સફળતા જેને સલામ કરે...

Published: 27th December, 2020 18:28 IST | Shilpa Bhanushali
 • રોજનું ૧૦૦૦ લિટર દૂધ મંડળીમાં ભરાવતાં ૬૨ વર્ષનાં નવલબા હા, સાચ્ચે જ. બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા નગાણા ગામે રહેતાં ૬૨ વર્ષનાં નવલબા રોજ દૂધ-મંડળીમાં સરેરાશ ૧૦૦૦ લિટર દૂધ ભરાવે છે. તમને એ જાણીને કદાચ અચરજ થશે અને ઓહોહો બોલાઈ જાય એટલી ગાયો અને ભેંસો તેમની પાસે છે. દૂધ ઉત્પાદનમાં જેમને ઘણા અવૉર્ડ મળ્યા છે અને ૪૫ ગાયો અને ૮૦ ભેંસો જેમની પાસે છે તે નવલબહેન દલસંગભાઈ ચૌધરી ‘મિડ ડે’ને કહે છે, ‘હું રોજ સવારે સાડાચાર વાગ્યે ઊઠી જાઉં છું અને જાતે ૧૨ ભેંસોને દોહું છું. કામ માટે માણસો પણ રાખ્યા છે. રોજ સવારે અને સાંજે થઈને ૧૦૦૦ લિટર જેટલુ દૂધ ઉત્પાદન કરું છું. પહેલાં તો અમારી પાસે ચાર–પાંચ ગાયો અને ભેંસો હતી અને ૪૦ લિટર દૂધ ભરાવતા હતા.’ સફળતા મેળવતાં પહેલાં કેટલી મુશ્કેલી વેઠી છે એની વાત કરતાં નવલબા કહે છે, ‘મુશ્કેલી તો ઘણી પડી છે. મજૂરી પણ કરી છે. અમે શરૂઆત કરી ત્યારે પૈસા પણ નહોતા એટલે લોનથી ગાય અને ભેંસ લાવ્યાં હતાં. રાયડા વેચ્યા, એરંડા વેચ્યા, બટાટા વેચ્યા અને પૈસા કમાઈને ઢોર વધારતાં ગયાં. ચાર વાઢતા, ઢોરને નવડાવતાં અને કેટલાંય કામો કરતાં. બધાં કામ જાતે કરતાં. પહેલાં ખેતી કરી પછી ઢોરોનો ધંધો કર્યો. હવે ખુશહાલ જીવન છે.’ મહિલાઓને આત્મનિર્ભર થવા માટે પ્રોત્સાહિત કરતાં નવલબા કહે છે, ‘બધી બહેનો આવું કામ કરે તો તે પણ સુખી થાય. મહેનત કરે તો પરિવાર સુખી થશે અને દેશ ઊંચો થાય. હું મારી પોતાની બુદ્ધિથી કામ કરું છું.’ પોતાની માતાની સફળતા વિશે ગર્વ લેતાં નવલબાના દીકરા રમેશ ચૌધરી ‘મિડ-ડે’ને કહે છે, ‘મમ્મીને દૂધ ઉત્પાદનમાં ગુજરાત સરકાર, બનાસ ડેરી તેમ જ અન્ય સંસ્થાઓ દ્વારા છ જેટલા અવૉર્ડ મળ્યા છે. ગયા વર્ષે ૮૮ લાખનું દૂધ ભરાવ્યું હતું. દૂધમાંથી જે આવક થાય છે એમાંથી ૩૦ ટકા બચત થાય છે, બાકી ઢોરઢાંખરને રાખવા પાછળ તેમ જ એને આનુસંગિક ખર્ચા થાય છે.’

  રોજનું ૧૦૦૦ લિટર દૂધ મંડળીમાં ભરાવતાં ૬૨ વર્ષનાં નવલબા
  હા, સાચ્ચે જ. બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા નગાણા ગામે રહેતાં ૬૨ વર્ષનાં નવલબા રોજ દૂધ-મંડળીમાં સરેરાશ ૧૦૦૦ લિટર દૂધ ભરાવે છે. તમને એ જાણીને કદાચ અચરજ થશે અને ઓહોહો બોલાઈ જાય એટલી ગાયો અને ભેંસો તેમની પાસે છે. દૂધ ઉત્પાદનમાં જેમને ઘણા અવૉર્ડ મળ્યા છે અને ૪૫ ગાયો અને ૮૦ ભેંસો જેમની પાસે છે તે નવલબહેન દલસંગભાઈ ચૌધરી ‘મિડ ડે’ને કહે છે, ‘હું રોજ સવારે સાડાચાર વાગ્યે ઊઠી જાઉં છું અને જાતે ૧૨ ભેંસોને દોહું છું. કામ માટે માણસો પણ રાખ્યા છે. રોજ સવારે અને સાંજે થઈને ૧૦૦૦ લિટર જેટલુ દૂધ ઉત્પાદન કરું છું. પહેલાં તો અમારી પાસે ચાર–પાંચ ગાયો અને ભેંસો હતી અને ૪૦ લિટર દૂધ ભરાવતા હતા.’

  સફળતા મેળવતાં પહેલાં કેટલી મુશ્કેલી વેઠી છે એની વાત કરતાં નવલબા કહે છે, ‘મુશ્કેલી તો ઘણી પડી છે. મજૂરી પણ કરી છે. અમે શરૂઆત કરી ત્યારે પૈસા પણ નહોતા એટલે લોનથી ગાય અને ભેંસ લાવ્યાં હતાં. રાયડા વેચ્યા, એરંડા વેચ્યા, બટાટા વેચ્યા અને પૈસા કમાઈને ઢોર વધારતાં ગયાં. ચાર વાઢતા, ઢોરને નવડાવતાં અને કેટલાંય કામો કરતાં. બધાં કામ જાતે કરતાં. પહેલાં ખેતી કરી પછી ઢોરોનો ધંધો કર્યો. હવે ખુશહાલ જીવન છે.’
  મહિલાઓને આત્મનિર્ભર થવા માટે પ્રોત્સાહિત કરતાં નવલબા કહે છે, ‘બધી બહેનો આવું કામ કરે તો તે પણ સુખી થાય. મહેનત કરે તો પરિવાર સુખી થશે અને દેશ ઊંચો થાય. હું મારી પોતાની બુદ્ધિથી કામ કરું છું.’
  પોતાની માતાની સફળતા વિશે ગર્વ લેતાં નવલબાના દીકરા રમેશ ચૌધરી ‘મિડ-ડે’ને કહે છે, ‘મમ્મીને દૂધ ઉત્પાદનમાં ગુજરાત સરકાર, બનાસ ડેરી તેમ જ અન્ય સંસ્થાઓ દ્વારા છ જેટલા અવૉર્ડ મળ્યા છે. ગયા વર્ષે ૮૮ લાખનું દૂધ ભરાવ્યું હતું. દૂધમાંથી જે આવક થાય છે એમાંથી ૩૦ ટકા બચત થાય છે, બાકી ઢોરઢાંખરને રાખવા પાછળ તેમ જ એને આનુસંગિક ખર્ચા થાય છે.’

  1/5
 • અમૂલ બ્રૅન્ડમાં મહિલાઓનું મોટું યોગદાન છે : આર. એસ. સોઢી મહિલા પશુપાલકોનો અમૂલ ડેરીમાં કેટલો ફાળો છે અને અમૂલ બ્રૅન્ડમાં તેમનું મહત્ત્વ કેટલું છે એની વાત કરતાં ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ)ના એમડી આર. એસ. સોઢી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમૂલના ૩૬ લાખ સભ્યો ગુજરાતમાં છે, એમાંથી ૩૮ ટકા મહિલાસભ્યો છે. ગુજરાતમાં ૧૮,૫૦૦ જેટલી દૂધ મંડળીઓ છે, એમાંથી ૬૦૦૦ દૂધ મંડળીઓ મહિલાઓ ચલાવે છે. અમૂલમાં રોજનું સરેરાશ અઢી કરોડ લિટર દૂધ આવે છે, એમાંથી એક કરોડ લિટર દૂધ મહિલા પશુપાલકો દ્વારા આવે છે. પ્રતિદિન ૪૦ કરોડ રૂપિયાનું દૂધ મહિલાઓ ભરે છે અને વર્ષનું સરેરાશ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું દૂધ મહિલાસભ્યો ભરે છે. પશુપાલન થકી દૂધ ઉત્પાદનમાં આ મહિલા એમ્પાવરમેન્ટનું મૉડલ છે. અમૂલ બ્રૅન્ડમાં આ મહિલાઓનું મોટું યોગદાન છે. દૂધ દોહવાથી માંડીને મંડળીમાં આપવા જવું એ સહિતનાં કામો મહિલાઓ કરે છે. ઘરના સભ્યો તેમ જ બીજા લોકોને દૂધનું મહત્ત્વ બતાવે છે.’ પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન કરતી ગ્રામીણ મહિલાઓ વિશે તેઓ કહે છે, ‘બનાસકાંઠા જિલ્લાની ૧૦ જેટલી મહિલાઓએ અંદાજે એક-એક કરોડ રૂપિયાનું દૂધ ભર્યું હતું. ઓછું ભણેલી આ મહિલાઓ પશુપાલન થકી દૂધ ઉત્પાદનમાં વધુ કમાય છે.’ પશુપાલનમાં ગ્રામીણ મહિલાઓએ એમ જ સફળતા નથી મેળવી. સવારે વહેલા ઊઠીને ગાયો–ભેંસોને દોહીને દૂધ એકઠું કરીને દૂધ મંડળીમાં આપવા જવાનું, પશુઓની સારસંભાળ રાખવાની, ઢોર સાજાં-માંદાં થાય તો એની દરકાર લેવાની, પશુઆહારનું ધ્યાન રાખવાનું, નવી ટેક્નૉલૉજી આવી હોય તો એની પણ જાણકારી રાખવા સહિતનાં કામો કરતી તેમ જ પોતાના પરિવારને સાચવતી ગ્રામ્ય વિસ્તારની પશુપાલક મહિલાઓ શું કહે છે એ જાણીએ...

  અમૂલ બ્રૅન્ડમાં મહિલાઓનું મોટું યોગદાન છે : આર. એસ. સોઢી
  મહિલા પશુપાલકોનો અમૂલ ડેરીમાં કેટલો ફાળો છે અને અમૂલ બ્રૅન્ડમાં તેમનું મહત્ત્વ કેટલું છે એની વાત કરતાં ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ)ના એમડી આર. એસ. સોઢી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમૂલના ૩૬ લાખ સભ્યો ગુજરાતમાં છે, એમાંથી ૩૮ ટકા મહિલાસભ્યો છે. ગુજરાતમાં ૧૮,૫૦૦ જેટલી દૂધ મંડળીઓ છે, એમાંથી ૬૦૦૦ દૂધ મંડળીઓ મહિલાઓ ચલાવે છે. અમૂલમાં રોજનું સરેરાશ અઢી કરોડ લિટર દૂધ આવે છે, એમાંથી એક કરોડ લિટર દૂધ મહિલા પશુપાલકો દ્વારા આવે છે. પ્રતિદિન ૪૦ કરોડ રૂપિયાનું દૂધ મહિલાઓ ભરે છે અને વર્ષનું સરેરાશ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું દૂધ મહિલાસભ્યો ભરે છે. પશુપાલન થકી દૂધ ઉત્પાદનમાં આ મહિલા એમ્પાવરમેન્ટનું મૉડલ છે. અમૂલ બ્રૅન્ડમાં આ મહિલાઓનું મોટું યોગદાન છે. દૂધ દોહવાથી માંડીને મંડળીમાં આપવા જવું એ સહિતનાં કામો મહિલાઓ કરે છે. ઘરના સભ્યો તેમ જ બીજા લોકોને દૂધનું મહત્ત્વ બતાવે છે.’

  પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન કરતી ગ્રામીણ મહિલાઓ વિશે તેઓ કહે છે, ‘બનાસકાંઠા જિલ્લાની ૧૦ જેટલી મહિલાઓએ અંદાજે એક-એક કરોડ રૂપિયાનું દૂધ ભર્યું હતું. ઓછું ભણેલી આ મહિલાઓ પશુપાલન થકી દૂધ ઉત્પાદનમાં વધુ કમાય છે.’
  પશુપાલનમાં ગ્રામીણ મહિલાઓએ એમ જ સફળતા નથી મેળવી. સવારે વહેલા ઊઠીને ગાયો–ભેંસોને દોહીને દૂધ એકઠું કરીને દૂધ મંડળીમાં આપવા જવાનું, પશુઓની સારસંભાળ રાખવાની, ઢોર સાજાં-માંદાં થાય તો એની દરકાર લેવાની, પશુઆહારનું ધ્યાન રાખવાનું, નવી ટેક્નૉલૉજી આવી હોય તો એની પણ જાણકારી રાખવા સહિતનાં કામો કરતી તેમ જ પોતાના પરિવારને સાચવતી ગ્રામ્ય વિસ્તારની પશુપાલક મહિલાઓ શું કહે છે એ જાણીએ...

  2/5
 • હું મારા પગ પર ઊભી  રહી છું : સુવર્ણાબહેન સફળતા જેને સલામ કરે... પોતાની આવડતથી મુશ્કેલીમાંથી માર્ગ કરીને લોનથી એક ભેંસ લીધા બાદ એક પછી એક એમ ધીરે-ધીરે ૩૫ જેટલી ગાયો–ભેંસો રાખીને પશુપાલનના વ્યવસાય દ્વારા એક દીકરો અને બે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવીને તેમને સેટલ કરનાર આણંદ જિલ્લામાં ૧૫૦૦ની વસ્તી ધરાવતા શેખડી ગામનાં સુવર્ણાબહેન નવીનભાઈ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘૨૦૦૧માં લોનથી એક ભેંસ લીધી હતી. ત્યાર બાદ ૨૦૦૨માં એક ગાય લોનથી લીધી હતી અને દૂધ ઉત્પાદનથી પૈસા ભેગા કર્યા અને ધીરે-ધીરે બીજી ગાય–ભેંસ લેતી ગઈ. એમ કરીને મારી પાસે ૩૨ ગાયો, ૧૭ વાછરડીઓ અને ૩ ભેંસ થઈ હતી. રોજનું ૪૦૦ લિટર જેટલું દૂધ મંડળીમાં ભરાવતી હતી. મારા પતિની મોટર રિવાઇન્ડિંગની દુકાન હતી અને હું પશુપાલનનું કામ કરતી હતી, પરંતુ ૧૦ વર્ષ પહેલાં તેમને પૅરૅલિસિસ થઈ ગયો અને મારા માથે ઘરની તમામ જવાબદારી આવી ગઈ. પશુપાલનનો વ્યવસાય કરીને મેં દીકરા–દીકરીને ભણાવ્યાં છે. મારા દીકરા અભિષેકને ઑસ્ટ્રેલિયા અભ્યાસ કરવા મોકલ્યો. તેને એમ.બી.એ.માં ભણાવ્યો છે. હવે મારે ઑસ્ટ્રેલિયા જવાનું છે એટલે તબેલો વાઇન્ડઅપ કર્યો છે. જોકે અત્યારે મારી પાસે ૬ ગાય છે.’ મહિલાઓને પગભર થવાનો સંદેશ આપતાં સુવર્ણાબહેન પટેલ કહે છે, ‘તમારા હાથમાં તાકાત હોય એટલા પૈસા તમે મહેનત પ્રમાણે પશુપાલનના વ્યવસાયમાં કમાઈ શકો છો. તમારામાં આવડત અને તાકાત હોવી જોઈએ. હું મારા પગ પર ઊભી રહી છું. કોઈનો સાથ-સહકાર નથી લીધો.’

  હું મારા પગ પર ઊભી  રહી છું : સુવર્ણાબહેન
  સફળતા જેને સલામ કરે...

  પોતાની આવડતથી મુશ્કેલીમાંથી માર્ગ કરીને લોનથી એક ભેંસ લીધા બાદ એક પછી એક એમ ધીરે-ધીરે ૩૫ જેટલી ગાયો–ભેંસો રાખીને પશુપાલનના વ્યવસાય દ્વારા એક દીકરો અને બે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવીને તેમને સેટલ કરનાર આણંદ જિલ્લામાં ૧૫૦૦ની વસ્તી ધરાવતા શેખડી ગામનાં સુવર્ણાબહેન નવીનભાઈ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘૨૦૦૧માં લોનથી એક ભેંસ લીધી હતી. ત્યાર બાદ ૨૦૦૨માં એક ગાય લોનથી લીધી હતી અને દૂધ ઉત્પાદનથી પૈસા ભેગા કર્યા અને ધીરે-ધીરે બીજી ગાય–ભેંસ લેતી ગઈ. એમ કરીને મારી પાસે ૩૨ ગાયો, ૧૭ વાછરડીઓ અને ૩ ભેંસ થઈ હતી. રોજનું ૪૦૦ લિટર જેટલું દૂધ મંડળીમાં ભરાવતી હતી. મારા પતિની મોટર રિવાઇન્ડિંગની દુકાન હતી અને હું પશુપાલનનું કામ કરતી હતી, પરંતુ ૧૦ વર્ષ પહેલાં તેમને પૅરૅલિસિસ થઈ ગયો અને મારા માથે ઘરની તમામ જવાબદારી આવી ગઈ. પશુપાલનનો વ્યવસાય કરીને મેં દીકરા–દીકરીને ભણાવ્યાં છે. મારા દીકરા અભિષેકને ઑસ્ટ્રેલિયા અભ્યાસ કરવા મોકલ્યો. તેને એમ.બી.એ.માં ભણાવ્યો છે. હવે મારે ઑસ્ટ્રેલિયા જવાનું છે એટલે તબેલો વાઇન્ડઅપ કર્યો છે. જોકે અત્યારે મારી પાસે ૬ ગાય છે.’
  મહિલાઓને પગભર થવાનો સંદેશ આપતાં સુવર્ણાબહેન પટેલ કહે છે, ‘તમારા હાથમાં તાકાત હોય એટલા પૈસા તમે મહેનત પ્રમાણે પશુપાલનના વ્યવસાયમાં કમાઈ શકો છો. તમારામાં આવડત અને તાકાત હોવી જોઈએ. હું મારા પગ પર ઊભી રહી છું. કોઈનો
  સાથ-સહકાર નથી લીધો.’

  3/5
 • મહેનત કરવામાં પાછીપાની નથી કરી ત્યારે મળી છે સફળતા કાનુબહેનને ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા વીજાપુરા ચારડા ગામમાં રહેતાં કાનુબહેન રાવતાભાઈ માળવી (ચૌધરી)એ પશુપાલનના કામકાજમાં મહેનત કરવામાં પાછીપાની નથી કરી ત્યારે તેમને સફળતા મળી છે. ગાયો-ભેંસો દોહવા માટે વહેલી સવારે ઊઠી જઈને દૂધ એકઠું કરીને દૂધ મંડળીમાં ભરાવવા સહિતનાં કામકાજ પર કાનુબહેન નજર રાખે છે.  મમ્મીની સફળતા વિશે ગર્વપૂર્વક વાત કરતાં કાનુબહેનના પુત્ર પ્રકાશ ચૌધરી ‘મિડ-ડે’ને કહે છે, ‘પહેલાં અમે ખેતીકામ કરતા હતા, પણ વળતર ઓછું રહેતું એટલે પશુપાલનનું કામ શરૂ કર્યું. છેલ્લાં વીસેક વર્ષથી મમ્મી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. પહેલાં અમારી પાસે પાંચ ભેંસો હતી. ત્યાર બાદ ૨૦૧૧થી ધીરે-ધીરે ગાયો–ભેંસો વધારતાં ગયાં. આજે અમારી પાસે ૭૦ ગાયો અને ૩૦ ભેંસો છે. સવારે વહેલા પાંચ વાગ્યે ઊઠીને ગાયો-ભેંસોને દોહીએ છીએ. ગાયો મિલ્કિંગ મશીનથી દોહીએ છીએ. ૧૫ જેટલી ભેંસો હાથેથી દોહીએ છીએ. મમ્મીની સાથે હું પણ કામ કરું છું તેમ જ ચાર માણસો પણ રાખ્યા છે. અમારે રોજ સરેરાશ ૧૦૦૦ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. વર્ષે અમે સરેરાશ બે લાખ લિટરથી વધુ દૂધ ભરાવ્યું છે. બનાસકાંઠામાં સૌથી વધારે દૂધ ડેરીમાં ભરાવવા બદલ મમ્મીને ઘણા બધા અવૉર્ડ મળ્યા છે. પશુપાલન દ્વારા અમારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે.’

  મહેનત કરવામાં પાછીપાની નથી કરી ત્યારે મળી છે સફળતા કાનુબહેનને
  ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા વીજાપુરા ચારડા ગામમાં રહેતાં કાનુબહેન રાવતાભાઈ માળવી (ચૌધરી)એ પશુપાલનના કામકાજમાં મહેનત કરવામાં પાછીપાની નથી કરી ત્યારે તેમને સફળતા મળી છે. ગાયો-ભેંસો દોહવા માટે વહેલી સવારે ઊઠી જઈને દૂધ એકઠું કરીને દૂધ મંડળીમાં ભરાવવા સહિતનાં કામકાજ પર કાનુબહેન નજર રાખે છે. 

  મમ્મીની સફળતા વિશે ગર્વપૂર્વક વાત કરતાં કાનુબહેનના પુત્ર પ્રકાશ ચૌધરી ‘મિડ-ડે’ને કહે છે, ‘પહેલાં અમે ખેતીકામ કરતા હતા, પણ વળતર ઓછું રહેતું એટલે પશુપાલનનું કામ શરૂ કર્યું. છેલ્લાં વીસેક વર્ષથી મમ્મી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. પહેલાં અમારી પાસે પાંચ ભેંસો હતી. ત્યાર બાદ ૨૦૧૧થી ધીરે-ધીરે ગાયો–ભેંસો વધારતાં ગયાં. આજે અમારી પાસે ૭૦ ગાયો અને ૩૦ ભેંસો છે. સવારે વહેલા પાંચ વાગ્યે ઊઠીને ગાયો-ભેંસોને દોહીએ છીએ. ગાયો મિલ્કિંગ મશીનથી દોહીએ છીએ. ૧૫ જેટલી ભેંસો હાથેથી દોહીએ છીએ. મમ્મીની સાથે હું પણ કામ કરું છું તેમ જ ચાર માણસો પણ રાખ્યા છે. અમારે રોજ સરેરાશ ૧૦૦૦ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. વર્ષે અમે સરેરાશ બે લાખ લિટરથી વધુ દૂધ ભરાવ્યું છે. બનાસકાંઠામાં સૌથી વધારે દૂધ ડેરીમાં ભરાવવા બદલ મમ્મીને ઘણા બધા અવૉર્ડ મળ્યા છે. પશુપાલન દ્વારા અમારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે.’

  4/5
 • મને કામ કરવાનો હરખ છે, જીવનમાં  ઘણો બદલાવ આવ્યો : વિજયાબહેન ઉત્તર ગુજરાતના દીયોદર તાલુકાનું ચગવાડા ગામ. આ ગામમાં રહેતાં વિજયાબહેન ઈશ્વરભાઈ ચૌધરીએ પશુપાલનના વ્યવસાયમાં ૪૫૦૦ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું. પરિવારનો સહકાર મળ્યો અને એવી મહેનત કરી કે તેમની મહેનત રંગ લાવી. આજે તેમની પાસે ૮૦ ગાયો અને ૨૫ ભેંસો છે. વર્ષેદહાડે એક લાખ લિટરથી વધુ દૂધ મંડળીમાં ભરાવે છે. ગ્રામીણ વિસ્તારની આ સન્નારી વિજયાબહેન પોતાને મળેલી સફળતાની વાત કરતાં તળપદી ભાષામાં ‘મિડ-ડે’ને કહે છે, ‘જીવનમાં હારું થયું છે. મને કામ કરવાનો હરખ છે અને જીવનમાં બદલાવ ઘણો આવ્યો છે. ઇનામો ઘણાં મળ્યાં છે. તબેલા હાથે ખૂબ હારું ફાવે છે. પશુપાલનમાં અમને રસ છે. એમાં લાભ મળે છે. આજે ૮૦ ગાયો છે અને ૨૫ ભેંસો છે તેમ જ નાનાં-મોટાં વાછરડાં પણ છે. દાડાનું ૪૮૦ લિટર દૂધ થાય છે. અમે સવારે ચાર વાગ્યે ઊઠી જઈને ભેંસો દોહીએ છીએ. ૧૦ ભેંસો અને ૧૦ ગાયો હાથેથી દોહવું છું. બાકીની ગાયો મશીનથી દોઈએ છીએ. પરિવારના સાથ-સહકારથી આ બધું કામ કરીએ છીએ.’ બહેનોને સંદેશ આપતાં વિજયાબહેન ચૌધરી કહે છે, ‘બહેનો, પશુપાલનમાં હારું મળે છે. તમે આ કોમ કરો તો જીવન સુખી થશે. મારા જીવનમાં હારું થયું છે. મારું જીવન પશુપાલનમાં ગોઠવાઈ ગયું છે. છોકરાઓને પણ ભણાવું છું.’ વિજયાબહેનના મિસ્ટર ઈશ્વર ચૌધરી ગર્વ મહેસૂસ કરે છે અને ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે જાતે જ કામ કરીએ છીએ. ચાર માણસો પણ રાખ્યા છે. શરૂઆતમાં ૪૫૦૦ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું હતું. અમે વર્ષે લગભગ એક લાખ ૮૦ હજાર લિટર દૂધ ભરાવીએ છીએ. અમારું લક્ષ્ય અમારાં દીકરા–દીકરીને ભણાવવાનું છે.’

  મને કામ કરવાનો હરખ છે, જીવનમાં  ઘણો બદલાવ આવ્યો : વિજયાબહેન
  ઉત્તર ગુજરાતના દીયોદર તાલુકાનું ચગવાડા ગામ. આ ગામમાં રહેતાં વિજયાબહેન ઈશ્વરભાઈ ચૌધરીએ પશુપાલનના વ્યવસાયમાં ૪૫૦૦ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું. પરિવારનો સહકાર મળ્યો અને એવી મહેનત કરી કે તેમની મહેનત રંગ લાવી. આજે તેમની પાસે ૮૦ ગાયો અને ૨૫ ભેંસો છે. વર્ષેદહાડે એક લાખ લિટરથી વધુ દૂધ મંડળીમાં ભરાવે છે. ગ્રામીણ વિસ્તારની આ સન્નારી વિજયાબહેન પોતાને મળેલી સફળતાની વાત કરતાં તળપદી ભાષામાં ‘મિડ-ડે’ને કહે છે, ‘જીવનમાં હારું થયું છે. મને કામ કરવાનો હરખ છે અને જીવનમાં બદલાવ ઘણો આવ્યો છે. ઇનામો ઘણાં મળ્યાં છે. તબેલા હાથે ખૂબ હારું ફાવે છે. પશુપાલનમાં અમને રસ છે. એમાં લાભ મળે છે. આજે ૮૦ ગાયો છે અને ૨૫ ભેંસો છે તેમ જ નાનાં-મોટાં વાછરડાં પણ છે. દાડાનું ૪૮૦ લિટર દૂધ થાય છે. અમે સવારે ચાર વાગ્યે ઊઠી જઈને ભેંસો દોહીએ છીએ. ૧૦ ભેંસો અને ૧૦ ગાયો હાથેથી દોહવું છું. બાકીની ગાયો મશીનથી દોઈએ છીએ. પરિવારના સાથ-સહકારથી આ બધું કામ કરીએ છીએ.’

  બહેનોને સંદેશ આપતાં વિજયાબહેન ચૌધરી કહે છે, ‘બહેનો, પશુપાલનમાં હારું મળે છે. તમે આ કોમ કરો તો જીવન સુખી થશે. મારા જીવનમાં હારું થયું છે. મારું જીવન પશુપાલનમાં ગોઠવાઈ ગયું છે. છોકરાઓને પણ ભણાવું છું.’
  વિજયાબહેનના મિસ્ટર ઈશ્વર ચૌધરી ગર્વ મહેસૂસ કરે છે અને ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે જાતે જ કામ કરીએ છીએ. ચાર માણસો પણ રાખ્યા છે. શરૂઆતમાં ૪૫૦૦ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું હતું. અમે વર્ષે લગભગ એક લાખ ૮૦ હજાર લિટર દૂધ ભરાવીએ છીએ. અમારું લક્ષ્ય અમારાં દીકરા–દીકરીને ભણાવવાનું છે.’

  5/5
 • loading...

ફોટોઝ વિશે

કૉઝી ઑફિસોમાં બેસીને વુમન-પાવરનાં બણગાં ફૂંકનારાઓ ગુજરાતનાં ગામડાંઓમાં જઈને મહિલા સશક્તીકરણ કોને કહેવાય એ જોવા આ બહેનોને મળી આવે. આ સ્ત્રી પશુપાલકોએ ગાય-ભેંસના દૂધનાં ઉત્પાદન અને વેચાણના બિઝનેસમાં અકલ્પનીય સફળતા મેળવીને ઑન્ટ્રપ્રનરશિપની વ્યાખ્યાને વિસ્તારવાની ફરજ પાડી છે. પશુપાલન એટલે ઢોર-ઢાંખરને રાખવાં એવું નહીં, આયોજનબદ્ધ રીતે બહેનો ગાયો–ભેંસો રાખીને એના દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં મહેનત કરીને એવો રંગ લાવી કે લોકો દંગ રહી ગયા. ચાલો મળીએ અને જાણીએ તેમની સક્સેસના મંત્ર...

શૈલેષ નાયક
આણંદ જિલ્લાના શેખડી ગામનાં સુવર્ણાબહેન પટેલ ઑસ્ટ્રેલિયા જવાનાં છે. ઑસ્ટ્રેલિયા જવું એ બહુ મોટી વાત નથી, ઘણા બધા જાય છે; પણ સુવર્ણાબહેનના કિસ્સામાં એ મોટી વાત છે, કેમ કે મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને ગાય–ભેંસ લોન પર લઈને પશુપાલનના વ્યવસાય થકી દૂધ ઉત્પાદન કરી ‘બે પાંદડે’ થઈને સ્વબળે એવાં તો પગભર થયાં કે દીકરા અભિષેકને ઉચ્ચ અભ્યાસ માટે ઑસ્ટ્રેલિયા મોકલ્યો અને હવે સુવર્ણાબહેન પોતે ઑસ્ટ્રેલિયા જવાનાં છે.
સુવર્ણાબહેન જેવી ગુજરાતની લાખો ગ્રામ્ય મહિલાઓ પોતાની આવડતથી પશુપાલનના વ્યવસાય દ્વારા દૂધ ઉત્પાદન કરીને પગભર થઈ છે અને ખુશહાલ જીવન વિતાવી રહી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અમૂલ ડેરીમાં રોજનું સરેરાશ એક કરોડ લિટર જેટલું દૂધ મહિલા પશુપાલકો દ્વારા આવે છે અને પ્રતિદિન ૪૦ કરોડ રૂપિયાનું દૂધ મહિલાઓ ભરે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની સન્નારીઓ પાંચ-દસથી માંડીને ૧૦૦થી વધુ ગાયો–ભેંસો રાખીને પશુપાલન થકી રોજનું ૩૦૦–૪૦૦ લિટરથી માંડીને ૧૦૦૦ લિટર જેટલું દૂધ મંડળીમાં ભરે છે. પશુપાલન એટલે ઢોર-ઢાંખરને રાખવાં એવું નહીં, પણ આયોજનબદ્ધ રીતે બહેનો આ વ્યવસાયમાં એવી મહેનત કરીને રંગ લાવી કે લોકો દંગ રહી ગયા.
પોતાના ઘરે કે તબેલામાં ગાયો–ભેંસો રાખીને પશુપાલન થકી દૂધ ઉત્પાદન માટે કોઈ મહિલા સ્વબળે આગળ આવી, તો કોઈ મહિલાને પરિવારનો સાથ મળ્યો, કોઈ મહિલાએ ગાય-ભેંસ ખરીદવા લોન લીધી, તો કોઈ મહિલાએ મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને હિંમત હાર્યા વગર મનોબળ મજબૂત કરીને એવી મહેનત કરી કે તેમનાં જીવન બદલાઈ ગયાં. એટલું જ નહીં, આ મહિલાઓને સમાજમાં માન-સન્માન મળ્યાં અને તેમને અવૉર્ડથી નવાજવામાં આવી છે.
ગ્રામીણ વિસ્તારની મહિલા પશુપાલકો ગાય–ભેંસનું દૂધ ઉત્પાદન કરી એને વેચીને આત્મનિર્ભર બનવા સાથે મહિલા સશક્તીકરણનું ઉદાહરણ પૂરું પાડી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ અને રોલમૉડલ બની છે અને બીજી બહેનોને પગભર થવા રાહ ચીંધી રહી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK