શ્રીમદ રાજચંદ્રઃ આધ્યાત્મના આ નવા બ્રહ્માંડે ઉજાગર કરી અનેક જિંદગીઓ

Updated: 30th November, 2020 01:30 IST | Chirantana Bhatt
 • 2500 વર્ષ પહેલાં જૈન તિર્થંકર ભગવાન મહાવીરને નિર્વાણ પ્રાપ્ત થયું અને ત્યારથી ઘણા જાગૃત આત્માઓએ તેમનો ધર્મનો વારસો આગળ ધપાવ્યો છે. દોઢસો વર્ષ પહેલાં શ્રીમદ રાજચંદ્રજીએ આધ્યાત્મિકતાના નવા શિખરો સર કરી આત્મ શોધનો માર્ગ ચિંધ્યો.

  2500 વર્ષ પહેલાં જૈન તિર્થંકર ભગવાન મહાવીરને નિર્વાણ પ્રાપ્ત થયું અને ત્યારથી ઘણા જાગૃત આત્માઓએ તેમનો ધર્મનો વારસો આગળ ધપાવ્યો છે. દોઢસો વર્ષ પહેલાં શ્રીમદ રાજચંદ્રજીએ આધ્યાત્મિકતાના નવા શિખરો સર કરી આત્મ શોધનો માર્ગ ચિંધ્યો.

  1/16
 • શ્રીમતી દેવબા અને રાવજીભાઇને ઘરે કાર્તિકી પૂર્ણિમાને દિવસે, દેવદિવાળીને દિવસે વિક્રમ સંવત 1924 એટલે કે 9મી નવેમ્બર 1867ના રોજ વાવણિયા ગુજરાતમાં તેમનો જન્મ થયો. તે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મ્યા હતા.

  શ્રીમતી દેવબા અને રાવજીભાઇને ઘરે કાર્તિકી પૂર્ણિમાને દિવસે, દેવદિવાળીને દિવસે વિક્રમ સંવત 1924 એટલે કે 9મી નવેમ્બર 1867ના રોજ વાવણિયા ગુજરાતમાં તેમનો જન્મ થયો. તે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મ્યા હતા.

  2/16
 • સાત વર્ષની વયે એક પરિચિતની ચિતાનું દહન જોયું અને તે માનસિક મનોમંથનમાંથી પસાર થયા. તેમને તેમના પૂર્વ જન્મ યાદ આવ્યા, તેમને જાતિ સ્મરણ જ્ઞાન લાધ્યું.

  સાત વર્ષની વયે એક પરિચિતની ચિતાનું દહન જોયું અને તે માનસિક મનોમંથનમાંથી પસાર થયા. તેમને તેમના પૂર્વ જન્મ યાદ આવ્યા, તેમને જાતિ સ્મરણ જ્ઞાન લાધ્યું.

  3/16
 • આ બાળ યોગીએ શાળાએ જવાની શરૂઆત કરી અને સાત વર્ષનું શિક્ષ માત્ર બે વર્ષમાં પુરું કર્યું. તેમના ચાતુર્ય ઉપરાંત તેમનામાં સર્જનાત્મકતા છલોછલ હતી. તે કવિતાઓ રચતા, સંભળાવતા અને વાક્પ્રવાહ પણ પ્રભાવી હતો. તેમને નાનપણમાં સૌ કવિના નામે બોલાવતા. 13થી 16 વર્ષની વય દરમિયાન તેમણે સનાતન સત્યની શોધ આદરે અને તમામ ગ્રંથી, પ્રતો સહિત ભારતીય દર્શનશાત્રની છ એ છ શાખાઓનો અભ્યાસ પુરો કર્યો.

  આ બાળ યોગીએ શાળાએ જવાની શરૂઆત કરી અને સાત વર્ષનું શિક્ષ માત્ર બે વર્ષમાં પુરું કર્યું. તેમના ચાતુર્ય ઉપરાંત તેમનામાં સર્જનાત્મકતા છલોછલ હતી. તે કવિતાઓ રચતા, સંભળાવતા અને વાક્પ્રવાહ પણ પ્રભાવી હતો. તેમને નાનપણમાં સૌ કવિના નામે બોલાવતા. 13થી 16 વર્ષની વય દરમિયાન તેમણે સનાતન સત્યની શોધ આદરે અને તમામ ગ્રંથી, પ્રતો સહિત ભારતીય દર્શનશાત્રની છ એ છ શાખાઓનો અભ્યાસ પુરો કર્યો.

  4/16
 • તેમનામાં અનેક અસાધારણ આવડતો હતી જેમકે શતાવધાન. અવધાન શક્તિ એટલે કે એવી શક્તિ કે વ્યક્તિ એક સાથે એકથી વધુ કામ કરી શકે અને સામાન્ય માણસને આ કપરું લાગે પણ શ્રીમદજીએ 22 જાન્યુઆરી 1887માં મુંબઇના ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યુટમાં એક જાહેર કાર્યક્રમમાં 19 વર્ષની વયે એક સાથે 100 કામ ચિવટ અને ચોકસાઇથી કરી લોકોને અચંબામાં મૂકી દીધા હતા.

  તેમનામાં અનેક અસાધારણ આવડતો હતી જેમકે શતાવધાન. અવધાન શક્તિ એટલે કે એવી શક્તિ કે વ્યક્તિ એક સાથે એકથી વધુ કામ કરી શકે અને સામાન્ય માણસને આ કપરું લાગે પણ શ્રીમદજીએ 22 જાન્યુઆરી 1887માં મુંબઇના ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યુટમાં એક જાહેર કાર્યક્રમમાં 19 વર્ષની વયે એક સાથે 100 કામ ચિવટ અને ચોકસાઇથી કરી લોકોને અચંબામાં મૂકી દીધા હતા.

  5/16
 • આ આવડતો, સશક્ત સંવેદનાઓ છતાં તેમનામાં ત્યાગની ભાવના પ્રબળ હતી. આત્મસિદ્ધિને જ તેમણે પ્રાધાન્ય આપ્યું. છતાં ય તેમણે વીસ વર્ષની વયે ગૃહસ્થજીવનમાં તથા વ્યવસાયમાં જોડાવું પડ્યું હતું. તેમને સંસાર ત્યાગ કરવો હતો પણ સંજોગો જુદાં ખડા થયાં છતાં તેમને જે પણ મળતું તેમનાથી પ્રભાવિત થતું. તેમની દરેક પ્રવૃત્તિમાં ધર્મ પ્રતિબિંબિત થતો.

  આ આવડતો, સશક્ત સંવેદનાઓ છતાં તેમનામાં ત્યાગની ભાવના પ્રબળ હતી. આત્મસિદ્ધિને જ તેમણે પ્રાધાન્ય આપ્યું. છતાં ય તેમણે વીસ વર્ષની વયે ગૃહસ્થજીવનમાં તથા વ્યવસાયમાં જોડાવું પડ્યું હતું. તેમને સંસાર ત્યાગ કરવો હતો પણ સંજોગો જુદાં ખડા થયાં છતાં તેમને જે પણ મળતું તેમનાથી પ્રભાવિત થતું. તેમની દરેક પ્રવૃત્તિમાં ધર્મ પ્રતિબિંબિત થતો.

  6/16
 • 1890માં ત્રેવીસ વર્ષની વયે તેમને શુદ્ધ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઇ. 28મા વર્ષ પછી ચાર-છ મહિના તેઓ જંગલ, પર્વતોમાં એકાંત સ્થળે સાધુ જેવું જીવન જીવવા લાગ્યા. 

  1890માં ત્રેવીસ વર્ષની વયે તેમને શુદ્ધ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઇ. 28મા વર્ષ પછી ચાર-છ મહિના તેઓ જંગલ, પર્વતોમાં એકાંત સ્થળે સાધુ જેવું જીવન જીવવા લાગ્યા. 

  7/16
 • એકાંતમાં જીવન ગાળનારા શ્રીમદજીએ ગુજરાતમાં મહિનાઓ પસા કર્યા અને ઇડરની ટેકરીઓ સહિત વસો, ખેડા, ઉત્તરસંડાના જંગલોમાં પણ તેઓ રહ્યા. તેઓ સતત પોતાની આધ્યાત્મિક પ્રગતિ જોઇ રહ્યા હતા અને વૈરાગી જીવન જ જીવતા હતા.

  એકાંતમાં જીવન ગાળનારા શ્રીમદજીએ ગુજરાતમાં મહિનાઓ પસા કર્યા અને ઇડરની ટેકરીઓ સહિત વસો, ખેડા, ઉત્તરસંડાના જંગલોમાં પણ તેઓ રહ્યા. તેઓ સતત પોતાની આધ્યાત્મિક પ્રગતિ જોઇ રહ્યા હતા અને વૈરાગી જીવન જ જીવતા હતા.

  8/16
 • નડિયાદમાં સાંડ પડ્યે તેમણે આસો વદ એકમ 1896ના રોજ દોઢ જ કલાકમાં એકી બેઠકે તેમણે શ્રી આત્મસિદ્ધી શાસ્ત્રના 142 પદ રચ્યા જે તેમામ સ્ક્રિપ્ચર્સનો સાર છે

  નડિયાદમાં સાંડ પડ્યે તેમણે આસો વદ એકમ 1896ના રોજ દોઢ જ કલાકમાં એકી બેઠકે તેમણે શ્રી આત્મસિદ્ધી શાસ્ત્રના 142 પદ રચ્યા જે તેમામ સ્ક્રિપ્ચર્સનો સાર છે

  9/16
 • આત્માનંદમાં મગ્ન એવા આ યોગીએ વિક્રમ સંવત 1957 એટલે કે 9 એપ્રિલના 1901ના રોજ રાજકોટમાં પુર્ણ જાગૃતિમાં દેહત્યાગ કર્યો. 33 વર્ષની ટૂંકી વયમાં આ યોગીશ્વરે આત્મકલ્યાણ સાધ્યું અને અન્યોને તેનો માર્ગ ચિંધતા ગયા. 

  આત્માનંદમાં મગ્ન એવા આ યોગીએ વિક્રમ સંવત 1957 એટલે કે 9 એપ્રિલના 1901ના રોજ રાજકોટમાં પુર્ણ જાગૃતિમાં દેહત્યાગ કર્યો. 33 વર્ષની ટૂંકી વયમાં આ યોગીશ્વરે આત્મકલ્યાણ સાધ્યું અને અન્યોને તેનો માર્ગ ચિંધતા ગયા. 

  10/16
 • તેમનો બોધ 'શ્રીમદ રાજચંદ્ર' શિર્ષક હેઠળ એક ગ્રંથ તરીકે ઉપસ્થિત થયો છે અને આજે પણ સાધકોને તે માર્ગ ચિંધે છે. 

  તેમનો બોધ 'શ્રીમદ રાજચંદ્ર' શિર્ષક હેઠળ એક ગ્રંથ તરીકે ઉપસ્થિત થયો છે અને આજે પણ સાધકોને તે માર્ગ ચિંધે છે. 

  11/16
 • આધુનિક યુગમાં જૈન ધર્મનાં મશાલી કહેવાતા શ્રીમદજી ક્રાંતિકારી હતા અને કશું પણ આંખો મીંચીને માની ન લેતા. દુન્યવી બાબતો તેમને સ્પર્શતી નહીં, તે એક એવા પ્ર’યોગી’ હતા જેમણે સ્વના અસ્તિત્વનું સત્ય ઉજાગર કર્યું હતું. તેમણે હેતુસભર ધાર્મિક પ્રવૃત્તિઓ પર ભાર મુક્યો હતો. તેમણે નવા યુગમાં આધ્યાત્મના પાયા નાખ્યા અને સતત સજાગતાના, જાગૃતિ ચંતનના ભાવ સાથે જીવ્યા.

  આધુનિક યુગમાં જૈન ધર્મનાં મશાલી કહેવાતા શ્રીમદજી ક્રાંતિકારી હતા અને કશું પણ આંખો મીંચીને માની ન લેતા. દુન્યવી બાબતો તેમને સ્પર્શતી નહીં, તે એક એવા પ્ર’યોગી’ હતા જેમણે સ્વના અસ્તિત્વનું સત્ય ઉજાગર કર્યું હતું. તેમણે હેતુસભર ધાર્મિક પ્રવૃત્તિઓ પર ભાર મુક્યો હતો. તેમણે નવા યુગમાં આધ્યાત્મના પાયા નાખ્યા અને સતત સજાગતાના, જાગૃતિ ચંતનના ભાવ સાથે જીવ્યા.

  12/16
 • તેમને મહાત્માના મહાત્મા એટલે કે ગાંધીજીના મહાત્મા પણ કહેવાય છે. ગાંધીજીએ તેમને માટે કહ્યું હતું કે, "આ પુરુષે ધાર્મિક બાબતે મારું હ્રદય જીતી લીધું છે અને હજી સુધી કોઇપણ માણસે મારા હ્રદય પર એવો પ્રભાવ પાડ્યો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં કવિ (શ્રીમદજી) સાથે રસ્કિન અને ટૉલસ્તોયનો ફાળો પણ છે, પણ કવિની અસર મારા પર વધુ ઊંડી છે કારણકે હું તેમના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો."    

  તેમને મહાત્માના મહાત્મા એટલે કે ગાંધીજીના મહાત્મા પણ કહેવાય છે. ગાંધીજીએ તેમને માટે કહ્યું હતું કે, "આ પુરુષે ધાર્મિક બાબતે મારું હ્રદય જીતી લીધું છે અને હજી સુધી કોઇપણ માણસે મારા હ્રદય પર એવો પ્રભાવ પાડ્યો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં કવિ (શ્રીમદજી) સાથે રસ્કિન અને ટૉલસ્તોયનો ફાળો પણ છે, પણ કવિની અસર મારા પર વધુ ઊંડી છે કારણકે હું તેમના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો."

   

   

  13/16
 • તેમના લખાણોને પગલે કેટલાયને મુક્તિનો માર્ગ જડ્યો છે. તેઓ જૈન ધર્મના સુધારક, મહાન ફિલસુફ અને ચિંતક હતા તથા 19મી સદીના સીમાચિહ્ન સમા કવિ-દાર્શનિક હતા. તેમને યુગપુરુષની ઓળખ મળી છે અને તેમના સમૃદ્ધ વારસાએ આત્મ શોધના પ્રશ્ન સાથે મથતા અનેકોના પ્રશ્નોનો જવાબ આપ્યો છે.

  તેમના લખાણોને પગલે કેટલાયને મુક્તિનો માર્ગ જડ્યો છે. તેઓ જૈન ધર્મના સુધારક, મહાન ફિલસુફ અને ચિંતક હતા તથા 19મી સદીના સીમાચિહ્ન સમા કવિ-દાર્શનિક હતા. તેમને યુગપુરુષની ઓળખ મળી છે અને તેમના સમૃદ્ધ વારસાએ આત્મ શોધના પ્રશ્ન સાથે મથતા અનેકોના પ્રશ્નોનો જવાબ આપ્યો છે.

  14/16
 • શ્રીમદ રાજચંદ્રની દોઢસોમી જન્મજયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સ્મૃતિમાં સ્મારક સિક્કા તથા સ્ટેમ્પ બહાર પાડ્યા હતા અને આ પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક રાકેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સાબરમતી આશ્રમમાં યોજાયો હતો જેમાં વડાપ્રધાન ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગવર્નર ઓ પી કહોલી અને સાંસદ પરેશ રાવલ વગેરે હાજર હતા.

  શ્રીમદ રાજચંદ્રની દોઢસોમી જન્મજયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સ્મૃતિમાં સ્મારક સિક્કા તથા સ્ટેમ્પ બહાર પાડ્યા હતા અને આ પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક રાકેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સાબરમતી આશ્રમમાં યોજાયો હતો જેમાં વડાપ્રધાન ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગવર્નર ઓ પી કહોલી અને સાંસદ પરેશ રાવલ વગેરે હાજર હતા.

  15/16
 • શ્રીમદ રાજચંદ્રજીની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા ધરમપુરમાં બનાવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન તેમની 150મી જન્મજયંતી નિમિત્તે નવેમ્બર 2017માં કરાયું હતું. દર વર્ષે આ 34 ફૂટ ઉંચી પ્રતિમાનો મહામસ્તકઅભિષેકનો કાર્યક્રમ યોજાય છે.

  શ્રીમદ રાજચંદ્રજીની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા ધરમપુરમાં બનાવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન તેમની 150મી જન્મજયંતી નિમિત્તે નવેમ્બર 2017માં કરાયું હતું. દર વર્ષે આ 34 ફૂટ ઉંચી પ્રતિમાનો મહામસ્તકઅભિષેકનો કાર્યક્રમ યોજાય છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

આધ્યાત્મના તમામ આયામો સર કરનારા શ્રીમદ રાજચંદ્રજી (Shrimad Rajchandra) તેમની પ્રતિભા, તેજ અને મહાવીર સ્વામીના જીવન સંદેશને સટિક રીતે જીવનારા યુગપુરુષ તરીકે પુજનિય છે. તેઓ આધ્યાત્મિકતાના એ સ્તરે જીવ્યા જેણે ધર્મને એક અનેરું દ્રષ્ટાંત આપ્યું. આજે તીથિ પ્રમાણે તેમનો જન્મ દિવસ છે ત્યારે તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા પર એક નજર કરીએ. (તસવીર-માહીતી સૌજન્ય-  શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર 

First Published: 30th November, 2020 08:15 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK