ પુસ્તકની ઓપન બુક એક્ઝામ ગોઠવવાની તૈયારીઓ પણ આચાર્યશ્રીએ કરી છે જેના વિજેતાઓને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવશે. આચાર્યશ્રી કહે છે, ‘આ પુસ્તક બહુ જ માહિતીપ્રદ છે અને વધુ લોકો સુધી પહોંચશે તો એનાથી સમાજને ઘણો લાભ થશે.’

  લૉકડાઉન ખૂલ્યા પછી આ પુસ્તકની ઓપન બુક એક્ઝામ ગોઠવવાની તૈયારીઓ પણ આચાર્યશ્રીએ કરી છે જેના વિજેતાઓને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવશે. આચાર્યશ્રી કહે છે, ‘આ પુસ્તક બહુ જ માહિતીપ્રદ છે અને વધુ લોકો સુધી પહોંચશે તો એનાથી સમાજને ઘણો લાભ થશે.’

  6/6
 • loading...

ફોટોઝ વિશે

અતિવ્યસ્ત લોકોના જીવનમાં લૉકડાઉન આશીર્વાદ બનીને આવ્યું છે. કેટલાંક એવાં કામો જે ઘણા વખતથી કરવા માગતા હતા અને નહોતાં થઈ શકતાં અથવા તો જે પૂરાં થવાની ગણતરી મોડી હતી એ લૉકડાઉનને કારણે વહેલી થઈ ગઈ. આજે કેટલીક જાણીતી હસ્તી પાસેથી જાણીએ કે તેમણે આ વખતે લૉકડાઉનમાં એવું શું કર્યું જે તેમના માટે એક બહુ મોટી ઉપલબ્ધિ સમાન છે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK