કહાની દાઊદની બહેન હસીનાની, જુઓ તસવીરો સાથે

Published: Apr 03, 2019, 13:47 IST | Falguni Lakhani
 • અંડરવર્લ્ડ ડૉન દાઊદ ઈબ્રાહિમનની નાની  બહેન હસીના પારકર, જેમનો જન્મ મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલને ત્યાં થયો હતો. હસીના સમય જતા સાઉથ મુંબઈના નાગપાડા વિસ્તારની ગોડમધર બની ગઈ. તે 'આપા'ના નામે જાણીતા હતા. આજે પણ તેના નામથી લોકો કાંપે છે. નાગપાડાની સામાન્ય છોકરીમાંથી ગોડમધર તરીકેની હસીના પારકરની સ્ટોરી ફિલ્મની કહાનીને ટક્કર મારે એવી છે. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  અંડરવર્લ્ડ ડૉન દાઊદ ઈબ્રાહિમનની નાની  બહેન હસીના પારકર, જેમનો જન્મ મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલને ત્યાં થયો હતો. હસીના સમય જતા સાઉથ મુંબઈના નાગપાડા વિસ્તારની ગોડમધર બની ગઈ. તે 'આપા'ના નામે જાણીતા હતા. આજે પણ તેના નામથી લોકો કાંપે છે. નાગપાડાની સામાન્ય છોકરીમાંથી ગોડમધર તરીકેની હસીના પારકરની સ્ટોરી ફિલ્મની કહાનીને ટક્કર મારે એવી છે.
  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  1/12
 • હસીના પારકરને બે દીકરા છે. દાનિશ અને અલિશાહ. અહેવાલો પ્રમાણે દાનિશ દાઊદનો માનિતો હતો. જેનું એક કાર અકસ્માતમાં મોત થયું હતું. અલિશાહ, સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ઘણા શાંત હતા અને ગેંગની ગતિવિધિઓ તે ફિટ નહોતા થતા. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  હસીના પારકરને બે દીકરા છે. દાનિશ અને અલિશાહ. અહેવાલો પ્રમાણે દાનિશ દાઊદનો માનિતો હતો. જેનું એક કાર અકસ્માતમાં મોત થયું હતું. અલિશાહ, સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ઘણા શાંત હતા અને ગેંગની ગતિવિધિઓ તે ફિટ નહોતા થતા.
  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  2/12
 • હસીના પારકરના ઈસ્માઈલ પારકર સાથે લગ્ન થયા હતા. હસીના પોતાના દીકરા અલીશાહ સાથે નાગપાડાના ગોર્ડન હાઉસ બિલ્ડિંગમાં રહેતી હતી. તેણે બિલ્ડિંગના પહેલા માળ પર બે ફ્લેટને ભેગા કર્યા હતા અને તેને એક વૈભવશાળી ઘરમાં ફેરવી નાખ્યું હતું.

  હસીના પારકરના ઈસ્માઈલ પારકર સાથે લગ્ન થયા હતા. હસીના પોતાના દીકરા અલીશાહ સાથે નાગપાડાના ગોર્ડન હાઉસ બિલ્ડિંગમાં રહેતી હતી. તેણે બિલ્ડિંગના પહેલા માળ પર બે ફ્લેટને ભેગા કર્યા હતા અને તેને એક વૈભવશાળી ઘરમાં ફેરવી નાખ્યું હતું.

  3/12
 • દાઊદની વિરોધી ગેંગ અરુણ ગવળીની ગેંગએ હસીના પારકરના પતિ ઈસ્માઈલ પારકરનું ખૂન કર્યું હતું. જે બાદ હસીનાનો ગુનાની દુનિયામાં પ્રવેશ થયો હતો. દાઊદે બનેવીની હત્યાનો બદલો લેવા માટે પોતાના શાર્પશૂટર્સ મોકલ્યા હતા જેણે ગવળીના શૂટર્સને જેજે હૉસ્પિટલમાં મારી નાખ્યા હતા. આ ઘટના જેજે હૉસ્પિટલ શૂટઆઉટ તરીકે જાણીતી છે. 1991માં બનેલી આ ઘટનાએ મુંબઈને હચમચાવી દીધું હતું.

  દાઊદની વિરોધી ગેંગ અરુણ ગવળીની ગેંગએ હસીના પારકરના પતિ ઈસ્માઈલ પારકરનું ખૂન કર્યું હતું. જે બાદ હસીનાનો ગુનાની દુનિયામાં પ્રવેશ થયો હતો. દાઊદે બનેવીની હત્યાનો બદલો લેવા માટે પોતાના શાર્પશૂટર્સ મોકલ્યા હતા જેણે ગવળીના શૂટર્સને જેજે હૉસ્પિટલમાં મારી નાખ્યા હતા. આ ઘટના જેજે હૉસ્પિટલ શૂટઆઉટ તરીકે જાણીતી છે. 1991માં બનેલી આ ઘટનાએ મુંબઈને હચમચાવી દીધું હતું.

