Ganesh Chaturthi 2020: મુંબઇગરાંઓ આ રીતે ઉજવી રહ્યાં છે ગણેશોત્સવ

Updated: Aug 23, 2020, 12:47 IST | Chirantana Bhatt
  • શનિવારથી શરૂ થયેલા ગણેશોત્સવમાં દર વખતે જે ધૂમધામ જોવા મળતી હતી તેનો અભાવ છે, કારણ કે મહામારીને લીધે રાજ્ય સરકારે પણ અમૂક નિયંત્રણો મૂક્યા છે.

    શનિવારથી શરૂ થયેલા ગણેશોત્સવમાં દર વખતે જે ધૂમધામ જોવા મળતી હતી તેનો અભાવ છે, કારણ કે મહામારીને લીધે રાજ્ય સરકારે પણ અમૂક નિયંત્રણો મૂક્યા છે.

    1/28
  •  મહારાષ્ટ્ર સરકારે ગણેશોત્સવ પહેલા જ ગાઈડલાઈન્સ ઈશ્યૂ કરી હતી. ગાઈડલાઈન્સ મુજબ મૂર્તિ લાવતા સમયે અને વિસર્જન વખતે સરઘસ કાઢવા ઉપર મનાઈ છે. ફોટો અંધેરી ઈસ્ટનો છે જ્યાં એક વ્યક્તિ એકલો જ ગણેશજીની મૂર્તિને લઈ જતો દેખાય છે.

     મહારાષ્ટ્ર સરકારે ગણેશોત્સવ પહેલા જ ગાઈડલાઈન્સ ઈશ્યૂ કરી હતી. ગાઈડલાઈન્સ મુજબ મૂર્તિ લાવતા સમયે અને વિસર્જન વખતે સરઘસ કાઢવા ઉપર મનાઈ છે. ફોટો અંધેરી ઈસ્ટનો છે જ્યાં એક વ્યક્તિ એકલો જ ગણેશજીની મૂર્તિને લઈ જતો દેખાય છે.

    2/28
  •  આ વખતે સાદગીથી ઉજવણી થતી હોવાથી આ તહેવાર સંબંધિત નાના બિઝનેસ જેવા કે ફૂલની દુકાનો, મિઠાઈની દુકાનો, ડેકોરેશન અને ઈમિટેશન જ્વેલરીનું વેચાણ કરતી દુકાનોને નુકસાન થયું છે. ફોટોમાં સાયનનું એક કુટુંબ ગણેશ પૂજા કરી રહ્યું છે, જેમાં યુટ્યુબથી પણ લોકોએ પૂજામાં હાજરી આપી છે.

     આ વખતે સાદગીથી ઉજવણી થતી હોવાથી આ તહેવાર સંબંધિત નાના બિઝનેસ જેવા કે ફૂલની દુકાનો, મિઠાઈની દુકાનો, ડેકોરેશન અને ઈમિટેશન જ્વેલરીનું વેચાણ કરતી દુકાનોને નુકસાન થયું છે. ફોટોમાં સાયનનું એક કુટુંબ ગણેશ પૂજા કરી રહ્યું છે, જેમાં યુટ્યુબથી પણ લોકોએ પૂજામાં હાજરી આપી છે.

    3/28
  •  જોકે છેલ્લા ઘણા દિવસોથી દાદરની બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. આ ફોટો દાદના રાનડે રોડનો છે. શુક્રવારે લીધેલો આ ફોટો વાતચિતનો એક વિષય બની ગયો હતો કારણ કે લોકો સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના શોપિંગમાં વ્યસ્ત હતા.

     જોકે છેલ્લા ઘણા દિવસોથી દાદરની બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. આ ફોટો દાદના રાનડે રોડનો છે. શુક્રવારે લીધેલો આ ફોટો વાતચિતનો એક વિષય બની ગયો હતો કારણ કે લોકો સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના શોપિંગમાં વ્યસ્ત હતા.

    4/28
  •  મુંબઈ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. શનિવારે પણ વરસાદ હોવા છતાં લોકો મૂર્તિને લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ફોટો: દાદરમાં ગણેશજીની મૂર્તિનું વેચાણ કરતો માણસ ગ્રાહકની રાહ જોઈ રહ્યો છે.

     મુંબઈ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. શનિવારે પણ વરસાદ હોવા છતાં લોકો મૂર્તિને લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ફોટો: દાદરમાં ગણેશજીની મૂર્તિનું વેચાણ કરતો માણસ ગ્રાહકની રાહ જોઈ રહ્યો છે.

    5/28
  •   શહેરમાં સુરક્ષા વધારવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની ત્રણ ટીમ, લોકલ પોલીસ અને રાયટ કંટ્રોલ પોલીસને તૈનાત કરવામાં આવી છે. ફોટો: અંધેરીમાં એક વ્યક્તિ ગણપતિની મૂર્તિ લઈને રિક્ષામાં બેસી રહ્યો છે.

      શહેરમાં સુરક્ષા વધારવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની ત્રણ ટીમ, લોકલ પોલીસ અને રાયટ કંટ્રોલ પોલીસને તૈનાત કરવામાં આવી છે. ફોટો: અંધેરીમાં એક વ્યક્તિ ગણપતિની મૂર્તિ લઈને રિક્ષામાં બેસી રહ્યો છે.

    6/28
  •  ક્વિક રિસ્પોન્સ ટીમ્સ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ્સ અને એન્ટી-ટેરીરીઝમ સેલ્સને પણ એલર્ટમાં રાખવામાં આવ્યા છે. 5000 સીસીટીવી કેમેરા ઉપર પોલીસની ચાપતી નજર છે તેમ જ ડ્રોન્સથી પણ નજર રાખવામાં આવી રહી છે. ફોટો : ચિંચપોકલીના ફેમસ ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળમાં એક પોલીસ અધિકારી બાપ્પાના દર્શન કરી રહ્યો છે.

     ક્વિક રિસ્પોન્સ ટીમ્સ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ્સ અને એન્ટી-ટેરીરીઝમ સેલ્સને પણ એલર્ટમાં રાખવામાં આવ્યા છે. 5000 સીસીટીવી કેમેરા ઉપર પોલીસની ચાપતી નજર છે તેમ જ ડ્રોન્સથી પણ નજર રાખવામાં આવી રહી છે. ફોટો : ચિંચપોકલીના ફેમસ ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળમાં એક પોલીસ અધિકારી બાપ્પાના દર્શન કરી રહ્યો છે.

    7/28
  •  મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વર્ષા બંગલામાં પણ ગણેશજીની સ્થાપના થઈ હતી. ટ્વીટરમાં તેમણે ફોટો પણ શૅર કર્યો હતો.

     મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વર્ષા બંગલામાં પણ ગણેશજીની સ્થાપના થઈ હતી. ટ્વીટરમાં તેમણે ફોટો પણ શૅર કર્યો હતો.

    8/28
  • તેમ જ પત્ની રશ્મિ અને પુત્રો આદિત્ય અને તેજસ સાથે આરતિ કરતા હોવાનો વિડિયો પણ શૅર કર્યો હતો.

    તેમ જ પત્ની રશ્મિ અને પુત્રો આદિત્ય અને તેજસ સાથે આરતિ કરતા હોવાનો વિડિયો પણ શૅર કર્યો હતો.

    9/28
  • શનિવારે દાદરના ડી સિલ્વા રોડ નજીક ગણેશજીની મૂર્તિ

    શનિવારે દાદરના ડી સિલ્વા રોડ નજીક ગણેશજીની મૂર્તિ

    10/28
  • અંધેરી ઈસ્ટમાં ગણપતિના મંદિરની બહાર એક વ્યક્તિ તેની નવી બાઈકની પૂજા કરી રહ્યો હતો, જ્યારે તેના મિત્રો ફોટા પાડી રહ્યા હતા.

    અંધેરી ઈસ્ટમાં ગણપતિના મંદિરની બહાર એક વ્યક્તિ તેની નવી બાઈકની પૂજા કરી રહ્યો હતો, જ્યારે તેના મિત્રો ફોટા પાડી રહ્યા હતા.

    11/28
  • ઓછા લોકો છે તો શું થયું સ્પિરીટ તો યથાવત રહી શકે છે. 

    ઓછા લોકો છે તો શું થયું સ્પિરીટ તો યથાવત રહી શકે છે. 

    12/28
  • મુંબઈના રસ્તા ઉપર ‘ગણપતિ બાપ્પા મોરયા’ના સૂર સંભળાતા હતા.

    મુંબઈના રસ્તા ઉપર ‘ગણપતિ બાપ્પા મોરયા’ના સૂર સંભળાતા હતા.

    13/28
  • મુંબઈના લાલબાગચા રાજા મંડલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે.

    મુંબઈના લાલબાગચા રાજા મંડલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે.

    14/28
  • લાલબાગની ગણપતિ મંડપની બહાર માસ્ક પહેરેલા બે છોકરાઓ એકબીજાને મળી રહ્યા છે

    લાલબાગની ગણપતિ મંડપની બહાર માસ્ક પહેરેલા બે છોકરાઓ એકબીજાને મળી રહ્યા છે

    15/28
  • ગણેશજીની મૂર્તિને ઘરે લાવતા પહેલા મહિલા પૂજા કરી રહી છે.

    ગણેશજીની મૂર્તિને ઘરે લાવતા પહેલા મહિલા પૂજા કરી રહી છે.

    16/28
  • ગણેશજીની મૂર્તિને ઘરે લાવતા પહેલા મહિલા પૂજા કરી રહી છે.

    ગણેશજીની મૂર્તિને ઘરે લાવતા પહેલા મહિલા પૂજા કરી રહી છે.

    17/28
  •  દાદર વેસ્ટના ભવાની શંકર રોડમાં લોકો મૂર્તિ વેચી રહ્યા છે.

     દાદર વેસ્ટના ભવાની શંકર રોડમાં લોકો મૂર્તિ વેચી રહ્યા છે.

    18/28
  • અંધેરીમાં એક ગણપતિ પૂજામાં બે બાળકો આરતી કરી રહ્યા હતા.

    અંધેરીમાં એક ગણપતિ પૂજામાં બે બાળકો આરતી કરી રહ્યા હતા.

    19/28
  • ગ્રાહકને મૂર્તિની ડિલિવરી કરતા પહેલા દાદરના કબૂતરખાનામાં વિક્રેતા ગણેશજીને કવર કરી રહ્યો છે

    ગ્રાહકને મૂર્તિની ડિલિવરી કરતા પહેલા દાદરના કબૂતરખાનામાં વિક્રેતા ગણેશજીને કવર કરી રહ્યો છે

    20/28
  • લાલબાગમાં લોકો ગણેશજીની મૂર્તિ લઈને પોતાના ઘરે લઈ જતાનો ફોટો.

    લાલબાગમાં લોકો ગણેશજીની મૂર્તિ લઈને પોતાના ઘરે લઈ જતાનો ફોટો.

    21/28
  • દાદરમાં સ્ટોલનો માલિક વરસાદથી મૂર્તિને બચાવવા માટે કવર કરી રહ્યો હતો.

    દાદરમાં સ્ટોલનો માલિક વરસાદથી મૂર્તિને બચાવવા માટે કવર કરી રહ્યો હતો.

    22/28
  • બાંદરામાં એક હાથગાડીમાં લોકો ગણેશજીની મૂર્તિને લઈ જતા હતા.

    બાંદરામાં એક હાથગાડીમાં લોકો ગણેશજીની મૂર્તિને લઈ જતા હતા.

    23/28
  • બાપ્પાને ઘરે લઇ જવા કારની સવારી પણ તૈયાર હતી. 

    બાપ્પાને ઘરે લઇ જવા કારની સવારી પણ તૈયાર હતી. 

    24/28
  • આ પરિવાર બાપ્પાને આ રીતે કારના પાછળના હિસ્ઘમાં બેસી ઘરે પ્રસ્થાન કરાવતો હતો. 

    આ પરિવાર બાપ્પાને આ રીતે કારના પાછળના હિસ્ઘમાં બેસી ઘરે પ્રસ્થાન કરાવતો હતો. 

    25/28
  • ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ તેમનાં પત્ની સાથેનો એક ફોટો ટ્વીટર ઉપર શૅર કર્યો હતો અને તેમણે લોકોને ગણેશોત્સવની શુભેચ્છા આપી હતી.

    ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ તેમનાં પત્ની સાથેનો એક ફોટો ટ્વીટર ઉપર શૅર કર્યો હતો અને તેમણે લોકોને ગણેશોત્સવની શુભેચ્છા આપી હતી.

    26/28
  • અંધેરીમાં એક હાઉસિંગ સોસાયટીએ ગેટના એન્ટ્રન્સમાં એલઈડી સ્ક્રીન લગાવી, જેમાં ગણપતિ ભગવાનની પૂજાને દેખાડવામાં આવી રહી છે.

    અંધેરીમાં એક હાઉસિંગ સોસાયટીએ ગેટના એન્ટ્રન્સમાં એલઈડી સ્ક્રીન લગાવી, જેમાં ગણપતિ ભગવાનની પૂજાને દેખાડવામાં આવી રહી છે.

    27/28
  • અંધેરી વેસ્ટના વીરા દેસાઈ રોડમાં ફેમસ અંધેરીચા રાજાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુંઓની લાઈન જોવા મળી હતી.  

    અંધેરી વેસ્ટના વીરા દેસાઈ રોડમાં ફેમસ અંધેરીચા રાજાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુંઓની લાઈન જોવા મળી હતી.  

    28/28
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈમાં કોરોના મહામારીની અસર સૌથી વધુ હોવાથી આ વખતે ગણેશોત્સવને સાદગીથી ઉજવાઈ રહ્યો છે. પરંતુ આ વાઈરસ લોકોનું તહેવાર પ્રત્યેનો સ્પિરિટ ઘટાડવામાં નિષ્ફળ રહ્યો છે. લોકો ઘરો અને પંડાલમાં ગણેશજીને આવકારી રહ્યાં છે. તસવીરો- પ્રદીપ ધીવર, આશિષ રાજે, સતેજ શિંદે, આશિષ રાણે, અતુલ કાંબેલ, સુરેશ કારકેરા- મિડ-ડે ફોટોગ્રાફર્સ, એએફપી

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK