વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 27, 2019, 19:57 IST | Vikas Kalal
 • ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવથી દિલ્હીમાં કટોકટીની બેઠકો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ સચિવ, રક્ષા સચિવ અને ગુપ્ત વિભાગોના પ્રમુખોની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે.

  ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવથી દિલ્હીમાં કટોકટીની બેઠકો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ સચિવ, રક્ષા સચિવ અને ગુપ્ત વિભાગોના પ્રમુખોની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે.

  1/10
 • પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે અમે આજે એક્શન લીધી છે, અમારો હેતુ માત્ર અમારી તાકાત બતાવવાનો હતો. વાતચીત કરી મામલાનો હલ લાવવો 

  પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે અમે આજે એક્શન લીધી છે, અમારો હેતુ માત્ર અમારી તાકાત બતાવવાનો હતો. વાતચીત કરી મામલાનો હલ લાવવો 

  2/10
 • સરહદપાર જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીના બરાબર એક દિવસ પછી પાકિસ્તાન ફાઇટર વિમાનોએ બુધવારે સવારે રાજૌરી-પૂંછ જિલ્લાઓમાં બોમ્બ ફેંકીને બંને દેશોને યુદ્ધની નજીક લાવી દીધા.

  સરહદપાર જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીના બરાબર એક દિવસ પછી પાકિસ્તાન ફાઇટર વિમાનોએ બુધવારે સવારે રાજૌરી-પૂંછ જિલ્લાઓમાં બોમ્બ ફેંકીને બંને દેશોને યુદ્ધની નજીક લાવી દીધા.

  3/10
 • ગુજરાતમાં મળનારી CWCની બેઠક રદ્દ કરવામાં આવી છે. 58 વર્ષ બાદ આ બેઠક અમદાવાદમાં મળવાની હતી. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ આવવાના હતા. જે દેશની હાલની સ્થિતિને જોતા કેન્સલ કરવામાં આવી છે. થોડા દિવસ બાદ સ્થિતિ સામાન્ય થતા બેઠક ફરી મળી શકે છે.

  ગુજરાતમાં મળનારી CWCની બેઠક રદ્દ કરવામાં આવી છે. 58 વર્ષ બાદ આ બેઠક અમદાવાદમાં મળવાની હતી. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ આવવાના હતા. જે દેશની હાલની સ્થિતિને જોતા કેન્સલ કરવામાં આવી છે. થોડા દિવસ બાદ સ્થિતિ સામાન્ય થતા બેઠક ફરી મળી શકે છે.

  4/10
 • ભારતની બીજી સર્જિકલ સ્ટ્રાઈક બાદ રાજ્યમાં અલર્ટના પગલે સોમનાથની સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે ભારતીય સેનાના જવાનોનો કાફલો ગીર સોમનાથના સમુદ્રી વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.

  ભારતની બીજી સર્જિકલ સ્ટ્રાઈક બાદ રાજ્યમાં અલર્ટના પગલે સોમનાથની સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે ભારતીય સેનાના જવાનોનો કાફલો ગીર સોમનાથના સમુદ્રી વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.

  5/10
 • ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે Jio Group Talk એપ લૉન્ચ કર્યું છે. આ એપ્લિકેશનના માધ્યમથી તમે ગ્રુપ કૉન્ફ્રેંસ કૉલ કરી શકો છે. આ ગ્રુપ એપ્લિકેશનના માધ્યમથી તમે 10 લોકો સાથે વાત કરી શકો છે. Jio Group Talk એપ્લિકેશન 4G VoLTE નેટવર્ક પર કામ કરી શકે છે જેના કારણે તેમને સારી વૉઈસ કૉલિંગ ક્વૉલિટીનો ફાયદો મળી શકશે.

  ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે Jio Group Talk એપ લૉન્ચ કર્યું છે. આ એપ્લિકેશનના માધ્યમથી તમે ગ્રુપ કૉન્ફ્રેંસ કૉલ કરી શકો છે. આ ગ્રુપ એપ્લિકેશનના માધ્યમથી તમે 10 લોકો સાથે વાત કરી શકો છે. Jio Group Talk એપ્લિકેશન 4G VoLTE નેટવર્ક પર કામ કરી શકે છે જેના કારણે તેમને સારી વૉઈસ કૉલિંગ ક્વૉલિટીનો ફાયદો મળી શકશે.

  6/10
 • દિયા મિર્ઝા છેલ્લે ‘સંજુ’માં માન્યતા દત્તના રોલમાં જોવા મળી હતી. ‘સત્યમેવ જયતે’ના પ્રોડ્યુસર નિખિલ અડવાણીના હિસ્ટોરિકલ શોમાં દિયા મિર્ઝા જોવા મળવાની છે. આ સિવાય પણ તે એક શોમાં જોવા મળશે. આ વિશે દિયાએ કહ્યું હતું કે ‘એક શો નિખિલ અડવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ એક એપિક શો છે. હિસ્ટોરિકલ શોમાં કામ કરવું મારા માટે એક સપના જેવું છે. હું આ શોમાં ફરી શબાના આઝમી સાથે કામ કરીશ.

  દિયા મિર્ઝા છેલ્લે ‘સંજુ’માં માન્યતા દત્તના રોલમાં જોવા મળી હતી. ‘સત્યમેવ જયતે’ના પ્રોડ્યુસર નિખિલ અડવાણીના હિસ્ટોરિકલ શોમાં દિયા મિર્ઝા જોવા મળવાની છે. આ સિવાય પણ તે એક શોમાં જોવા મળશે. આ વિશે દિયાએ કહ્યું હતું કે ‘એક શો નિખિલ અડવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ એક એપિક શો છે. હિસ્ટોરિકલ શોમાં કામ કરવું મારા માટે એક સપના જેવું છે. હું આ શોમાં ફરી શબાના આઝમી સાથે કામ કરીશ.

  7/10
 • અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ તો છે જ. જે માટે આકાશ અને શ્લોકાનું સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મેરિટ્ઝમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આ ફંકશનમાં બન્ને ખૂબ જ ખુશ જોવા મળ્યા અને તેમની એન્ટ્રી પણ રૉયલ અંદાજમાં કરવામાં આવી. તેમના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ વિન્ટર વન્ડરવર્લ્ડ રાખવામાં આવી. તેમજ ડ્રોન દ્વારા પણ ખાસ કળાકૃતિઓ બતાવવામાં આવી. આ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સેન્ટર ઑફ અટ્રેક્શન કહી શકાય તેવા ડ્રોન શોમાં ખાસ પ્રકારની કળાકારીગરી દર્શાવવામાં આવી.

  અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ તો છે જ. જે માટે આકાશ અને શ્લોકાનું સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મેરિટ્ઝમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આ ફંકશનમાં બન્ને ખૂબ જ ખુશ જોવા મળ્યા અને તેમની એન્ટ્રી પણ રૉયલ અંદાજમાં કરવામાં આવી. તેમના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ વિન્ટર વન્ડરવર્લ્ડ રાખવામાં આવી. તેમજ ડ્રોન દ્વારા પણ ખાસ કળાકૃતિઓ બતાવવામાં આવી. આ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સેન્ટર ઑફ અટ્રેક્શન કહી શકાય તેવા ડ્રોન શોમાં ખાસ પ્રકારની કળાકારીગરી દર્શાવવામાં આવી.

  8/10
 • યુવાઓની ફિટનેસ અને રમત પ્રત્યે તેમની જાગરૂકતા વધારવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા એપનું ઉદ્ધાટન કર્યું છે. આ મોકા પર ભારતના ખેલપ્રધાન રાજ્યવર્ધન સિંહ પણ હાજર હતા. રાજ્યવર્ધન સિંહે કહ્યું હતું કે, મોબાઈલ એપથી નૌજવાન યુવા પ્લેયર દેશના બધા રમતોને જોઈ શકશે અને નિયમોને જાણી શકશે.

  યુવાઓની ફિટનેસ અને રમત પ્રત્યે તેમની જાગરૂકતા વધારવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા એપનું ઉદ્ધાટન કર્યું છે. આ મોકા પર ભારતના ખેલપ્રધાન રાજ્યવર્ધન સિંહ પણ હાજર હતા. રાજ્યવર્ધન સિંહે કહ્યું હતું કે, મોબાઈલ એપથી નૌજવાન યુવા પ્લેયર દેશના બધા રમતોને જોઈ શકશે અને નિયમોને જાણી શકશે.

  9/10
 • દિલ્હીમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં ભારતની મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલ ગ્રુપ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. મનુ અને સૌરભની જોડીએ ફાઈનલમાં 483.4  પોઈન્ટ સ્કોર કરીને ગોલ્ડ જીત્યો હતો. મનુ અને સૌરભના પ્રદર્શને સાબિત કર્યું છે કે, આખરે કેમ બન્ને પ્લેયરને ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે. ISSF વર્લ્ડકપમાં 5.7 પોઈન્ટના અંતરથી ગોલ્ડ જીત્યો હતો.

  દિલ્હીમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં ભારતની મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલ ગ્રુપ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. મનુ અને સૌરભની જોડીએ ફાઈનલમાં 483.4  પોઈન્ટ સ્કોર કરીને ગોલ્ડ જીત્યો હતો. મનુ અને સૌરભના પ્રદર્શને સાબિત કર્યું છે કે, આખરે કેમ બન્ને પ્લેયરને ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે. ISSF વર્લ્ડકપમાં 5.7 પોઈન્ટના અંતરથી ગોલ્ડ જીત્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK