કરીના કપૂર ખાનના એક શોમાં રણવીર સિંહે સવાલ પૂછ્યો હતો કે કઈ રીતે ટૉપનો પતિ બની શકાય? રણવીરે એક વિડિયો દ્વારા કરીનાને પૂછ્યું કે તેના શોમાં તેને કેમ બોલાવ્યો નહીં. આટલું જ નહીં, રણવીરે કરીનાને જણાવ્યું કે તેના નવા લગ્ન થયા છે તો ખાસ ટિપ્સ તેને જોઈએ છે. તેણે પૂછ્યું કે શું તું જણાવી શકે છે કે ટૉપનો પતિ કેવી રીતે બની શકાય? જેનો ઇન્ટરેસ્ટિંગ જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે ‘રણવીરને આવી કોઈ ટિપ્સની જરૂર નથી, કેમ કે બધા જ જાણે છે કે તે દીપિકા પાદુકોણને કેટલો પ્રેમ કરે છે. લોકો પણ આ કપલની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરે છે. તેમને સાથે જોઈને તો લોકો પણ ખુશ થાય છે.’