  4/12
 • વસૂલીના આરોપોમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે હસીના પારકરને પકડી ત્યારે તેણે કોર્ટ અને પોલીસને કહ્યું કે, 1991માં જ્યારે અરુણ ગવળીના માણસોએ તેના પતિનું ખૂન કર્યું તે બાદથી જ તેણે દાઊદ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. મુંબઈ પોલીસના અનુસાર, દાઊદે જેજે હૉસ્પિટલમાં અરુણ ગવળીના શૂટર્સને મારી નાખ્યા બાદ હસીનાનો અંડરવર્લ્ડની ક્વીન તરીકે ઉદય થયો. અને દાઊદના ભાગી ગયા બાદ તે દાઊદની મુંબઈમાં આવેલી મિલકતો અને અન્ય બાબતોને ખ્યાલ રાખવા લાગી હતી. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  વસૂલીના આરોપોમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે હસીના પારકરને પકડી ત્યારે તેણે કોર્ટ અને પોલીસને કહ્યું કે, 1991માં જ્યારે અરુણ ગવળીના માણસોએ તેના પતિનું ખૂન કર્યું તે બાદથી જ તેણે દાઊદ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. મુંબઈ પોલીસના અનુસાર, દાઊદે જેજે હૉસ્પિટલમાં અરુણ ગવળીના શૂટર્સને મારી નાખ્યા બાદ હસીનાનો અંડરવર્લ્ડની ક્વીન તરીકે ઉદય થયો. અને દાઊદના ભાગી ગયા બાદ તે દાઊદની મુંબઈમાં આવેલી મિલકતો અને અન્ય બાબતોને ખ્યાલ રાખવા લાગી હતી.
  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  5/12
 • પોલીસ અધિકારીઓને પ્રમાણે હસીના પારકર બિલ્ડરો પાસેથી નવા પ્રોજેક્ટ અને રીડેવલોપમેન્ટના પ્રોજેક્ટ માટે પૈસા લેતી હતી. સાઉથ મુંબઈથી બ્રાંદ્રા કુર્લા સુધીમાં લગભગ એવી કોઈ ઈમારત નહોતી જે તેની મંજૂરી વગર બની હોય. હસીના સંપત્તિના ઝઘડા ઉકેલવામાં પણ મદદ કરતી હતી. અને તેમના શબ્દો આખરી રહેતા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તે દાઊદના સતત સંપર્કમાં હતી અને તે દુબઈ અને પાકિસ્તાનની મુલાકાત દરમિયાન તે અનેકવાર દાઊદને મળી હતી.

  પોલીસ અધિકારીઓને પ્રમાણે હસીના પારકર બિલ્ડરો પાસેથી નવા પ્રોજેક્ટ અને રીડેવલોપમેન્ટના પ્રોજેક્ટ માટે પૈસા લેતી હતી. સાઉથ મુંબઈથી બ્રાંદ્રા કુર્લા સુધીમાં લગભગ એવી કોઈ ઈમારત નહોતી જે તેની મંજૂરી વગર બની હોય. હસીના સંપત્તિના ઝઘડા ઉકેલવામાં પણ મદદ કરતી હતી. અને તેમના શબ્દો આખરી રહેતા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તે દાઊદના સતત સંપર્કમાં હતી અને તે દુબઈ અને પાકિસ્તાનની મુલાકાત દરમિયાન તે અનેકવાર દાઊદને મળી હતી.

  6/12
 • હસીના પારકરને ઘર એટલા પસંદ હતા કે તેને જે ગમતું એ તેને મળી જાતું હતું. અને કોઈ ફરિયાદ પણ નહોતું કરી શકતું. આ વિસ્તારના તમામ બિઝનેસમાં હસીના હતી, હૈદરાબાદના દરેક ટ્રાંસેક્શનમાં તેનો હપ્તો હતો, અને જે લોકો તેને ખુશ કરતા તેની તે સંભાળ રાખતી હતી. તે વસૂલી, સ્લમ રીડેવલોપમેન્ટ ઑથોરિટી, હવાલા રેકેટ, કેબલ કનેક્શન સહિતની તમામ બાબતો તે સંભાળતી હતી.

  હસીના પારકરને ઘર એટલા પસંદ હતા કે તેને જે ગમતું એ તેને મળી જાતું હતું. અને કોઈ ફરિયાદ પણ નહોતું કરી શકતું. આ વિસ્તારના તમામ બિઝનેસમાં હસીના હતી, હૈદરાબાદના દરેક ટ્રાંસેક્શનમાં તેનો હપ્તો હતો, અને જે લોકો તેને ખુશ કરતા તેની તે સંભાળ રાખતી હતી. તે વસૂલી, સ્લમ રીડેવલોપમેન્ટ ઑથોરિટી, હવાલા રેકેટ, કેબલ કનેક્શન સહિતની તમામ બાબતો તે સંભાળતી હતી.

  7/12
 • હસીના ઈબ્રાહિમ પારકરનું દાઊદના ગઢ ડોંગરીની હૉસ્પિટલમાં 7 જુલાઈ 2014ના મોત થયું હતું. તેનું મોત હ્રદય રોગના હુમલાના કારણે થયું હતું. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  હસીના ઈબ્રાહિમ પારકરનું દાઊદના ગઢ ડોંગરીની હૉસ્પિટલમાં 7 જુલાઈ 2014ના મોત થયું હતું. તેનું મોત હ્રદય રોગના હુમલાના કારણે થયું હતું.
  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  8/12
 • 2017માં હસીના પારકરના જીવન પર ફિલ્મ બની હતી જેમાં શ્રદ્ધા કપૂરે હસીના પારકરની ભૂમિકા ભજવી હતી. એક ઈન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ કહ્યું કે તે હસીના પારકરની ભૂમિકા ભજવીને ખૂબ જ ખુશ છે. કારણ કે ત્યારે તેને જે ખાવું હતું તે ખાવાની છૂટ મળી હતી.

  2017માં હસીના પારકરના જીવન પર ફિલ્મ બની હતી જેમાં શ્રદ્ધા કપૂરે હસીના પારકરની ભૂમિકા ભજવી હતી. એક ઈન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ કહ્યું કે તે હસીના પારકરની ભૂમિકા ભજવીને ખૂબ જ ખુશ છે. કારણ કે ત્યારે તેને જે ખાવું હતું તે ખાવાની છૂટ મળી હતી.

  9/12
 • 2017માં દાઊદના ભાઈ ઈકબાલ કાસકરની પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે તેના મુંબઈ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે હસીનાના નાગપાડામાં આવલા ઘરમાં પણ દરોડા પાડ્યા હતા.

  2017માં દાઊદના ભાઈ ઈકબાલ કાસકરની પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે તેના મુંબઈ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે હસીનાના નાગપાડામાં આવલા ઘરમાં પણ દરોડા પાડ્યા હતા.

  10/12
 • 1 એપ્રિલ 2019ના દિવસે હસીના પારકરનું આ ઘર 1 કરોડ 8 લાખમાં વેચાયું. આ ગેંગની એ ચાર મિલકતોમાંથી એક છે જેની આજ સુધીમાં હરાજી કરવામાં આવી છે. જો કે, હજુ 17 મિલકતો છે જે વેચવાની છે. આ એ જ ફ્લેટ છે જેમાં ઈકબાલ કાસકર રહેતો હતો.

  1 એપ્રિલ 2019ના દિવસે હસીના પારકરનું આ ઘર 1 કરોડ 8 લાખમાં વેચાયું. આ ગેંગની એ ચાર મિલકતોમાંથી એક છે જેની આજ સુધીમાં હરાજી કરવામાં આવી છે. જો કે, હજુ 17 મિલકતો છે જે વેચવાની છે. આ એ જ ફ્લેટ છે જેમાં ઈકબાલ કાસકર રહેતો હતો.

  11/12
 • હસીનાની નજીકના એક માણસે કહ્યું હતું કે હસીના પારકરનો આ ઘર પર ગેરકાયદે કબજો હતો. આ જ ઘરમાંથી તેના તમામ સંતાનોના લગ્ન થયા હતા. નાગપાડાના જ આ ઘરમાંથી તે તમામ બિઝનેસ ચલાવતી હતી. જો કે અધિકારીઓએ આ વ્યક્તિની ઓળખ આપવાથી ઈનકાર કર્યો છે.

  હસીનાની નજીકના એક માણસે કહ્યું હતું કે હસીના પારકરનો આ ઘર પર ગેરકાયદે કબજો હતો. આ જ ઘરમાંથી તેના તમામ સંતાનોના લગ્ન થયા હતા. નાગપાડાના જ આ ઘરમાંથી તે તમામ બિઝનેસ ચલાવતી હતી. જો કે અધિકારીઓએ આ વ્યક્તિની ઓળખ આપવાથી ઈનકાર કર્યો છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

હસીના પારકર...અંડરવર્લ્ડ ડૉન દાઊદ ઈબ્રાહિમની નામની બહેન હસીના પારકર જે એક સમયે માફિયા ક્વીન જાણીતી હતી. હસીના પારકરે એક સમયે મુંબઈ પર રાજ કર્યું છે. 2014માં હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. હસીના પારકરનું નામ તાજેતરમાં તેનો નાગપાડાનો 600 સ્કવેર ફૂટનો બંગલો તોડી પડાતા ચર્ચામાં આવ્યું હતું. 'નાગપાડા'ની ગોડમધર કહેવાતી હસીના પારકરની સ્ટોરી આ રહી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK