3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના

Updated: Mar 05, 2019, 15:00 IST | Sheetal Patel
 • લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપનો નવો નારો મોદી હૈં તો મુમકિન હૈ હોઈ શકે છે. આજકાલ આ નારો ભાજપના કેમ્પેઈનમાં જોવા મળી રહ્યો છે. 2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ નવા નારા શોધમાં છે. અહેવાલો પ્રમાણે 'નામુમકિન ભી અબ મુમકિન હૈં' ને બદલીને નવો નારો 'મોદી હૈં તો મુમકિન હૈં' કરવામાં આવી શકે છે. એરસ્ટ્રાઈકથી લઈને સરકારના કામોને લઈને આ નારો જનતા સુધી પહોંચાડવામાં આવી શકે છે.

  લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપનો નવો નારો મોદી હૈં તો મુમકિન હૈ હોઈ શકે છે. આજકાલ આ નારો ભાજપના કેમ્પેઈનમાં જોવા મળી રહ્યો છે. 2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ નવા નારા શોધમાં છે. અહેવાલો પ્રમાણે 'નામુમકિન ભી અબ મુમકિન હૈં' ને બદલીને નવો નારો 'મોદી હૈં તો મુમકિન હૈં' કરવામાં આવી શકે છે. એરસ્ટ્રાઈકથી લઈને સરકારના કામોને લઈને આ નારો જનતા સુધી પહોંચાડવામાં આવી શકે છે.

  1/10
 • દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરી શકે છે. આ મામલે આજે મહત્વની જાહેરાત થઈ શકે છે. લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીમાં  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન લગભગ ફાઈનલ થઈ ગયું છે. આ મામલે સોમવારે રાત્રે બે વાગ્યા સુધી બેઠકો ચાલી. આ ગઠબંધનનું એલાન આજે ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રોના પ્રમાણે, આજે બપોર કે સાંજ સુધીમાં ગઠબંધનની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ગઠબંધન થાય તો દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો પર ચૂંટણી 3-3-1ની ફૉર્મ્યૂલા પર લડવામાં આવશે. જાણકારી એ પણ સામે આવી રહી છએ કે આ ફૉર્મ્યૂલા અંતર્ગત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર અને પૂર્વ દિલ્લીથી સાંસદ રહી ચુકેલા સંદીપ દીક્ષિત ચૂંટણી નહીં લડે.

  દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરી શકે છે. આ મામલે આજે મહત્વની જાહેરાત થઈ શકે છે. લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીમાં  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન લગભગ ફાઈનલ થઈ ગયું છે. આ મામલે સોમવારે રાત્રે બે વાગ્યા સુધી બેઠકો ચાલી. આ ગઠબંધનનું એલાન આજે ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રોના પ્રમાણે, આજે બપોર કે સાંજ સુધીમાં ગઠબંધનની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ગઠબંધન થાય તો દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો પર ચૂંટણી 3-3-1ની ફૉર્મ્યૂલા પર લડવામાં આવશે. જાણકારી એ પણ સામે આવી રહી છએ કે આ ફૉર્મ્યૂલા અંતર્ગત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર અને પૂર્વ દિલ્લીથી સાંસદ રહી ચુકેલા સંદીપ દીક્ષિત ચૂંટણી નહીં લડે.

  2/10
 • હવેથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે દરેક ઘોષણા બાદ તમને સંભળાશે જય હિંદ. એર ઈન્ડિયાએ આ માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. હવે એર ઈંડિયાના ચાલક દળના દરેક સભ્યોએ ઉડાનની ઘોષણા બાદ જય હિંદ કહેવું પડશે. એર ઈન્ડિયાએ એડવાઈઝરીમાં આ જાણકારી આપી છે. એર ઈન્ડિયાના નિર્દેશક અમિતાભ સિંહે જાહેર કરેલી એડવાઈઝરી અનુસાર, 'તાત્કાલિક પ્રભાવી તમામ ચાલક દળના સભ્યોએ દરેક ઉડાનની જાહેરાત બાદ કેટલીક ક્ષણો રોકાઈને જય હિંદ કહેવું પડશે.'

  હવેથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે દરેક ઘોષણા બાદ તમને સંભળાશે જય હિંદ. એર ઈન્ડિયાએ આ માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. હવે એર ઈંડિયાના ચાલક દળના દરેક સભ્યોએ ઉડાનની ઘોષણા બાદ જય હિંદ કહેવું પડશે. એર ઈન્ડિયાએ એડવાઈઝરીમાં આ જાણકારી આપી છે. એર ઈન્ડિયાના નિર્દેશક અમિતાભ સિંહે જાહેર કરેલી એડવાઈઝરી અનુસાર, 'તાત્કાલિક પ્રભાવી તમામ ચાલક દળના સભ્યોએ દરેક ઉડાનની જાહેરાત બાદ કેટલીક ક્ષણો રોકાઈને જય હિંદ કહેવું પડશે.'

  3/10
 • અમદાવાદનું કાલુપુર સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. મંદિરના સાધુ પરિણીતાને લઈને ફરાર થાય છે.  શહેરના કાલુપુર મંદિરના મહંતનો પત્ર વાયરલ થયો છે. જેમાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઈને ફરાર થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે સાધુ માધવપ્રિયદાસનું નામ કમી કર્યું છે. પહેલી માર્ચથી ડાંગરવા ગામની પરિણીત મહિલાને લઈને આ સાધુ ફરાર થયા છે. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પહેલા પણ માધવપ્રિયદાસની વર્તણુંક મામલે અવાર નવાર ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ તેમની વર્તણુકમાં કોઈ સુધારો ન થતા તેમનું નામ કમી કરવામાં આવ્યું છે.

  અમદાવાદનું કાલુપુર સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. મંદિરના સાધુ પરિણીતાને લઈને ફરાર થાય છે.  શહેરના કાલુપુર મંદિરના મહંતનો પત્ર વાયરલ થયો છે. જેમાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઈને ફરાર થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે સાધુ માધવપ્રિયદાસનું નામ કમી કર્યું છે. પહેલી માર્ચથી ડાંગરવા ગામની પરિણીત મહિલાને લઈને આ સાધુ ફરાર થયા છે. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પહેલા પણ માધવપ્રિયદાસની વર્તણુંક મામલે અવાર નવાર ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ તેમની વર્તણુકમાં કોઈ સુધારો ન થતા તેમનું નામ કમી કરવામાં આવ્યું છે.

  4/10
 • PM મોદી અડાલજમાં એક કાર્યક્રમ દરમિયાન કેશુબાપાને પગે લાગ્યા. કેશુભાઈ પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે અમદાવાદના જાસપુરમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયામાતાના મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપી. અને આજે તેમણે લેઉઆ પાટીદારોને કુળદેવી મા અન્નપૂર્ણાના ધામની પ્રતિષ્ઠામાં હાજરી આપી. જ્યાં તેઓ સ્ટેજ પર હાજર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પગે લાગ્યા.

  PM મોદી અડાલજમાં એક કાર્યક્રમ દરમિયાન કેશુબાપાને પગે લાગ્યા. કેશુભાઈ પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે અમદાવાદના જાસપુરમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયામાતાના મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપી. અને આજે તેમણે લેઉઆ પાટીદારોને કુળદેવી મા અન્નપૂર્ણાના ધામની પ્રતિષ્ઠામાં હાજરી આપી. જ્યાં તેઓ સ્ટેજ પર હાજર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પગે લાગ્યા.

  5/10
 • આખરે અમદાવાદવાસીઓને મેટ્રો મળી ગઈ છે. અમદાવાદ મેટ્રોની ટિકિટના દર જાહેર કરવામાં આવ્યા છે. મેટ્રોની ટિકિટ પાંચ રૂપિયાથી લઈને પચ્ચીસ રૂપિયા રહેશે. અમદાવાદ મેટ્રોના પહેલા ફેઝનું સોમવારે વડાપ્રધાન મોદીએ ઉદ્ધાટન કર્યું. સાથે મેટ્રોના બીજા ફેઝનું ભૂમિપૂજન પણ કર્યું. સાથે વડાપ્રધાને મેટ્રોમાં મુસાફરી પણ કરી. આવતીકાલથી સામાન્ય જનતા માટે મેટ્રો ખુલ્લી મુકવામાં આવશે. શરૂઆતના દિવસોમાં મેટ્રોમાં ફ્રીમાં મુસાફરી કરી શકાશે. મેટ્રો ટ્રેનના ટિકિટના દર પણ જાહેર કરવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનના ટિકિટ દર પહેલા 2.5 કિમી માટે પાંચ રૂપિયા રહેશે, 2.5 કિમી થી 7.5 કિમી માટે દસ રૂપિયા અને મહત્તમ ભાડુ પચ્ચીસ રૂપિયા રહેશે. ભાડાની આ ગણતરી પ્રમાણે જ્યારે થલતેજ ગામના રૂટ મેટ્રો દોડતી થશે ત્યારે તેનું ભાજું 25 રૂપિયા રહેશે.

  આખરે અમદાવાદવાસીઓને મેટ્રો મળી ગઈ છે. અમદાવાદ મેટ્રોની ટિકિટના દર જાહેર કરવામાં આવ્યા છે. મેટ્રોની ટિકિટ પાંચ રૂપિયાથી લઈને પચ્ચીસ રૂપિયા રહેશે. અમદાવાદ મેટ્રોના પહેલા ફેઝનું સોમવારે વડાપ્રધાન મોદીએ ઉદ્ધાટન કર્યું. સાથે મેટ્રોના બીજા ફેઝનું ભૂમિપૂજન પણ કર્યું. સાથે વડાપ્રધાને મેટ્રોમાં મુસાફરી પણ કરી. આવતીકાલથી સામાન્ય જનતા માટે મેટ્રો ખુલ્લી મુકવામાં આવશે. શરૂઆતના દિવસોમાં મેટ્રોમાં ફ્રીમાં મુસાફરી કરી શકાશે. મેટ્રો ટ્રેનના ટિકિટના દર પણ જાહેર કરવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનના ટિકિટ દર
  પહેલા 2.5 કિમી માટે પાંચ રૂપિયા રહેશે, 2.5 કિમી થી 7.5 કિમી માટે દસ રૂપિયા અને મહત્તમ ભાડુ પચ્ચીસ રૂપિયા રહેશે. ભાડાની આ ગણતરી પ્રમાણે જ્યારે થલતેજ ગામના રૂટ મેટ્રો દોડતી થશે ત્યારે તેનું ભાજું 25 રૂપિયા રહેશે.

  6/10
 • PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે માતા હીરાબાની પણ મુલાકાત લીધી. દિવસભરના કાર્યક્રમ બાદ રાત્રી રોકાણ પહેલા વડાપ્રધાન મોદીએ ગાંધીનગર પાસે આવેલા ધોળેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કર્યા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરી. વડાપ્રધાન મોદીના માતા હીરાબા ગાંધીનગરના રાયસણમાં તેમના ભાઈ પંકજ મોદી સાથે રહે છે. દિલ્હી ગયા બાદ વડાપ્રધાન મોદી જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે તેઓ માતાની મુલાકાત જરૂર લે છે.

  PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે માતા હીરાબાની પણ મુલાકાત લીધી. દિવસભરના કાર્યક્રમ બાદ રાત્રી રોકાણ પહેલા વડાપ્રધાન મોદીએ ગાંધીનગર પાસે આવેલા ધોળેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કર્યા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરી. વડાપ્રધાન મોદીના માતા હીરાબા ગાંધીનગરના રાયસણમાં તેમના ભાઈ પંકજ મોદી સાથે રહે છે. દિલ્હી ગયા બાદ વડાપ્રધાન મોદી જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે તેઓ માતાની મુલાકાત જરૂર લે છે.

  7/10
 • આજે અક્ષયકુમારની ફિલ્મ 'સૂર્યવંશી'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. બતાવી દઈએ કે આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે અને ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી જ કરશે. રોહિત શેટ્ટી અક્ષય કુમારને પોલીસ ઑફિસરના અવતારમાં બદલાવા આવી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદમાં રિલીઝ થશે. એવામાં સ્પષ્ટ છે કે સલમાન ખાનની ફિલ્મ ભારત સાથે આ ફિલ્મ ટકરાવાની છે. ઈદના અવસર પર આ ફિલ્મ નવો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે

  આજે અક્ષયકુમારની ફિલ્મ 'સૂર્યવંશી'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. બતાવી દઈએ કે આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે અને ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી જ કરશે. રોહિત શેટ્ટી અક્ષય કુમારને પોલીસ ઑફિસરના અવતારમાં બદલાવા આવી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદમાં રિલીઝ થશે. એવામાં સ્પષ્ટ છે કે સલમાન ખાનની ફિલ્મ ભારત સાથે આ ફિલ્મ ટકરાવાની છે. ઈદના અવસર પર આ ફિલ્મ નવો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે

  8/10
 • અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વર્ષ 2017 ડિસેમ્બરમાં ગુપ્ત લગ્ન કર્યા હતા મીડિયાના કાને આ સમાચાર આવ્યા નહોતા અને બન્ને એ ઈટાલી જઈને લગ્ન કર્યા હતા. બાદ બન્ને હંમેશા એકબીજા સાથે ફરતા નજર આવે છે અને એમની ઘણી તસવીરો પણ સામે આવી છે. અનુષ્કા બતાવ્યું કે લગ્નની તૈયારીઓ કરતા સમયે બન્ને એ ફેક નામનો ઉપયોગ કર્યો હતો, જેથી ક્યાંથી પણ આ સમાચાર લીક નહીં થાય. અનુષ્કાનું કહેવું છે કે એણે વિરાટનું નામ રાહુલ રાખ્યું હતુ. એમના લગ્નમાં ફક્ત 24 લોકો હાજર હતા. અનુષ્કાનું કહેવું છે કે તે હંમેશા ઈચ્છતી હતી કે તેમના લગ્ન કોઈપણ સેલિબ્રિટીના લગ્ન જેમ નહીં કરે. આ કારણથી બન્નેએ ગુપ્ત લગ્ન કર્યા હતા.

  અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વર્ષ 2017 ડિસેમ્બરમાં ગુપ્ત લગ્ન કર્યા હતા મીડિયાના કાને આ સમાચાર આવ્યા નહોતા અને બન્ને એ ઈટાલી જઈને લગ્ન કર્યા હતા. બાદ બન્ને હંમેશા એકબીજા સાથે ફરતા નજર આવે છે અને એમની ઘણી તસવીરો પણ સામે આવી છે. અનુષ્કા બતાવ્યું કે લગ્નની તૈયારીઓ કરતા સમયે બન્ને એ ફેક નામનો ઉપયોગ કર્યો હતો, જેથી ક્યાંથી પણ આ સમાચાર લીક નહીં થાય. અનુષ્કાનું કહેવું છે કે એણે વિરાટનું નામ રાહુલ રાખ્યું હતુ. એમના લગ્નમાં ફક્ત 24 લોકો હાજર હતા. અનુષ્કાનું કહેવું છે કે તે હંમેશા ઈચ્છતી હતી કે તેમના લગ્ન કોઈપણ સેલિબ્રિટીના લગ્ન જેમ નહીં કરે. આ કારણથી બન્નેએ ગુપ્ત લગ્ન કર્યા હતા.

  9/10
 • આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરના જામથા મેદાન પર બીજી વન-ડે રમાઈ રહી છે.  પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી છે. ભારતીય ટીમ માટે આ મેચ ખાસ છે જો ભારત આ મેચ જીતશે તો વન-ડેમાં ટીમની 500મી જીત હશે.

  આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરના જામથા મેદાન પર બીજી વન-ડે રમાઈ રહી છે.  પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી છે. ભારતીય ટીમ માટે આ મેચ ખાસ છે જો ભારત આ મેચ જીતશે તો વન-ડેમાં ટીમની 500મી જીત હશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK