વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 28, 2019, 19:59 IST | Vikas Kalal
 • સીમા પર ભારે તણાવ અને ભારતીય સેનાના સંભવિત એક્શનથી ગભરાયેલા પાકિસ્તાને ભારતીય વિંગ કમાંડરને છોડી મુકવાની ઘોષણા કરી છે. પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે શાંતિનો સંકેત આપતા અમે ભારતીય વિંગ કમાંડર અભિનંદનને આવતીકાલે મુક્ત કરી દઈશું.

  સીમા પર ભારે તણાવ અને ભારતીય સેનાના સંભવિત એક્શનથી ગભરાયેલા પાકિસ્તાને ભારતીય વિંગ કમાંડરને છોડી મુકવાની ઘોષણા કરી છે. પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે શાંતિનો સંકેત આપતા અમે ભારતીય વિંગ કમાંડર અભિનંદનને આવતીકાલે મુક્ત કરી દઈશું.

  1/10
 • પુલવામા હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. બુધવારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને આ પ્રસ્તાવ રજૂ કર્યો. જોકે, ચીને પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પ્રસ્તાવમાં પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ છે.

  પુલવામા હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. બુધવારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને આ પ્રસ્તાવ રજૂ કર્યો. જોકે, ચીને પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પ્રસ્તાવમાં પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ છે.

  2/10
 • આજે સેનાની ત્રણેય પાંખના પ્રતિનિધિઓએ પ્રેસ કૉન્ફ્રેંસ કરી અને પાકિસ્તાને ગઈકાલે કરેલા હુમલાના પુરાવાઓ મીડિયાની સામે રાખ્યા. સેનાએ એ મિસાઈલના કાટમાળને રજૂ કર્યો જે માત્ર F-16 વિમાનથી જ ફાયર કરી શકાય છે. સાથે જ સેનાએ દેશવાસીઓને એ પણ ભરોસો આપ્યો છે કે સેનાની ત્રણેય પાંખ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.

  આજે સેનાની ત્રણેય પાંખના પ્રતિનિધિઓએ પ્રેસ કૉન્ફ્રેંસ કરી અને પાકિસ્તાને ગઈકાલે કરેલા હુમલાના પુરાવાઓ મીડિયાની સામે રાખ્યા. સેનાએ એ મિસાઈલના કાટમાળને રજૂ કર્યો જે માત્ર F-16 વિમાનથી જ ફાયર કરી શકાય છે. સાથે જ સેનાએ દેશવાસીઓને એ પણ ભરોસો આપ્યો છે કે સેનાની ત્રણેય પાંખ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.

  3/10
 • દેશની વર્તમાન સ્થિતિ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે હાઈ લેવલ મીટિંગ મળી. વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી આ મીટિંગમાં રક્ષામંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રીની સાથે સેનાના અધિકારીઓ પણ હાજર રહ્યા.

  દેશની વર્તમાન સ્થિતિ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે હાઈ લેવલ મીટિંગ મળી. વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી આ મીટિંગમાં રક્ષામંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રીની સાથે સેનાના અધિકારીઓ પણ હાજર રહ્યા.

  4/10
 • ગુજરાતમાં લાખણી-થરાદ હાઈવે પરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે જીપની પાછળની ખુલ્લી મોટી જગ્યામાં ઘેટાં-બકરાંની જેમ વિદ્યાર્થીઓને ભરીને લઈ જવામાં આવી રહ્યા છે.  સવાલ એ ઊભો થાય છે કે જો આમ કરવામાં કોઈ મોટી ઘટના ઘટશે તો તે માટે કોણ જવાબદાર? આ બાબતે વારંવાર શાળાઓને નોટિસ આપવા છતાં પણ નિયમોનું કોઈ પાલન થતું નથી.

  ગુજરાતમાં લાખણી-થરાદ હાઈવે પરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે જીપની પાછળની ખુલ્લી મોટી જગ્યામાં ઘેટાં-બકરાંની જેમ વિદ્યાર્થીઓને ભરીને લઈ જવામાં આવી રહ્યા છે.  સવાલ એ ઊભો થાય છે કે જો આમ કરવામાં કોઈ મોટી ઘટના ઘટશે તો તે માટે કોણ જવાબદાર? આ બાબતે વારંવાર શાળાઓને નોટિસ આપવા છતાં પણ નિયમોનું કોઈ પાલન થતું નથી.

  5/10
 •  રાજકોટની પાણીની સમસ્યાના સમાધાન માટે સૌની યોજના હેઠળ મચ્છુ-1 અને ન્યારી-1 ડેમને જોડવાની પાઈપલાઈનની કામગીરી હાથ ધરી હતી. જે હાલ પૂર્ણ થવાના આરે છે. રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તારમાં ખૂબ જ વધારો થયો છે. જેથી પીવાના પાણીની સમસ્યા ન રહે, તે માટે આ પાઈપલાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થઈ જશે.

   રાજકોટની પાણીની સમસ્યાના સમાધાન માટે સૌની યોજના હેઠળ મચ્છુ-1 અને ન્યારી-1 ડેમને જોડવાની પાઈપલાઈનની કામગીરી હાથ ધરી હતી. જે હાલ પૂર્ણ થવાના આરે છે. રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તારમાં ખૂબ જ વધારો થયો છે. જેથી પીવાના પાણીની સમસ્યા ન રહે, તે માટે આ પાઈપલાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થઈ જશે.

  6/10
 • અનુસૂચિત જાતિના લાભાર્થી ઓને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે યોજનાકીય લાભોનો વિતરણ સમારોહ આજે યોજાયો. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ તેમજ ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે આર્થિક ઉત્કર્ષ માટેની સીધા ધિરાણની વિવિધ યોજનાઓ અંતર્ગત યોજનકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું.

  અનુસૂચિત જાતિના લાભાર્થી ઓને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે યોજનાકીય લાભોનો વિતરણ સમારોહ આજે યોજાયો. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ તેમજ ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે આર્થિક ઉત્કર્ષ માટેની સીધા ધિરાણની વિવિધ યોજનાઓ અંતર્ગત યોજનકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું.

  7/10
 • આમ્રપાલી ગ્રુપને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક આપરાધિક મામલે દિલ્હી પોલીસને આમ્રપાલી ગ્રુપના મુખ્ય મેનેજિંગ ડાયરેક્ટર (સીએમડી) અનિલ શર્મા અને તેમની કંપનીના બે અન્ય ડાયરેક્ટર્સની ધરપકડ કરવાની પરવાનગી આપી દીધી છે.

  આમ્રપાલી ગ્રુપને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક આપરાધિક મામલે દિલ્હી પોલીસને આમ્રપાલી ગ્રુપના મુખ્ય મેનેજિંગ ડાયરેક્ટર (સીએમડી) અનિલ શર્મા અને તેમની કંપનીના બે અન્ય ડાયરેક્ટર્સની ધરપકડ કરવાની પરવાનગી આપી દીધી છે.

  8/10
 • રાકેશ ઓમપ્રકાશ મહેરાની 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોને પસંદ આવી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી જ સ્લમમાં રહેતા એક બાળકની છે, પરિણામે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ખંડોબાના સ્લમમાં થયું છે.

  રાકેશ ઓમપ્રકાશ મહેરાની 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોને પસંદ આવી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી જ સ્લમમાં રહેતા એક બાળકની છે, પરિણામે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ખંડોબાના સ્લમમાં થયું છે.

  9/10
 • HAPPY BIRTHDAY KARSHAN GHAVRI:ગુજરાતના રોજકોટ શહેરમાં જન્મેલા જમણા હાથના બોલર જેને રમવામાં વિદેશી બેટ્સમેનો પણ ડરતા હતા. કરસન ગાવરી ભારતીય ટીમ માટે 39 ટેસ્ટ અને માત્ર 19 વન-ડે રમ્યા હતા. કરસન ગાવરી તેમના કરિઅરમાં 1975 અને 1979નો વર્લ્ડ કપ પણ રમ્યા હતા. કરસન ગાવરી 1974 થી 1981 ભારતીય ટીમનો ભાગ રહ્યા હતાં.

  HAPPY BIRTHDAY KARSHAN GHAVRI:ગુજરાતના રોજકોટ શહેરમાં જન્મેલા જમણા હાથના બોલર જેને રમવામાં વિદેશી બેટ્સમેનો પણ ડરતા હતા. કરસન ગાવરી ભારતીય ટીમ માટે 39 ટેસ્ટ અને માત્ર 19 વન-ડે રમ્યા હતા. કરસન ગાવરી તેમના કરિઅરમાં 1975 અને 1979નો વર્લ્ડ કપ પણ રમ્યા હતા. કરસન ગાવરી 1974 થી 1981 ભારતીય ટીમનો ભાગ રહ્યા હતાં.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK