Shankarsinh Vaghela: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાનની આવી રહી છે રાજકીય સફર

Updated: Jul 20, 2019, 13:17 IST | Bhavin
 • ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલા હાલ શરદ પવારના પક્ષ એનસીપીમાં છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં કદાચ હવે તેમનું મહત્વ પહેલા જેટલું રહ્યું નથી. જો કે એક સમયે શંકરસિંહનું રાજકીય કદ પણ જબરજસ્ત હતું.

  ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલા હાલ શરદ પવારના પક્ષ એનસીપીમાં છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં કદાચ હવે તેમનું મહત્વ પહેલા જેટલું રહ્યું નથી. જો કે એક સમયે શંકરસિંહનું રાજકીય કદ પણ જબરજસ્ત હતું.

  1/17
 • શંકરસિંહ વાઘેલાના રાજકીય સફરની શરૂઆત કટોકટી દરમિયાન થઈ હતી. ગાંધીનગરમાં આવેલા વાસણ ગામમાં રાજપૂત પરિવારમાં જન્મેલા બાપુ રાષ્ટ્રીય સ્વયં સંઘના સક્રિય સભ્ય હતા. 

  શંકરસિંહ વાઘેલાના રાજકીય સફરની શરૂઆત કટોકટી દરમિયાન થઈ હતી. ગાંધીનગરમાં આવેલા વાસણ ગામમાં રાજપૂત પરિવારમાં જન્મેલા બાપુ રાષ્ટ્રીય સ્વયં સંઘના સક્રિય સભ્ય હતા. 

  2/17
 • કટોકટી દરમિયાન બાપુ જેલમાં પણ ગયા હતા. બાદમાં થયેલી ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડીને કપડવંજના સાંસદ બન્યા. પરંતુ 1980માં અહીંથી જ હારી ગયા. તસવીરમાંઃ નરેન્દ્ર મોદી, કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા  તસવીર સૌજન્યઃ શૈલેષ રાવલ ફેસબુક 

  કટોકટી દરમિયાન બાપુ જેલમાં પણ ગયા હતા. બાદમાં થયેલી ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડીને કપડવંજના સાંસદ બન્યા. પરંતુ 1980માં અહીંથી જ હારી ગયા.

  તસવીરમાંઃ નરેન્દ્ર મોદી, કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા 

  તસવીર સૌજન્યઃ શૈલેષ રાવલ ફેસબુક 

  3/17
 • શંકરસિંહ વાઘેલા 1980થી 1991 સુધી ગુજરાત ભાજપના મહાસચિવ હતા. 1984થી 1989 સુધી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તો 1989માં બાપુ ગાંધીનગર અને 1991માં ગોધરાથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. 1995માં જ્યારે ભાજપે 121 બેઠક પ ર જીત મેળવી, ત્યારે ધારાસભ્યોએ બાપુને નેતા ચૂંટ્યા હતા. જો કે હાઈકમાન્ડના આદેશ બાદ કેશુભાઈ પટેલને સીએમ બનાવાયા.

  શંકરસિંહ વાઘેલા 1980થી 1991 સુધી ગુજરાત ભાજપના મહાસચિવ હતા. 1984થી 1989 સુધી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તો 1989માં બાપુ ગાંધીનગર અને 1991માં ગોધરાથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. 1995માં જ્યારે ભાજપે 121 બેઠક પ ર જીત મેળવી, ત્યારે ધારાસભ્યોએ બાપુને નેતા ચૂંટ્યા હતા. જો કે હાઈકમાન્ડના આદેશ બાદ કેશુભાઈ પટેલને સીએમ બનાવાયા.

  4/17
 • આખરે 1995માં શંકરસિંહ વાઘેલાએ 47 ધારાસભ્યોના સમર્થન સાથે બળવો કર્યો. સમજૂતી રૂપે બાપુના ખાસ ગણાત સુરેશ મહેતાને સીએમ બનાવાયા. આ જ દરમિયાન ખૂબ જ જાણીતો ખજૂરાહો કાંડ થયો. 

  આખરે 1995માં શંકરસિંહ વાઘેલાએ 47 ધારાસભ્યોના સમર્થન સાથે બળવો કર્યો. સમજૂતી રૂપે બાપુના ખાસ ગણાત સુરેશ મહેતાને સીએમ બનાવાયા. આ જ દરમિયાન ખૂબ જ જાણીતો ખજૂરાહો કાંડ થયો. 

  5/17
 • આખરે 1996માં બાપુએ ભાજપ છોડી દીધું, અને રાષ્ટ્રીય જનતા પાર્ટીના નામે નવો પક્ષ બનાવ્યો. 1996માં કોંગ્રેસના સમર્થનથી શંકરસિંહ વાઘેલા સીએમ બન્યા.  1997માં રાધનપુર બેઠકથી ધારાસભ્ય બન્યા. પરંતુ 1997માં તેમણે સીએમ પદથી રાજીનામું આપવું પડ્યું અને તેમના નજીકના ગણાતા દિલીપ પરીખ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા.

  આખરે 1996માં બાપુએ ભાજપ છોડી દીધું, અને રાષ્ટ્રીય જનતા પાર્ટીના નામે નવો પક્ષ બનાવ્યો. 1996માં કોંગ્રેસના સમર્થનથી શંકરસિંહ વાઘેલા સીએમ બન્યા.  1997માં રાધનપુર બેઠકથી ધારાસભ્ય બન્યા. પરંતુ 1997માં તેમણે સીએમ પદથી રાજીનામું આપવું પડ્યું અને તેમના નજીકના ગણાતા દિલીપ પરીખ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા.

  6/17
 • બાદમાં શંકરસિંહે પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરી દીધો અને 1999 તેમજ 2004માં કપડવંજથી લોકસભા ચૂંટણી જીત્યા. યુપીએ સરકારમાં કેન્દ્રીય પ્રધાન પણ રહ્યા. નવા સીમાંકનમાં કપડવંજની બેઠક પંચમહાલમાં ભળી ગઈ અને 2009માં શંકરસિંહ વાઘેલા ચૂંટણી હારી ગયા.

  બાદમાં શંકરસિંહે પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરી દીધો અને 1999 તેમજ 2004માં કપડવંજથી લોકસભા ચૂંટણી જીત્યા. યુપીએ સરકારમાં કેન્દ્રીય પ્રધાન પણ રહ્યા. નવા સીમાંકનમાં કપડવંજની બેઠક પંચમહાલમાં ભળી ગઈ અને 2009માં શંકરસિંહ વાઘેલા ચૂંટણી હારી ગયા.

  7/17
 • બાદમાં શંકરસિંહ વાઘેલાને ગુજરાત કોંગ્રેસ તરફથી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા. 2014માં પણ બાપુ લોકસભા લડ્યા પરંતુ સાબરકાંઠા બેઠક પર તેમને હારનો સામનો કરવો પડ્યો.

  બાદમાં શંકરસિંહ વાઘેલાને ગુજરાત કોંગ્રેસ તરફથી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા. 2014માં પણ બાપુ લોકસભા લડ્યા પરંતુ સાબરકાંઠા બેઠક પર તેમને હારનો સામનો કરવો પડ્યો.

  8/17
 • 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકરસિંહ વાઘેલાએ 13 ધારાસભ્યો સાથે કોંગ્રેસ છોડી દીધી.

  2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકરસિંહ વાઘેલાએ 13 ધારાસભ્યો સાથે કોંગ્રેસ છોડી દીધી.

  9/17
 • કોંગ્રેસ છોડ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જન વિકાસ મોરચા નામના સંગઠનની શરૂઆત કરી. 

  કોંગ્રેસ છોડ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જન વિકાસ મોરચા નામના સંગઠનની શરૂઆત કરી. 

  10/17
 • જન વિકાસ મોરચા નામના સંગઠનના નામ પર શંકરસિંહ વાઘેલા વિધાનસભાની ચૂંટણી લડ્યા જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો. 

  જન વિકાસ મોરચા નામના સંગઠનના નામ પર શંકરસિંહ વાઘેલા વિધાનસભાની ચૂંટણી લડ્યા જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો. 

  11/17
 • આ સાથે જ શંકરસિંહ વાઘેલાના રાજકીય અસ્તિત્વ સામે પણ સવાલ ઉઠવા લાગ્યા. એક સમયે જેને રાજકારણના સિંહ ગણવામાં આવતા હતા તે બાપુની રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જાઈ ગયો. 

  આ સાથે જ શંકરસિંહ વાઘેલાના રાજકીય અસ્તિત્વ સામે પણ સવાલ ઉઠવા લાગ્યા. એક સમયે જેને રાજકારણના સિંહ ગણવામાં આવતા હતા તે બાપુની રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જાઈ ગયો. 

  12/17
 • જો કે શંકરસિંહ વાઘેલા શરદ પવારના રાષ્ટ્રીય પક્ષ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. હાલ પણ તેઓ એનસીપીના ગુજરાત એકમના અધ્યક્ષ છે. 

  જો કે શંકરસિંહ વાઘેલા શરદ પવારના રાષ્ટ્રીય પક્ષ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. હાલ પણ તેઓ એનસીપીના ગુજરાત એકમના અધ્યક્ષ છે. 

  13/17
 • ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા ભગવાન શંકરના ભક્ત છે. તેમના ગામમાં આવેલા વાસણિયા મહાદેવના દર્શને તેઓ નિયમિત જાય છે. એટલે સુધી કે તેમનું નામ પણ ભોળાનાથના નામ પરથી જ પાડવામાં આવ્યું છે. 

  ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા ભગવાન શંકરના ભક્ત છે. તેમના ગામમાં આવેલા વાસણિયા મહાદેવના દર્શને તેઓ નિયમિત જાય છે. એટલે સુધી કે તેમનું નામ પણ ભોળાનાથના નામ પરથી જ પાડવામાં આવ્યું છે. 

  14/17
 • નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા એક સમયે ખૂબ જ સારા મિત્રો હતા. આજે પણ બંનેના અનેક કિસ્સાઓ રાજકારણમાં ચર્ચાય છે. 

  નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા એક સમયે ખૂબ જ સારા મિત્રો હતા. આજે પણ બંનેના અનેક કિસ્સાઓ રાજકારણમાં ચર્ચાય છે. 

  15/17
 • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કામ કરતા સમયે શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી એક જ સ્કૂટર પર ગુજરાતના વિસ્તારોને ખૂંદતા હતા. 

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કામ કરતા સમયે શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી એક જ સ્કૂટર પર ગુજરાતના વિસ્તારોને ખૂંદતા હતા. 

  16/17
 • જો કે હાલ નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન બની ચૂક્યા છે, તો શંકરસિંહ વાઘેલાનું રાજકીય મહત્વ સવાલોના સકંજામાં છે.

  જો કે હાલ નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન બની ચૂક્યા છે, તો શંકરસિંહ વાઘેલાનું રાજકીય મહત્વ સવાલોના સકંજામાં છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ છે. પહેલા સંઘ, પછી ભાજપ, રાષ્ટ્રીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને હવે એનસીપીમાં રહેલા આ રાજકીય નેતાની રાજકીય સફર પણ રસપ્રદ રહી છે. ત્યારે શંકરસિંહ વાઘેલાના જન્મદિવસે ચાલો જાણીએ તેમની રાજકીય સફરની રસપ્રદ ઘટનાઓ 

(Image Courtesy: Shankarsinh Vaghela Tweeter, Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK