સૅમ માણેક શૉઃએક એવા વ્યક્તિ જેણે ઈન્દિરા ગાંધીને પણ પાડી હતી ના

Published: Jan 03, 2019, 12:22 IST | Bhavin
 • માણેક શૉનો જન્મ 3 એપ્રિલ 1914ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. સેમ લગભગ 4 દાયકા સુધી સૈન્યમાં રહ્યા હતા, આ દરમિયાન તેઓ પાંચ યુદ્ધ પણ લડ્યા. સૈનિક તરીકે તેમણે શરૂઆત બ્રિટિશ ઈન્ડિય આર્મીમાંથી કરી હતી. તેઓ બીજુ વિશ્વ યુદ્ધ પણ લડ્યા હતા. 1971ના યુદ્ધમાં તેમની મહત્વની ભૂમિકા હતી. આ યુદ્ધમાં ભારતીય સૈન્યના જીતની રેખા ખુદ માણેક શૉએ ખેંચી હતી.

  માણેક શૉનો જન્મ 3 એપ્રિલ 1914ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. સેમ લગભગ 4 દાયકા સુધી સૈન્યમાં રહ્યા હતા, આ દરમિયાન તેઓ પાંચ યુદ્ધ પણ લડ્યા. સૈનિક તરીકે તેમણે શરૂઆત બ્રિટિશ ઈન્ડિય આર્મીમાંથી કરી હતી. તેઓ બીજુ વિશ્વ યુદ્ધ પણ લડ્યા હતા. 1971ના યુદ્ધમાં તેમની મહત્વની ભૂમિકા હતી. આ યુદ્ધમાં ભારતીય સૈન્યના જીતની રેખા ખુદ માણેક શૉએ ખેંચી હતી.

  1/7
 • એક ઈન્ટરવ્યુ દરમિયાન સેમે કહ્યું હતું કે પૂર્વ પાકિસ્તાન અંગે તત્કાલીન વડાપ્રધાન ચિંતિત હતા. તેમણે 27 એપ્રિલે એક ઈમરજન્સી બેઠક બોલાવી, જેમાં પૂર્વ પાકિસ્તાન અંગે તેમની ચિંતા દર્શાવી હતી. આ બેઠકમાં માણેક શૉ પણ હાજર હતા. તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીએ માણેક શૉને કહ્યું કે કંઈક કરવું પડશે. ઈન્દિરા ગાંધીએ તેમને પૂર્વ પાકિસ્તાનમાં યુદ્ધમાં ઉતરવા કહ્યું, પરંતુ માણેક શૉએ ના પાડી દીધી.

  એક ઈન્ટરવ્યુ દરમિયાન સેમે કહ્યું હતું કે પૂર્વ પાકિસ્તાન અંગે તત્કાલીન વડાપ્રધાન ચિંતિત હતા. તેમણે 27 એપ્રિલે એક ઈમરજન્સી બેઠક બોલાવી, જેમાં પૂર્વ પાકિસ્તાન અંગે તેમની ચિંતા દર્શાવી હતી. આ બેઠકમાં માણેક શૉ પણ હાજર હતા. તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીએ માણેક શૉને કહ્યું કે કંઈક કરવું પડશે. ઈન્દિરા ગાંધીએ તેમને પૂર્વ પાકિસ્તાનમાં યુદ્ધમાં ઉતરવા કહ્યું, પરંતુ માણેક શૉએ ના પાડી દીધી.

  2/7
 • માણેક શૉએ કહ્યું હતું કે સૈન્ય આ માટે તૈયાર નથી. તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીને આ વાત ન ગમી તેમણે કારણ પૂછ્યું. માણેક શૉએ કહ્યું કે અત્યારે સૈન્ય એકત્રિત નથી, જવાનો આ સ્થિતિમાં લડવા ટ્રેઈન્ડ નથી. તેમણે કહ્યું હતું યુદ્ધ માટે આ સમય યોગ્ય નથી. ઈન્દિરા ગાંધીની સામે બેસીને તેમણે આ વાત કહી હતી.

  માણેક શૉએ કહ્યું હતું કે સૈન્ય આ માટે તૈયાર નથી. તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીને આ વાત ન ગમી તેમણે કારણ પૂછ્યું. માણેક શૉએ કહ્યું કે અત્યારે સૈન્ય એકત્રિત નથી, જવાનો આ સ્થિતિમાં લડવા ટ્રેઈન્ડ નથી. તેમણે કહ્યું હતું યુદ્ધ માટે આ સમય યોગ્ય નથી. ઈન્દિરા ગાંધીની સામે બેસીને તેમણે આ વાત કહી હતી.

  3/7
 • માણેક શૉની આ વાતને કારણે ઈન્દિરા ગાંધી તેમનાથી લાંબા સમય સુધી નારાજ થયા હતા. જો કે ઈન્દિરા ગાંધીએ તેમની વાત માનવી પડી હતી. કેટલાક મહિના સુધી જવાનોને એકત્ર કરીને ટ્રેનિંગ આપ્યા બાદ તેમની પાસે યુદ્ધની તમામ તૈયારી હતી. ત્યારે ઈન્દિરા ગાંધી અને તેમના મંત્રીઓએ સેમને પૂછ્યું કે યુદ્ધ કેટલા દિવસ ચાલશે. ત્યારે માણેક શૉએ કહ્યું કે બાંગ્લાદેશ ફ્રાંસ જેટલું મોટું છે. એક તરફથી ચાલવાનું શરૂ કરીશું તો બીજી તરફ પહોંચવામાં દોઢ બે મહિના લાગશે. પરંતુ યુદ્ધ માત્ર 14 દિવસમાં પુરુ થઈ ગયું હતું. ત્યારે ફરી મંત્રીઓએ તેમને પુછ્યું હતું કે તેમણે શરૂઆતમાં જ 14 દિવસ કેમ ન કહ્યા. તો માણેક શૉએ જવાબ આપ્યો કે જો તેઓ 14 દિવસ કહેતા અને 15 દિવસ થતા તો તમે મારી મજાક ઉડાવતા.

  માણેક શૉની આ વાતને કારણે ઈન્દિરા ગાંધી તેમનાથી લાંબા સમય સુધી નારાજ થયા હતા. જો કે ઈન્દિરા ગાંધીએ તેમની વાત માનવી પડી હતી. કેટલાક મહિના સુધી જવાનોને એકત્ર કરીને ટ્રેનિંગ આપ્યા બાદ તેમની પાસે યુદ્ધની તમામ તૈયારી હતી. ત્યારે ઈન્દિરા ગાંધી અને તેમના મંત્રીઓએ સેમને પૂછ્યું કે યુદ્ધ કેટલા દિવસ ચાલશે. ત્યારે માણેક શૉએ કહ્યું કે બાંગ્લાદેશ ફ્રાંસ જેટલું મોટું છે. એક તરફથી ચાલવાનું શરૂ કરીશું તો બીજી તરફ પહોંચવામાં દોઢ બે મહિના લાગશે. પરંતુ યુદ્ધ માત્ર 14 દિવસમાં પુરુ થઈ ગયું હતું. ત્યારે ફરી મંત્રીઓએ તેમને પુછ્યું હતું કે તેમણે શરૂઆતમાં જ 14 દિવસ કેમ ન કહ્યા. તો માણેક શૉએ જવાબ આપ્યો કે જો તેઓ 14 દિવસ કહેતા અને 15 દિવસ થતા તો તમે મારી મજાક ઉડાવતા.

  4/7
 • માણેક શૉએ કહ્યું હતું કે જ્યારે યુદ્ધ અંતિમ તબક્કામાં હતું ત્યારે તેમણે એક સરન્ડર એગ્રીમેન્ટ બનાવ્યો અને પૂર્વ પાકિસ્તાનના કમાન્ડર લેફ્ટન્ટન જનરલ જગજીત સિંહ અરોરાને ફોન પર લખાવીને ચાર કૉપી બનાવવા કહ્યું હતું. એક ક઼પી જનરલ નિયાઝી, બીજી વડાપ્રધાન અને ત્રીજી જનરલ અરોડાને મોકલાવી હતી. સાથે જ યુદ્ધ પુરુ થયું અને 90 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકો બંદી બન્યા ત્યારે તેમણે તમામ માટે રહેવા ખાવાની વ્યવસ્થા કરી હતી.

  માણેક શૉએ કહ્યું હતું કે જ્યારે યુદ્ધ અંતિમ તબક્કામાં હતું ત્યારે તેમણે એક સરન્ડર એગ્રીમેન્ટ બનાવ્યો અને પૂર્વ પાકિસ્તાનના કમાન્ડર લેફ્ટન્ટન જનરલ જગજીત સિંહ અરોરાને ફોન પર લખાવીને ચાર કૉપી બનાવવા કહ્યું હતું. એક ક઼પી જનરલ નિયાઝી, બીજી વડાપ્રધાન અને ત્રીજી જનરલ અરોડાને મોકલાવી હતી. સાથે જ યુદ્ધ પુરુ થયું અને 90 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકો બંદી બન્યા ત્યારે તેમણે તમામ માટે રહેવા ખાવાની વ્યવસ્થા કરી હતી.

  5/7
 • આ દરમિયાન તેઓ એક પાકિસ્તાની સૈનિકને મળવા તંબુમાં ગયા અને શેકહેન્ડ માટે હાથ આગળ વધાર્યો. પંરતુ તેણે હાથ મેળવવાની ના પાડી. સેમ માણેક શૉએ પુછ્યુ કે તમે કેમ મારી સાથે હાથ નથી મિલાવી શક્તા. બાદમાં તે સિપાહીએ હાથ મિલાવ્યો અને કહ્યું કે હવે હું સમજી ગયો કે તમે યુદ્ધ કેવી રીતે જીત્યા અમારા જનરલ નિયાઝી ક્યારેય આવી રીતે નથી મળતા. 

  આ દરમિયાન તેઓ એક પાકિસ્તાની સૈનિકને મળવા તંબુમાં ગયા અને શેકહેન્ડ માટે હાથ આગળ વધાર્યો. પંરતુ તેણે હાથ મેળવવાની ના પાડી. સેમ માણેક શૉએ પુછ્યુ કે તમે કેમ મારી સાથે હાથ નથી મિલાવી શક્તા. બાદમાં તે સિપાહીએ હાથ મિલાવ્યો અને કહ્યું કે હવે હું સમજી ગયો કે તમે યુદ્ધ કેવી રીતે જીત્યા અમારા જનરલ નિયાઝી ક્યારેય આવી રીતે નથી મળતા. 

  6/7
 • સેમ માણેક શૉ એક એવા અધિકારી હતા જે પોતાના જવાનોને પ્રેમ કરતા હતા, તેમની દરેક ખુશીનો ભાગ બનતા હતા. પછી તે મોરચા પર હોય કે બીજે ક્યાંય તેઓ સૈનિકોને મળવામાં રાહ નોતા જોતા. આ જ કારણે તેઓ દરેક જવાનના આદર્શ બન્યા હતા. નિવૃત્તિ બાદ તેમણે નીલગિરીના પહાડો વચ્ચે વેલિંગટનમાં રહેવાનું નક્કી કર્યું હતું. અંતિમ સમય સુધી તેઓ અંહીં જ રહ્યા હતા. સેમના નિધન બાદ તેમના 22 વર્ષ જૂના ડ્રાઈવર કેનેડીએ કહ્યું હતું કે જ્યારે તેઓ સેમ ઘરે આવતા તો પોતાની સાથે બેસાડીને જાતે ચા બનાવી પીવડાવતા હતા. 

  સેમ માણેક શૉ એક એવા અધિકારી હતા જે પોતાના જવાનોને પ્રેમ કરતા હતા, તેમની દરેક ખુશીનો ભાગ બનતા હતા. પછી તે મોરચા પર હોય કે બીજે ક્યાંય તેઓ સૈનિકોને મળવામાં રાહ નોતા જોતા. આ જ કારણે તેઓ દરેક જવાનના આદર્શ બન્યા હતા. નિવૃત્તિ બાદ તેમણે નીલગિરીના પહાડો વચ્ચે વેલિંગટનમાં રહેવાનું નક્કી કર્યું હતું. અંતિમ સમય સુધી તેઓ અંહીં જ રહ્યા હતા. સેમના નિધન બાદ તેમના 22 વર્ષ જૂના ડ્રાઈવર કેનેડીએ કહ્યું હતું કે જ્યારે તેઓ સેમ ઘરે આવતા તો પોતાની સાથે બેસાડીને જાતે ચા બનાવી પીવડાવતા હતા. 

  7/7
 • loading...

ફોટોઝ વિશે

ફિલ્મ માર્શલ સૅમ માણેક શૉનું નામ કોણ નથી જાણતું. સૅમ માણેક શૉ એક ભારતીય સૈન્યના એક એવા સિંહનું નામ છે જેમણે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો આદેશ માનવાનો પણ ઈનકાર કરી દીધો હતો. ભારતીય સૈન્યના તે સૌથી પ્રિય જનરલ હતા. કારણ કે તેઓ હંમેશા પોતાના જવાનોની વચ્ચે રહેતા હતા. તેમના સ્વભાવના તો પાકિસ્તાનના બંદી સૈનિકો પણ ફૅન હતા.

ઈન્દિરા ગાંધી એટલા કડક વડાપ્રધાન હતા કે તેમને કોઈ ના પાડવાની હિંમત નહોતું કરતું. પરંતુ માણેક શૉએ ઈન્દિરા ગાંધીની સામે બેસીને તેમને ના પાડી દીધી હતી. આ આખો કિસ્સો તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યો હતો. જૂન 1972માં તેઓ સૈન્યમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. 3 જાન્યુઆરી 1973ના રોજ તેમને ભારતીય સૈન્યના ફિલ્ડ માર્શલ બનાવાયા હતા. તેમનું આખું નામ સેમ હોર્મૂસજી ફ્રેમજી જમશેદજી માણેક શૉ હતું.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK