વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 14, 2019, 14:52 IST | Dhruva Jetly
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને પાંચ વર્ષ પૂરાં થવા આવ્યા છે. સરકાર પોતે કરેલા કામોને લઈને જનતાની વચ્ચે જઈ રહી છે, જેથી આગામી લોકસભા ચૂંટણીમાં જનતા પાસેથી એકવાર ફરી સમર્થન મેળવી શકાય. આ દરમિયાન ભાજપના ટ્વિટર હેન્ડલ પરથી એક રેપ વીડિયો ટ્વિટ થયો છે. રેપ ઘણી રોમાંચક છે અને રસપ્રદ અંદાજમાં વડાપ્રધાન મોદીના કાર્યોને જણાવવામાં આવ્યા છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને પાંચ વર્ષ પૂરાં થવા આવ્યા છે. સરકાર પોતે કરેલા કામોને લઈને જનતાની વચ્ચે જઈ રહી છે, જેથી આગામી લોકસભા ચૂંટણીમાં જનતા પાસેથી એકવાર ફરી સમર્થન મેળવી શકાય. આ દરમિયાન ભાજપના ટ્વિટર હેન્ડલ પરથી એક રેપ વીડિયો ટ્વિટ થયો છે. રેપ ઘણી રોમાંચક છે અને રસપ્રદ અંદાજમાં વડાપ્રધાન મોદીના કાર્યોને જણાવવામાં આવ્યા છે.

  1/10
 • દિલ્હીનો બિગ બોસ કોણ? તેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બે જજોની બેંચ દિલ્હી સરકારના અધિકારોને લઇને ચુકાદો સંભળાવી રહી છે. એ અલગ વાત છે કે દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપરાજ્યપાલ મામલે સુપ્રીમ કોર્ટના 2 જજોનો અલગ-અલગ મત સામે આવ્યો છે. પોતાના ચુકાદામાં જસ્ટિસ સીકરીએ કહ્યું છે કે આઇએએસ અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર ઉપરાજ્યપાલને આપવામાં આવે જ્યારે દાનિક્સ (દિલ્હી આંદામાન એન્ડ નિકોબાર, આઇલેન્ડ સિવિલ સર્વિસ)ના અધિકાર દિલ્હી સરકાર પાસે રહે. જો કોઈ મતભેદ થાય છે તો રાષ્ટ્રપતિ પાસે મામલો મોકલવામાં આવે. જ્યારે બીજા જજ અશોક ભૂષણે કહ્યું કે તમામ સર્વિસના મામલે કેન્દ્ર સરકારને અધિકાર છે. ત્યારે આ મામલો હવે મોટી બેંચ પાસે મોકલવામાં આવ્યો છે.

  દિલ્હીનો બિગ બોસ કોણ? તેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બે જજોની બેંચ દિલ્હી સરકારના અધિકારોને લઇને ચુકાદો સંભળાવી રહી છે. એ અલગ વાત છે કે દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપરાજ્યપાલ મામલે સુપ્રીમ કોર્ટના 2 જજોનો અલગ-અલગ મત સામે આવ્યો છે. પોતાના ચુકાદામાં જસ્ટિસ સીકરીએ કહ્યું છે કે આઇએએસ અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર ઉપરાજ્યપાલને આપવામાં આવે જ્યારે દાનિક્સ (દિલ્હી આંદામાન એન્ડ નિકોબાર, આઇલેન્ડ સિવિલ સર્વિસ)ના અધિકાર દિલ્હી સરકાર પાસે રહે. જો કોઈ મતભેદ થાય છે તો રાષ્ટ્રપતિ પાસે મામલો મોકલવામાં આવે. જ્યારે બીજા જજ અશોક ભૂષણે કહ્યું કે તમામ સર્વિસના મામલે કેન્દ્ર સરકારને અધિકાર છે. ત્યારે આ મામલો હવે મોટી બેંચ પાસે મોકલવામાં આવ્યો છે.

  2/10
 • મહારાષ્ટ્રમાં બીજેપીએ હવે શિવસેનાને પોતાના તેવર બતાવવા શરૂ કરી દીધા છે. બીજેપી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે શિવસેના સાથે વાત કરવા માટે કેન્દ્રીય સ્તરનો કોઇપણ નેતા હવે મુંબઈ નહીં આવે. આગામી ચૂંટણી માટે ગઠબંધન સાથે જોડાયેલી જેટલી પણ વાતો છે તે સ્થાનિક નેતા એટલેકે પ્રદેશ અધ્યક્ષ રાવસાહેબ દાનવે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ કરશે. શિવસેના બીજેપી સાથે સત્તામાં હોઈને પણ સતત પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહી છે. આ વાત હવે બીજેપીને ખટકવા લાગી છે.

  મહારાષ્ટ્રમાં બીજેપીએ હવે શિવસેનાને પોતાના તેવર બતાવવા શરૂ કરી દીધા છે. બીજેપી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે શિવસેના સાથે વાત કરવા માટે કેન્દ્રીય સ્તરનો કોઇપણ નેતા હવે મુંબઈ નહીં આવે. આગામી ચૂંટણી માટે ગઠબંધન સાથે જોડાયેલી જેટલી પણ વાતો છે તે સ્થાનિક નેતા એટલેકે પ્રદેશ અધ્યક્ષ રાવસાહેબ દાનવે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ કરશે. શિવસેના બીજેપી સાથે સત્તામાં હોઈને પણ સતત પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહી છે. આ વાત હવે બીજેપીને ખટકવા લાગી છે.

  3/10
 • લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસે ચૂંટણી પ્રચારની વ્યૂહરચના તૈયાર કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસની વર્કિંગ કમિટીની આ વખતની બેઠક દિલ્હીમાં નહી પરંતુ ગુજરાતમાં યોજાશે. આ બેઠકમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

  લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસે ચૂંટણી પ્રચારની વ્યૂહરચના તૈયાર કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસની વર્કિંગ કમિટીની આ વખતની બેઠક દિલ્હીમાં નહી પરંતુ ગુજરાતમાં યોજાશે. આ બેઠકમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

  4/10
 • વેલેન્ટાઈન ડેના દિવસે અમદાવાદમાં બજરંગ દળે વિરોધ નોંધાવ્યો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓ બેનર્સ સાથે રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ પર બેઠેલા યુવાનો-યુવતીઓનો વિરોધ કર્યો હતો. 

  વેલેન્ટાઈન ડેના દિવસે અમદાવાદમાં બજરંગ દળે વિરોધ નોંધાવ્યો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓ બેનર્સ સાથે રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ પર બેઠેલા યુવાનો-યુવતીઓનો વિરોધ કર્યો હતો. 

  5/10
 • 1993માં મુંબઈમાં થયેલા સિરીયલ બ્લાસ્ટ મામલે ભારતીય એજન્સીઓને મહત્વની સફળતા મળી છે. સુરક્ષા એજન્સીઓએ દુબઈમાં 2 મોસ્ટ વોન્ટેડ આતંકીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આતંકીની ઓળખ અબૂ બકર તરીકે થઈ છે. અબૂ બકર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ, RDXની હેરફેર અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના દુબઈ સ્થિત ઘર પર બનેલા ષડયંત્રમાં સામેલ હતો.

  1993માં મુંબઈમાં થયેલા સિરીયલ બ્લાસ્ટ મામલે ભારતીય એજન્સીઓને મહત્વની સફળતા મળી છે. સુરક્ષા એજન્સીઓએ દુબઈમાં 2 મોસ્ટ વોન્ટેડ આતંકીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આતંકીની ઓળખ અબૂ બકર તરીકે થઈ છે. અબૂ બકર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ, RDXની હેરફેર અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના દુબઈ સ્થિત ઘર પર બનેલા ષડયંત્રમાં સામેલ હતો.

  6/10
 • મધુબાલાની અદાઓના આજે પણ લોકો દીવાના છે. અને આજે તેમની આ અદાઓની યાદ તાજી થઈ છે ગૂગલના ડૂડલથી. મધુબાલાના જન્મદિવસ પર ગૂગલે તેમને ખાસ ડૂડલ સમર્પિત કર્યું છે. જેમાં તેમની યાદગાર અને બોલીવુડના ઈતિહાસમાં અમર થઈ ગયેલી ફિલ્મ મુગલ-એ-આઝમની અનારકલીનો કિરદાર જોવા મળી રહ્યું છે. આ ડૂડલ બેંગલુરુના કલાકાર મુહમ્મદ સાજિદે બનાવ્યું છે. અને ડૂડલ જોઈને ચાહકોના દિલમાં ફરી એ યાદો સજીવન થઈ છે.

  મધુબાલાની અદાઓના આજે પણ લોકો દીવાના છે. અને આજે તેમની આ અદાઓની યાદ તાજી થઈ છે ગૂગલના ડૂડલથી. મધુબાલાના જન્મદિવસ પર ગૂગલે તેમને ખાસ ડૂડલ સમર્પિત કર્યું છે. જેમાં તેમની યાદગાર અને બોલીવુડના ઈતિહાસમાં અમર થઈ ગયેલી ફિલ્મ મુગલ-એ-આઝમની અનારકલીનો કિરદાર જોવા મળી રહ્યું છે. આ ડૂડલ બેંગલુરુના કલાકાર મુહમ્મદ સાજિદે બનાવ્યું છે. અને ડૂડલ જોઈને ચાહકોના દિલમાં ફરી એ યાદો સજીવન થઈ છે.

  7/10
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારને શરૂ કરાવવા માટે રાહુલ ગાંધી ધરમપુરમાં એક સભાને સંબોધન કરવાના છે આ માટે કોંગ્રેસ અધ્યક્ષ વલસાડ પહોંચી ચૂક્યા છે.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારને શરૂ કરાવવા માટે રાહુલ ગાંધી ધરમપુરમાં એક સભાને સંબોધન કરવાના છે આ માટે કોંગ્રેસ અધ્યક્ષ વલસાડ પહોંચી ચૂક્યા છે.

  8/10
 • રાફેલ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રાહુલ ગાંધીના ધરમપુરમાં આગમન પહેલા રાફેલ એક પ્રેમકથા લખાણ ધરાવતા પોસ્ટર જોવા મળી રહ્યા છે. યૂથ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આ પોસ્ટરમાં અનિલ અંબાણી અને વડાપ્રધાન મોદી એકબીજાને ગળે મળતા જોવા મળી રહ્યા છે. સાથે તે તેમાં શોલના જાણીતા ગીત યે દોસ્તી હમ નહીં તોડેંગેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના આગમન પહેલા લગાવવામાં આવેલા આ પોસ્ટર ચર્ચાનો વિષય બન્યા છે.

  રાફેલ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રાહુલ ગાંધીના ધરમપુરમાં આગમન પહેલા રાફેલ એક પ્રેમકથા લખાણ ધરાવતા પોસ્ટર જોવા મળી રહ્યા છે. યૂથ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આ પોસ્ટરમાં અનિલ અંબાણી અને વડાપ્રધાન મોદી એકબીજાને ગળે મળતા જોવા મળી રહ્યા છે. સાથે તે તેમાં શોલના જાણીતા ગીત યે દોસ્તી હમ નહીં તોડેંગેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના આગમન પહેલા લગાવવામાં આવેલા આ પોસ્ટર ચર્ચાનો વિષય બન્યા છે.

  9/10
 • આજે સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈન-ડે ઉજવાઈ રહ્યો છે. એકતરફ પ્રેમી પંખીડાઓ પ્રેમના દિવસને ઉજવી રહ્યા છે. તો બીજી તરફ બજરંગ દળ જેવા સંગઠનો સંસ્કૃતિ સાચવવાની વાતો કરી રહ્યા છે. જો કે વેલેન્ટાઈન ડે પર રાજકીય રંગ પણ ચડી ચૂક્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા શશિ થરૂરે વેલેન્ટાઈન ડેને લઈ સંઘ પર પ્રહાર કર્યા હતા. જો કે શશિ થરૂરના નિવેદન વિવાદ થઈ શકે છે.

  આજે સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈન-ડે ઉજવાઈ રહ્યો છે. એકતરફ પ્રેમી પંખીડાઓ પ્રેમના દિવસને ઉજવી રહ્યા છે. તો બીજી તરફ બજરંગ દળ જેવા સંગઠનો સંસ્કૃતિ સાચવવાની વાતો કરી રહ્યા છે. જો કે વેલેન્ટાઈન ડે પર રાજકીય રંગ પણ ચડી ચૂક્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા શશિ થરૂરે વેલેન્ટાઈન ડેને લઈ સંઘ પર પ્રહાર કર્યા હતા. જો કે શશિ થરૂરના નિવેદન વિવાદ થઈ શકે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK