વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 02, 2019, 19:58 IST | Vikas Kalal
 • વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાતે 9.20 વાગ્યે સ્વદેશ પરત ફર્યા છે. ગઈ કાલે મોડી રાતે જ તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. અહીં અભિનંદને તેમના માતા-પિતા, પત્ની અને દીકરા સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી વાયુસેના અભિનંદનને લઈને આર આર હોસ્પિટલ પહોંચી હતી. અહીં તેમની શારીરિક અને માનસિક તપાસ ચાલી રહી છે. આજે અહીં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદન સાથે મુલાકાત કરી હતી. (ફોટો: PTI)

  વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાતે 9.20 વાગ્યે સ્વદેશ પરત ફર્યા છે. ગઈ કાલે મોડી રાતે જ તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. અહીં અભિનંદને તેમના માતા-પિતા, પત્ની અને દીકરા સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી વાયુસેના અભિનંદનને લઈને આર આર હોસ્પિટલ પહોંચી હતી. અહીં તેમની શારીરિક અને માનસિક તપાસ ચાલી રહી છે. આજે અહીં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદન સાથે મુલાકાત કરી હતી. (ફોટો: PTI)

  1/10
 • ભાજપ અધ્યક્ષ અમિત શાહ 3 માર્ચે અમદાવાદના પ્રવાસે આવવાના છે.3 માર્ચના રોજ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)ની એક ઈવેન્ટ યોજાશે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે. 

  ભાજપ અધ્યક્ષ અમિત શાહ 3 માર્ચે અમદાવાદના પ્રવાસે આવવાના છે.3 માર્ચના રોજ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)ની એક ઈવેન્ટ યોજાશે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે. 

  2/10
 • રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસના કારણે મૃત્યુઆંક 93 પર પહોંચ્યો છે. વડોદરામાં સ્વાઈન ફ્લૂના કારણે બે લોકોનાં મોત થયા છે. સાથે આ વર્ષે નવા 96 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસ 878 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડાના પ્રમાણે સુરતમાં 19, આણંદમાં 9, વડોદરા અને મહેસાણા 8 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં પાંચ અને પાટણમાં 3 કેસ નોંધાયા છે.

  રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસના કારણે મૃત્યુઆંક 93 પર પહોંચ્યો છે. વડોદરામાં સ્વાઈન ફ્લૂના કારણે બે લોકોનાં મોત થયા છે. સાથે આ વર્ષે નવા 96 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસ 878 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડાના પ્રમાણે સુરતમાં 19, આણંદમાં 9, વડોદરા અને મહેસાણા 8 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં પાંચ અને પાટણમાં 3 કેસ નોંધાયા છે.

  3/10
 • રાજકોટના રૈયાધાર વિસ્તારમાં RMCએ આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી. રાજકોટ મહાનગરપાલિકાએ આજે ટીપી રોડ પરના દબાણો હટાવવા માટે મેગા ડિમોલીશન હાથ ધર્યું. જેમાં 100 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા. ડિમોલીશન વખતે કોઈ હોબાળો ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

  રાજકોટના રૈયાધાર વિસ્તારમાં RMCએ આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી. રાજકોટ મહાનગરપાલિકાએ આજે ટીપી રોડ પરના દબાણો હટાવવા માટે મેગા ડિમોલીશન હાથ ધર્યું. જેમાં 100 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા. ડિમોલીશન વખતે કોઈ હોબાળો ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

  4/10
 •  લોકસભા ચુંટણી નજીક આવી રહી છે.જેને પગલે રાજકોટ ભાજપે “વિજય સંકલ્પ રેલી” નું આયોજન કર્યું હતું. પરંતુ મહત્વની વાત એ છે આ બાઇક રેલીમાં એક વાત ઉડીને સામે આવી હતી કે રેલીએ ટ્રાફીકના કાયદાનું ભંગ કર્યું હતું અને એક પણ કાર્યકર્તાઓએ હેલ્મેટ પહેર્યું ન હતું.

   લોકસભા ચુંટણી નજીક આવી રહી છે.જેને પગલે રાજકોટ ભાજપે “વિજય સંકલ્પ રેલી” નું આયોજન કર્યું હતું. પરંતુ મહત્વની વાત એ છે આ બાઇક રેલીમાં એક વાત ઉડીને સામે આવી હતી કે રેલીએ ટ્રાફીકના કાયદાનું ભંગ કર્યું હતું અને એક પણ કાર્યકર્તાઓએ હેલ્મેટ પહેર્યું ન હતું.

  5/10
 • પાકિસ્તાનના વિમાનને તોડીને પીછો કરતાં પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદનને લઈને દેશભરમાં માહોલ બન્યો હતો. ત્યારે દેશના મિજાજને પારખીને દર વખતે કંઈક નવું કરતાં સુરતના સાડી ઉદ્યોગકારે અભિનંદનની મુક્તિ સાથે તેમને બિરદાવતી તેમના ચહેરા સાથેની સાડી બનાવી હતી. સેનાના જુસ્સાને દર્શાવતી આ સાડીમાં મિગ અને મિરાજ વિમાનોની સાથે અભિનંદનની તસવીર પણ ડિજીટલી પ્રિન્ટ કરવામાં આવી છે.

  પાકિસ્તાનના વિમાનને તોડીને પીછો કરતાં પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદનને લઈને દેશભરમાં માહોલ બન્યો હતો. ત્યારે દેશના મિજાજને પારખીને દર વખતે કંઈક નવું કરતાં સુરતના સાડી ઉદ્યોગકારે અભિનંદનની મુક્તિ સાથે તેમને બિરદાવતી તેમના ચહેરા સાથેની સાડી બનાવી હતી. સેનાના જુસ્સાને દર્શાવતી આ સાડીમાં મિગ અને મિરાજ વિમાનોની સાથે અભિનંદનની તસવીર પણ ડિજીટલી પ્રિન્ટ કરવામાં આવી છે.

  6/10
 • દેશભરમાં વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસીને મનાવી રહ્યું છે ત્યારે વડોદરામાં પણ અભિનંદનને આવકારવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એક શાળાના વિદ્યાર્થીઓએ 1001 ફૂટ લાંબા તિરંગા સાથે વિંગ કમાન્ડર અભિનંદનને આવકારતી તિરંગા યાત્રા કાઢી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓએ પુલવામાંમાં શહીદ થયેલા 44 સેનાના જવાનોને વિરાંજલી પણ આપી હતી.

  દેશભરમાં વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસીને મનાવી રહ્યું છે ત્યારે વડોદરામાં પણ અભિનંદનને આવકારવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એક શાળાના વિદ્યાર્થીઓએ 1001 ફૂટ લાંબા તિરંગા સાથે વિંગ કમાન્ડર અભિનંદનને આવકારતી તિરંગા યાત્રા કાઢી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓએ પુલવામાંમાં શહીદ થયેલા 44 સેનાના જવાનોને વિરાંજલી પણ આપી હતી.

  7/10
 • કાર્તિક આર્યન અને કૃતિ સેનનની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ લુકા છુપીએ અપેક્ષા કરતા સારું પ્રદર્શન કરતા શાનદાર કમાણી કરી છે. લુકા છુપી કાર્તિકની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. પહેલી માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ લુકા છુપીએ પોણા આઠ કરોજની કમાણી કરી છે.

  કાર્તિક આર્યન અને કૃતિ સેનનની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ લુકા છુપીએ અપેક્ષા કરતા સારું પ્રદર્શન કરતા શાનદાર કમાણી કરી છે. લુકા છુપી કાર્તિકની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. પહેલી માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ લુકા છુપીએ પોણા આઠ કરોજની કમાણી કરી છે.

  8/10
 •  દીપિકા પાદુકોણ ટુંક સમયમાં જ મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક' શૂટિંગ શરૂ થવાની છે. દીપિકાનાં આ ફિલ્મનો ભાગ બન્યા બાદ મેઘના ગુલઝાર ઘણી જ ખુશ છે. મેઘના હાલમાં જ દીપિકા માટે ઇમોશનલ પોસ્ટ લખી છે. જેમાં તેમણે કહ્યું કે, 'તેમને આશા ન હતી કે દીપિકા આ ફિલ્મ માટે હામી ભરશે. પણ જે રીતે દીપિકાએ આ પ્રોજેક્ટ માટે હામી ભરી છે તેણે મારુ દિલ જીતી લીધુ છે.'

   દીપિકા પાદુકોણ ટુંક સમયમાં જ મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક' શૂટિંગ શરૂ થવાની છે. દીપિકાનાં આ ફિલ્મનો ભાગ બન્યા બાદ મેઘના ગુલઝાર ઘણી જ ખુશ છે. મેઘના હાલમાં જ દીપિકા માટે ઇમોશનલ પોસ્ટ લખી છે. જેમાં તેમણે કહ્યું કે, 'તેમને આશા ન હતી કે દીપિકા આ ફિલ્મ માટે હામી ભરશે. પણ જે રીતે દીપિકાએ આ પ્રોજેક્ટ માટે હામી ભરી છે તેણે મારુ દિલ જીતી લીધુ છે.'

  9/10
 • લીગ રાઉન્ડમાં કપોળ સામે સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો 24 રને વિજય થયો છે સૌરાષ્ટ્ર લેઉવા પટેલના 10 ઓવરમાં 116 રનના સ્કોર સામે કપોળ ટીમ માત્ર 92 જ બનાવી શકી હતી. કપોળ ટીમે ટોસ જીતતા પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્ર લેઉવા પટેલે પહેલા બેટિંગ કરવા માટે મળેલા આમંત્રણને સ્વીકાર્યુ હતુ અને 6 વિકેટના નુકશાને 116 રન બનાવ્યા હતા જેના જવાબમાં કપોળ 92 રન જ બનાવી શક્યું હતુ.

  લીગ રાઉન્ડમાં કપોળ સામે સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો 24 રને વિજય થયો છે સૌરાષ્ટ્ર લેઉવા પટેલના 10 ઓવરમાં 116 રનના સ્કોર સામે કપોળ ટીમ માત્ર 92 જ બનાવી શકી હતી. કપોળ ટીમે ટોસ જીતતા પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્ર લેઉવા પટેલે પહેલા બેટિંગ કરવા માટે મળેલા આમંત્રણને સ્વીકાર્યુ હતુ અને 6 વિકેટના નુકશાને 116 રન બનાવ્યા હતા જેના જવાબમાં કપોળ 92 રન જ બનાવી શક્યું હતુ.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK