દૂર સુધી વિખરાયેલા હતા જવાનોના મૃતદેહ, જુઓ પુલવામાં હુમલાની તસવીરો

Feb 14, 2019, 18:19 IST
  • જમ્મૂ કશ્મીરના પુલવામામાં આજે જ્યારે CRPF દળોની ગાડીઓ પસાર થઈ રહી હતી ત્યારે તેના પર આતંકી હુમલો કરવામાં આવ્યો. જેમાં 20થી વધુ જવાનો શહીદ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો ઉરી પછીનો સૌથી મોટો હુમલો છે. હુમલાની તીવ્રતા અને તેણે કરેલા નુકસાનની સાબિતી આપવા માટે આ તસવીર પુરતી છે.

    જમ્મૂ કશ્મીરના પુલવામામાં આજે જ્યારે CRPF દળોની ગાડીઓ પસાર થઈ રહી હતી ત્યારે તેના પર આતંકી હુમલો કરવામાં આવ્યો. જેમાં 20થી વધુ જવાનો શહીદ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો ઉરી પછીનો સૌથી મોટો હુમલો છે. હુમલાની તીવ્રતા અને તેણે કરેલા નુકસાનની સાબિતી આપવા માટે આ તસવીર પુરતી છે.

    1/5
  • આજે જ્યારે 12થી વધુ ગાડીઓમાં CRPFના 2500થી વધુ જવાનો જઈ રહ્યા હતા ત્યારે પહેલા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો અને ત્યાર બાદ ગોળીબાર કરવામાં આવ્યો. પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં આ ઘટના બની.

    આજે જ્યારે 12થી વધુ ગાડીઓમાં CRPFના 2500થી વધુ જવાનો જઈ રહ્યા હતા ત્યારે પહેલા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો અને ત્યાર બાદ ગોળીબાર કરવામાં આવ્યો. પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં આ ઘટના બની.

    2/5
  • બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે CRPFની ગાડીના ફુરચા ઉડી ગયા. બાકી રહ્યું તો બસ અવશેષો. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

    બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે CRPFની ગાડીના ફુરચા ઉડી ગયા. બાકી રહ્યું તો બસ અવશેષો. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

    3/5
  • હુમલામાં 40થી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તસવીરમાં જવાનો ઘાયલ સાથીને સારવાર માટે લઈ જતા નજરે પડી રહ્યા છે.

    હુમલામાં 40થી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તસવીરમાં જવાનો ઘાયલ સાથીને સારવાર માટે લઈ જતા નજરે પડી રહ્યા છે.

    4/5
  • વિસ્ફોટ બાદ રસ્તાઓ પર લોહી જ લોહી જોવા મળી રહ્યું છે. જગ્યાએ જગ્યાએ કાટમાળ અને મૃતદેહો જોવા મળે છે. ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

    વિસ્ફોટ બાદ રસ્તાઓ પર લોહી જ લોહી જોવા મળી રહ્યું છે. જગ્યાએ જગ્યાએ કાટમાળ અને મૃતદેહો જોવા મળે છે. ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ફરી એકવાર આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવ્યા છે. અવંતિપોરામાં જવાનો પર થયેલા હુમલાની જે તસવીરો સામે આવી છે તે ખરેખર હચમચાવી દે તેવી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK