વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 01, 2019, 19:59 IST | Vikas Kalal
 • વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા છે. પાકિસ્તાની રેનજર્સ દ્વારા અભિનંદનને ભારતને સોપવામાં આવ્યા છે. વિંગ કમાંડર અભિનંદર અટારી વાઘા બૉર્ડર પહોંચ્યા હતા. ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને ભારતને સોંપવામાં આવશે

  વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા છે. પાકિસ્તાની રેનજર્સ દ્વારા અભિનંદનને ભારતને સોપવામાં આવ્યા છે. વિંગ કમાંડર અભિનંદર અટારી વાઘા બૉર્ડર પહોંચ્યા હતા. ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને ભારતને સોંપવામાં આવશે

  1/10
 • પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં એલઓસીની નજીક મેંધાર, બાલાકોટ અને ક્રિશ્ના ઘાટી સેક્ટરમાં 6 વાગે સીઝફાયર ઉલ્લંઘન કર્યું. જ્યારે કુપવાડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક સીઆરપીએફ જવાન શહીદ થયો છે અને ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. કુપવાડામાં પણ ગોળીબાર ચાલી રહ્યો છે.

  પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં એલઓસીની નજીક મેંધાર, બાલાકોટ અને ક્રિશ્ના ઘાટી સેક્ટરમાં 6 વાગે સીઝફાયર ઉલ્લંઘન કર્યું. જ્યારે કુપવાડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક સીઆરપીએફ જવાન શહીદ થયો છે અને ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. કુપવાડામાં પણ ગોળીબાર ચાલી રહ્યો છે.

  2/10
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા પક્ષના કાર્યકરો સાથે સંવાદ દરમ્યાન જણાવ્યું હતું કે ‘આતંકવાદી હુમલા સાથે દુશ્મનોનો ઉદ્દેશ દેશની પ્રગતિ રોકવાનો હોય છે. તેમના એ ઉદ્દેશની સામે દરેક ભારતીય નાગરિકે દીવાલ બનીને ઊભા રહેવાનું છે. આપણે લડીશું, કામ કરીશું અને જીતીશું.’

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા પક્ષના કાર્યકરો સાથે સંવાદ દરમ્યાન જણાવ્યું હતું કે ‘આતંકવાદી હુમલા સાથે દુશ્મનોનો ઉદ્દેશ દેશની પ્રગતિ રોકવાનો હોય છે. તેમના એ ઉદ્દેશની સામે દરેક ભારતીય નાગરિકે દીવાલ બનીને ઊભા રહેવાનું છે. આપણે લડીશું, કામ કરીશું અને જીતીશું.’

  3/10
 •  ભાવનગર જીલ્લાના નવા નિમાયેલા પોલીસ કમિશ્નર જયપાલસિંહ રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી પરમાર તથા સબ ઇન્સ્પેક્ટર આર.એચ.બારે ભાવનગર જીલ્લાના તથા બહારના જીલ્લાના ગુનામાં વોન્ટેડ આરોપીઓ પકડી પાડ્યા.

   ભાવનગર જીલ્લાના નવા નિમાયેલા પોલીસ કમિશ્નર જયપાલસિંહ રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી પરમાર તથા સબ ઇન્સ્પેક્ટર આર.એચ.બારે ભાવનગર જીલ્લાના તથા બહારના જીલ્લાના ગુનામાં વોન્ટેડ આરોપીઓ પકડી પાડ્યા.

  4/10
 • રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાસ્થ્ય ખરાબ થતા તેઓ તમામ કાર્યક્રમ રદ્દ કરી ગાંધીનગર પરત ફર્યા છે. રૂપાણીએ જૂનાગઢ, ગાંધીનગરના કાર્યક્રમ રદ્દ કર્યા છે. મુખ્યમંત્રી રાજકોટથી જૂનાગઢ જઈ રહ્યા હતા ત્યારે જ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. પ્રાથમિક ચકાસણીમાં તેમને આંતરડામાં સોજો આવવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. નબળાઈની ફરિયાદ સાથે તાવ આવી રહ્યો હતો. જે બાદ તેમને આરામની સલાહ આપવામાં આવી છે.

  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાસ્થ્ય ખરાબ થતા તેઓ તમામ કાર્યક્રમ રદ્દ કરી ગાંધીનગર પરત ફર્યા છે. રૂપાણીએ જૂનાગઢ, ગાંધીનગરના કાર્યક્રમ રદ્દ કર્યા છે. મુખ્યમંત્રી રાજકોટથી જૂનાગઢ જઈ રહ્યા હતા ત્યારે જ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. પ્રાથમિક ચકાસણીમાં તેમને આંતરડામાં સોજો આવવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. નબળાઈની ફરિયાદ સાથે તાવ આવી રહ્યો હતો. જે બાદ તેમને આરામની સલાહ આપવામાં આવી છે.

  5/10
 • રાજ્યમાં 7 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જે 23 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10 અને ધોરણ 12ના તમામ પ્રવાહની પરીક્ષા નિયત પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન આસપાસના વિસ્તારમાં પરવાનગી વગર ચાર કરતા વધુ માણસોને એકઠા થવા પર, સભા ભરવા પર કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ આસપાસમાં ઝેરોક્સની દુકાનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

  રાજ્યમાં 7 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જે 23 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10 અને ધોરણ 12ના તમામ પ્રવાહની પરીક્ષા નિયત પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન આસપાસના વિસ્તારમાં પરવાનગી વગર ચાર કરતા વધુ માણસોને એકઠા થવા પર, સભા ભરવા પર કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ આસપાસમાં ઝેરોક્સની દુકાનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

  6/10
 • લોકલ શેરબજારને મજબૂતી આપવા માટે સેબીએ શુક્રવારે બ્રોકર્સ, શેરબજારો અને લિસ્ટેડ કંપનીઓ પાસેથી લેવામાં આવતી ફીસને ઓછી કરવાની મંજૂરી આપી દીધી છે. બજાર નિયામકે નવા સ્ટાર્ટઅપ્સ માટે શેરબજારમાં લિસ્ટેડ થવા તથા મૂડી ભેગી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવી જોગવાઈઓને પણ મંજૂરી આપી

  લોકલ શેરબજારને મજબૂતી આપવા માટે સેબીએ શુક્રવારે બ્રોકર્સ, શેરબજારો અને લિસ્ટેડ કંપનીઓ પાસેથી લેવામાં આવતી ફીસને ઓછી કરવાની મંજૂરી આપી દીધી છે. બજાર નિયામકે નવા સ્ટાર્ટઅપ્સ માટે શેરબજારમાં લિસ્ટેડ થવા તથા મૂડી ભેગી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવી જોગવાઈઓને પણ મંજૂરી આપી

  7/10
 • રવનીત ગિલે યસ બેન્કના સીઈઓ અને એમડીનો પદભાર સંભાળ્યો છે. રવનીત ગિલની પસંદગી ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. આ પહેલા રાણા કપૂર યસ બેન્કના સીઈઓ અને એમડી હતા. રાણા કપૂરે 31 જાન્યુઆરીએ પદ છોડ્યુ હતુ.

  રવનીત ગિલે યસ બેન્કના સીઈઓ અને એમડીનો પદભાર સંભાળ્યો છે. રવનીત ગિલની પસંદગી ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. આ પહેલા રાણા કપૂર યસ બેન્કના સીઈઓ અને એમડી હતા. રાણા કપૂરે 31 જાન્યુઆરીએ પદ છોડ્યુ હતુ.

  8/10
 • અમૃતસરમાં સોનાક્ષી સિંહા અને બાદશાહની ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેમને મળવા લોકોનો ધસારો ઊમટી પડ્યો હતો. આ ફિલ્મનું અગત્યનું દૃશ્ય હુસૈનપુરાની વ્યસ્ત શેરીમાં સોનાક્ષી અને બાદશાહ પર શૂટ કરવામાં આવી રહ્યું હતું. જોકે લોકોમાં એ વાત ફેલાઈ ગઈ કે ત્યાં શૂટિંગ ચાલી રહ્યું છે જેને જોતાં સોનાક્ષી અને બાદશાહ સાથે ફોટો ક્લિક કરવા માટે તેમના ફૅન્સની ભીડ ઊમટી પડી હતી

  અમૃતસરમાં સોનાક્ષી સિંહા અને બાદશાહની ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેમને મળવા લોકોનો ધસારો ઊમટી પડ્યો હતો. આ ફિલ્મનું અગત્યનું દૃશ્ય હુસૈનપુરાની વ્યસ્ત શેરીમાં સોનાક્ષી અને બાદશાહ પર શૂટ કરવામાં આવી રહ્યું હતું. જોકે લોકોમાં એ વાત ફેલાઈ ગઈ કે ત્યાં શૂટિંગ ચાલી રહ્યું છે જેને જોતાં સોનાક્ષી અને બાદશાહ સાથે ફોટો ક્લિક કરવા માટે તેમના ફૅન્સની ભીડ ઊમટી પડી હતી

  9/10
 • ભારત અને ઓસ્ટ્રેલિયા સામે શનિવારથી વન-ડે સિરીઝ ચાલુ થવાની તૈયારીમાં છે તે પહેલા ભારતીય ટીમનો મોટો ઝાટકો લાગ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અભ્યાસ સત્ર દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. ટીમના સહયોગી સ્ટાફના સદસ્ય રાઘવેન્દ્રથી થ્રોડાઉન લેતી વખતે ધોનીના ડાબા કાંડામાં ઈજા થઈ છે.

  ભારત અને ઓસ્ટ્રેલિયા સામે શનિવારથી વન-ડે સિરીઝ ચાલુ થવાની તૈયારીમાં છે તે પહેલા ભારતીય ટીમનો મોટો ઝાટકો લાગ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અભ્યાસ સત્ર દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. ટીમના સહયોગી સ્ટાફના સદસ્ય રાઘવેન્દ્રથી થ્રોડાઉન લેતી વખતે ધોનીના ડાબા કાંડામાં ઈજા થઈ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK