વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Mar 19, 2019, 14:55 IST | Sheetal Patel
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદીને ચોર ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ચોરી કરવાનો આક્ષેપ કર્યો છે. ઈટાનગરની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને સવાલ પૂછતા કહ્યું કે ચોરી ખુદ વડાપ્રધાન પીએમએ કરી છે, તો આખો દેશ કેમ ચોકીદાર બને ? રાહુલ ગાંધીએ આ રેલી દરમિયાન ફરી એકવાર ચૌકીદાર ચોહર હૈના નારા લગાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ 30 હજાર કરોડની ચોરી કરીને મિત્ર અનિલ અંબાણીને આપી દીધા, તો આખો દેશ કેમ ચોકીદાર બની રહ્યો છે. 

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદીને ચોર ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ચોરી કરવાનો આક્ષેપ કર્યો છે. ઈટાનગરની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને સવાલ પૂછતા કહ્યું કે ચોરી ખુદ વડાપ્રધાન પીએમએ કરી છે, તો આખો દેશ કેમ ચોકીદાર બને ? રાહુલ ગાંધીએ આ રેલી દરમિયાન ફરી એકવાર ચૌકીદાર ચોહર હૈના નારા લગાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ 30 હજાર કરોડની ચોરી કરીને મિત્ર અનિલ અંબાણીને આપી દીધા, તો આખો દેશ કેમ ચોકીદાર બની રહ્યો છે. 

  1/10
 • કૉંગ્રેસ ગઠબંધન કરવા માટે આગળ આવેલા એનસીપી ચીફ શરદ પવાર અને શીલા નારાજ છે. લોકસભાની ચૂંટણી 2019ના પગલે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે, પરંતુ દિલ્હી અને બિહારમાં પણ કોંગ્રેસ પક્ષ જોડાણ પક્ષો સાથે ગઠબંધન નથી થયું. આ દરમિયાન દિલ્હીમાં શાસક આમ આદમી પાર્ટી(AAP) સાથે કૉંગ્રેસે ગઠબંધનને લઈને હવે રાજકીય હલનચલનને વેગ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શરદ પવાર દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનના મુદ્દા પર મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.

  કૉંગ્રેસ ગઠબંધન કરવા માટે આગળ આવેલા એનસીપી ચીફ શરદ પવાર અને શીલા નારાજ છે. લોકસભાની ચૂંટણી 2019ના પગલે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે, પરંતુ દિલ્હી અને બિહારમાં પણ કોંગ્રેસ પક્ષ જોડાણ પક્ષો સાથે ગઠબંધન નથી થયું. આ દરમિયાન દિલ્હીમાં શાસક આમ આદમી પાર્ટી(AAP) સાથે કૉંગ્રેસે ગઠબંધનને લઈને હવે રાજકીય હલનચલનને વેગ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શરદ પવાર દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનના મુદ્દા પર મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.

  2/10
 • આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કરીને JDUના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરને આડે હાથે લીધા છે. તેમણે કહ્યું કે બિહારી ડાકુએ આંધ્રપ્રદેશમાં લાખો લોકોનાં વોટ કપાવ્યા છે. બીજી બાજુ ચંદ્રબાબુએ તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર આરોપ લગાવ્યો છે. તેમણે ઓંગોલમાં કહ્યું કે, તેઓ કોંગ્રેસ અને TDPના ધારાસભ્યોને તેમની બાજુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કરીને JDUના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરને આડે હાથે લીધા છે. તેમણે કહ્યું કે બિહારી ડાકુએ આંધ્રપ્રદેશમાં લાખો લોકોનાં વોટ કપાવ્યા છે. બીજી બાજુ ચંદ્રબાબુએ તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર આરોપ લગાવ્યો છે. તેમણે ઓંગોલમાં કહ્યું કે, તેઓ કોંગ્રેસ અને TDPના ધારાસભ્યોને તેમની બાજુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  3/10
 • કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ પર આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલે દાવો કર્યો છે, તેની ચૂંટણી લડવાની જાહેરાતથી ભાજપ ગભરાયું છે. હાર્દિકે ટ્વિટ કરીને કહ્યું છે કે મારા ચૂંટણી લડવા અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, પરંતુ સરકારી વકીલ તારીખ પર તારીખ માગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે આડકતરી રીતે ભાજપ તેને ચૂંટણી લડવા દેવાથી રોકવા માગતું હોવાનો આરોપ લગાવ્યો છે.

  કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ પર આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલે દાવો કર્યો છે, તેની ચૂંટણી લડવાની જાહેરાતથી ભાજપ ગભરાયું છે. હાર્દિકે ટ્વિટ કરીને કહ્યું છે કે મારા ચૂંટણી લડવા અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, પરંતુ સરકારી વકીલ તારીખ પર તારીખ માગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે આડકતરી રીતે ભાજપ તેને ચૂંટણી લડવા દેવાથી રોકવા માગતું હોવાનો આરોપ લગાવ્યો છે.

  4/10
 • ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું-રાજકારણમાં આગળ વધો તો જ કોઇક આપણા સમાજનો ભાવ પૂછશે. સમાજને જો આગળ વધારવા ઇચ્છતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે મહારક્તદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે દેખાયા હતા. ચૂંટણી નજીક આવતા જ આ કાર્યક્રમમાં હર હંમેશા રાજકારણથી દૂર રહું છું તેવી વાતો કરતા રહેતા ખોડલધામ નરેશનો યુ ટર્ન જોવા મળ્યો હતો. મંચ પરથી તેને જણાવ્યું હતું કે, રાજકારણમાં આગળ વધો તો જ કોઇક આપણા સમાજનો ભાવ પૂછશે.

  ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું-રાજકારણમાં આગળ વધો તો જ કોઇક આપણા સમાજનો ભાવ પૂછશે. સમાજને જો આગળ વધારવા ઇચ્છતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે મહારક્તદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે દેખાયા હતા. ચૂંટણી નજીક આવતા જ આ કાર્યક્રમમાં હર હંમેશા રાજકારણથી દૂર રહું છું તેવી વાતો કરતા રહેતા ખોડલધામ નરેશનો યુ ટર્ન જોવા મળ્યો હતો. મંચ પરથી તેને જણાવ્યું હતું કે, રાજકારણમાં આગળ વધો તો જ કોઇક આપણા સમાજનો ભાવ પૂછશે.

  5/10
 • ગુજરાતમાં એક કરોડથી વધુ પાટીદાર મતો હોવાથી બન્ને રાજકીય પક્ષો એવા ભાજપ અને કૉંગ્રેસ પાટીદાર આગેવાનોને ટિકિટ આપવા માટેની હલચલ શરૂ કરી દીધી છે, ત્યારે 2015 બાદ ગુજરાતમાં વિમુખ થયેલા પાટીદાર મતદારોને ખેંચવા માટે ભાજપે સૌરાષ્ટ્રમાંથી ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને અને ઉત્તર ગુજરાતમાંથી વિશ્વ ઉમિયાધામના પ્રણેતા સી.કે.પટેલને ચૂંટણી લડાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લેઉવા અને કડવા એમ બે જૂથમાં વહેંચાયેલા પાટીદારોને મતદારોની સંખ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પટેલ મતો મેળવવા માટે ભાજપે નવી રણનીતિ અપનાવી છે.

  ગુજરાતમાં એક કરોડથી વધુ પાટીદાર મતો હોવાથી બન્ને રાજકીય પક્ષો એવા ભાજપ અને કૉંગ્રેસ પાટીદાર આગેવાનોને ટિકિટ આપવા માટેની હલચલ શરૂ કરી દીધી છે, ત્યારે 2015 બાદ ગુજરાતમાં વિમુખ થયેલા પાટીદાર મતદારોને ખેંચવા માટે ભાજપે સૌરાષ્ટ્રમાંથી ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને અને ઉત્તર ગુજરાતમાંથી વિશ્વ ઉમિયાધામના પ્રણેતા સી.કે.પટેલને ચૂંટણી લડાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લેઉવા અને કડવા એમ બે જૂથમાં વહેંચાયેલા પાટીદારોને મતદારોની સંખ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પટેલ મતો મેળવવા માટે ભાજપે નવી રણનીતિ અપનાવી છે.

  6/10
 • ચીને 11 વર્ષ બાદ સ્વીકાર્યુ કે 26/11નો મુંબઈમાં થનારો હુમલો વિશ્વના સૌથી ખતરનાક આતંકી હુમલામાંથી એક છે. ચીને 2008માં થયેલા મુંબઈ આતંકવાદી હુમલાને સૌથી ખતરનાક હુમલામાંથી એક ગણાવ્યો છે. લશ્કર-એ-તૌયબાએ મુંબઇમાં તાજ હોટલ સહિત અનેક સ્થળોએ હુમલો કર્યો હતો, જેમાં 166 લોકોનાં મોત થયા હતા. 14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરમાં પુલવામામાં CRPFના કાફાલ પર આતંકી હુમલો થયો હતો, જેમાં 44 જવાન શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદ હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધ્યો છે.

  ચીને 11 વર્ષ બાદ સ્વીકાર્યુ કે 26/11નો મુંબઈમાં થનારો હુમલો વિશ્વના સૌથી ખતરનાક આતંકી હુમલામાંથી એક છે. ચીને 2008માં થયેલા મુંબઈ આતંકવાદી હુમલાને સૌથી ખતરનાક હુમલામાંથી એક ગણાવ્યો છે. લશ્કર-એ-તૌયબાએ મુંબઇમાં તાજ હોટલ સહિત અનેક સ્થળોએ હુમલો કર્યો હતો, જેમાં 166 લોકોનાં મોત થયા હતા. 14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરમાં પુલવામામાં CRPFના કાફાલ પર આતંકી હુમલો થયો હતો, જેમાં 44 જવાન શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદ હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધ્યો છે.

  7/10
 • ફરી એકવાર પીએમ મોદીની બાયોપિકની રિલીઝ ડેટ બદલાઈ છે અને હવે ફિલ્મ પહેલા નક્કી થયેલી તારીખ મુજબ એટલે કે 5 એપ્રિલે જ રિલીઝ થશે. વડપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. હવે ફિલ્મ એપ્રિલ મહિનાના પહેલા જ સપ્તાહમાં રિલીઝ થશે. વડાપ્રધાન નરેન્દર્ મોદીના જીવન પર બનેલી ફિલ્મ સૌથી પહેલા 5 એપ્રિલે રિલીઝ થવાની હતી, પાછળથી રિલીઝ ડેટ બદલીને 12 એપ્રિલ કરી દેવામાં આવી. જો કે ફરી એકવાર પીએમ મોદીની બાયોપિકની રિલીઝ ડેટ બદલાઈ છે અને હવે ફિલ્મ પહેલા નક્કી થયેલી તારીખ મુજબ એટલે કે 5 એપ્રિલે જ રિલીઝ થશે.

  ફરી એકવાર પીએમ મોદીની બાયોપિકની રિલીઝ ડેટ બદલાઈ છે અને હવે ફિલ્મ પહેલા નક્કી થયેલી તારીખ મુજબ એટલે કે 5 એપ્રિલે જ રિલીઝ થશે. વડપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. હવે ફિલ્મ એપ્રિલ મહિનાના પહેલા જ સપ્તાહમાં રિલીઝ થશે. વડાપ્રધાન નરેન્દર્ મોદીના જીવન પર બનેલી ફિલ્મ સૌથી પહેલા 5 એપ્રિલે રિલીઝ થવાની હતી, પાછળથી રિલીઝ ડેટ બદલીને 12 એપ્રિલ કરી દેવામાં આવી. જો કે ફરી એકવાર પીએમ મોદીની બાયોપિકની રિલીઝ ડેટ બદલાઈ છે અને હવે ફિલ્મ પહેલા નક્કી થયેલી તારીખ મુજબ એટલે કે 5 એપ્રિલે જ રિલીઝ થશે.

  8/10
 • તનુનો બર્થ-ડે 19 માર્ચ 1984માં જમશેદપુરમાં થયો હતો. ઈમરાન હાશ્મી સાથે તેણે 'આશિક બનાયા' આપને' જેવી હિટ ફિલ્મમાં કામ કર્યુ હતું. થોડા ફિલ્મોમાં આવ્યા બાદ હવે તે અદૃશ્ય થઈ ગઈ છે. બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ 'આશિક બનાયા આપને', 'ચોકલેટ', 'ઢોલ', 'ગુડ બૉય,બેડ બૉય' જેવી ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

  તનુનો બર્થ-ડે 19 માર્ચ 1984માં જમશેદપુરમાં થયો હતો. ઈમરાન હાશ્મી સાથે તેણે 'આશિક બનાયા' આપને' જેવી હિટ ફિલ્મમાં કામ કર્યુ હતું. થોડા ફિલ્મોમાં આવ્યા બાદ હવે તે અદૃશ્ય થઈ ગઈ છે. બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ 'આશિક બનાયા આપને', 'ચોકલેટ', 'ઢોલ', 'ગુડ બૉય,બેડ બૉય' જેવી ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

  9/10
 • ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે મીડિયાને કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથે ક્રિકેટના રિલેશન્સ સંપૂર્ણ તોડી નાખવા જોઈએ અથવા સંપૂર્ણ રાખવા જોઈએ, ‘શરતી પ્રતિબંધ’ ન રાખવો જોઈએ.’ પુલવામા ટૅરર અટૅક પછી ગંભીરે પાકિસ્તાન સામે ક્રિકેટ-મૅચ ન રમવાનું કહ્યું હતું. આ અટૅકમાં ૪૦થી વધુ ભારતના જવાનો વીરગતિ પામ્યા હતા. આ અટૅકની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી.

  ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે મીડિયાને કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથે ક્રિકેટના રિલેશન્સ સંપૂર્ણ તોડી નાખવા જોઈએ અથવા સંપૂર્ણ રાખવા જોઈએ, ‘શરતી પ્રતિબંધ’ ન રાખવો જોઈએ.’ પુલવામા ટૅરર અટૅક પછી ગંભીરે પાકિસ્તાન સામે ક્રિકેટ-મૅચ ન રમવાનું કહ્યું હતું. આ અટૅકમાં ૪૦થી વધુ ભારતના જવાનો વીરગતિ પામ્યા હતા. આ અટૅકની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK