જન્મભૂમિ ટ્રસ્ટે રામ મંદિરના પ્રસ્તાવિત મૉડલની તસવીરો કરી શૅર, જુઓ તસવીરો

Published: Aug 04, 2020, 18:05 IST | Shilpa Bhanushali
 • રામ મંદિરનો નક્શો બનાવનાર ચીફ આર્કિટેક્ટ સોમપુરાના દીકરા નિખિલ સોમપુરાએ જણાવ્યું કે મંદિર પાસે 70 એકર જમીન હશે. પણ, મંદિર3 એકરમાં જ બનશે. પણ 65 એકરની જમીન પર મંદિર પરિસરનો વિસ્તાર કરવામાં આવશે.

  રામ મંદિરનો નક્શો બનાવનાર ચીફ આર્કિટેક્ટ સોમપુરાના દીકરા નિખિલ સોમપુરાએ જણાવ્યું કે મંદિર પાસે 70 એકર જમીન હશે. પણ, મંદિર3 એકરમાં જ બનશે. પણ 65 એકરની જમીન પર મંદિર પરિસરનો વિસ્તાર કરવામાં આવશે.

  1/13
 • એક અનુમાન પ્રમાણે, મંદિરમાં એક દિવસમાં એક લાખ રામ ભક્ત પહોંચી શકશે. આને ધ્યાનમાં રાખીને મંદિરના મૉડલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

  એક અનુમાન પ્રમાણે, મંદિરમાં એક દિવસમાં એક લાખ રામ ભક્ત પહોંચી શકશે. આને ધ્યાનમાં રાખીને મંદિરના મૉડલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

  2/13
 • પહેલા મંદિરમાં બે ગુંબજ બનવાના હતા. મૂળ મૉડલમાં પરિવર્તન કર્યા અને આને વધારીને પાંચ કરી દેવામાં આવ્યા. ગર્ભગૃહથી 200 ફૂટ નીચેની માટીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે જગ્યાની માટી મંદિરનો ભાર(વજન) સહન કરવામાં નબળી મળશે, તેના આધારે મંદિરનું પ્લેટફૉર્મ વધારવામાં આવશે.

  પહેલા મંદિરમાં બે ગુંબજ બનવાના હતા. મૂળ મૉડલમાં પરિવર્તન કર્યા અને આને વધારીને પાંચ કરી દેવામાં આવ્યા. ગર્ભગૃહથી 200 ફૂટ નીચેની માટીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે જગ્યાની માટી મંદિરનો ભાર(વજન) સહન કરવામાં નબળી મળશે, તેના આધારે મંદિરનું પ્લેટફૉર્મ વધારવામાં આવશે.

  3/13
 • મંદિરમાં સિંહદ્વાર, રંગ મંડપ, નૃત્ય મંડળ, પૂજા કક્ષ અને ગર્ભ ગૃહ ઉપર પાંચ ગુંબજ બનશે. શિલાપૂજન પછી મશીન લગાવીને પાયો ખોદવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. મંદિરમાં લગાડવામાં આવશે. આ મંદિર લગભગ 318 પિલર પર ઊભું હશે.

  મંદિરમાં સિંહદ્વાર, રંગ મંડપ, નૃત્ય મંડળ, પૂજા કક્ષ અને ગર્ભ ગૃહ ઉપર પાંચ ગુંબજ બનશે. શિલાપૂજન પછી મશીન લગાવીને પાયો ખોદવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. મંદિરમાં લગાડવામાં આવશે. આ મંદિર લગભગ 318 પિલર પર ઊભું હશે.

  4/13
 • આખા મંદિરનું નિર્માણમાં લગભગ 1.75 લાખ ઘન ફૂટ પત્થરની જરૂરિયાત કહેવામાં આવી હતી. કારસેવકપુરમમાં મંદિર માટે લાવવામાં આવેલા પત્થર ઘડવામાં આવશે, જેમાંથી એક માળનું ભવન તૈયાર થઈ જશે. બાકી બે માળના ભવન માટે પત્થર ઘડવામાં આવશે. મંદિરના પાયામાં પ્લેટફૉર્મને તૈયાર કરવામાં ત્રણ-ચાર મહિના લાગી શકે છે.

  આખા મંદિરનું નિર્માણમાં લગભગ 1.75 લાખ ઘન ફૂટ પત્થરની જરૂરિયાત કહેવામાં આવી હતી. કારસેવકપુરમમાં મંદિર માટે લાવવામાં આવેલા પત્થર ઘડવામાં આવશે, જેમાંથી એક માળનું ભવન તૈયાર થઈ જશે. બાકી બે માળના ભવન માટે પત્થર ઘડવામાં આવશે. મંદિરના પાયામાં પ્લેટફૉર્મને તૈયાર કરવામાં ત્રણ-ચાર મહિના લાગી શકે છે.

  5/13
 • આ નાગર શૈલીમાં બનેલું અષ્ટકોણીય મંદિર હશે. આમાં ભગવાન રામની મૂર્તિ અને રામ દરબાર હશે. મુખ્ય મંદિરની આગળ-પાછળ સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશનું મંદિર હશે.

  આ નાગર શૈલીમાં બનેલું અષ્ટકોણીય મંદિર હશે. આમાં ભગવાન રામની મૂર્તિ અને રામ દરબાર હશે. મુખ્ય મંદિરની આગળ-પાછળ સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશનું મંદિર હશે.

  6/13
 • મંદિર નિર્માણ માટે રામ જન્મભૂમિ ન્યાસ અને વિશ્વ હિન્દૂ પરિષદ તરફથી પત્થર મગાવવાનું અને ઘડવાનું કામ સપ્ટેમ્બર 1990માં શરૂ કરી દેવામાં આવ્યું હતું.

  મંદિર નિર્માણ માટે રામ જન્મભૂમિ ન્યાસ અને વિશ્વ હિન્દૂ પરિષદ તરફથી પત્થર મગાવવાનું અને ઘડવાનું કામ સપ્ટેમ્બર 1990માં શરૂ કરી દેવામાં આવ્યું હતું.

  7/13
 • 70 એકર જમીનમાંથી ત્રણ એકરમાં મંદિર અને કૉરિડોર બનશે. આ સિવાય 67 એકર ભૂમિ મ્યૂઝિયમ, માતા સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશના મંદિર બનશે.

  70 એકર જમીનમાંથી ત્રણ એકરમાં મંદિર અને કૉરિડોર બનશે. આ સિવાય 67 એકર ભૂમિ મ્યૂઝિયમ, માતા સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશના મંદિર બનશે.

  8/13
 • મંદિરના શિખરની ઉંચાઇ વધારીને 161 ફૂટ કરી દેવામાં આવી. રામ મંદિરની ઉંચાઇમાં 33 ફૂટનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ કારણે વધુ એક માળ પણ બનાવવામાં આવશે. મંદિરના જૂના મૉડલ પ્રમાણે મંદિરની લંબાઇ 268 ફૂટ 5 ઇંચ હતી જે વધારીને 280-300 ફૂટ કરવામાં આવી શકે છે.

  મંદિરના શિખરની ઉંચાઇ વધારીને 161 ફૂટ કરી દેવામાં આવી. રામ મંદિરની ઉંચાઇમાં 33 ફૂટનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ કારણે વધુ એક માળ પણ બનાવવામાં આવશે. મંદિરના જૂના મૉડલ પ્રમાણે મંદિરની લંબાઇ 268 ફૂટ 5 ઇંચ હતી જે વધારીને 280-300 ફૂટ કરવામાં આવી શકે છે.

  9/13
 • મંદિરના શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરા પ્રમાણે મંદિર બનવામાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે એ પણ કહ્યું કે આ ખર્ચ વધી શકે છે. નિર્માણની સમયસીમા નક્કી કરવામાં આવે તો વધારે સંસાધનોની જરૂર પડશે અને બજેટ પણ વધી શકે છે.

  મંદિરના શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરા પ્રમાણે મંદિર બનવામાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે એ પણ કહ્યું કે આ ખર્ચ વધી શકે છે. નિર્માણની સમયસીમા નક્કી કરવામાં આવે તો વધારે સંસાધનોની જરૂર પડશે અને બજેટ પણ વધી શકે છે.

  10/13
 • 5 ઑગસ્ટના પાયાની ઇંટ રાખ્યા બાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે.

  5 ઑગસ્ટના પાયાની ઇંટ રાખ્યા બાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે.

  11/13
 • કહેવામાં આવી રહ્યું છે કે સાડાત્રણ વર્ષમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થશે.

  કહેવામાં આવી રહ્યું છે કે સાડાત્રણ વર્ષમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થશે.

  12/13
 • શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રએ આ તસવીરો ટ્વિટર પર શૅર કરી છે સાથે જ મંગળવારે સવારે શ્રી રામાર્ચા પૂજન અનુષ્ઠાનનો પ્રારંભ થયો તેની તસવીર પણ શૅર કરી છે.

  શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રએ આ તસવીરો ટ્વિટર પર શૅર કરી છે સાથે જ મંગળવારે સવારે શ્રી રામાર્ચા પૂજન અનુષ્ઠાનનો પ્રારંભ થયો તેની તસવીર પણ શૅર કરી છે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામના મંદિરનું ભૂમિ પૂજન કરશે. આ પહેલા મંગળવારે રામ મંદિરના મૉડલની તસવીરો સામે આવી છે.  161 ફૂટ ઉંચા રામ મંદિરમાં પાંચ મંડપ અને એક મુખ્ય શિખર છે. દાવો છે કે અયોધ્યાના દરેક ખૂણેથી આ મંદિર દેખાશે. વર્ષ 1989માં રામ મંદિરનું મૉડલ બનાવવામાં આવ્યું હતું. જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ફેરફાર કર્યા છે. આ મંદિર સાડા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઈ જશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK