3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Mar 03, 2019, 14:55 IST
 • નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા આજે પટનાના ગાંધી મેદાનમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન રેલી સંબોધીને પોતાની તાકાત બતાવી હતી. આ ઐતિહાસિક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા લોકોની ભારી ભીડ એકત્રિત થઈ હતી. વડાપ્રધાન પહેલા જનતા દળ યૂનાઈટેડના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ રેલીને સંબોધિત કરી અને સાથે રામવિલાસ પાસવાને પણ આ રેલીમાં હાજર રહ્યા હતા. 

  નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા આજે પટનાના ગાંધી મેદાનમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન રેલી સંબોધીને પોતાની તાકાત બતાવી હતી. આ ઐતિહાસિક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા લોકોની ભારી ભીડ એકત્રિત થઈ હતી. વડાપ્રધાન પહેલા જનતા દળ યૂનાઈટેડના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ રેલીને સંબોધિત કરી અને સાથે રામવિલાસ પાસવાને પણ આ રેલીમાં હાજર રહ્યા હતા. 

  1/10
 • દિગ્વિજયસિંહે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે સરકાર પાકિસ્તાનમાં કરેલ હવાઇ હુમલાના પુરાવા આપે. પોતાના નિવેદનથી હંમેશા ચર્ચામાં રહેતા કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે સરકાર પાકિસ્તાનમાં કરેલ હવાઇ હુમલાના પુરાવા આપે. તેમણે કહ્યું કે અમેરિકાએ ઓસામા બિન લાદેન ઓપરેશનના નક્કર પુરાવા આપ્યાં હતા, તેવી જ રીતે ભારત સરકારે પણ પુરાવાઓ રજૂ કરવા જોઈએ. 26 ફેબ્રુઆરીએ વાયુસેનાએ મુઝફ્ફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં આતંકી કેમ્પોમાં હવાઇ હુમલા કરીને તબાહ કર્યા હતા. મીડિયા રિપોટર્સના જણાવ્યા મુજબ કાર્યવાહીમાં 300થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વિમાન ભારતીય સીમામાં દાખલ થયાં હતા, જવાબી કાર્યવાહીમાં મિગ 21એ પાકિસ્તાનના એફ 16ને તોડી પાડ્યું હતું.

  દિગ્વિજયસિંહે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે સરકાર પાકિસ્તાનમાં કરેલ હવાઇ હુમલાના પુરાવા આપે. પોતાના નિવેદનથી હંમેશા ચર્ચામાં રહેતા કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે સરકાર પાકિસ્તાનમાં કરેલ હવાઇ હુમલાના પુરાવા આપે. તેમણે કહ્યું કે અમેરિકાએ ઓસામા બિન લાદેન ઓપરેશનના નક્કર પુરાવા આપ્યાં હતા, તેવી જ રીતે ભારત સરકારે પણ પુરાવાઓ રજૂ કરવા જોઈએ. 26 ફેબ્રુઆરીએ વાયુસેનાએ મુઝફ્ફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં આતંકી કેમ્પોમાં હવાઇ હુમલા કરીને તબાહ કર્યા હતા. મીડિયા રિપોટર્સના જણાવ્યા મુજબ કાર્યવાહીમાં 300થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વિમાન ભારતીય સીમામાં દાખલ થયાં હતા, જવાબી કાર્યવાહીમાં મિગ 21એ પાકિસ્તાનના એફ 16ને તોડી પાડ્યું હતું.

  2/10
 • વડાપ્રધાન મોદી આવતીકાલે બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. જે પહેલા રાજ્ય પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આવતીકાલે PM મોદીની મુલાકાતને લઈને ગુજરાતની તમામ સુરક્ષા એજન્સી સક્રિય થઈ છે. વર્તમાન સ્થિતિને જોતા પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. ATSને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, SOG, સાયબર ક્રાઈમ સક્રિય છે. આવતીકાલે બપોરે 1 વાગ્યેને 25 મિનિટે વડાપ્રધાન અમદાવાદ પહોંચશે.

  વડાપ્રધાન મોદી આવતીકાલે બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. જે પહેલા રાજ્ય પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આવતીકાલે PM મોદીની મુલાકાતને લઈને ગુજરાતની તમામ સુરક્ષા એજન્સી સક્રિય થઈ છે. વર્તમાન સ્થિતિને જોતા પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. ATSને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, SOG, સાયબર ક્રાઈમ સક્રિય છે. આવતીકાલે બપોરે 1 વાગ્યેને 25 મિનિટે વડાપ્રધાન અમદાવાદ પહોંચશે.

  3/10
 • રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સ્વાઈ ફ્લૂનો કહેર યથાવત છે. બે દિવસમાં સ્વાઈન ફ્લૂના કારણે પાંચનાં મોત થયા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં એક દિવસમાં સ્વાઈન ફ્લૂના કારણે બેનાં મોત થયા છે. જ્યારે બે દિવસમાં મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. અત્યાર સુધીના સ્વાઈન ફ્લૂના કારણે રાજ્યમાં 99 દર્દીઓનાં મોત થયા છે. તો નવા 98 કેસ નોંધાયા છે.

  રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સ્વાઈ ફ્લૂનો કહેર યથાવત છે. બે દિવસમાં સ્વાઈન ફ્લૂના કારણે પાંચનાં મોત થયા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં એક દિવસમાં સ્વાઈન ફ્લૂના કારણે બેનાં મોત થયા છે. જ્યારે બે દિવસમાં મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. અત્યાર સુધીના સ્વાઈન ફ્લૂના કારણે રાજ્યમાં 99 દર્દીઓનાં મોત થયા છે. તો નવા 98 કેસ નોંધાયા છે.

  4/10
 • ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાને લઈને પોતાના પરિપત્રમાં ફેરફાર કર્યા છે. ફેરફસર થયેલા નવા પરિપત્રમાં જણાવ્યું છે કે હવે સ્કૂલો માટે CCTVના ઓડિયો રેકોર્ડિંગની સુવિધા કરવી ફરજિયાત નહીં હોય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દરેક સ્કૂલને સૂચના આપી છે કે બોર્ડની પરીક્ષા દરમિયાન CCTVનું ઓડિયો રેકોર્ડિંગ ફરજિયાત નથી. શક્ય હોય તો પરીક્ષા કેન્ડ્રો ઓડિયો રેકોર્ડિંગ કરાવી શકે છે. પણ ફરજીયાત પણે વિડીઓ રેકોર્ડિંગ કરવું પડશે.

  ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાને લઈને પોતાના પરિપત્રમાં ફેરફાર કર્યા છે. ફેરફસર થયેલા નવા પરિપત્રમાં જણાવ્યું છે કે હવે સ્કૂલો માટે CCTVના ઓડિયો રેકોર્ડિંગની સુવિધા કરવી ફરજિયાત નહીં હોય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દરેક સ્કૂલને સૂચના આપી છે કે બોર્ડની પરીક્ષા દરમિયાન CCTVનું ઓડિયો રેકોર્ડિંગ ફરજિયાત નથી. શક્ય હોય તો પરીક્ષા કેન્ડ્રો ઓડિયો રેકોર્ડિંગ કરાવી શકે છે. પણ ફરજીયાત પણે વિડીઓ રેકોર્ડિંગ કરવું પડશે.

  5/10
 • અમદાવાદ મેટ્રો ટ્રેનના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નામ જ નથી લખવામાં આવ્યું. જેને પગલે તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યા છે. આ વખતે તે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેનના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નામ જ નથી લખવામાં આવ્યું. જેને પગલે તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ રહી છે.

  અમદાવાદ મેટ્રો ટ્રેનના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નામ જ નથી લખવામાં આવ્યું. જેને પગલે તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યા છે. આ વખતે તે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેનના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નામ જ નથી લખવામાં આવ્યું. જેને પગલે તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ રહી છે.

  6/10
 • ગુજરાત સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. ચોમાસા સુધી ગુજરાતના ખેડૂતોને પાણી નહીં આપવામાં આવે. રવિ પાક માટે ખેડૂતોને પુરતું પાણી આપવામાં આવ્યું છે, હવે જે બચેલું પાણી છે તે માત્ર પીવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેનો અર્થ એ થયો કે ખેડૂતોને આગામી ચોમાસા સુધી સિંચાઈ માટે પાણી નહીં આપવામાં આવે. આ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. આ વાત તેમણે ત્યારે કહી જ્યારે ખેડૂતો રાજ્ય સરકાર પાસેથી સિંચાઈ માટે પાણી અને વીજળીની માંગણી કરી રહ્યા હતા.

  ગુજરાત સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. ચોમાસા સુધી ગુજરાતના ખેડૂતોને પાણી નહીં આપવામાં આવે. રવિ પાક માટે ખેડૂતોને પુરતું પાણી આપવામાં આવ્યું છે, હવે જે બચેલું પાણી છે તે માત્ર પીવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેનો અર્થ એ થયો કે ખેડૂતોને આગામી ચોમાસા સુધી સિંચાઈ માટે પાણી નહીં આપવામાં આવે. આ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. આ વાત તેમણે ત્યારે કહી જ્યારે ખેડૂતો રાજ્ય સરકાર પાસેથી સિંચાઈ માટે પાણી અને વીજળીની માંગણી કરી રહ્યા હતા.

  7/10
 • ભાજપના પુર્વ ધારાસભ્ય નારાયણ પટેલે જીતુ વાઘાણી પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ચુંટણી આવે તે પહેલા દરેક પક્ષમાં જોડ-તોડની નિતી શરૂ થઇ જતી હોય છે. ત્યારે ગત મહિને જ કોંગ્રેસમાંથી નારાજી વ્યક્ત કરીને ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા હતા. જેને પગલે નારાયણ પટેલ નારાજ થયા હતા. પણ હાલમાં જ ઊંઝા APMC માં નારાયણ પટેલની મંડળીઓ રદ્દ કરતા તેમની નારાજગી લોકોમાં ઉડીને સામે આવી હતી. ત્યાર બાદ તેમણે શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા ભાજપમાં હડકંપ મચી ગયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર નારાયણ પટેલે તેમના નિવાસ સ્થાન પર શંકરસિંહ વાઘેલા વચ્ચે લાંબી બેઠક કરી હતી.

  ભાજપના પુર્વ ધારાસભ્ય નારાયણ પટેલે જીતુ વાઘાણી પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ચુંટણી આવે તે પહેલા દરેક પક્ષમાં જોડ-તોડની નિતી શરૂ થઇ જતી હોય છે. ત્યારે ગત મહિને જ કોંગ્રેસમાંથી નારાજી વ્યક્ત કરીને ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા હતા. જેને પગલે નારાયણ પટેલ નારાજ થયા હતા. પણ હાલમાં જ ઊંઝા APMC માં નારાયણ પટેલની મંડળીઓ રદ્દ કરતા તેમની નારાજગી લોકોમાં ઉડીને સામે આવી હતી. ત્યાર બાદ તેમણે શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા ભાજપમાં હડકંપ મચી ગયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર નારાયણ પટેલે તેમના નિવાસ સ્થાન પર શંકરસિંહ વાઘેલા વચ્ચે લાંબી બેઠક કરી હતી.

  8/10
 • બોક્સ ઑફિસ પર રિલીઝ થયેલી કાર્તિક આર્યન અને ક્રિતી સેનનની લુકા છુપી જેવી ફિલ્મે ફક્ત બે દિવસમાં 18 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. નિર્દેશક લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી લુકા છુપીએ ઘરેલૂ બૉક્સ ઑફિસ પર પોતાના રિલીઝના બીજા દિવસે એટલે આ શનિવારે 10 કરોડ 8 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મને બે દિવસમાં 18 કરોડ 9 લાખ રૂપિયાની કમાણી થઈ છે. ફિલ્મને 8 કરોડ 1 લાખ રૂપિયાથી ઑપનિંગ મળી હતી. ફિલ્મ પહેલા વીકેન્ડમાં 25 કરોડ પાર કરી જશે. કાર્તિકની 'સોનૂ કી ટૂટી કી સ્વીટી'એ પહેલા વીકેન્ડમાં 26 કરોડ 57 લાખ અને પ્યાર કા પંચનામાએ 22 કરોડ 75 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

  બોક્સ ઑફિસ પર રિલીઝ થયેલી કાર્તિક આર્યન અને ક્રિતી સેનનની લુકા છુપી જેવી ફિલ્મે ફક્ત બે દિવસમાં 18 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. નિર્દેશક લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી લુકા છુપીએ ઘરેલૂ બૉક્સ ઑફિસ પર પોતાના રિલીઝના બીજા દિવસે એટલે આ શનિવારે 10 કરોડ 8 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મને બે દિવસમાં 18 કરોડ 9 લાખ રૂપિયાની કમાણી થઈ છે. ફિલ્મને 8 કરોડ 1 લાખ રૂપિયાથી ઑપનિંગ મળી હતી. ફિલ્મ પહેલા વીકેન્ડમાં 25 કરોડ પાર કરી જશે. કાર્તિકની 'સોનૂ કી ટૂટી કી સ્વીટી'એ પહેલા વીકેન્ડમાં 26 કરોડ 57 લાખ અને પ્યાર કા પંચનામાએ 22 કરોડ 75 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

  9/10
 • ICC એ BCCI ની માંગ ફગાવી : પાકિસ્તાન ક્રિકેટને બેન કરવાનો કર્યો ઇનકાર- ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બીસીસીઆઈને ઝટકો આપ્યો છે. ICCએ બીસીસીઆઈની આતંકને પ્રોત્સાહન આપતા દેશો સાથે ક્રિકેટ સંબંધો બંધ કરવાની વિનંતીને નકારી કાઢી છે. ICCએ કહ્યું કે એમની આ ઘટનામાં કોઈ ભૂમિકા નથી. પુલવામાં આતંકવાદી હુમલા બાદ બીસીસીઆઈએ ICCને પત્ર લખીને આતંકવાદને વધારો આપનારા દેશથી સંબંધ સમાપ્ત કરવાની માંગ કરી હતી. 

  ICC એ BCCI ની માંગ ફગાવી : પાકિસ્તાન ક્રિકેટને બેન કરવાનો કર્યો ઇનકાર- ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બીસીસીઆઈને ઝટકો આપ્યો છે. ICCએ બીસીસીઆઈની આતંકને પ્રોત્સાહન આપતા દેશો સાથે ક્રિકેટ સંબંધો બંધ કરવાની વિનંતીને નકારી કાઢી છે. ICCએ કહ્યું કે એમની આ ઘટનામાં કોઈ ભૂમિકા નથી. પુલવામાં આતંકવાદી હુમલા બાદ બીસીસીઆઈએ ICCને પત્ર લખીને આતંકવાદને વધારો આપનારા દેશથી સંબંધ સમાપ્ત કરવાની માંગ કરી હતી. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK