પ્રમુખસ્વામીના જન્મોત્સવની ઉજવણીનો રંગબેરંગી નજારો

Dec 12, 2018, 15:13 IST
  • પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતીના 10 દિવસના જન્મોત્સવના ભાગ રૂપે મંગળવારે રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું આયોજન કરાયું હતું. આ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.

    પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતીના 10 દિવસના જન્મોત્સવના ભાગ રૂપે મંગળવારે રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું આયોજન કરાયું હતું. આ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.

    1/7
  • લાઈટ એન્ડ સાઉન્ડ શોની સાથે સ્ટેજ પર પણ કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. ગુજરાતના પરંપરાગત ગરબા અને રણશિંગા સાથે ખાસ ભાતીગળ નૃત્યની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

    લાઈટ એન્ડ સાઉન્ડ શોની સાથે સ્ટેજ પર પણ કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. ગુજરાતના પરંપરાગત ગરબા અને રણશિંગા સાથે ખાસ ભાતીગળ નૃત્યની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

    2/7
  • માધાપર-મોરબી હાઈવે પર વિશાળ મેદાનમાં ટેન્ટ તૈયાર કરાયા છે. જ્યાં લાકડાના ટેમ્પરરી મંદિર પણ ઉભા કરાયા છે. ડ્રોનથી લેવાયેલી આ તસવીરમાં તમે જોઈ શકો છો કેટલા મોટાપ્રમાણમાં અહીં માનવમહેરામણ ઉમટી રહ્યો છે.

    માધાપર-મોરબી હાઈવે પર વિશાળ મેદાનમાં ટેન્ટ તૈયાર કરાયા છે. જ્યાં લાકડાના ટેમ્પરરી મંદિર પણ ઉભા કરાયા છે. ડ્રોનથી લેવાયેલી આ તસવીરમાં તમે જોઈ શકો છો કેટલા મોટાપ્રમાણમાં અહીં માનવમહેરામણ ઉમટી રહ્યો છે.

    3/7
  • આ જ મેદાનમાં પ્રમુખસ્વામીની એક વિશાળ મૂર્તિ પણ તૈયાર કરવામાં આવી છે. રાત્રે લાઈટિંગની સુંદરતામાં પ્રમુખ સ્વામીની આ મૂર્તિ દિપી ઉઠે છે.

    આ જ મેદાનમાં પ્રમુખસ્વામીની એક વિશાળ મૂર્તિ પણ તૈયાર કરવામાં આવી છે. રાત્રે લાઈટિંગની સુંદરતામાં પ્રમુખ સ્વામીની આ મૂર્તિ દિપી ઉઠે છે.

    4/7
  • ઉજવણી માટેના મેદાનમાં હૈયેહૈયું દળાય તેવી ભીડ ઉમટે છે. ડ્રોનથી લેવાયેલી આ તસવીર પાર્કિંગ માટે ફાળવાયેલી જગ્યાની છે. તસવીરમાં તમે પાર્કિંગમાં રહેલી ગાડીઓનો કાફલો જોઈને અંદાજ લગાવી શકો છો કે દરરોજ કેટલા શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે.

    ઉજવણી માટેના મેદાનમાં હૈયેહૈયું દળાય તેવી ભીડ ઉમટે છે. ડ્રોનથી લેવાયેલી આ તસવીર પાર્કિંગ માટે ફાળવાયેલી જગ્યાની છે. તસવીરમાં તમે પાર્કિંગમાં રહેલી ગાડીઓનો કાફલો જોઈને અંદાજ લગાવી શકો છો કે દરરોજ કેટલા શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે.

    5/7
  • ડ્રોનથી લેવાયેલી આ તસવીર મનમોહક છે. ઉજવણી માટે તૈયાર કરાયેલા સ્વામીનારાયણ નગરને ઠેર ઠેર રંગબેરંગી લાઈટિંગથી સજાવાયું છે. રાતના અંધકારમાં આ લાઈટો ઝળકી ઉઠે છે.

    ડ્રોનથી લેવાયેલી આ તસવીર મનમોહક છે. ઉજવણી માટે તૈયાર કરાયેલા સ્વામીનારાયણ નગરને ઠેર ઠેર રંગબેરંગી લાઈટિંગથી સજાવાયું છે. રાતના અંધકારમાં આ લાઈટો ઝળકી ઉઠે છે.

    6/7
  • આ તસવીર પણ ડ્રોનથી લેવાયેલી છે. જેમાં હજ્જારોની સંખ્યાં શ્રદ્ધાળુઓ નજરે પડી રહ્યા છે.

    આ તસવીર પણ ડ્રોનથી લેવાયેલી છે. જેમાં હજ્જારોની સંખ્યાં શ્રદ્ધાળુઓ નજરે પડી રહ્યા છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. માધાપર-મોરબી બાયપાસ રોડ પર બનાવાયેલા સ્વામિનારાયણ નગરમાં આ ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં હજ્જારોની સંખ્યામાં રોજ લોકો ઉમટી રહ્યા છે. તસવીરોમાં જુઓ ઉજવણીનો રંગબેરંગી નજારો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK