‘ન્યૂ નોર્મલ’માં મુંબઈગરાઓ રેકડીમાં જઈને મજાથી ખાય છે ખરા?

Updated: 14th October, 2020 14:18 IST | Keval Trivedi
 • જૂન ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 23.9 ટકા ઘટ્યો હતો, જે અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો હતો. આ આંકડા પરથી જ સમજી શકાય છે કે એકેય ક્ષેત્ર મંદીથી બચી શક્યું નથી.

  જૂન ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 23.9 ટકા ઘટ્યો હતો, જે અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો હતો. આ આંકડા પરથી જ સમજી શકાય છે કે એકેય ક્ષેત્ર મંદીથી બચી શક્યું નથી.

  1/15
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘વોકલ ફોર લોકલ’નું મહત્વ સમજાવ્યું હતું. નાગરિકો પણ સ્થાનિક ધોરણે બનેલી વસ્તુઓને પ્રાધાન્ય આપી રહ્યા છે.

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘વોકલ ફોર લોકલ’નું મહત્વ સમજાવ્યું હતું. નાગરિકો પણ સ્થાનિક ધોરણે બનેલી વસ્તુઓને પ્રાધાન્ય આપી રહ્યા છે.

  2/15
 • દરેક ક્ષેત્રને આશા છે કે સમય જતા પરિસ્થિતિ સુધરશે પરંતુ મુંબઈમાં ગરમ નાસ્તો વેચનારાઓમાં સેન્ટિમેન્ટ હજી નૅગેટિવ લાગે છે.

  દરેક ક્ષેત્રને આશા છે કે સમય જતા પરિસ્થિતિ સુધરશે પરંતુ મુંબઈમાં ગરમ નાસ્તો વેચનારાઓમાં સેન્ટિમેન્ટ હજી નૅગેટિવ લાગે છે.

  3/15
 • ગયા અઠવાડિયે જ સમાચાર આવ્યા હતા કે આઝાદ હૉકર્સ યુનિયને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને વિનંતી કરી હતી કે હૉકર્સને કામ કરવાની પરવાનગી આપવામાં આવે. એસોસિયેશનની દલીલ હતી કે જો અનલૉકમાં દુકાનો, શોરૂમ અને રેસ્ટોરન્ટ્સને પરવાનગી મળી છે તો પછી હૉકર્સને શા માટે નહીં?

  ગયા અઠવાડિયે જ સમાચાર આવ્યા હતા કે આઝાદ હૉકર્સ યુનિયને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને વિનંતી કરી હતી કે હૉકર્સને કામ કરવાની પરવાનગી આપવામાં આવે. એસોસિયેશનની દલીલ હતી કે જો અનલૉકમાં દુકાનો, શોરૂમ અને રેસ્ટોરન્ટ્સને પરવાનગી મળી છે તો પછી હૉકર્સને શા માટે નહીં?

  4/15
 • જોકે મુંબઈના ઘણા વિસ્તારોમાં ગરમ નાસ્તાનો બિઝનેસ ફરી શરૂ થયો છે પરંતુ પહેલા જેવી વાત નથી રહી એવુ એકંદરે ચિત્ર જોતા લાગે છે. 

  જોકે મુંબઈના ઘણા વિસ્તારોમાં ગરમ નાસ્તાનો બિઝનેસ ફરી શરૂ થયો છે પરંતુ પહેલા જેવી વાત નથી રહી એવુ એકંદરે ચિત્ર જોતા લાગે છે. 

  5/15
 • કોવિડ-19ના ભયને લીધે મુંબઈમાં નાગરિકો ખૂબ જ કાળજી લઈ રહ્યા છે. સોશ્યલ ડીસ્ટન્સિંગ, ફેસ માસ્ક, હૅન્ડ ગ્લોવ્ઝ, વારંવાર હૅન્ડ સેનિટાઈઝરનો વપરાશ વગેરે ‘ન્યૂ નોર્મલ’નો એક ભાગ બની ગયો છે. મુંબઈગરાઓ ઘરની બહાર હોય ત્યારે રસ્તામાં પોતાનો માસ્ક કાઢતા જ નથી, આવામાં શું મુંબઈગરાઓ પહેલાની જેમ રસ્તામાં ગરમાગરમ નાસ્તાની મજા માણશે?

  કોવિડ-19ના ભયને લીધે મુંબઈમાં નાગરિકો ખૂબ જ કાળજી લઈ રહ્યા છે. સોશ્યલ ડીસ્ટન્સિંગ, ફેસ માસ્ક, હૅન્ડ ગ્લોવ્ઝ, વારંવાર હૅન્ડ સેનિટાઈઝરનો વપરાશ વગેરે ‘ન્યૂ નોર્મલ’નો એક ભાગ બની ગયો છે. મુંબઈગરાઓ ઘરની બહાર હોય ત્યારે રસ્તામાં પોતાનો માસ્ક કાઢતા જ નથી, આવામાં શું મુંબઈગરાઓ પહેલાની જેમ રસ્તામાં ગરમાગરમ નાસ્તાની મજા માણશે?

  6/15
 • મોટા ભાગના નાગરિકો માટે લોકલ સર્વિસ પ્રતિબંધ હોવાથી બધા અન્ય પરિવહનનો વિકલ્પ પસંદ કરે છે, જેમાં લોકલની સરખામણીએ વધુ પૈસા જવાની સાથે સમય પણ ખૂબ જ જાય છે. વ્યક્તિ 10થી 12 કલાક ઘરની બહાર હોય તો ભૂખ લાગે ત્યારે કંઈક ચટપટુ ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે. જોકે વર્તમાન મહામારીને ધ્યાનમાં રાખીને લોકો ઘરના જમવાને જ પ્રાધાન્ય આપી રહ્યા છે.

  મોટા ભાગના નાગરિકો માટે લોકલ સર્વિસ પ્રતિબંધ હોવાથી બધા અન્ય પરિવહનનો વિકલ્પ પસંદ કરે છે, જેમાં લોકલની સરખામણીએ વધુ પૈસા જવાની સાથે સમય પણ ખૂબ જ જાય છે. વ્યક્તિ 10થી 12 કલાક ઘરની બહાર હોય તો ભૂખ લાગે ત્યારે કંઈક ચટપટુ ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે. જોકે વર્તમાન મહામારીને ધ્યાનમાં રાખીને લોકો ઘરના જમવાને જ પ્રાધાન્ય આપી રહ્યા છે.

  7/15
 • વડાપાઉં, વિવિધ પ્રકારના ભજીયા, દાબેલી, સેવપુરી, પાણીપુરી, રગડાપેટીસ, વિવિધ પ્રકારની સેન્ડવિચ, તવા પુલાવ વગેરેને લોકો જાણે ભૂલી જ ગયા છે. જેમને ખાવાનું મન થતુ તેઓ લૉકડાઉનમાં ઘરે જ સ્પેશ્યિલ આઈટમો બનાવતા પરંતુ મુંબઈની લાઈફ ફરી બીઝી થતા લોકો પણ રેકડીમાં ખાવાનું શરૂ કર્યું છે કે નહીં તે આપણે જાણીએ. 

  વડાપાઉં, વિવિધ પ્રકારના ભજીયા, દાબેલી, સેવપુરી, પાણીપુરી, રગડાપેટીસ, વિવિધ પ્રકારની સેન્ડવિચ, તવા પુલાવ વગેરેને લોકો જાણે ભૂલી જ ગયા છે. જેમને ખાવાનું મન થતુ તેઓ લૉકડાઉનમાં ઘરે જ સ્પેશ્યિલ આઈટમો બનાવતા પરંતુ મુંબઈની લાઈફ ફરી બીઝી થતા લોકો પણ રેકડીમાં ખાવાનું શરૂ કર્યું છે કે નહીં તે આપણે જાણીએ. 

  8/15
 • દહિંસર ઈસ્ટમાં રેલવે સ્ટેશનની બહાર છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી આદર્શ સ્વીટ્સ દરેક ગુજરાતીઓની પહેલી પસંદ છે. થોડા વખત પહેલા જ તેમણે સેવપુરી, પાણીપુરી, દહિંપુરી, ભેલનું કાઉન્ટર શરૂ કર્યું હતું, તે પછી લૉકડાઉનમાં સદંતર કામકાજ બંધ થયું હતું. અનલોકની પ્રક્રિયામાં કામકાજ ફરી શરૂ કરતા પોતાનો અનુભવ વ્યક્ત કરતા આદર્શ સ્વીટ્સના માલિક કૈલાશભાઈ ઠાકુર અને સુમિતભાઈ ઠાકુરે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. લોકો ખાવા માટે આવી રહ્યા છે પરંતુ એક ગભરાટ દેખાઈ આવે છે. જોકે અમારી હાઈજીનની ગુણવત્તા શ્રેષ્ઠ હોવાથી લોકો મોટા ભાગે પાર્સલ લઈ જાય છે. લોકલ બંધ હોવાથી જે ગ્રાહકો ટ્રેનથી ઉતરીને તરત અહીં ખાવા આવતા તે ગ્રાહકોની અછત સર્જાય છે.  સુમિતભાઈએ ઉમેર્યું કે, વેચાણ ઉપર અસર પડી છે જે આગળ જતા સરભર થઈ જશે એવો વિશ્વાસ છે.

  દહિંસર ઈસ્ટમાં રેલવે સ્ટેશનની બહાર છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી આદર્શ સ્વીટ્સ દરેક ગુજરાતીઓની પહેલી પસંદ છે. થોડા વખત પહેલા જ તેમણે સેવપુરી, પાણીપુરી, દહિંપુરી, ભેલનું કાઉન્ટર શરૂ કર્યું હતું, તે પછી લૉકડાઉનમાં સદંતર કામકાજ બંધ થયું હતું. અનલોકની પ્રક્રિયામાં કામકાજ ફરી શરૂ કરતા પોતાનો અનુભવ વ્યક્ત કરતા આદર્શ સ્વીટ્સના માલિક કૈલાશભાઈ ઠાકુર અને સુમિતભાઈ ઠાકુરે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. લોકો ખાવા માટે આવી રહ્યા છે પરંતુ એક ગભરાટ દેખાઈ આવે છે. જોકે અમારી હાઈજીનની ગુણવત્તા શ્રેષ્ઠ હોવાથી લોકો મોટા ભાગે પાર્સલ લઈ જાય છે. લોકલ બંધ હોવાથી જે ગ્રાહકો ટ્રેનથી ઉતરીને તરત અહીં ખાવા આવતા તે ગ્રાહકોની અછત સર્જાય છે.  સુમિતભાઈએ ઉમેર્યું કે, વેચાણ ઉપર અસર પડી છે જે આગળ જતા સરભર થઈ જશે એવો વિશ્વાસ છે.

  9/15
 • કાંદિવલી વેસ્ટમાં ફાયર બ્રિગેડની સામે સંતોષ ભોસલે 15 વર્ષથી પણ વધુ સમયથી સેન્ડવિચનો બિઝનેસ કરે છે. ચીઝ બ્લાસ્ટ સેન્ડવિચ તરીકે જાણીતું હંગર પોઈન્ટનો આ બાકડો ‘ન્યૂ નોર્મલ’માં ખાલી છે. સંતોષે કહ્યું કે, મારા માણસો લૉકડાઉનમાં ગામે જતા રહ્યા, હવે પરિસ્થિતિ અહીં સામાન્ય થઈ છે પરંતુ મારા માણસોના કુટુંબીઓ મુંબઈ શહેરને કોવિડ-19નો સૌથી મોટો કેન્દ્ર માનતા હોવાથી પાછા કામે આવતા ડરે છે. હાલ હું એકલો જ કામે પહોંચી વળુ છું કારણ કે ધંધો 40 ટકા જેટલો ઘટી ગયો છે. લોકલ બંધ હોવાથી પહેલા સ્ટેશનથી નીકળીને બધા અહીં ખાવા માટે તે પણ બંધ થઈ ગયું છે. ધંધામાં રિકવરીના મને કોઈ કિરણો દેખાતા નથી.

  કાંદિવલી વેસ્ટમાં ફાયર બ્રિગેડની સામે સંતોષ ભોસલે 15 વર્ષથી પણ વધુ સમયથી સેન્ડવિચનો બિઝનેસ કરે છે. ચીઝ બ્લાસ્ટ સેન્ડવિચ તરીકે જાણીતું હંગર પોઈન્ટનો આ બાકડો ‘ન્યૂ નોર્મલ’માં ખાલી છે. સંતોષે કહ્યું કે, મારા માણસો લૉકડાઉનમાં ગામે જતા રહ્યા, હવે પરિસ્થિતિ અહીં સામાન્ય થઈ છે પરંતુ મારા માણસોના કુટુંબીઓ મુંબઈ શહેરને કોવિડ-19નો સૌથી મોટો કેન્દ્ર માનતા હોવાથી પાછા કામે આવતા ડરે છે. હાલ હું એકલો જ કામે પહોંચી વળુ છું કારણ કે ધંધો 40 ટકા જેટલો ઘટી ગયો છે. લોકલ બંધ હોવાથી પહેલા સ્ટેશનથી નીકળીને બધા અહીં ખાવા માટે તે પણ બંધ થઈ ગયું છે. ધંધામાં રિકવરીના મને કોઈ કિરણો દેખાતા નથી.

  10/15
 • મસ્જિદ બંદરમાં ન્યુ બાર્ગનગલીમાં જાઓ તો દરેક ગુજરાતીને ખબર હશે કે સમોસા અને વડા ખાવા હોય તો હરેશ અરવિંદભાઈ ઠક્કર પાસે જવાનું. પણ હરેશભાઈ હાલ કઈ પરિસ્થિતિમાં છે એ કેટલા લોકોને ખબર છે?. હરેશભાઈનું કહેવું છે કે, ધંધો 50 ટકા જેવો ઘટી ગયો છે. પરિવહનની ખૂબ જ તકલીફ અમારી જેમ દરેક મુંબઈગરાની નડી રહી છે જેના લીધે દરેકના ધંધા ઉપર અસર પડે. કારીગરો અને હૅલ્પરોની પણ અછત છે, જોકે ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

  મસ્જિદ બંદરમાં ન્યુ બાર્ગનગલીમાં જાઓ તો દરેક ગુજરાતીને ખબર હશે કે સમોસા અને વડા ખાવા હોય તો હરેશ અરવિંદભાઈ ઠક્કર પાસે જવાનું. પણ હરેશભાઈ હાલ કઈ પરિસ્થિતિમાં છે એ કેટલા લોકોને ખબર છે?. હરેશભાઈનું કહેવું છે કે, ધંધો 50 ટકા જેવો ઘટી ગયો છે. પરિવહનની ખૂબ જ તકલીફ અમારી જેમ દરેક મુંબઈગરાની નડી રહી છે જેના લીધે દરેકના ધંધા ઉપર અસર પડે. કારીગરો અને હૅલ્પરોની પણ અછત છે, જોકે ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

  11/15
 • કાંદિવલી વેસ્ટમાં પોયસર ગાર્ડનમાં લોકો વોક કરવા, જોગીંગ કરવા આવી રહ્યા છે. મહામારી પહેલા ગાર્ડનની નીકળીને ઘણા લોકો થોડાક આગળ જઈને ડિમાર્ટના ચાર રસ્તા નજીક શ્રી કૃષ્ણા જ્યુસ પિવા એન્ડ સલાડ ખાવા જતા. છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી પ્રવિણ યાદવ વિવિધ પ્રકારના જ્યુસ અને સલાડ બનાવે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તેના બિઝનેસની હૅલ્થ જ બગડી છે. પ્રવિણે કહ્યું કે, ધંધો પહેલા જેવો નથી રહ્યો. લોકોની અવરજવર પણ ઓછી દેખાય છે. પહેલા એક ક્ષણનો પણ સમય મળતો નહોતો પરંતુ હવે બિઝનેસ થોડો ઠંડો પડ્યો છે. અમૂક ડેલી ગ્રાહકો છે તે ચોક્કસ આવે જ છે જેથી બિઝનેસનું પૈડું ચાલતું રહે છે.

  કાંદિવલી વેસ્ટમાં પોયસર ગાર્ડનમાં લોકો વોક કરવા, જોગીંગ કરવા આવી રહ્યા છે. મહામારી પહેલા ગાર્ડનની નીકળીને ઘણા લોકો થોડાક આગળ જઈને ડિમાર્ટના ચાર રસ્તા નજીક શ્રી કૃષ્ણા જ્યુસ પિવા એન્ડ સલાડ ખાવા જતા. છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી પ્રવિણ યાદવ વિવિધ પ્રકારના જ્યુસ અને સલાડ બનાવે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તેના બિઝનેસની હૅલ્થ જ બગડી છે. પ્રવિણે કહ્યું કે, ધંધો પહેલા જેવો નથી રહ્યો. લોકોની અવરજવર પણ ઓછી દેખાય છે. પહેલા એક ક્ષણનો પણ સમય મળતો નહોતો પરંતુ હવે બિઝનેસ થોડો ઠંડો પડ્યો છે. અમૂક ડેલી ગ્રાહકો છે તે ચોક્કસ આવે જ છે જેથી બિઝનેસનું પૈડું ચાલતું રહે છે.

  12/15
 • દહાણુકર વાડીમાં વર્ષ 1991થી સ્વાદિષ્ટ વડાપાઉં અને સમોસા પાંઉથી ફેમસ થયેલા રૂપેશ અરૂણ પાટીલનું પણ માનવું છે કે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ બદલાયુ છે. શ્રી સાંઈ વડાપાવના માલિક રૂપેશભાઈએ કહ્યું કે, કોવિડ-19 પહેલાની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિને સરખાવીએ તો ગ્રાહકોની સંખ્યા અડધી થઈ ગઈ છે. અમે હાઈજીનનું ધ્યાન રાખતા હોવાથી અમારા ડેઈલી ગ્રાહકોને અમારા પર ભરોસો છે અને તેઓ નિયમિત પાર્સલ પણ લઈ જાય છે.

  દહાણુકર વાડીમાં વર્ષ 1991થી સ્વાદિષ્ટ વડાપાઉં અને સમોસા પાંઉથી ફેમસ થયેલા રૂપેશ અરૂણ પાટીલનું પણ માનવું છે કે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ બદલાયુ છે. શ્રી સાંઈ વડાપાવના માલિક રૂપેશભાઈએ કહ્યું કે, કોવિડ-19 પહેલાની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિને સરખાવીએ તો ગ્રાહકોની સંખ્યા અડધી થઈ ગઈ છે. અમે હાઈજીનનું ધ્યાન રાખતા હોવાથી અમારા ડેઈલી ગ્રાહકોને અમારા પર ભરોસો છે અને તેઓ નિયમિત પાર્સલ પણ લઈ જાય છે.

  13/15
 • દહિંસર ઈસ્ટમાં માનવ કલ્યાણ નજીક ઓમ સાઈ સેન્ડવિન્ચના નામે વર્ષ 1985થી બિઝનેસ કરનારા રાજુભાઈ કારકેની વાર્તા અન્ય કરતા જુદી જ છે. તેમના બાળકો હર્ષદ કારકે અને બાળા કારકેએ કહ્યું કે, લૉકડાઉન બાદ અમારો ધંધો વધ્યો છે. પહેલા સેન્ડવિચનો માલ રાતના 12 વાગ્યાની આસપાસ પુરો થતો હતો, પરંતુ હવે એવુ બની રહ્યું છે કે સાડા દસ કે અગિયાર વાગ્યા સુધીમાં જ બધું વેચાઈ જાય છે. અમે પણ હવે ક્ષમતા વધારી રહ્યા છે જેથી ગ્રાહકોની માગને અમે પુરી કરી શકીએ. 

  દહિંસર ઈસ્ટમાં માનવ કલ્યાણ નજીક ઓમ સાઈ સેન્ડવિન્ચના નામે વર્ષ 1985થી બિઝનેસ કરનારા રાજુભાઈ કારકેની વાર્તા અન્ય કરતા જુદી જ છે. તેમના બાળકો હર્ષદ કારકે અને બાળા કારકેએ કહ્યું કે, લૉકડાઉન બાદ અમારો ધંધો વધ્યો છે. પહેલા સેન્ડવિચનો માલ રાતના 12 વાગ્યાની આસપાસ પુરો થતો હતો, પરંતુ હવે એવુ બની રહ્યું છે કે સાડા દસ કે અગિયાર વાગ્યા સુધીમાં જ બધું વેચાઈ જાય છે. અમે પણ હવે ક્ષમતા વધારી રહ્યા છે જેથી ગ્રાહકોની માગને અમે પુરી કરી શકીએ. 

  14/15
 • કાંદિવલીના ચારકોપના અંદરના વિસ્તારમાં પ્રદિપસિંહ રાજપૂત 1000થી પણ વધુ પ્રકારના સોડા, મોજીટો, મિલ્કશેક, મોકટેલ વગેરે વેચે છે. ઉપરાંત બર્ગર અને પિત્ઝા પણ બનાવે છે. એક દિવસે 6000 રૂપિયાનો ધંધો કરનારા પ્રદિપસિંહ પાસે એક સમયે માત્ર 100 રૂપિયા બચ્યા હતા. પ્રદિપસિંહે કહ્યું કે, લૉકડાઉન બાદ દિવસે માત્ર 50 રૂપિયાનો બિઝનેસ થતો હતો, જોકે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. પરંતુ મારુ એવુ માનવું છે કે હું બે વર્ષ પાછળ જતો રહ્યો છું.

  કાંદિવલીના ચારકોપના અંદરના વિસ્તારમાં પ્રદિપસિંહ રાજપૂત 1000થી પણ વધુ પ્રકારના સોડા, મોજીટો, મિલ્કશેક, મોકટેલ વગેરે વેચે છે. ઉપરાંત બર્ગર અને પિત્ઝા પણ બનાવે છે. એક દિવસે 6000 રૂપિયાનો ધંધો કરનારા પ્રદિપસિંહ પાસે એક સમયે માત્ર 100 રૂપિયા બચ્યા હતા. પ્રદિપસિંહે કહ્યું કે, લૉકડાઉન બાદ દિવસે માત્ર 50 રૂપિયાનો બિઝનેસ થતો હતો, જોકે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. પરંતુ મારુ એવુ માનવું છે કે હું બે વર્ષ પાછળ જતો રહ્યો છું.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

કોરોના મહામારીને લીધે લૉકડાઉન થતા દરેક દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યુ છે. ભારતમાં પણ કોવિડ-19 વાયરસ નિયંત્રણમાં નથી, તેમ છતાં નાગરિકો ‘ન્યૂ નોર્મલ’માં સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરીને નવી જીવનશૈલી અપનાવી રહ્યા છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન હજી દરેક મુંબઈગરા માટે ઉપલબ્ધ નથી તેમ છતાં શહેરમાં પરિસ્થિતિ ધીમે ધીમે મહામારી પહેલા જેવી હતી તેવી થઈ રહી છે, પરંતુ એક ક્ષેત્ર એવુ છે જ્યાં હજી આશાનું કિરણ દેખાતુ નથી અને એ છે મુંબઈના રેકડીવાળા. 

First Published: 14th October, 2020 13:55 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK