કાંકરિયા કાર્નિવલઃફોટોઝમાં જુઓ કેવો જામ્યો છે માહોલ

Published: Dec 31, 2018, 09:57 IST | Bhavin
 • કાંકરિયા કાર્નિવલનો માહોલ બરાબર જામ્યો છે. કાર્નિવલના છઠ્ઠા દિવસે શહેરના જાણીતા રેડિયો જૉકી ધ્વનિત અને સિંગર જિગરદાન ગઢવીએ હાજરી આપી હતી. 

  કાંકરિયા કાર્નિવલનો માહોલ બરાબર જામ્યો છે. કાર્નિવલના છઠ્ઠા દિવસે શહેરના જાણીતા રેડિયો જૉકી ધ્વનિત અને સિંગર જિગરદાન ગઢવીએ હાજરી આપી હતી. 

  1/8
 • છઠ્ઠા દિવસના કાર્યક્રમમાં અમદાવાદના મેયર બિજલ પટેલ પણ હાજર રહ્યા હતા. સિંગર જીગરદાન ગઢવીએ મેયર માટે ખાસ સ્ટેજ પરથી નીચે ઉતરીને ગીતોના સૂર રેલાવ્યા હતા. 

  છઠ્ઠા દિવસના કાર્યક્રમમાં અમદાવાદના મેયર બિજલ પટેલ પણ હાજર રહ્યા હતા. સિંગર જીગરદાન ગઢવીએ મેયર માટે ખાસ સ્ટેજ પરથી નીચે ઉતરીને ગીતોના સૂર રેલાવ્યા હતા. 

  2/8
 • સિંગર જીગરદાન ગઢવીએ પોતાના સ્વરના તાલે અમદાવાદીઓને ડોલાવી દીધા. પોતાના જાણીતા ગુજરાતી ગીતો સાથે જીગરદાન ગઢવીએ રંગીન માહોલ બનાવ્યો હતો. 

  સિંગર જીગરદાન ગઢવીએ પોતાના સ્વરના તાલે અમદાવાદીઓને ડોલાવી દીધા. પોતાના જાણીતા ગુજરાતી ગીતો સાથે જીગરદાન ગઢવીએ રંગીન માહોલ બનાવ્યો હતો. 

  3/8
 • લાખોની સંખ્યામાં શહેરીજનો કાંકરિયા કાર્નિવલની મુલાકાત લઈ રહ્યા છે. કાંકરિયા કાર્નિવલ તેના આખરી પડાવમાં છે, ત્યારે રવિવારે કાર્નિવલમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી હતી 

  લાખોની સંખ્યામાં શહેરીજનો કાંકરિયા કાર્નિવલની મુલાકાત લઈ રહ્યા છે. કાંકરિયા કાર્નિવલ તેના આખરી પડાવમાં છે, ત્યારે રવિવારે કાર્નિવલમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી હતી 

  4/8
 • કાર્નિવલના ચોથા દિવસે ગુજરાતની જાણીતી સિંગર ઐશ્વર્યા મજુમદારે સૂર અને સ્વરના તાલે શહેરીજનોનો દિવસ બનાવી દીધો. રંગારંગ કાર્યક્રમમાં આ ગરવી ગુજરાતણે પોતાના ગીતોથી કાર્નિવલનો માહોલ જમાવ્યો હતો. 

  કાર્નિવલના ચોથા દિવસે ગુજરાતની જાણીતી સિંગર ઐશ્વર્યા મજુમદારે સૂર અને સ્વરના તાલે શહેરીજનોનો દિવસ બનાવી દીધો. રંગારંગ કાર્યક્રમમાં આ ગરવી ગુજરાતણે પોતાના ગીતોથી કાર્નિવલનો માહોલ જમાવ્યો હતો. 

  5/8
 • ઐશ્વર્યા મજુમદારના ગીતોનો માહોલ એવો જામ્યો હતો કે સ્થળ પર જ ગરબા શરૂ થઈ ગયા હતા. ખુદ મેયર બિજલ પટેલ અને પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલે પણ સ્ટેજ પાસે જ ગરબા રમ્યા હતા. 

  ઐશ્વર્યા મજુમદારના ગીતોનો માહોલ એવો જામ્યો હતો કે સ્થળ પર જ ગરબા શરૂ થઈ ગયા હતા. ખુદ મેયર બિજલ પટેલ અને પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલે પણ સ્ટેજ પાસે જ ગરબા રમ્યા હતા. 

  6/8
 • તો કાર્યક્રમના ત્રીજા દિવસે પણ ગુજરાતી ગીતો કાંકરિયાના કિનારે રજૂ થયા. જાણીતા ગાયક રૂપકુમાર રાઠોડના ઘેઘુર કંઠે શ્રોતાઓ રસતરબોળ થયા હતા. 

  તો કાર્યક્રમના ત્રીજા દિવસે પણ ગુજરાતી ગીતો કાંકરિયાના કિનારે રજૂ થયા. જાણીતા ગાયક રૂપકુમાર રાઠોડના ઘેઘુર કંઠે શ્રોતાઓ રસતરબોળ થયા હતા. 

  7/8
 • ચોથા દિવસે ઐશ્વર્યા મજુમદારને સાથ આપવા ખુદ મેયર બિજલ પટેલ પણ સ્ટેજ પર પહોંચ્યા હતા 

  ચોથા દિવસે ઐશ્વર્યા મજુમદારને સાથ આપવા ખુદ મેયર બિજલ પટેલ પણ સ્ટેજ પર પહોંચ્યા હતા 

  8/8
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદના ઐતિહાસિક તળાવ કાંકરિયાના કિનારે યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલનો આજે છેલ્લો દિવસ છે. જો કે છેલ્લા છ દિવસમાં લાખો લોકો કાંકરિયા કાર્નિવલની મુલાકાત લઈ ચૂક્યા છે. રંગારંગ કાર્યક્રમ અને ગીત સંગીતના તાલે અમદાવાદીઓને જલસો કરાવ્યો છે. ફોટોઝમાં જુઓ કેવો છે કાંકરિયાના કિનારાનો માહોલ (તસવીર સૌજન્યઃ AMC ટ્વિટર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK