આત્મનિર્ભરતાની દિશામાં ડગ માંડી દીધાં છે આમણે

Published: May 17, 2020, 18:20 IST | Shilpa Bhanushali
 • ફોટોગ્રાફરે ઘેરબેઠાં લોકોને અનાજ, મસાલા અને ફરસાણ પહોંચાડવાનું શરૂ કર્યું છે મલાડમાં રહેતા મૌલિક શાહ છેલ્લાં ૧૫ વર્ષથી ફોટોગ્રાફર તરીકે સક્રિય છે. આવનારા દિવસોમાં ફોટોગ્રાફીની લાઇન પાછી ક્યારે પાટે ચડશે એની ખબર નથી એટલે અત્યારે ઘરમાં રહીને બોર થવા કરતાં મૌલિકે મૉબ, ડસ્ટબિન જેવી હોમ અપ્લાયન્સિસની વસ્તુઓ, મસાલા, કરિયાણાનો સામાન અને ફરસાણ લોકોને ઘેરબેઠાં પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. મૌલિક કહે છે, ‘બહુ મોટા પાયે નહીં, પણ નાના લેવલ પર જ અત્યારે તો આ કામ કરું છું. બીજું કંઈ આવડતું નથી ફોટોગ્રાફી સિવાય. અત્યારે ઘરમાં રહીને મગજને ચક્રમ કરવું એના કરતાં જે થઈ શકે એ કરવાના પ્રયત્ન કરવા જોઈએ એવું લાગ્યું અને એમાં આ અનાજનો આઇડિયા આવ્યો. થોડા હોલસેલરને ઓળખું છું તો તેમનો સંપર્ક સાધ્યો અને પરિચિતોને આ નવા કામ વિશે માહિતગાર કર્યા. થોડા-થોડા ઑર્ડર મળવાનું શરૂ થયું છે. આગળ આ કામ કેટલું વધશે એની અત્યારે તો ખબર નથી, પરંતુ કંઈ જ ન કરવા કરતાં કંઈક તો કરીએ એવું લાગ્યું અને આ કામ શરૂ થયું છે.’

  ફોટોગ્રાફરે ઘેરબેઠાં લોકોને અનાજ, મસાલા અને ફરસાણ પહોંચાડવાનું શરૂ કર્યું છે
  મલાડમાં રહેતા મૌલિક શાહ છેલ્લાં ૧૫ વર્ષથી ફોટોગ્રાફર તરીકે સક્રિય છે. આવનારા દિવસોમાં ફોટોગ્રાફીની લાઇન પાછી ક્યારે પાટે ચડશે એની ખબર નથી એટલે અત્યારે ઘરમાં રહીને બોર થવા કરતાં મૌલિકે મૉબ, ડસ્ટબિન જેવી હોમ અપ્લાયન્સિસની વસ્તુઓ, મસાલા, કરિયાણાનો સામાન અને ફરસાણ લોકોને ઘેરબેઠાં પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. મૌલિક કહે છે, ‘બહુ મોટા પાયે નહીં, પણ નાના લેવલ પર જ અત્યારે તો આ કામ કરું છું. બીજું કંઈ આવડતું નથી ફોટોગ્રાફી સિવાય. અત્યારે ઘરમાં રહીને મગજને ચક્રમ કરવું એના કરતાં જે થઈ શકે એ કરવાના પ્રયત્ન કરવા જોઈએ એવું લાગ્યું અને એમાં આ અનાજનો આઇડિયા આવ્યો. થોડા હોલસેલરને ઓળખું છું તો તેમનો સંપર્ક સાધ્યો અને પરિચિતોને આ નવા કામ વિશે માહિતગાર કર્યા. થોડા-થોડા ઑર્ડર મળવાનું શરૂ થયું છે. આગળ આ કામ કેટલું વધશે એની અત્યારે તો ખબર નથી, પરંતુ કંઈ જ ન કરવા કરતાં કંઈક તો કરીએ એવું લાગ્યું અને આ કામ શરૂ થયું છે.’

  1/12
 • કંપની પાસે પૅકેજિંગ માટે મજૂર નહોતા તો આ ભાઈએ એ જાતે ઊભા કરી દીધા થાણેમાં રહેતા વ્રજેશ જિતેન્દ્ર સોઢા આમ તો ફૂડ પ્રોડક્ટ્સના ડીલર છે. રેડી ટુ મિક્સ પ્રોડક્ટ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવતી લગભગ દસેક કંપનીઓની ડીલરશિપ તેમની પાસે છે. આમ તો પોતે ડિસ્ટ્રિબ્યુટર જ હતા, પરંતુ અત્યારે તેમણે પૅકેજિંગમાં હાથ અજમાવ્યો છે. અત્યારે ફૂડ પ્રોડક્ટની ડિમાન્ડ છે, પરંતુ કંપની પાસે નાની-નાની ક્વૉન્ટિટીમાં પ્રોડક્ટને પૅકિંગ કરી શકે એવા મજૂરોની ખોટ વર્તાય છે. વ્રજેશભાઈને તેની ખબર પડી એટલે તેમણે કંપની પાસેથી બલ્કમાં માલ લાવીને તેમના વિસ્તારમાં લાદીનું કામ કરતા નવરા પડેલા મજૂરોને પૅકેજિંગના કામમાં લગાવી દીધા. વ્રજેશભાઈ કહે છે, ‘અત્યારે સ્થિતિ એવી છે કે લોકોને ક્લસ્ટર પાઉડર, બેકિંગ પાઉડર, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ જેવી વસ્તુઓની જરૂર પડે છે પરંતુ તેઓ ઓછી ક્વૉન્ટિટીમાં માગે છે. ડિમાન્ડ વધી પણ પ્રોડક્શનની સામે મૅનપાવર નહોતો. અમારે ત્યાં લાદીનું કામ કરનારા મજૂરો અત્યારે સાવ નવરા હતા એટલે મને થયું કે આમને જ કામે લગાવીએ. તેમને હાઇજીનના બધા નિયમો શીખવીને પૅકિંગની ટ્રેઇનિંગ આપી અને છેલ્લા એક મહિનાથી તેમનું કામ ધમધોકાર ચાલે છે. કંપનીનું કામ થયું, મજૂરોને રોજગાર મળ્યો અને મારું કામ પણ બરાબર ચાલે છે.’

  કંપની પાસે પૅકેજિંગ માટે મજૂર નહોતા તો આ ભાઈએ એ જાતે ઊભા કરી દીધા
  થાણેમાં રહેતા વ્રજેશ જિતેન્દ્ર સોઢા આમ તો ફૂડ પ્રોડક્ટ્સના ડીલર છે. રેડી ટુ મિક્સ પ્રોડક્ટ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવતી લગભગ દસેક કંપનીઓની ડીલરશિપ તેમની પાસે છે. આમ તો પોતે ડિસ્ટ્રિબ્યુટર જ હતા, પરંતુ અત્યારે તેમણે પૅકેજિંગમાં હાથ અજમાવ્યો છે. અત્યારે ફૂડ પ્રોડક્ટની ડિમાન્ડ છે, પરંતુ કંપની પાસે નાની-નાની ક્વૉન્ટિટીમાં પ્રોડક્ટને પૅકિંગ કરી શકે એવા મજૂરોની ખોટ વર્તાય છે. વ્રજેશભાઈને તેની ખબર પડી એટલે તેમણે કંપની પાસેથી બલ્કમાં માલ લાવીને તેમના વિસ્તારમાં લાદીનું કામ કરતા નવરા પડેલા મજૂરોને પૅકેજિંગના કામમાં લગાવી દીધા. વ્રજેશભાઈ કહે છે, ‘અત્યારે સ્થિતિ એવી છે કે લોકોને ક્લસ્ટર પાઉડર, બેકિંગ પાઉડર, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ જેવી વસ્તુઓની જરૂર પડે છે પરંતુ તેઓ ઓછી ક્વૉન્ટિટીમાં માગે છે. ડિમાન્ડ વધી પણ પ્રોડક્શનની સામે મૅનપાવર નહોતો. અમારે ત્યાં લાદીનું કામ કરનારા મજૂરો અત્યારે સાવ નવરા હતા એટલે મને થયું કે આમને જ કામે લગાવીએ. તેમને હાઇજીનના બધા નિયમો શીખવીને પૅકિંગની ટ્રેઇનિંગ આપી અને છેલ્લા એક મહિનાથી તેમનું કામ ધમધોકાર ચાલે છે. કંપનીનું કામ થયું, મજૂરોને રોજગાર મળ્યો અને મારું કામ પણ બરાબર ચાલે છે.’

  2/12
 • ઇવેન્ટ મૅનેજરમાંથી બની ગયો કેરીનો વેપારી ઇવેન્ટ મૅનેજર તરીકે કામ કરતો અને મામાને અકાઉન્ટિંગમાં મદદ કરતો ડોમ્બિવલીનો પ્રિન્સ ચંદ્રકાન્ત વ્યાસ અત્યારે મૅન્ગોમાં ડીલિંગ કરે છે. આ કામ શરૂ કર્યાને તેને ૨૦ દિવસ થયા છે. પ્રિન્સ કહે છે, ‘અત્યાર સુધીમાં લગભગ ૨૦૦થી વધુ કેરીની પેટી વેચી છે. ૨૦ દિવસમાં આટલો સારો રિસ્પૉન્સ મળશે એની મને કલ્પના નહોતી. હકીકતમાં કંઈ કામ હતું નહીં કરવા માટે. વગરઆવકે ઘરખર્ચનું પ્રમાણ ચિંતા ઉપજાવી રહ્યું હતું એટલે થયું કે કંઈક તો કરવું પડશે. એમાં વિચાર આવ્યો કે ચાલોને મૅન્ગોની સીઝન છે તો એમાં જ કંઈક કામ કરીએ. સાચું કહું તો આ પહેલાં જાતે એકલો કેરી લેવા પણ ક્યારેય ગયો નથી. બસ, ઇવેન્ટનું કામ હતું એટલે કેટરિંગવાળા સાથે પનારો પડ્યો હતો એટલે મૅન્ગોના હોલસેલ વેપારીનો નંબર મેળવવો અઘરો નહોતો. પહેલી વારનો અનુભવ જોકે સારો છે. આ તો સીઝનલ બિઝનેસ છે. હવે કેરીની દરેક સીઝનમાં આ કામ હું કરતો રહેવાનો છું એ નક્કી. માર્કેટિંગ પણ માત્ર વૉટ્સઍપ દ્વારા કરેલું. ગ્રુપમાં અને સ્ટેટસમાં આ નવા કામની જાહેરાત કરી અને ટપોટપ ઑર્ડર મળવા માંડ્યા. મોટા ભાગનો માલ ઘાટકોપરથી લાવું છું. ગોડાઉન નથી એટલે ઘરમાં જ કેરીની પેટી પડી હોય છે. જોકે આ લૉકડાઉને મારે માટે એક નવી લાઇન ખોલી છે. કદાચ આવનારા સમયમાં આ જ દિશામાં હજી કંઈ વિચારીશ એ નક્કી છે.

  ઇવેન્ટ મૅનેજરમાંથી બની ગયો કેરીનો વેપારી
  ઇવેન્ટ મૅનેજર તરીકે કામ કરતો અને મામાને અકાઉન્ટિંગમાં મદદ કરતો ડોમ્બિવલીનો પ્રિન્સ ચંદ્રકાન્ત વ્યાસ અત્યારે મૅન્ગોમાં ડીલિંગ કરે છે. આ કામ શરૂ કર્યાને તેને ૨૦ દિવસ થયા છે. પ્રિન્સ કહે છે, ‘અત્યાર સુધીમાં લગભગ ૨૦૦થી વધુ કેરીની પેટી વેચી છે. ૨૦ દિવસમાં આટલો સારો રિસ્પૉન્સ મળશે એની મને કલ્પના નહોતી. હકીકતમાં કંઈ કામ હતું નહીં કરવા માટે. વગરઆવકે ઘરખર્ચનું પ્રમાણ ચિંતા ઉપજાવી રહ્યું હતું એટલે થયું કે કંઈક તો કરવું પડશે. એમાં વિચાર આવ્યો કે ચાલોને મૅન્ગોની સીઝન છે તો એમાં જ કંઈક કામ કરીએ. સાચું કહું તો આ પહેલાં જાતે એકલો કેરી લેવા પણ ક્યારેય ગયો નથી. બસ, ઇવેન્ટનું કામ હતું એટલે કેટરિંગવાળા સાથે પનારો પડ્યો હતો એટલે મૅન્ગોના હોલસેલ વેપારીનો નંબર મેળવવો અઘરો નહોતો. પહેલી વારનો અનુભવ જોકે સારો છે. આ તો સીઝનલ બિઝનેસ છે. હવે કેરીની દરેક સીઝનમાં આ કામ હું કરતો રહેવાનો છું એ નક્કી. માર્કેટિંગ પણ માત્ર વૉટ્સઍપ દ્વારા કરેલું. ગ્રુપમાં અને સ્ટેટસમાં આ નવા કામની જાહેરાત કરી અને ટપોટપ ઑર્ડર મળવા માંડ્યા. મોટા ભાગનો માલ ઘાટકોપરથી લાવું છું. ગોડાઉન નથી એટલે ઘરમાં જ કેરીની પેટી પડી હોય છે. જોકે આ લૉકડાઉને મારે માટે એક નવી લાઇન ખોલી છે. કદાચ આવનારા સમયમાં આ જ દિશામાં હજી કંઈ વિચારીશ એ નક્કી છે.

  3/12
 • ડિજિટલ સ્ટ્રૅટેજિસ્ટ હવે કોચ અને રાઇટર બની ગયા ઘાટકોપરમાં રહેતાં સુમી અજમેરા અત્યાર સુધી કૉર્પોરેટ કંપનીમાં ડિજિટલી ગ્રો થવા માટે શું કરવું એનું સ્ટ્રૅટેજિક પ્લાનિંગ આપતા હતા, પણ હવે લૉકડાઉનમાં તેમણે પોતાના એ કામમાંથી બ્રેક લઈને ડિજિટલ તરફ વળી રહેલી સ્કૂલ-કૉલેજોના શિક્ષકો, સ્ટુડન્ટ્સને ગાઇડ કરવાનું શરૂ કર્યું છે. વિવિધ સ્કૂલ સાથે સંકળાઈને ટીચરોને તેમણે ઇફેક્ટિવ રીતે ટીચિંગમાં ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ કેમ કરી શકાય એની ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું છે. સુમી કહે છે, ‘હવે ટીચિંગ ઇન્ડસ્ટ્રીમાં ડ્રાસ્ટિક પરિવર્તન આવશે. સમયના આ પ્રવાહને પારખીને મેં પણ એ દિશામાં કામ શરૂ કર્યું છે. અત્યારે ફિનીક્સ, વેદિક મૅથ્સ, ડિજિટલ પ્લૅટફૉર્મ પર ટીચિંગ કેમ કરવું જેવા વિષયના સેમિનાર અને ટ્રેઇનિંગ-સેશન શરૂ કર્યાં છે. લાઇફ કોચ તરીકે પણ કેટલાક વિષયો પર કામ કરી રહી છું. મારે માટે પણ આ નવો અનુભવ છે, કારણ કે કંપનીઓને ડિજિટલી સ્ટ્રૉન્ગ બનાવવા કરતાં આ જુદી દુનિયા છે. મેં ડિજિટલ સ્ટ્રૅટેજી પર મારું પહેલું પુસ્તક પણ આ ગાળામાં લખવાનું શરૂ કર્યું છે.’

  ડિજિટલ સ્ટ્રૅટેજિસ્ટ હવે કોચ અને રાઇટર બની ગયા
  ઘાટકોપરમાં રહેતાં સુમી અજમેરા અત્યાર સુધી કૉર્પોરેટ કંપનીમાં ડિજિટલી ગ્રો થવા માટે શું કરવું એનું સ્ટ્રૅટેજિક પ્લાનિંગ આપતા હતા, પણ હવે લૉકડાઉનમાં તેમણે પોતાના એ કામમાંથી બ્રેક લઈને ડિજિટલ તરફ વળી રહેલી સ્કૂલ-કૉલેજોના શિક્ષકો, સ્ટુડન્ટ્સને ગાઇડ કરવાનું શરૂ કર્યું છે. વિવિધ સ્કૂલ સાથે સંકળાઈને ટીચરોને તેમણે ઇફેક્ટિવ રીતે ટીચિંગમાં ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ કેમ કરી શકાય એની ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું છે. સુમી કહે છે, ‘હવે ટીચિંગ ઇન્ડસ્ટ્રીમાં ડ્રાસ્ટિક પરિવર્તન આવશે. સમયના આ પ્રવાહને પારખીને મેં પણ એ દિશામાં કામ શરૂ કર્યું છે. અત્યારે ફિનીક્સ, વેદિક મૅથ્સ, ડિજિટલ પ્લૅટફૉર્મ પર ટીચિંગ કેમ કરવું જેવા વિષયના સેમિનાર અને ટ્રેઇનિંગ-સેશન શરૂ કર્યાં છે. લાઇફ કોચ તરીકે પણ કેટલાક વિષયો પર કામ કરી રહી છું. મારે માટે પણ આ નવો અનુભવ છે, કારણ કે કંપનીઓને ડિજિટલી સ્ટ્રૉન્ગ બનાવવા કરતાં આ જુદી દુનિયા છે. મેં ડિજિટલ સ્ટ્રૅટેજી પર મારું પહેલું પુસ્તક પણ આ ગાળામાં લખવાનું શરૂ કર્યું છે.’

  4/12
 • ગાર્મેન્ટના વેપારીનું મન લાગી ગયું છે ઑનલાઇન ગેમ રમાડીને થોડી આવક પણ ઊભી કરવામાં લાલબાગમાં રહેતા દીપેશ છેડાનો આમ તો ગાર્મેન્ટનો બિઝનેસ છે. અત્યારે બધું બંધ છે ત્યારે તેમણે ઘરમાં રહીને શું કરીએ એ વિચારે પોતાના સંબંધીઓ અને મિત્રોને જોડીને ઑનલાઇન જ બધા સાથે ગેમ્સ રમવાનું શરૂ કર્યું. એ બધામાં લોકોને એટલી બધી મજા આવી કે અન્ય લાકોએ પણ દીપેશભાઈનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું. પછી તેમણે ૧૫ દિવસના ૫૦૦૦ રૂપિયામાં લોકોને ગેમ રમાડવાના ઑર્ડર મળવાના શરૂ થયા. દીપેશભાઈ કહે છે, ‘લૉકડાઉન શરૂ થયું તો બેસી-બેસીને કંટાળો આવતો હતો. ઘરના ઑનલાઇન રમતા હતા. જાતજાતની ગેમ્સ હું શોધતો અને લોકોને રમાડતો. ગ્રુપમાં રિસ્પૉન્સ બહુ સારો મળ્યો. બે મહિનાથી પૈસા લઈને લોકોને ઑનલાઇન ગેમ રમાડું છું. ટ્રેઝર હન્ટ, બિન્ગો, હાઉઝી, ફૅમિલી ટાસ્ક જેવી ગેમ્સ રમીએ છીએ. રોજ એક કલાક એક ગ્રુપ સાથે. એમ દિવસના ત્રણથી ચાર કલાક લોકોને ગેમ રમાડવામાં જાય છે. થોડી આવક થાય, લોકોને અને મને મજા આવે અને ટાઇમ પણ પાસ થાય છે. મારી પોતાની ક્રીએટિવિટી બહાર આવી છે એનો પણ આનંદ છે.’

  ગાર્મેન્ટના વેપારીનું મન લાગી ગયું છે ઑનલાઇન ગેમ રમાડીને થોડી આવક પણ ઊભી કરવામાં
  લાલબાગમાં રહેતા દીપેશ છેડાનો આમ તો ગાર્મેન્ટનો બિઝનેસ છે. અત્યારે બધું બંધ છે ત્યારે તેમણે ઘરમાં રહીને શું કરીએ એ વિચારે પોતાના સંબંધીઓ અને મિત્રોને જોડીને ઑનલાઇન જ બધા સાથે ગેમ્સ રમવાનું શરૂ કર્યું. એ બધામાં લોકોને એટલી બધી મજા આવી કે અન્ય લાકોએ પણ દીપેશભાઈનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું. પછી તેમણે ૧૫ દિવસના ૫૦૦૦ રૂપિયામાં લોકોને ગેમ રમાડવાના ઑર્ડર મળવાના શરૂ થયા. દીપેશભાઈ કહે છે, ‘લૉકડાઉન શરૂ થયું તો બેસી-બેસીને કંટાળો આવતો હતો. ઘરના ઑનલાઇન રમતા હતા. જાતજાતની ગેમ્સ હું શોધતો અને લોકોને રમાડતો. ગ્રુપમાં રિસ્પૉન્સ બહુ સારો મળ્યો. બે મહિનાથી પૈસા લઈને લોકોને ઑનલાઇન ગેમ રમાડું છું. ટ્રેઝર હન્ટ, બિન્ગો, હાઉઝી, ફૅમિલી ટાસ્ક જેવી ગેમ્સ રમીએ છીએ. રોજ એક કલાક એક ગ્રુપ સાથે. એમ દિવસના ત્રણથી ચાર કલાક લોકોને ગેમ રમાડવામાં જાય છે. થોડી આવક થાય, લોકોને અને મને મજા આવે અને ટાઇમ પણ પાસ થાય છે. મારી પોતાની ક્રીએટિવિટી બહાર આવી છે એનો પણ આનંદ છે.’

  5/12
 • માસ્ક, સૅનિટાઇઝર, હૅન્ડ-ગ્લવ્ઝ અને પીપીઈ કિટ જેવી વસ્તુઓની દુનિયામાં થઈ ગઈ છે અનેક નવા ગુજરાતી વેપારીઓની એન્ટ્રી અત્યારે અને આવનારા સમયમાં જેની જરૂરિયાત સૌથી વધારે રહવાની છે એવી આજના સમયની અસેન્શિયલ આઇટમ એટલે માસ્ક, સૅનિટાઇઝર, હૅન્ડ-ગ્લવ્ઝ, પીપીઈ કિટ, સૅનિટાઇઝિંગ મશીનની જરૂરિયાત સૌથી વધારે રહેવાની છે. આ જરૂરિયાતને સમજીને પોતાનાં કરન્ટ કામ બાજુએ રાખીને આ ધંધામાં પ્રવેશનારા ગુજરાતીઓની સંખ્યા હવે સેંકડોમાં છે. એવા જ કેટલાક વેપારીઓ સાથે વાત કરીએ...

  માસ્ક, સૅનિટાઇઝર, હૅન્ડ-ગ્લવ્ઝ અને પીપીઈ કિટ જેવી વસ્તુઓની દુનિયામાં થઈ ગઈ છે અનેક નવા ગુજરાતી વેપારીઓની એન્ટ્રી
  અત્યારે અને આવનારા સમયમાં જેની જરૂરિયાત સૌથી વધારે રહવાની છે એવી આજના સમયની અસેન્શિયલ આઇટમ એટલે માસ્ક, સૅનિટાઇઝર, હૅન્ડ-ગ્લવ્ઝ, પીપીઈ કિટ, સૅનિટાઇઝિંગ મશીનની જરૂરિયાત સૌથી વધારે રહેવાની છે. આ જરૂરિયાતને સમજીને પોતાનાં કરન્ટ કામ બાજુએ રાખીને આ ધંધામાં પ્રવેશનારા ગુજરાતીઓની સંખ્યા હવે સેંકડોમાં છે. એવા જ કેટલાક વેપારીઓ સાથે વાત કરીએ...

  6/12
 • બેબી પ્રોડક્ટ્સ બનાવનારાં આ બહેન હવે બાળકો માટે ખાસ પ્રકારના માસ્ક બનાવે છે થાણેમાં રહેતા કૌશલ સવાનીની કંપની અત્યાર સુધી બાળકો માટે કિડ્સ ફ્રેન્ડ્લી પ્રોડક્ટ્સ બનાવતી હતી. બાળકોને માફક આવે એવાં કપડાં તેઓ બનાવતાં હતાં. લૉકડાઉનમાં કામકાજ બંધ થયું એ પછી થોડા સમય ઘરે રહીને કૌશલબહેનને વિચાર આવ્યો કે આ રીતે તો કેટલો ટાઇમ ચાલશે એટલે તેમણે પોતાની પાસે રહેલા પ્યૉર કૉટનના કપડામાંથી ડિઝાઇનર માસ્ક બનાવવાનું શરૂ કર્યું. કૌશલબહેન કહે છે, ‘હકીકતમાં બીજું કંઈ કરવાનું હતું નહીં અને મને વિચાર આવ્યો કે બાળકો માટે માસ્કની જરૂર નહીં પડે શું આવનારા સમયમાં? અફકોર્સ પડશે અને તેમની સ્કિનને માફક આવે, તેમને ઓછામાં ઓછી તકલીફ પડે એવા માસ્ક માર્કેટમાં મળશે? તેમને પહેરવા ગમે એવા માસ્ક બનાવીએ તો. એ રીતે બાળકોના ટ્રેન્ડી ડિઝાઇનમાં આકર્ષક માસ્ક બનાવવાનું શરૂ કર્યું. મોટાઓના અને બાળકોના થોડા દેખાવમાં સુંદર લાગે અને ક્વૉલિટીવાઇઝ પણ સારું કપડું હોય એવા માસ્ક અમે બનાવી રહ્યા છીએ. કારીગર અને પ્રિન્ટર્સ અવેલેબલ નહોતા એટલે એ સમયે તો અમારી પાસે જે મટીરિયલ હતું એમાંથી તૈયાર કર્યા એ પછી બહારના વેપારીઓ પાસેથી પણ થોડું મટીરિયલ લાવીને આ કામ ફુલફ્લેજ્ડમાં ચાલુ રાખ્યું છે.’

  બેબી પ્રોડક્ટ્સ બનાવનારાં આ બહેન હવે બાળકો માટે ખાસ પ્રકારના માસ્ક બનાવે છે
  થાણેમાં રહેતા કૌશલ સવાનીની કંપની અત્યાર સુધી બાળકો માટે કિડ્સ ફ્રેન્ડ્લી પ્રોડક્ટ્સ બનાવતી હતી. બાળકોને માફક આવે એવાં કપડાં તેઓ બનાવતાં હતાં. લૉકડાઉનમાં કામકાજ બંધ થયું એ પછી થોડા સમય ઘરે રહીને કૌશલબહેનને વિચાર આવ્યો કે આ રીતે તો કેટલો ટાઇમ ચાલશે એટલે તેમણે પોતાની પાસે રહેલા પ્યૉર કૉટનના કપડામાંથી ડિઝાઇનર માસ્ક બનાવવાનું શરૂ કર્યું. કૌશલબહેન કહે છે, ‘હકીકતમાં બીજું કંઈ કરવાનું હતું નહીં અને મને વિચાર આવ્યો કે બાળકો માટે માસ્કની જરૂર નહીં પડે શું આવનારા સમયમાં? અફકોર્સ પડશે અને તેમની સ્કિનને માફક આવે, તેમને ઓછામાં ઓછી તકલીફ પડે એવા માસ્ક માર્કેટમાં મળશે? તેમને પહેરવા ગમે એવા માસ્ક બનાવીએ તો. એ રીતે બાળકોના ટ્રેન્ડી ડિઝાઇનમાં આકર્ષક માસ્ક બનાવવાનું શરૂ કર્યું. મોટાઓના અને બાળકોના થોડા દેખાવમાં સુંદર લાગે અને ક્વૉલિટીવાઇઝ પણ સારું કપડું હોય એવા માસ્ક અમે બનાવી રહ્યા છીએ. કારીગર અને પ્રિન્ટર્સ અવેલેબલ નહોતા એટલે એ સમયે તો અમારી પાસે જે મટીરિયલ હતું એમાંથી તૈયાર કર્યા એ પછી બહારના વેપારીઓ પાસેથી પણ થોડું મટીરિયલ લાવીને આ કામ ફુલફ્લેજ્ડમાં ચાલુ રાખ્યું છે.’

  7/12
 • કૉર્પોરેટ ગિફ્ટિંગનું કામ કરતો આ યુવાન હવે અસેન્શિયલ આઇટમનનું માર્કેટિંગ કરે છે કાંદિવલીમાં રહેતા મોહિત મહેતા પાસે અત્યારે તો શ્વાસ લેવાનો પણ સમય નથી. આમ તો તેમનું કામ કૉર્પોરેટ ગિફ્ટિંગનું છે પણ અત્યારે એ કામ સંપૂર્ણ બંધ છે. આવનારા બીજા ૬-૮ મહિનામાં એ કામમાં ગાડી પાટે ચડે એવું લાગતું નથી એટલે મોહિતે હવે માસ્ક પર ફોકસ કર્યું છે. મોહિત કહે છે, ‘આ કામમાં અમે બે પાર્ટનર છીએ. એક જણ મૅન્યુફૅક્ચરિંગ જુએ અને હું માર્કેટિંગ જોઉં છું. જે કંપનીઓ સાથે અમે ગિફ્ટિંગ માટે સંકળાયેલા હતા એ જ કંપનીઓને અમે માસ્ક પ્રોવાઇડ કરીએ છીએ. ઓવરઑલ કામ સારું ચાલી રહ્યું છે. કપડાના રીયુઝેબ થ્રી લેયર માસ્કની ડિમાન્ડ છે, પણ અમને ખબર છે કે આ પણ કંઈ પર્મનન્ટ બિઝનેસ નથી. જોકે અત્યારે આનાથી પણ અમારાં દાલરોટી નીકળી રહ્યાં છે.’

  કૉર્પોરેટ ગિફ્ટિંગનું કામ કરતો આ યુવાન હવે અસેન્શિયલ આઇટમનનું માર્કેટિંગ કરે છે
  કાંદિવલીમાં રહેતા મોહિત મહેતા પાસે અત્યારે તો શ્વાસ લેવાનો પણ સમય નથી. આમ તો તેમનું કામ કૉર્પોરેટ ગિફ્ટિંગનું છે પણ અત્યારે એ કામ સંપૂર્ણ બંધ છે. આવનારા બીજા ૬-૮ મહિનામાં એ કામમાં ગાડી પાટે ચડે એવું લાગતું નથી એટલે મોહિતે હવે માસ્ક પર ફોકસ કર્યું છે. મોહિત કહે છે, ‘આ કામમાં અમે બે પાર્ટનર છીએ. એક જણ મૅન્યુફૅક્ચરિંગ જુએ અને હું માર્કેટિંગ જોઉં છું. જે કંપનીઓ સાથે અમે ગિફ્ટિંગ માટે સંકળાયેલા હતા એ જ કંપનીઓને અમે માસ્ક પ્રોવાઇડ કરીએ છીએ. ઓવરઑલ કામ સારું ચાલી રહ્યું છે. કપડાના રીયુઝેબ થ્રી લેયર માસ્કની ડિમાન્ડ છે, પણ અમને ખબર છે કે આ પણ કંઈ પર્મનન્ટ બિઝનેસ નથી. જોકે અત્યારે આનાથી પણ અમારાં દાલરોટી નીકળી રહ્યાં છે.’

  8/12
 • હોટેલિયર કન્સલ્ટન્ટમાંથી કોરોના સેફ્ટી ટ્રેડર જોગેશ્વરીમાં રહેતા ભવ્ય પ્રવીણ શાહે પોતાની પાસે રહેલા જૂના કામના રિસોર્સિસનો નવા કામમાં ઉપયોગ કરીને અત્યારના સમયને સાચવી લીધો છે. દરઅસલ ભવ્યની કંપની મુંબઈનાં હોટેલ અને બારને કન્સલ્ટન્સી આપતી હતી. ફૂડ પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલા હોવાથી તેમની સેલ્સની મોટી ટીમ હતી જે હવે કોરોના સેફ્ટી પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. ભવ્ય કહે છે, ‘અમે મોટા-મોટા મૅન્યુફૅક્ચરર અને સ્ટૉકર સાથે સંપર્કમાં છીએ. તેમની પાસેથી અમે બલ્કમાં માલ ખરીદીએ અને જૂના બિઝનેસના અમારા નેટવર્કને એ પહોંચાડીએ છીએ. જે સેલ્સના લોકો ફ્રી બેઠા હતા તેમને પણ કામ મળ્યું અને બધાને થોડી આવક પણ શરૂ થઈ ગઈ છે.’

  હોટેલિયર કન્સલ્ટન્ટમાંથી કોરોના સેફ્ટી ટ્રેડર
  જોગેશ્વરીમાં રહેતા ભવ્ય પ્રવીણ શાહે પોતાની પાસે રહેલા જૂના કામના રિસોર્સિસનો નવા કામમાં ઉપયોગ કરીને અત્યારના સમયને સાચવી લીધો છે. દરઅસલ ભવ્યની કંપની મુંબઈનાં હોટેલ અને બારને કન્સલ્ટન્સી આપતી હતી. ફૂડ પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલા હોવાથી તેમની સેલ્સની મોટી ટીમ હતી જે હવે કોરોના સેફ્ટી પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. ભવ્ય કહે છે, ‘અમે મોટા-મોટા મૅન્યુફૅક્ચરર અને સ્ટૉકર સાથે સંપર્કમાં છીએ. તેમની પાસેથી અમે બલ્કમાં માલ ખરીદીએ અને જૂના બિઝનેસના અમારા નેટવર્કને એ પહોંચાડીએ છીએ. જે સેલ્સના લોકો ફ્રી બેઠા હતા તેમને પણ કામ મળ્યું અને બધાને થોડી આવક પણ શરૂ થઈ ગઈ છે.’

  9/12
 • બીજા માટે પ્રોડક્ટ ડિઝાઇન કરી આપતી આ કંપનીએ ‍સમયને જોતાં પોતે જ પોતાની પ્રોડક્ટ બનાવી અત્યાર સુધી જુદી-જુદી કંપનીઓની પ્રોડક્ટ ડિઝાઇન કરવાનું કામ કરનારી એક કંપનીએ સમયસૂચકતા વાપરીને ફેસ શીલ્ડ ડિઝાઇન કર્યા. કંપની સાથે જોડાયેલો વત્સલ ગુઢકા કહે છે, ‘કદાચ મુંબઈમાં આંખ અને કાન બન્ને કવર થઈ જાય એવા અને મેડિકલી ટેસ્ટેડ મટીરિયલવાળા ફેસ શીલ્ડ લાવનારી અમારી પહેલી કંપની છે એમ તમે કહી શકો. અમે પોતે પ્રોડક્ટ ડિઝાઇનર છીએ પરંતુ અફકોર્સ આ પ્રકારની પ્રોડક્ટ પહેલાં ડિઝાઇન નહોતી કરી. ટીવીમાં વિદેશમાં લોકો આવી કોઈ વસ્તુ પહેરી રહ્યા પછી એકાદ અઠવાડિયામાં અમે રાતના ઉજાગરા કરીને આ પ્રોડક્ટ ઊભી કરી અને એને ખૂબ જ સારો રિસ્પૉન્સ પણ મળ્યો છે. સમય સાથે બદલાઈએ તો જ ટકી શકાય. હજી એક એવી પ્રોડક્ટ અમે વિચારી રહ્યા છીએ જેમાં આવનારા સમયમાં લોકોએ માસ્ક પહેરવાની જરૂર નહીં રહે. જોકે અત્યારે વાર છે. લોકો બહુ ઝડપથી પ્રોડક્ટ કૉપી કરી લેતા હોય છે એટલે એની કોઈ પણ ડિટેલ અત્યારે હું તમારી સાથે શૅર નહીં કરી શકું જ્યાં સુધી આ પ્રોડક્ટ માર્કેટમાં ન આવી જાય.’

  બીજા માટે પ્રોડક્ટ ડિઝાઇન કરી આપતી આ કંપનીએ ‍સમયને જોતાં પોતે જ પોતાની પ્રોડક્ટ બનાવી
  અત્યાર સુધી જુદી-જુદી કંપનીઓની પ્રોડક્ટ ડિઝાઇન કરવાનું કામ કરનારી એક કંપનીએ સમયસૂચકતા વાપરીને ફેસ શીલ્ડ ડિઝાઇન કર્યા. કંપની સાથે જોડાયેલો વત્સલ ગુઢકા કહે છે, ‘કદાચ મુંબઈમાં આંખ અને કાન બન્ને કવર થઈ જાય એવા અને મેડિકલી ટેસ્ટેડ મટીરિયલવાળા ફેસ શીલ્ડ લાવનારી અમારી પહેલી કંપની છે એમ તમે કહી શકો. અમે પોતે પ્રોડક્ટ ડિઝાઇનર છીએ પરંતુ અફકોર્સ આ પ્રકારની પ્રોડક્ટ પહેલાં ડિઝાઇન નહોતી કરી. ટીવીમાં વિદેશમાં લોકો આવી કોઈ વસ્તુ પહેરી રહ્યા પછી એકાદ અઠવાડિયામાં અમે રાતના ઉજાગરા કરીને આ પ્રોડક્ટ ઊભી કરી અને એને ખૂબ જ સારો રિસ્પૉન્સ પણ મળ્યો છે. સમય સાથે બદલાઈએ તો જ ટકી શકાય. હજી એક એવી પ્રોડક્ટ અમે વિચારી રહ્યા છીએ જેમાં આવનારા સમયમાં લોકોએ માસ્ક પહેરવાની જરૂર નહીં રહે. જોકે અત્યારે વાર છે. લોકો બહુ ઝડપથી પ્રોડક્ટ કૉપી કરી લેતા હોય છે એટલે એની કોઈ પણ ડિટેલ અત્યારે હું તમારી સાથે શૅર નહીં કરી શકું જ્યાં સુધી આ પ્રોડક્ટ માર્કેટમાં ન આવી જાય.’

  10/12
 • એલઈડીનું કામ કરનારાં બહેન હવે કોરોના-પ્રોડક્ટનું ટ્રેડિંગ કરતાં થઈ ગયાં થર્મોમીટર, માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ કિટ જેવું અત્યારે જે પણ ડિમાન્ડમાં છે એ મલાડમાં રહેતાં મીતા દોશી રાખે છે. મૂળભૂત રીતે એલઈડી બિઝનેસમાં હોય એવાં તેઓ એકમાત્ર મહિલા છે, પરંતુ અત્યારે એ કામ બંધ હોવાથી બીજું કામ શરૂ કર્યું છે. મીતાબહેન કહે છે, ‘હકીકતમાં મેં આ કામ શરૂ કર્યું એ માત્ર કો-ઇન્સિડન્ટ છે. મારા જે મૅન્યુફૅક્ચરર પહેલાં એલઈડી સપ્લાય કરતા હતા એ લોકોના સ્ટેટસમાં મેં આ આઇટમો જોઈ. તો તેમણે કહ્યું કે હવે બીજો બિઝનેસ નથી એટલે આનું કામ શરૂ કર્યું છે. ગમ્મત ખાતર મેં પણ એને મારા સ્ટેટસ પર મૂક્યું તો જોરદાર રિસ્પૉન્સ આવ્યો. એટલે આ કામ શરૂ કર્યું.’

  એલઈડીનું કામ કરનારાં બહેન હવે કોરોના-પ્રોડક્ટનું ટ્રેડિંગ કરતાં થઈ ગયાં
  થર્મોમીટર, માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ કિટ જેવું અત્યારે જે પણ ડિમાન્ડમાં છે એ મલાડમાં રહેતાં મીતા દોશી રાખે છે. મૂળભૂત રીતે એલઈડી બિઝનેસમાં હોય એવાં તેઓ એકમાત્ર મહિલા છે, પરંતુ અત્યારે એ કામ બંધ હોવાથી બીજું કામ શરૂ કર્યું છે. મીતાબહેન કહે છે, ‘હકીકતમાં મેં આ કામ શરૂ કર્યું એ માત્ર કો-ઇન્સિડન્ટ છે. મારા જે મૅન્યુફૅક્ચરર પહેલાં એલઈડી સપ્લાય કરતા હતા એ લોકોના સ્ટેટસમાં મેં આ આઇટમો જોઈ. તો તેમણે કહ્યું કે હવે બીજો બિઝનેસ નથી એટલે આનું કામ શરૂ કર્યું છે. ગમ્મત ખાતર મેં પણ એને મારા સ્ટેટસ પર મૂક્યું તો જોરદાર રિસ્પૉન્સ આવ્યો. એટલે આ કામ શરૂ કર્યું.’

  11/12
 • આઉટડોર ઍૅડ્વર્ટાઇઝિંગ કંપની હવે કોરોના કૅર પ્રોડક્ટ વેચતી થઈ ગઈ ઘાટકોપરમાં રહેતા જિમિત નેગાંધી આમ તો ૧૫ વર્ષથી આઉટડોર ઍડ્વર્ટાઇઝિંગનું કામ કરે છે. જોકે લૉકડાઉનને કારણે તેમનું એ કામ તો બાજુ પર રહી ગયું છે એટલે તેમણે કોવિડ-19 માટેની સેફ્ટી પ્રોડક્ટનું કામ શરૂ કર્યું છે. તેમના ભાઈ સાથે મળીને માસ્ક મૅન્યુફૅક્ચરિંગ શરૂ કર્યું છે. જિમિત કહે છે, ‘બાકીની પ્રોડક્ટ માટે અમે એજન્સી લઈ લીધી છે. ભાઈની ફૅક્ટરીમાં માસ્ક અને ગ્લવ્ઝ બને છે. સૅનિટાઇઝિંગ મશીન બનાવવા માટે પણ લોકો સાથે જોડાઈ ગયા છીએ. ઘણા મૅન્યુફૅક્ચરર સાથે પણ કામ કરી રહ્યા છીએ. કંપનીના પ્રોફાઇલમાં પણ આ આઇટમો ઉમેરી દીધી જેથી પાકા બિલ પર કામ કરી શકીએ. ઇનશૉર્ટ અત્યારે બદલાયેલા સમય સાથે કામ ચાલુ રહે એવી વ્યવસ્થા અમે અમારા પક્ષે કરી લીધી છે.’

  આઉટડોર ઍૅડ્વર્ટાઇઝિંગ કંપની હવે કોરોના કૅર પ્રોડક્ટ વેચતી થઈ ગઈ
  ઘાટકોપરમાં રહેતા જિમિત નેગાંધી આમ તો ૧૫ વર્ષથી આઉટડોર ઍડ્વર્ટાઇઝિંગનું કામ કરે છે. જોકે લૉકડાઉનને કારણે તેમનું એ કામ તો બાજુ પર રહી ગયું છે એટલે તેમણે કોવિડ-19 માટેની સેફ્ટી પ્રોડક્ટનું કામ શરૂ કર્યું છે. તેમના ભાઈ સાથે મળીને માસ્ક મૅન્યુફૅક્ચરિંગ શરૂ કર્યું છે. જિમિત કહે છે, ‘બાકીની પ્રોડક્ટ માટે અમે એજન્સી લઈ લીધી છે. ભાઈની ફૅક્ટરીમાં માસ્ક અને ગ્લવ્ઝ બને છે. સૅનિટાઇઝિંગ મશીન બનાવવા માટે પણ લોકો સાથે જોડાઈ ગયા છીએ. ઘણા મૅન્યુફૅક્ચરર સાથે પણ કામ કરી રહ્યા છીએ. કંપનીના પ્રોફાઇલમાં પણ આ આઇટમો ઉમેરી દીધી જેથી પાકા બિલ પર કામ કરી શકીએ. ઇનશૉર્ટ અત્યારે બદલાયેલા સમય સાથે કામ ચાલુ રહે એવી વ્યવસ્થા અમે અમારા પક્ષે કરી લીધી છે.’

  12/12
 • loading...

ફોટોઝ વિશે

વેપારી તેની વેપારનીતિ કે સાહસ પર જ નહીં, પણ સમયસૂચકતાને કારણે પણ કમાતો હોય છે. ગુજરાતીઓના લોહીમાં વેપાર છે. છેલ્લા બે મહિનામાં સંજોગોએ ભલભલા વેપારીઓની દુકાને તાળાં મરાવી દીધાં, આવનારા સમયમાં અનિશ્ચિતતાનો ભાર લાદી દીધો અને ખર્ચા કેમ કાઢવા એને લગતી મૂંઝવણો ઉમેરી દીધી ત્યારે કેટલાક એવા ગુજરાતીઓ અમને મળ્યા જેમણે અત્યારના સમયની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને ટેમ્પરરી બીજા વેપારમાં ઝંપલાવી દીધું અને એમાં પણ કમાણીના નવા આયામો શોધી કાઢ્યા. મળીએ તેમને અને જાણીએ તેમની લૉકડાઉન વેપારનીતિ વિશે. - રુચિતા શાહ

લૉકડાઉને જૂના ધંધા પર તરાપ મારી તો નવો ધંધો કરીશું, પણ અટકીશું નહીં એવું માનનારા, એવું કહેનારા અને સમયસૂચકતા વાપરીને વર્તમાન સંજોગોમાં ડિમાન્ડમાં આવેલી વસ્તુઓ પર રોજીરોટી ફેરવનારા, લૉકડાઉનમાં લાઇન બદલનારા કેટલાક ગુજરાતીઓને મળીએ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK