વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 18, 2019, 19:58 IST | Vikas Kalal
 • ગોવા CM મનોહર પર્રિકર આખરે પંચમહાભુતમાં વિલિન થયા છે. રવિવાર મોડી સાંજે લાંબા સમયની બીમારી બાદ તે મૃત્યુ પામ્યા હતા. 63 વર્ષની ઉમરે મનોહર પર્રિકરનું કેંસરના કારણે નિધન થયું હતું

  ગોવા CM મનોહર પર્રિકર આખરે પંચમહાભુતમાં વિલિન થયા છે. રવિવાર મોડી સાંજે લાંબા સમયની બીમારી બાદ તે મૃત્યુ પામ્યા હતા. 63 વર્ષની ઉમરે મનોહર પર્રિકરનું કેંસરના કારણે નિધન થયું હતું

  1/8
 •  મનોહર પર્રિકરના નિધન બાદ ગોવાના નવા મુખ્ય પ્રધાન માટે ઘણા નામો સામે આવી રહ્યા છે.  ગોવાના નવા સીએમની જાહેરાત બપોરે થવાની હતી જો કે હવે ગોવાના નવા સીએમની પસંદગી મોડી રાત્રે થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સીએમની રેસમાં પ્રમોદ સાવંતનું નામ સૌથી આગળ છે

   મનોહર પર્રિકરના નિધન બાદ ગોવાના નવા મુખ્ય પ્રધાન માટે ઘણા નામો સામે આવી રહ્યા છે.  ગોવાના નવા સીએમની જાહેરાત બપોરે થવાની હતી જો કે હવે ગોવાના નવા સીએમની પસંદગી મોડી રાત્રે થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સીએમની રેસમાં પ્રમોદ સાવંતનું નામ સૌથી આગળ છે

  2/8
 • છત્તીસગઢના દંતેવાડામાં નકસલીઓ દ્વાર IED બ્લાસ્ટ અને ફાયરિંગ કરવામાં આવ્યા છે. આ હુમલામાં 5 CRPFના જવાનો ઈજાગ્રસ્થ થયા છે. ઈજગ્રસ્ત જવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  છત્તીસગઢના દંતેવાડામાં નકસલીઓ દ્વાર IED બ્લાસ્ટ અને ફાયરિંગ કરવામાં આવ્યા છે. આ હુમલામાં 5 CRPFના જવાનો ઈજાગ્રસ્થ થયા છે. ઈજગ્રસ્ત જવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  3/8
 • મુલુંડ (ઈસ્ટ)ના શ્રીનાથ અપાર્ટમેન્ટમાં રહેતા ૬૩ વર્ષના ધીરજલાલ બૌવાની તેમના મૃત્યુ બાદ ત્વચા અને ચક્ષુદાન કરવાની ઇચ્છા હતી. બે દિવસ પહેલાં ધીરજલાલનું બ્રેઇન ડેડ થઈ જવાથી તેમના પરિવારજનોએ તેમની ઇચ્છા મુજબ મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં ત્વચા અને ચક્ષુદાનની સાથે કિડની, લિવર અને પૅãન્ક્રયાસ પણ ડોનેટ કરીને અનેક લોકોને જીવતદાન આપવા માટે સહભાગી બન્યા હતા.

  મુલુંડ (ઈસ્ટ)ના શ્રીનાથ અપાર્ટમેન્ટમાં રહેતા ૬૩ વર્ષના ધીરજલાલ બૌવાની તેમના મૃત્યુ બાદ ત્વચા અને ચક્ષુદાન કરવાની ઇચ્છા હતી. બે દિવસ પહેલાં ધીરજલાલનું બ્રેઇન ડેડ થઈ જવાથી તેમના પરિવારજનોએ તેમની ઇચ્છા મુજબ મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં ત્વચા અને ચક્ષુદાનની સાથે કિડની, લિવર અને પૅãન્ક્રયાસ પણ ડોનેટ કરીને અનેક લોકોને જીવતદાન આપવા માટે સહભાગી બન્યા હતા.

  4/8
 • ડાયરેક્ટ મેઇલ મૅગેઝિન ‘ઇન્ડિયા અનબાઉન્ડ’ના ગ્રુપ એડિટર નિત્યાનંદ પાંડેની બૉડી ભિવંડી તાલુકાના શારભાઉ બ્રિજની નીચેથી શનિવારે મળી આવી હતી. ઍડિશનલ એસપી થાણે (રૂરલ)એ જણાવ્યું હતું કે પત્રકાર નિત્યાંનદ પાંડેની હત્યા કરવામાં આવી છે. તેઓ ૧૫ માર્ચથી મિસિંગ હતા. મિસિંગની ફરિયાદ કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં ૧૬ માર્ચે કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ મામલામાં બેથી ત્રણ શંકમદોની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.

  ડાયરેક્ટ મેઇલ મૅગેઝિન ‘ઇન્ડિયા અનબાઉન્ડ’ના ગ્રુપ એડિટર નિત્યાનંદ પાંડેની બૉડી ભિવંડી તાલુકાના શારભાઉ બ્રિજની નીચેથી શનિવારે મળી આવી હતી. ઍડિશનલ એસપી થાણે (રૂરલ)એ જણાવ્યું હતું કે પત્રકાર નિત્યાંનદ પાંડેની હત્યા કરવામાં આવી છે. તેઓ ૧૫ માર્ચથી મિસિંગ હતા. મિસિંગની ફરિયાદ કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં ૧૬ માર્ચે કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ મામલામાં બેથી ત્રણ શંકમદોની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.

  5/8
 • નેધરલેન્ડમાં એક ટ્રામ પર આતંકીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં જ ન્યુઝીલેન્ડમાં આતંકીઓ દ્વારા ગોળીબાર થયો હતો જેમાં 40 જેટલા લોકોના મોત થયા હતા.

  નેધરલેન્ડમાં એક ટ્રામ પર આતંકીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં જ ન્યુઝીલેન્ડમાં આતંકીઓ દ્વારા ગોળીબાર થયો હતો જેમાં 40 જેટલા લોકોના મોત થયા હતા.

  6/8
 •  મલ્ટી સ્ટારર ફિલ્મ કંલકનું પહેલુ સોંગ આજે રિલીઝ થયું છે. ઘર મોરે પરદેશિયા ગીત પર આલિયા ભટ્ટ અને માધુરી દિક્ષીત ડાન્સ કરતા જોવા મળ્યા છે. આ ગીત શ્રેયા ઘોષાલે ગાયુ છે.

   મલ્ટી સ્ટારર ફિલ્મ કંલકનું પહેલુ સોંગ આજે રિલીઝ થયું છે. ઘર મોરે પરદેશિયા ગીત પર આલિયા ભટ્ટ અને માધુરી દિક્ષીત ડાન્સ કરતા જોવા મળ્યા છે. આ ગીત શ્રેયા ઘોષાલે ગાયુ છે.

  7/8
 • દેહરાદૂનના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર રમાયેલી અફઘાનિસ્તાન અને આયરલેન્ડ ટેસ્ટમાં અફઘાનિસ્તાનનો વિજય થયો છે. અફઘાનિસ્તાને આયરલેન્ડને 7 વિકેટથી પરાજય આપ્યો હતો.

  દેહરાદૂનના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર રમાયેલી અફઘાનિસ્તાન અને આયરલેન્ડ ટેસ્ટમાં અફઘાનિસ્તાનનો વિજય થયો છે. અફઘાનિસ્તાને આયરલેન્ડને 7 વિકેટથી પરાજય આપ્યો હતો.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK