શિવરાત્રી મહાકુંભમાં ઉમટ્યો માનવ મહેરામણ, શિવભક્તિમાં રંગાયું જૂનાગઢ

Published: Mar 01, 2019, 16:03 IST | Falguni Lakhani
 • જૂનાગઢમાં શિવરાત્રીના પર્વ પર યોજાતા પ્રસિદ્ધ ભવનાથના મેળાનો આરંભ થઈ ગયો છે. દેશભરમાંથી નાગા સાધુઓ અહીં આવી રહ્યા છે. મેળામાં બનાવવામાં આવેલું રુદ્રાક્ષનું વિશાળ શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

  જૂનાગઢમાં શિવરાત્રીના પર્વ પર યોજાતા પ્રસિદ્ધ ભવનાથના મેળાનો આરંભ થઈ ગયો છે. દેશભરમાંથી નાગા સાધુઓ અહીં આવી રહ્યા છે. મેળામાં બનાવવામાં આવેલું રુદ્રાક્ષનું વિશાળ શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

  1/5
 • મહા વદ નોમના ભવનાથના મંદિરે ધ્વજારોહણ સાથે ગીરનાર શિવરાત્રી કુંભમેળાનો પ્રારંભ થયો હતો. ચાર માર્ચે શિવરાત્રીના દિવસે મૃગી કુંડ સ્નાન પછી આ મિનિ કુંભ પૂર્ણ થશે. અહીં સાધુ સંતો અને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

  મહા વદ નોમના ભવનાથના મંદિરે ધ્વજારોહણ સાથે ગીરનાર શિવરાત્રી કુંભમેળાનો પ્રારંભ થયો હતો. ચાર માર્ચે શિવરાત્રીના દિવસે મૃગી કુંડ સ્નાન પછી આ મિનિ કુંભ પૂર્ણ થશે. અહીં સાધુ સંતો અને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

  2/5
 • ભવનાથ નજીક મુચકુંદ ગુફા અને મુચકુંદ મહાદેવ તેમજ લક્કડ ભારતી બાપુની સમાધીના પરિસરમાંથી મિનિ કુંભ મેળા અંતર્ગત સંતોની નગર યાત્રા નીકળી હતી.સાધુ-સંતોએ વંદનીય મહંતોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ કરી હતી. મુચકુંદ મહાદેવ તથા રાધારમણ મંદીર ખાતે પણ પૂજનવિધિ કરવામાં આવી હતી. અને હર હર મહાદેવના નાદ અને જય ગિરનારીના નાદ સાથે સંતો ભવનાથ તરફ નીકળ્યા હતાં.

  ભવનાથ નજીક મુચકુંદ ગુફા અને મુચકુંદ મહાદેવ તેમજ લક્કડ ભારતી બાપુની સમાધીના પરિસરમાંથી મિનિ કુંભ મેળા અંતર્ગત સંતોની નગર યાત્રા નીકળી હતી.સાધુ-સંતોએ વંદનીય મહંતોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ કરી હતી. મુચકુંદ મહાદેવ તથા રાધારમણ મંદીર ખાતે પણ પૂજનવિધિ કરવામાં આવી હતી. અને હર હર મહાદેવના નાદ અને જય ગિરનારીના નાદ સાથે સંતો ભવનાથ તરફ નીકળ્યા હતાં.

  3/5
 • ભવનાથની તળેટીમાં યોજાતા આ મેળાનું અનોખું મહત્વ છે. અહીં આવીને ધૂણી ધખાવતા નાગા સાધુઓની દુનિયા રહસ્યમયી છે. શિવરાત્રીના પર્વ પર આ સાધુઓ ખાસ અહીં આવે છે.

  ભવનાથની તળેટીમાં યોજાતા આ મેળાનું અનોખું મહત્વ છે. અહીં આવીને ધૂણી ધખાવતા નાગા સાધુઓની દુનિયા રહસ્યમયી છે. શિવરાત્રીના પર્વ પર આ સાધુઓ ખાસ અહીં આવે છે.

  4/5
 • જૂનાગઢની શાન સમાન ગરવા ગીરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આ મેળો થાય છે. જ્યાં ભક્તિ અને પરંપરાનો અલૌક્કિ સંગમ જોવા મળે છે.

  જૂનાગઢની શાન સમાન ગરવા ગીરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આ મેળો થાય છે. જ્યાં ભક્તિ અને પરંપરાનો અલૌક્કિ સંગમ જોવા મળે છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

ગરવા ગીરનારની ગોદમાં શિવરાત્રી મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. શિવરાત્રી કુંભ મેળામાં લાખો લોકો ઉમટી રહ્યા છે. ત્યારે જુઓ આ મેળાના કેટલાક નજારાઓ આ તસવીરોમાં.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK