વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 26, 2019, 19:59 IST | Vikas Kalal
 • ભારતીય વાયુસેનાના હવાઈ હુમલા બાદ પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તમામ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. ઈમરાન ખાને એમ પણ કહ્યું કે પાકિસ્તાન આ હુમલાનો સમયે આવ્યે જવાબ આપશે

  ભારતીય વાયુસેનાના હવાઈ હુમલા બાદ પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તમામ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. ઈમરાન ખાને એમ પણ કહ્યું કે પાકિસ્તાન આ હુમલાનો સમયે આવ્યે જવાબ આપશે

  1/10
 • યોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીથી નિર્ણય લાવવા અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો મધ્યસ્થી માટે 1 ટકા પણ શક્યતા હોય તો બધા પક્ષો તેની માટે આગળ આવે અને ઉકેલ લાવે.'

  યોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીથી નિર્ણય લાવવા અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો મધ્યસ્થી માટે 1 ટકા પણ શક્યતા હોય તો બધા પક્ષો તેની માટે આગળ આવે અને ઉકેલ લાવે.'

  2/10
 •  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇસ્કોન મંદિરમાં દુનિયાની સૌથી વધુ વજનવાળી ભગવદ્ ગીતાનું અનાવરણ કર્યું. આ દરમિયાન મોદીએ કહ્યું કે માનવતાના દુશ્મનોથી ધરતીને બચાવવા માટે પ્રભુની શક્તિ હંમેશાં આપણી સાથે રહે છે. 12 ફૂટ લાંબા અને 9 ફૂટ પહોળા આ પુસ્તકનું વજન 800 કિલોગ્રામ છે. તેને છાપવામાં અઢી વર્ષ લાગ્યા અને ખર્ચ દોઢ કરોડ રૂપિયા થયો છે.

   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇસ્કોન મંદિરમાં દુનિયાની સૌથી વધુ વજનવાળી ભગવદ્ ગીતાનું અનાવરણ કર્યું. આ દરમિયાન મોદીએ કહ્યું કે માનવતાના દુશ્મનોથી ધરતીને બચાવવા માટે પ્રભુની શક્તિ હંમેશાં આપણી સાથે રહે છે. 12 ફૂટ લાંબા અને 9 ફૂટ પહોળા આ પુસ્તકનું વજન 800 કિલોગ્રામ છે. તેને છાપવામાં અઢી વર્ષ લાગ્યા અને ખર્ચ દોઢ કરોડ રૂપિયા થયો છે.

  3/10
 • પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો આજે ભારતે બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરીને લઈ લીધો છે.  જોકે આ સ્ટ્રાઇક થયા પછી આખા ગુજરાતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હાઇ એલર્ટને પગલે વડોદરામાં પોલીસનું ફ્લેગ માર્ચ ચાલુ છે. વડોદરા પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે માંડવી વિસ્તારમાં પોલીસ જવાનો અને અધિકારીઓ સાથે ફ્લેગમાર્ચ માટે નીકળ્યા હતા.

  પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો આજે ભારતે બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરીને લઈ લીધો છે.  જોકે આ સ્ટ્રાઇક થયા પછી આખા ગુજરાતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હાઇ એલર્ટને પગલે વડોદરામાં પોલીસનું ફ્લેગ માર્ચ ચાલુ છે. વડોદરા પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે માંડવી વિસ્તારમાં પોલીસ જવાનો અને અધિકારીઓ સાથે ફ્લેગમાર્ચ માટે નીકળ્યા હતા.

  4/10
 • અમદાવાદ આજે જન્મદિવસ મનાવી રહ્યું છે. આ અમદાવાદનો 608મો જન્મદિવસ છે. વર્ષ 1411માં 26 ફેબ્રુઆરીના દિવસે અહમદશાહે માણેક બુર્જ પાસે અમદાવાદની સ્થાપના કરી હતી. આ પહેલા અમદાવાદનું નામ અહમદાબાદ હતું જે બદલીને અમદાવાદ તરીકે ઓળખવામાં આવ્યું હતું. અમદાવાદ આજે વેપાર કેન્દ્ર માટે મહત્વનું કેન્દ્ર બન્યું છે. 

  અમદાવાદ આજે જન્મદિવસ મનાવી રહ્યું છે. આ અમદાવાદનો 608મો જન્મદિવસ છે. વર્ષ 1411માં 26 ફેબ્રુઆરીના દિવસે અહમદશાહે માણેક બુર્જ પાસે અમદાવાદની સ્થાપના કરી હતી. આ પહેલા અમદાવાદનું નામ અહમદાબાદ હતું જે બદલીને અમદાવાદ તરીકે ઓળખવામાં આવ્યું હતું. અમદાવાદ આજે વેપાર કેન્દ્ર માટે મહત્વનું કેન્દ્ર બન્યું છે. 

  5/10
 • રાજકોટના યુવાનોએ બીજી સર્જિકલ સ્ટ્રાઈકની ઉજવણી ફટાકડા ફોડીને કરી. પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને ભારતીય વાયુસેનાએ કરેલા હુમલા બાદ રાજકોટવાસીઓમાં જોશ આવ્યું અને દીવાળીની જેમ ફટાકડા ફોડી ઉજવણી કરી.

  રાજકોટના યુવાનોએ બીજી સર્જિકલ સ્ટ્રાઈકની ઉજવણી ફટાકડા ફોડીને કરી. પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને ભારતીય વાયુસેનાએ કરેલા હુમલા બાદ રાજકોટવાસીઓમાં જોશ આવ્યું અને દીવાળીની જેમ ફટાકડા ફોડી ઉજવણી કરી.

  6/10
 • ઓક્ટોબર 2018માં પેપ્સિકોમાંથી રાજીનામું આપનારી ઇન્દ્રા નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થનારી બીજી ભારતીય મૂળની મહિલા છે. આ પહેલા ફેબ્રુઆરીની શરૂઆતમાં સ્ટારબક્સની એક્ઝિક્યુટિવ રોસલિન્ડ બ્રેવર પણ બોર્ડમાં સામેલ થયા છે. પેપ્સિકોના ભૂતપૂર્વ CEO ઇન્દ્રા નૂઈ (Indra Nooyi) એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ થયા.

  ઓક્ટોબર 2018માં પેપ્સિકોમાંથી રાજીનામું આપનારી ઇન્દ્રા નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થનારી બીજી ભારતીય મૂળની મહિલા છે. આ પહેલા ફેબ્રુઆરીની શરૂઆતમાં સ્ટારબક્સની એક્ઝિક્યુટિવ રોસલિન્ડ બ્રેવર પણ બોર્ડમાં સામેલ થયા છે. પેપ્સિકોના ભૂતપૂર્વ CEO ઇન્દ્રા નૂઈ (Indra Nooyi) એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ થયા.

  7/10
 • પુલવામા આતંકી હુમલા પછી પોતાના એક નિવેદનને લઈને નિશાન બનેલા પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોતસિંહ સિદ્ધુએ ભારતીય એરફોર્સની એર સ્ટ્રાઇકનું સ્વાગત કર્યું છે. સિદ્ધૂએ પોતાના ખાસ અંદાજમાં વાયુસેનાની કાર્યવાહીનું સ્વાગત કરીને ખુશી જાહેર કરી છે.

  પુલવામા આતંકી હુમલા પછી પોતાના એક નિવેદનને લઈને નિશાન બનેલા પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોતસિંહ સિદ્ધુએ ભારતીય એરફોર્સની એર સ્ટ્રાઇકનું સ્વાગત કર્યું છે. સિદ્ધૂએ પોતાના ખાસ અંદાજમાં વાયુસેનાની કાર્યવાહીનું સ્વાગત કરીને ખુશી જાહેર કરી છે.

  8/10
 • ભારતીય વાયુસેનાએ પુલવામાં હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની શહાદતનો બદલો લીધો છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને નાબૂદ કર્યા છે. વાયુસેનાની આ કાર્યવાહીને ખેલજગતે પણ બિરદાવ્યું છે અને વાયુસેનાની બહાદુરીને સલામ કરી છે.

  ભારતીય વાયુસેનાએ પુલવામાં હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની શહાદતનો બદલો લીધો છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને નાબૂદ કર્યા છે. વાયુસેનાની આ કાર્યવાહીને ખેલજગતે પણ બિરદાવ્યું છે અને વાયુસેનાની બહાદુરીને સલામ કરી છે.

  9/10
 • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સિરીઝની બીજી T-20 મેચ બેંગ્લોર ખાતે રમાશે. પહેલી મેચમાં હાર્યા પછી ભારત મેચ જીતી સિરીઝ સરભર કરવા મેદાન પર ઉતરશે જ્યારે ઓસ્ટ્રેલિયા મેચ જીતી સિરીઝ પોતાના નામે કરવા મેદાન પર ઉતરશે.

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સિરીઝની બીજી T-20 મેચ બેંગ્લોર ખાતે રમાશે. પહેલી મેચમાં હાર્યા પછી ભારત મેચ જીતી સિરીઝ સરભર કરવા મેદાન પર ઉતરશે જ્યારે ઓસ્ટ્રેલિયા મેચ જીતી સિરીઝ પોતાના નામે કરવા મેદાન પર ઉતરશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK