પુલવામા હુમલાની જવાબદારી લેનારું આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. બુધવારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને આ પ્રસ્તાવ રજૂ કર્યો. જોકે, ચીને પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. આ પ્રસ્તાવમાં પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ છે. ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને પોતાના પ્રસ્તાવમાં મસૂદની વૈશ્વિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવવા અને તેની તમામ સંપત્તિ ફ્રીઝ કરવાની માંગ પણ રાખી છે.