વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 11, 2019, 19:59 IST | Vikas Kalal
 • પુલવામાં હુમલા બાદ સૈન્ય દ્વારા 21 દિવસ બાદ 18 આતંકીઓ ઠાર મરાયા છે. આ માહિતી આપતા સૈન્યના વડાએ કહ્યું હતું કે, પુલવામાં હુમલા બાદ સતત સર્ચ ઓપરેશન ચાલુ છે અને એક પણ આતંકીને છોડવામાં આવશે નહી.

  પુલવામાં હુમલા બાદ સૈન્ય દ્વારા 21 દિવસ બાદ 18 આતંકીઓ ઠાર મરાયા છે. આ માહિતી આપતા સૈન્યના વડાએ કહ્યું હતું કે, પુલવામાં હુમલા બાદ સતત સર્ચ ઓપરેશન ચાલુ છે અને એક પણ આતંકીને છોડવામાં આવશે નહી.

  1/9
 • ઈથોપિયા પ્લેન ક્રેશ બાદ ભારતમાં બોઈંગ 737 MAX વિમાન બેન કરવામાં આવી શકે છે. ઘણી પ્રાઈવેટ કંપનીઓ દ્વારા બોઈગ 737નો ઓર્ડર આપવામાં આવ્યા છે જો કે બોઈંગ વિમાનની દુર્ઘટનાઓને જોતા ભારતમાં તેને બેન કરવામાં આવી શકે છે.

  ઈથોપિયા પ્લેન ક્રેશ બાદ ભારતમાં બોઈંગ 737 MAX વિમાન બેન કરવામાં આવી શકે છે. ઘણી પ્રાઈવેટ કંપનીઓ દ્વારા બોઈગ 737નો ઓર્ડર આપવામાં આવ્યા છે જો કે બોઈંગ વિમાનની દુર્ઘટનાઓને જોતા ભારતમાં તેને બેન કરવામાં આવી શકે છે.

  2/9
 • રવિવારે રાત્રે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ લેવલના ઉચ્ચ અધિકારીઓની બદલીનો એક ફેક પત્ર વાયરલ થયો હતો. ગૃહ વિભાગના અધિકારી અમિત રાવલની સહી અને સિરિયલ નંબર સાથે આ લેટર સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો જો કે સહી જુદી હોવાના કારણે આ લેટરની ઓળખાણ કરાઈ હતી અને ફેક લેટર વાયરલ કરનારાઓની તપાસ શરૂ કરવામાં આવી હતી.

  રવિવારે રાત્રે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ લેવલના ઉચ્ચ અધિકારીઓની બદલીનો એક ફેક પત્ર વાયરલ થયો હતો. ગૃહ વિભાગના અધિકારી અમિત રાવલની સહી અને સિરિયલ નંબર સાથે આ લેટર સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો જો કે સહી જુદી હોવાના કારણે આ લેટરની ઓળખાણ કરાઈ હતી અને ફેક લેટર વાયરલ કરનારાઓની તપાસ શરૂ કરવામાં આવી હતી.

  3/9
 • રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ પબજી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર ગુજરાતની પહેલી યુનિવર્સિટી છે જેના દ્વારા PUB G પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત સહિત ઘણા શહેરોમાં PUB Gના રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સિવાય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ PUB G રમવા પર પ્રતિબંધ મુકાયો છે.

  રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ પબજી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર ગુજરાતની પહેલી યુનિવર્સિટી છે જેના દ્વારા PUB G પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત સહિત ઘણા શહેરોમાં PUB Gના રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સિવાય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ PUB G રમવા પર પ્રતિબંધ મુકાયો છે.

  4/9
 •  ચુંટણી કમિશ્નર દ્રારા રવિવારે લોકસભા ચુંટણીની તારીખો જાહેર કરી દીધી છે. 11 એપ્રિલથી 19 મે દરમ્યાન ચુંટણી યોજાશે. ચુંટણીની તારીખો જાહેર થતાની સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ પડી ગઇ હતી. જેને પગલે દરેક જગ્યાઓ પરથી પક્ષના ફોટાઓ, ઝંડાઓ ઉતારવાનું કામ ચાલી કરી દેવામાં આવ્યું હતું. તો રાજકોટ જીલ્લા પંચાયક ખાતે પણ આચાર સંહિતતાનો ચુંસ્ત પણ અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

   ચુંટણી કમિશ્નર દ્રારા રવિવારે લોકસભા ચુંટણીની તારીખો જાહેર કરી દીધી છે. 11 એપ્રિલથી 19 મે દરમ્યાન ચુંટણી યોજાશે. ચુંટણીની તારીખો જાહેર થતાની સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ પડી ગઇ હતી. જેને પગલે દરેક જગ્યાઓ પરથી પક્ષના ફોટાઓ, ઝંડાઓ ઉતારવાનું કામ ચાલી કરી દેવામાં આવ્યું હતું. તો રાજકોટ જીલ્લા પંચાયક ખાતે પણ આચાર સંહિતતાનો ચુંસ્ત પણ અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

  5/9
 • રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ શ્રી એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. 2019માં અલગ અલગ ક્ષેત્રોના 93 લોકોને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. આ યાદીમાં ગુજરાતના મૂળ 10 લોકોને સ્થાન મળ્યું છે.

  રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ શ્રી એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. 2019માં અલગ અલગ ક્ષેત્રોના 93 લોકોને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. આ યાદીમાં ગુજરાતના મૂળ 10 લોકોને સ્થાન મળ્યું છે.

  6/9
 • ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ગુજકેટની તારીખમાં ફરી બદલાવ થશે. તેનું એકમાત્ર કારણ રવિવારે લોકસભા ચુંટણી જાહેરાત થઇ હતી. જેમાં ગુજરાતમાં ચુંટણીમાં મતદાનની તારીખ 23 એપ્રિલ આવી છે. આજ તારીખે GUJCET ની પરીક્ષાની જાહેરાત થઇ હતી. GUJCET ની પરીક્ષા પ્રથમ વાર 30 માર્ચના રોજ થવાની હતી. ત્યાર પછી આ તારીખને બદલીને 4 એપ્રિલ કરવામાં આવી હતી. 

  ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ગુજકેટની તારીખમાં ફરી બદલાવ થશે. તેનું એકમાત્ર કારણ રવિવારે લોકસભા ચુંટણી જાહેરાત થઇ હતી. જેમાં ગુજરાતમાં ચુંટણીમાં મતદાનની તારીખ 23 એપ્રિલ આવી છે. આજ તારીખે GUJCET ની પરીક્ષાની જાહેરાત થઇ હતી. GUJCET ની પરીક્ષા પ્રથમ વાર 30 માર્ચના રોજ થવાની હતી. ત્યાર પછી આ તારીખને બદલીને 4 એપ્રિલ કરવામાં આવી હતી. 

  7/9
 •  કાળિયાર શિકાર મામલે મુક્ત થયેલા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુની પરેશાની ફરી એકવાર વધી શકે છે. રાજસ્થાન સરકારે આ મામલે જોધપુર ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે આપેલા નિર્ણને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જોધપુર હાઈકોર્ટ દ્વારા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ સહિત નીલમ કોઠારી અને દુષ્યંત સિંહને નોટિસ ફટકારી છે. આ પહેલા આવેલા નિર્ણયમાં સલમાન ખાન સિવાય બધાને આરોપ મુક્ત કરાયા હતા. 

   કાળિયાર શિકાર મામલે મુક્ત થયેલા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુની પરેશાની ફરી એકવાર વધી શકે છે. રાજસ્થાન સરકારે આ મામલે જોધપુર ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે આપેલા નિર્ણને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જોધપુર હાઈકોર્ટ દ્વારા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ સહિત નીલમ કોઠારી અને દુષ્યંત સિંહને નોટિસ ફટકારી છે. આ પહેલા આવેલા નિર્ણયમાં સલમાન ખાન સિવાય બધાને આરોપ મુક્ત કરાયા હતા. 

  8/9
 • નવાઝુદ્દીન સિદ્દિકી અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'ફોટોગ્રાફ' આજ મહિને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી ફોટોગ્રાફરના રોલમાં છે, તો સાન્યા મલ્હોત્રા ગુજરાતી યુવતીના રોલમાં દેખાશે. જો કે આ ફિલ્મ સાથે નવાઝુદ્દીન સિદ્દીકીનો એક વિચિત્ર સંયોગ છે. નવાઝે પોતાની કરિયરના શરૂઆતના તબક્કામાં ફોટોગ્રાફરના રોલ માટે ઓડિશન આપ્યું હતું, જો કે આ રોલ કરવાની તક તેમને છેક આ ફિલ્મમાં મળી છે.

  નવાઝુદ્દીન સિદ્દિકી અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'ફોટોગ્રાફ' આજ મહિને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી ફોટોગ્રાફરના રોલમાં છે, તો સાન્યા મલ્હોત્રા ગુજરાતી યુવતીના રોલમાં દેખાશે. જો કે આ ફિલ્મ સાથે નવાઝુદ્દીન સિદ્દીકીનો એક વિચિત્ર સંયોગ છે. નવાઝે પોતાની કરિયરના શરૂઆતના તબક્કામાં ફોટોગ્રાફરના રોલ માટે ઓડિશન આપ્યું હતું, જો કે આ રોલ કરવાની તક તેમને છેક આ ફિલ્મમાં મળી છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK