બિહાર પૂરઃ પાણી તો ઓસર્યા પણ મુશ્કેલીઓ નથી થઈ ઓછી..જુઓ તસવીરો

Published: Oct 02, 2019, 15:24 IST | Falguni Lakhani
 • લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે કેટલા મજબૂર છે, તેનો પુરાવો આ તસવીર આપે છે. લોકો ડોલ દોરડાથી બાંધીને નીચે નાખે છે. કારણ કે નીચે ઉતરવા જેવું જ નથી.

  લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે કેટલા મજબૂર છે, તેનો પુરાવો આ તસવીર આપે છે. લોકો ડોલ દોરડાથી બાંધીને નીચે નાખે છે. કારણ કે નીચે ઉતરવા જેવું જ નથી.

  1/12
 • રાજધાની પટનાના નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. સાથે રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે. તસવીર સૌજન્યઃ ANI

  રાજધાની પટનાના નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. સાથે રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે.

  તસવીર સૌજન્યઃ ANI

  2/12
 • પીડિતોને રાહત પહોંચાડવા માટે તંત્ર પુરા પ્રયાસો કરી રહ્યું છે પરંતુ સ્થિતિ એવી ને એવી જ છે.

  પીડિતોને રાહત પહોંચાડવા માટે તંત્ર પુરા પ્રયાસો કરી રહ્યું છે પરંતુ સ્થિતિ એવી ને એવી જ છે.

  3/12
 • ભાગલપુરની સ્થિતિ પણ પટના જેવી જ છે. જેના 265 ગામ પૂરની ઝપેટમાં આવી ગયા છે.

  ભાગલપુરની સ્થિતિ પણ પટના જેવી જ છે. જેના 265 ગામ પૂરની ઝપેટમાં આવી ગયા છે.

  4/12
 • સાથે જ ભોજપુર, નવાદા, નાલંદા, ખગડિયા, સમસ્તીપુર, લખીસરાય, બેગૂસરાય, વૈશાલી, બક્સર, કટિહાર, જહાનાબાદ, અરવલ અને દરભંગા જિલ્લાના કુલ 17 લાખથી વધુ લોકો પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે.

  સાથે જ ભોજપુર, નવાદા, નાલંદા, ખગડિયા, સમસ્તીપુર, લખીસરાય, બેગૂસરાય, વૈશાલી, બક્સર, કટિહાર, જહાનાબાદ, અરવલ અને દરભંગા જિલ્લાના કુલ 17 લાખથી વધુ લોકો પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે.

  5/12
 • પૂરના કારણે અત્યા સુધીમાં 42 લોકો માર્યા ગયા હોવાની અને નવ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. તસવીર સૌજન્યઃ ANI

  પૂરના કારણે અત્યા સુધીમાં 42 લોકો માર્યા ગયા હોવાની અને નવ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે.

  તસવીર સૌજન્યઃ ANI

  6/12
 • સતત વરસાદના કારણે પુનપુન નદીનું જળસ્તર વધી રહ્યું છે. પુનપુન મુખ્ય બજાર સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  સતત વરસાદના કારણે પુનપુન નદીનું જળસ્તર વધી રહ્યું છે. પુનપુન મુખ્ય બજાર સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  7/12
 • પટનાના મનેરમાં પાણી ભરાવાના કારણે રાંધણ ગેસની શોર્ટેજ છે. રાંધણ ગેસ મેળવવા માટે લોકો લાઈનમાં રાહ જોતા જોવા મળી રહ્યા છે.

  પટનાના મનેરમાં પાણી ભરાવાના કારણે રાંધણ ગેસની શોર્ટેજ છે. રાંધણ ગેસ મેળવવા માટે લોકો લાઈનમાં રાહ જોતા જોવા મળી રહ્યા છે.

  8/12
 • કટિહારના સૌનેલી-કટિહાર રસ્તા પર પાણી ફરી વળવાથી આવન જાવન બંધ થઈ ગયું છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા હોડીનો ઉપયોગ કરી રહ્યા છે.

  કટિહારના સૌનેલી-કટિહાર રસ્તા પર પાણી ફરી વળવાથી આવન જાવન બંધ થઈ ગયું છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા હોડીનો ઉપયોગ કરી રહ્યા છે.

  9/12
 • પટનાના ગાંધી મેદાનમાંથી પાણી કાઢવામાં આવ્યા બાદ દશેરાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

  પટનાના ગાંધી મેદાનમાંથી પાણી કાઢવામાં આવ્યા બાદ દશેરાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

  10/12
 • હજુ પણ અનેક વિસ્તારમાં લોકો ફસાયેલા છે. જેના સુધી તંત્ર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.

  હજુ પણ અનેક વિસ્તારમાં લોકો ફસાયેલા છે. જેના સુધી તંત્ર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.

  11/12
 • પટનાના રાજેન્દ્ર નગર, કંકડબાદ વિસ્તારમાં પાણીની બદબૂ અસહનીય થઈ ગઈ છે. સડતા પાણીમાં મરેલા જાનવરો પણ સડી રહ્યા છે. જેના કારણે રોગચાળાની સ્થિતિ સર્જાવાની આશંકા છે. સાવધાની માટે નગર નિગમે ફોગિંગ પણ શરૂ કર્યું છે.  

  પટનાના રાજેન્દ્ર નગર, કંકડબાદ વિસ્તારમાં પાણીની બદબૂ અસહનીય થઈ ગઈ છે. સડતા પાણીમાં મરેલા જાનવરો પણ સડી રહ્યા છે. જેના કારણે રોગચાળાની સ્થિતિ સર્જાવાની આશંકા છે. સાવધાની માટે નગર નિગમે ફોગિંગ પણ શરૂ કર્યું છે.

   

  12/12
 • loading...

ફોટોઝ વિશે

બિહારમાં પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. પૂરના પાણી તો ઓસરી ગયા છે પરંતુ લોકોની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. જુઓ પૂર પછીની સ્થિતિની કેટલીક તસ્વીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK