ફરો ગુજરાતમાં: ગુજરાતના વૈભવી મહેલોની કરો સફર

Published: Mar 09, 2019, 16:52 IST | Falguni Lakhani
 • વિજય વિલાસ મહેલ, પાલીતાણા રુક્મણિ નદીના કિનારે આવેલો આ મહેલ ખૂબ જ સુંદર છે. જેનું નિર્માણ 1920માં જયપુરના કારીગરોએ કર્યું હતું. જેમાં રાજપૂત સ્થાપત્ય કળાની ઝાંખી જોવા મળે છે. દરિયા કિનારે મહેલ હોવાના કારણે અહીં હંમેશા હવા-ઉજાસ રહે છે. અહીં ફિલ્મનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. જેનું હવે હેરિટેજ હોટેલમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  વિજય વિલાસ મહેલ, પાલીતાણા
  રુક્મણિ નદીના કિનારે આવેલો આ મહેલ ખૂબ જ સુંદર છે. જેનું નિર્માણ 1920માં જયપુરના કારીગરોએ કર્યું હતું. જેમાં રાજપૂત સ્થાપત્ય કળાની ઝાંખી જોવા મળે છે. દરિયા કિનારે મહેલ હોવાના કારણે અહીં હંમેશા હવા-ઉજાસ રહે છે. અહીં ફિલ્મનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. જેનું હવે હેરિટેજ હોટેલમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે.
  (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  1/9
 • આઈના મહેલ, કચ્છ કચ્છની શાન આઈના મહેલ 18મી સદીમાં મહારાજા લખપતજીએ કર્યું હતું. આઈના મહેલ અરીસા માટે પ્રખ્યાત છે. આ મહેલમાં યુરોપીય સ્થાપત્ય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. અહીં ફ્લોર પણ અરીસાથી ઢંકાયેલો છે. જ્યાં વિવિધ પ્રકારના ફુવારાઓ પણ આવેલા છે. (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  આઈના મહેલ, કચ્છ
  કચ્છની શાન આઈના મહેલ 18મી સદીમાં મહારાજા લખપતજીએ કર્યું હતું. આઈના મહેલ અરીસા માટે પ્રખ્યાત છે. આ મહેલમાં યુરોપીય સ્થાપત્ય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. અહીં ફ્લોર પણ અરીસાથી ઢંકાયેલો છે. જ્યાં વિવિધ પ્રકારના ફુવારાઓ પણ આવેલા છે.
  (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  2/9
 • પ્રાગ મહેલ, કચ્છ કચ્છની ઓળખ સમાન પ્રાગ મહેલ ભૂજમાં આવેલો છે. જેનું નિર્માણ પ્રાગમલજી બીજાએ ઈ.સ. 1838માં કરાવ્યું હતું. જેને બનાવવામાં 15 વર્ષ લાગ્યા હતા અને 35 લાખનો ખર્ચ થયો હતો. આ મહેલનું સ્થાપત્ય ઈટાલિયન શૈલીનું છે. આ મહેલની ખાસિયત તેનો 45 ફૂટ ઉંચો ટાવર છે, જેને ભૂજ શહેરના કોઈપણ ખૂણેથી જોઈ શકાય છે. આ મહેલમાં અનેક બૉલીવુડ ફિલ્મનું શૂટિંગ પણ થયું છે. જેમાં લગાન અને હમ દિ ચુકે સનમ જેવી ફિલ્મનો પણ સમાવેશ થાય છે. (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  પ્રાગ મહેલ, કચ્છ
  કચ્છની ઓળખ સમાન પ્રાગ મહેલ ભૂજમાં આવેલો છે. જેનું નિર્માણ પ્રાગમલજી બીજાએ ઈ.સ. 1838માં કરાવ્યું હતું. જેને બનાવવામાં 15 વર્ષ લાગ્યા હતા અને 35 લાખનો ખર્ચ થયો હતો. આ મહેલનું સ્થાપત્ય ઈટાલિયન શૈલીનું છે. આ મહેલની ખાસિયત તેનો 45 ફૂટ ઉંચો ટાવર છે, જેને ભૂજ શહેરના કોઈપણ ખૂણેથી જોઈ શકાય છે. આ મહેલમાં અનેક બૉલીવુડ ફિલ્મનું શૂટિંગ પણ થયું છે. જેમાં લગાન અને હમ દિ ચુકે સનમ જેવી ફિલ્મનો પણ સમાવેશ થાય છે.
  (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  3/9
 • કુસુમ વિલાસ મહેલ, છોટા ઉદેપુર છોટા ઉદેપુરના શાહી પરિવારનું નિવાસ સ્થાન કુસુમ વિલાસ પેલેસ છે. જે મુંબઈના પ્રસિદ્ધ આર્કિટેક ભટકરે 1920માં બનાવ્યો હતો. આ મહેલ યુરોપિયન સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ છે. જેના પાંચ દરવાજા ગુજરાતના સમૃદ્ધ સ્થાપત્યની ઝાંખી કરાવે છે. (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  કુસુમ વિલાસ મહેલ, છોટા ઉદેપુર
  છોટા ઉદેપુરના શાહી પરિવારનું નિવાસ સ્થાન કુસુમ વિલાસ પેલેસ છે. જે મુંબઈના પ્રસિદ્ધ આર્કિટેક ભટકરે 1920માં બનાવ્યો હતો. આ મહેલ યુરોપિયન સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ છે. જેના પાંચ દરવાજા ગુજરાતના સમૃદ્ધ સ્થાપત્યની ઝાંખી કરાવે છે.
  (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  4/9
 • નવલખા મહેલ, ગોંડલ નવલખા પેલેસની સ્થાપના 17મી સદીમાં થઈ હતી. ગોંડલી નદીના કિનારે આવેલો મહેલ 30 એકરથી વધારે વિસ્તારમાં ફેલાયેલો છે. જેના પ્રવેશ દ્વાર એક ઘડિયાળ ટાવર છે. નવલખા પેલેસ સ્થાપત્યનો અદ્ભૂત નમૂનો છે. સાથે મહેલમાં સર ભગવતસિંહજીને મળેલા ફોટો, સોગાતો અને લખાણો મુકવામાં આવ્યા છે. (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  નવલખા મહેલ, ગોંડલ
  નવલખા પેલેસની સ્થાપના 17મી સદીમાં થઈ હતી. ગોંડલી નદીના કિનારે આવેલો મહેલ 30 એકરથી વધારે વિસ્તારમાં ફેલાયેલો છે. જેના પ્રવેશ દ્વાર એક ઘડિયાળ ટાવર છે. નવલખા પેલેસ સ્થાપત્યનો અદ્ભૂત નમૂનો છે. સાથે મહેલમાં સર ભગવતસિંહજીને મળેલા ફોટો, સોગાતો અને લખાણો મુકવામાં આવ્યા છે.
  (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  5/9
 • દોલત નિવાસ મહેલ, ઈડર ઈડરના આ મહેલને મહારાજા દોલત સિંહે ઈ.સ. 1922-28માં બનાવડાવ્યો હતો. આ મહેલ કુદરતી ટેકરીઓને ધ્યાનમાં રાખીને અરવલ્લીની પર્વતમાળામાં બનાવવામાં આવ્યો છે. આ મહેલ ટેકરી પર આવેલો છે ત્યાં પહોંચવા માટે 700 પગથિયા ચડવા પડે છે. (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  દોલત નિવાસ મહેલ, ઈડર
  ઈડરના આ મહેલને મહારાજા દોલત સિંહે ઈ.સ. 1922-28માં બનાવડાવ્યો હતો. આ મહેલ કુદરતી ટેકરીઓને ધ્યાનમાં રાખીને અરવલ્લીની પર્વતમાળામાં બનાવવામાં આવ્યો છે. આ મહેલ ટેકરી પર આવેલો છે ત્યાં પહોંચવા માટે 700 પગથિયા ચડવા પડે છે.
  (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  6/9
 • દિગ્વીર નિવાસ મહેલ, વાંસદા શાહી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એટલે દિગ્વીર નિવાસ પેલેસ. ઈ.સ. 1781માં મહા રાવલ વીરસિંહે તેનું નિર્માણ કરાવ્યું હતું, આ મહેલ પથ્થરો પરની કોતરણીનું સુંદર ઉદાહરણ છે. જેમાં યુરોપીયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે. (તસવીર સૌજન્યઃ indiantravelportal.com)

  દિગ્વીર નિવાસ મહેલ, વાંસદા
  શાહી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એટલે દિગ્વીર નિવાસ પેલેસ. ઈ.સ. 1781માં મહા રાવલ વીરસિંહે તેનું નિર્માણ કરાવ્યું હતું, આ મહેલ પથ્થરો પરની કોતરણીનું સુંદર ઉદાહરણ છે. જેમાં યુરોપીયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.
  (તસવીર સૌજન્યઃ indiantravelportal.com)

  7/9
 • પ્રતાપ વિલાસ પેલેસ, વડોદરા યુરોપીય સ્થાપત્યકળા અને ભારતીય કોતરણનીનો ઉત્તમ નમૂનો એટલે વડોદરાનો પ્રતાપ વિલાસ પેલેસ. આ મહેલનું નિર્માણ જામ રણજીતસિંહે ઈ.સ. 1914માં કરાવ્યું હતું. આ મહેલ 720 એકરમાં ફેલાયેલો છે. જેમાં બગીચો અને ગોલ્ફ કોર્સ પણ છે. (તસવીર સૌજન્યઃ barodarocks.com)

  પ્રતાપ વિલાસ પેલેસ, વડોદરા
  યુરોપીય સ્થાપત્યકળા અને ભારતીય કોતરણનીનો ઉત્તમ નમૂનો એટલે વડોદરાનો પ્રતાપ વિલાસ પેલેસ. આ મહેલનું નિર્માણ જામ રણજીતસિંહે ઈ.સ. 1914માં કરાવ્યું હતું. આ મહેલ 720 એકરમાં ફેલાયેલો છે. જેમાં બગીચો અને ગોલ્ફ કોર્સ પણ છે.
  (તસવીર સૌજન્યઃ barodarocks.com)

  8/9
 • રાજવંત મહેલ, રાજપીપળા રાજવંત મહેલની સ્થાપના 1915 રાજા વિજયસિંહજીએ કરી હતી. આ મહેલ ટિપીકલ યુરોપિયન સ્ટાઈલનો નમૂનો છે. તેમાં રોમ, ગ્રીકની કલા કારીગરીના પણ દર્શન થાય છે. (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  રાજવંત મહેલ, રાજપીપળા
  રાજવંત મહેલની સ્થાપના 1915 રાજા વિજયસિંહજીએ કરી હતી. આ મહેલ ટિપીકલ યુરોપિયન સ્ટાઈલનો નમૂનો છે. તેમાં રોમ, ગ્રીકની કલા કારીગરીના પણ દર્શન થાય છે.
  (તસવીર સૌજન્યઃgujarattourism.com)

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય છે. રાજ્યમાં અનેક એવા સ્થળો છે જ્યાં આ વારસો સાચવવામાં આવ્યો છે. રાજ્યના મહેલો ભવ્ય ભૂતકાળ અને વૈભવની ઝાંખી કરાવે છે. અમે પણ આજે તમને કરાવીશું આ મહેલોની સફર.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK