વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 05, 2019, 19:58 IST | Vikas Kalal
 • 2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ નવા નારા શોધમાં છે. અહેવાલો પ્રમાણે 'નામુમકિન ભી અબ મુમકિન હૈં' ને બદલીને નવો નારો 'મોદી હૈં તો મુમકિન હૈં' કરવામાં આવી શકે છે. એરસ્ટ્રાઈકથી લઈને સરકારના કામોને લઈને આ નારો જનતા સુધી પહોંચાડવામાં આવી શકે છે. 'નામુમકિન ભી અબ મુમકિન હૈં'નો નારો મોદી સરકારે પોતાની યોજનાઓને પ્રચાર-પ્રસારને ધ્યાનમાં રાખીને આપ્યો હતો.

  2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ નવા નારા શોધમાં છે. અહેવાલો પ્રમાણે 'નામુમકિન ભી અબ મુમકિન હૈં' ને બદલીને નવો નારો 'મોદી હૈં તો મુમકિન હૈં' કરવામાં આવી શકે છે. એરસ્ટ્રાઈકથી લઈને સરકારના કામોને લઈને આ નારો જનતા સુધી પહોંચાડવામાં આવી શકે છે. 'નામુમકિન ભી અબ મુમકિન હૈં'નો નારો મોદી સરકારે પોતાની યોજનાઓને પ્રચાર-પ્રસારને ધ્યાનમાં રાખીને આપ્યો હતો.

  1/10
 • લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન લગભગ ફાઈનલ થઈ ગયું છે. આ ગઠબંધનની આધિકારિક માહિતી ક્યારેય પણ આપવામાં આવી શકે છે. જો ગઠબંધન થાય તો દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો પર ચૂંટણી 3-3-1ની ફૉર્મ્યૂલા પર લડવામાં આવશે. જાણકારી એ પણ સામે આવી રહી છે એ કે આ ફૉર્મ્યૂલા અંતર્ગત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર અને પૂર્વ દિલ્લીથી સાંસદ રહી ચુકેલા સંદીપ દીક્ષિત ચૂંટણી નહીં લડે.

  લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન લગભગ ફાઈનલ થઈ ગયું છે. આ ગઠબંધનની આધિકારિક માહિતી ક્યારેય પણ આપવામાં આવી શકે છે. જો ગઠબંધન થાય તો દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો પર ચૂંટણી 3-3-1ની ફૉર્મ્યૂલા પર લડવામાં આવશે. જાણકારી એ પણ સામે આવી રહી છે એ કે આ ફૉર્મ્યૂલા અંતર્ગત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર અને પૂર્વ દિલ્લીથી સાંસદ રહી ચુકેલા સંદીપ દીક્ષિત ચૂંટણી નહીં લડે.

  2/10
 • લોકસભા 2019 પહેલા કોંગ્રેસને વધુ એક ધારાસભ્યનું નુકસાન થયું છે. તાલાળા વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખનીજ ચોરીના કેસમાં ધારાસભ્યને બે વર્ષ અને નવ મહિનાની સજા કરવામાં આવી છે. જે બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ MLAને સસ્પેન્ડ કર્યા છે.

  લોકસભા 2019 પહેલા કોંગ્રેસને વધુ એક ધારાસભ્યનું નુકસાન થયું છે. તાલાળા વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખનીજ ચોરીના કેસમાં ધારાસભ્યને બે વર્ષ અને નવ મહિનાની સજા કરવામાં આવી છે. જે બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ MLAને સસ્પેન્ડ કર્યા છે.

  3/10
 • સાતમી માર્ચથી બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થશે. જેને લઈને શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમનો પ્રયાસ છે કે પરીક્ષા કોઈ જ પ્રકારની ગેરરીતિ વિના શાંતિપૂર્ણ રીતે પુરી થાય. આ તૈયારીઓ મામલે માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેને કહ્યું કે, આ વર્ષે માધ્મયિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓમાં 18 લાખ 50 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બેસવાના છે.

  સાતમી માર્ચથી બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થશે. જેને લઈને શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમનો પ્રયાસ છે કે પરીક્ષા કોઈ જ પ્રકારની ગેરરીતિ વિના શાંતિપૂર્ણ રીતે પુરી થાય. આ તૈયારીઓ મામલે માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેને કહ્યું કે, આ વર્ષે માધ્મયિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓમાં 18 લાખ 50 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બેસવાના છે.

  4/10
 • હવે એર ઈંડિયાના ચાલક દળના દરેક સભ્યોએ ઉડાનની ઘોષણા બાદ જય હિંદ કહેવું પડશે. એર ઈન્ડિયાએ એડવાઈઝરીમાં આ જાણકારી આપી છે. એર ઈન્ડિયાના નિર્દેશક અમિતાભ સિંહે જાહેર કરેલી એડવાઈઝરી અનુસાર, 'તાત્કાલિક પ્રભાવી તમામ ચાલક દળના સભ્યોએ દરેક ઉડાનની જાહેરાત બાદ કેટલીક ક્ષણો રોકાઈને જય હિંદ કહેવું પડશે.'

  હવે એર ઈંડિયાના ચાલક દળના દરેક સભ્યોએ ઉડાનની ઘોષણા બાદ જય હિંદ કહેવું પડશે. એર ઈન્ડિયાએ એડવાઈઝરીમાં આ જાણકારી આપી છે. એર ઈન્ડિયાના નિર્દેશક અમિતાભ સિંહે જાહેર કરેલી એડવાઈઝરી અનુસાર, 'તાત્કાલિક પ્રભાવી તમામ ચાલક દળના સભ્યોએ દરેક ઉડાનની જાહેરાત બાદ કેટલીક ક્ષણો રોકાઈને જય હિંદ કહેવું પડશે.'

  5/10
 • સ્વિફ્ટ મેસેજિંગ સૉફ્ટવેર પર ભારતીય રિઝર્વ બેન્ક(આરબીઆઈ)ના નિર્દેશોનું પાલન નહીં કરવાના કારણે રિઝર્વ બેન્કે ચાર બેન્ક પર કુલ 11 કરોડ રૂપિયોનો દંડ લગાવ્યો છે. આ ચાર બેન્ક છે કર્ણાટક બેન્ક, યૂનાઈટેડ બેન્ક ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક(આઈઓબી) અને કરૂર વૈશ્ય બેન્ક. સૌથી વધારે ચાર કરોડ રૂપિયાનો દંડ કર્ણાટક બેન્ક પર લગાવ્યો. યૂનાઈટેડ બેન્ક અને આઈઓબી બન્ને પર ત્રણ-ત્રણ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે અને કરૂર વૈશ્ય બેન્ક પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

  સ્વિફ્ટ મેસેજિંગ સૉફ્ટવેર પર ભારતીય રિઝર્વ બેન્ક(આરબીઆઈ)ના નિર્દેશોનું પાલન નહીં કરવાના કારણે રિઝર્વ બેન્કે ચાર બેન્ક પર કુલ 11 કરોડ રૂપિયોનો દંડ લગાવ્યો છે. આ ચાર બેન્ક છે કર્ણાટક બેન્ક, યૂનાઈટેડ બેન્ક ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક(આઈઓબી) અને કરૂર વૈશ્ય બેન્ક. સૌથી વધારે ચાર કરોડ રૂપિયાનો દંડ કર્ણાટક બેન્ક પર લગાવ્યો. યૂનાઈટેડ બેન્ક અને આઈઓબી બન્ને પર ત્રણ-ત્રણ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે અને કરૂર વૈશ્ય બેન્ક પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

  6/10
 • 7 વિકી કૌશલ હવે ફ્રિડમ ફાઇટર સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને શૂજિત સરકાર ડિરેક્ટ કરશે. ક્રાન્તિકારી ઉધમ સિંહે ૧૯૧૯ના જલિયાંવાલા બાગની ઘટનાનો બદલો લેવા માટે બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડાયરની હત્યા કરી હતી.


  7 વિકી કૌશલ હવે ફ્રિડમ ફાઇટર સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને શૂજિત સરકાર ડિરેક્ટ કરશે. ક્રાન્તિકારી ઉધમ સિંહે ૧૯૧૯ના જલિયાંવાલા બાગની ઘટનાનો બદલો લેવા માટે બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડાયરની હત્યા કરી હતી.

  7/10
 • વિરાટ કોહલીએ તેના લગ્નના કેટરીંગનું બુકિંગ ખોટા નામથી કરાવ્યું હતું.  લગ્નને શાંતિથી ઈન્જોય કરવા અને સેલેબ્રિટી લગ્ન ન બનાવવા પ્રયત્ન કરાયો હતો. વિરાટ અને અનુષ્કાએ સામાન્ય રીત લગ્ન કર્યા હતા અને આ જ કારણ છે વિરાટે કેટરર્સને પણ સાચુ નામ કિધુ ન હતું વિરાટ કોહલીએ કેટરિંગની તમામ બુકિંગ રાહુલના નામથી કરાવી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા પોતાના લગ્નને સિક્રેટ રાખવા ઈચ્છતા હતા.

  વિરાટ કોહલીએ તેના લગ્નના કેટરીંગનું બુકિંગ ખોટા નામથી કરાવ્યું હતું.  લગ્નને શાંતિથી ઈન્જોય કરવા અને સેલેબ્રિટી લગ્ન ન બનાવવા પ્રયત્ન કરાયો હતો. વિરાટ અને અનુષ્કાએ સામાન્ય રીત લગ્ન કર્યા હતા અને આ જ કારણ છે વિરાટે કેટરર્સને પણ સાચુ નામ કિધુ ન હતું વિરાટ કોહલીએ કેટરિંગની તમામ બુકિંગ રાહુલના નામથી કરાવી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા પોતાના લગ્નને સિક્રેટ રાખવા ઈચ્છતા હતા.

  8/10
 • ઓસ્ટ્રેલિયા સામેની આજે નાગપુર ખાતેની બીજી વન-ડેમાં જો આજે ભારત મેચ જીતશે તો ભારત નવો કિર્તીમાન બનાવશે. ભારત આજ સુધી 962 વન-ડે રમ્યુ છે જેમાં 414 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે 499 મેચમા ભારતીય ટીમ જીતી છે. આ સિવાય 49 મેચોનો કોઈ નિર્ણય આવ્યો હતો નહી.જો આજે ભારત ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી વન-ડે જીતશે તો ભારતીય ટીમની આ 500મી જીત હશે. 

  ઓસ્ટ્રેલિયા સામેની આજે નાગપુર ખાતેની બીજી વન-ડેમાં જો આજે ભારત મેચ જીતશે તો ભારત નવો કિર્તીમાન બનાવશે. ભારત આજ સુધી 962 વન-ડે રમ્યુ છે જેમાં 414 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે 499 મેચમા ભારતીય ટીમ જીતી છે. આ સિવાય 49 મેચોનો કોઈ નિર્ણય આવ્યો હતો નહી.જો આજે ભારત ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી વન-ડે જીતશે તો ભારતીય ટીમની આ 500મી જીત હશે. 

  9/10
 • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરના જામથા મેદાન પર બીજી વન-ડે રમાઈ રહી છે. પહેલી ઈનિંગના અંતે ભારતીય ટીમે 250 રન બનાવ્યા હતા. 251 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 4 વિકેટ ગુમાવી ચુકી છે.

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરના જામથા મેદાન પર બીજી વન-ડે રમાઈ રહી છે. પહેલી ઈનિંગના અંતે ભારતીય ટીમે 250 રન બનાવ્યા હતા. 251 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 4 વિકેટ ગુમાવી ચુકી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK