એક ક્લિક કરીને વાંચો 3 વાગ્યા સુધીના તમામ સમાચારો

Updated: Mar 16, 2019, 14:59 IST | Sheetal Patel
 • લોકસભાની ચૂંટણી પ્રચારની સાથે સાથે રાજકીય પક્ષોમાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના ચોકીદાર અંગેના વલણને નિશાન બનાવીને પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી લાંબા સમયથી રાફેલ ડીલમાં વડાપ્રધાન મોદી પણ દોષી હોવાનું કહી 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપી રહ્યા છે. જો કે વડાપ્રધાન મોદીએ હવે આ જ વાતને લઈ કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી દીધી છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કરીને રાહુલ ગાંધીના આ આક્ષેપને દેશના નાગરિકોનું અપમાન ગણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ એક વીડિયો ટ્વિટ કરીને કહ્યું છે કે હું એકલો જ ચોકીદાર નથી દેશમાં લાખો લોકો ચોકીદાર છે. પીએમ મોદીના આ ટ્વિટ બાદ ટ્વિટર પર મેં ભી ચોકીદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ‘#MainBhiChowkidar’ હેશટેગ જલદી જ ભારતની સાથે આખા વિશ્વમાં નંબર એક પર ટ્રેન્ડ કરવા લાગ્યું છે. #MainBhiChowkidarની સાથે પોતાને ચોકીદાર બતાવી રહ્યા છે.

  લોકસભાની ચૂંટણી પ્રચારની સાથે સાથે રાજકીય પક્ષોમાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના ચોકીદાર અંગેના વલણને નિશાન બનાવીને પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી લાંબા સમયથી રાફેલ ડીલમાં વડાપ્રધાન મોદી પણ દોષી હોવાનું કહી 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપી રહ્યા છે. જો કે વડાપ્રધાન મોદીએ હવે આ જ વાતને લઈ કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી દીધી છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કરીને રાહુલ ગાંધીના આ આક્ષેપને દેશના નાગરિકોનું અપમાન ગણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ એક વીડિયો ટ્વિટ કરીને કહ્યું છે કે હું એકલો જ ચોકીદાર નથી દેશમાં લાખો લોકો ચોકીદાર છે. પીએમ મોદીના આ ટ્વિટ બાદ ટ્વિટર પર મેં ભી ચોકીદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ‘#MainBhiChowkidar’ હેશટેગ જલદી જ ભારતની સાથે આખા વિશ્વમાં નંબર એક પર ટ્રેન્ડ કરવા લાગ્યું છે. #MainBhiChowkidarની સાથે પોતાને ચોકીદાર બતાવી રહ્યા છે.

  1/10
 • આજે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દેહારદૂનના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ઉત્તરાખંડનો દેશની સુરક્ષામાં જે યોગદાન છે, એનો હૃદયથી આભાર માનું છું. દેશની સુરક્ષા માટે અહીંના જવાન હંમેશા આગળ રહે છે. એમણે પુલવામા હુમલાને લઈને પણ બીજેપી સરકાર પર નિશાનો સાધ્યો. એમણે કહ્યું કે આતંકવાદી હુમલા બાદ આપણે ભાજપ સરકાર સાથે ઉભા હતા, પરંતુ મોદી શૂટિંગમાં વ્યસ્ત હતા. આ સમય દરમિયાન રાહુલે મંચ પર ચોકીદાર ચોર હૈના સૂત્રોચ્ચાર કર્યા.

  આજે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દેહારદૂનના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ઉત્તરાખંડનો દેશની સુરક્ષામાં જે યોગદાન છે, એનો હૃદયથી આભાર માનું છું. દેશની સુરક્ષા માટે અહીંના જવાન હંમેશા આગળ રહે છે. એમણે પુલવામા હુમલાને લઈને પણ બીજેપી સરકાર પર નિશાનો સાધ્યો. એમણે કહ્યું કે આતંકવાદી હુમલા બાદ આપણે ભાજપ સરકાર સાથે ઉભા હતા, પરંતુ મોદી શૂટિંગમાં વ્યસ્ત હતા. આ સમય દરમિયાન રાહુલે મંચ પર ચોકીદાર ચોર હૈના સૂત્રોચ્ચાર કર્યા.

  2/10
 • BJP ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના 100 ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરે એવી ધારણા છે. જો અહેવાલોને સાચા માનવામાં આવે તો આજે પક્ષની ચૂંટણી કમિટીની મીટિંગ પછી ઉમેદવારોનાં નામોની જાહેરાત કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ પાર્ટીના વડા મથક પર મળનારી આ મીટિંગમાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત પક્ષના ટોચના નેતાઓ હાજર રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર BJP ચૂંટણી માટેની પ્રથમ યાદીમાં મહારાષ્ટ્રના ૧૮ ઉમેદવારોનાં નામની જાહેરાત કરશે. મહારાષ્ટ્રમાં BJP આ વખતે પચીસ બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ BJPએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે એ મહારાષ્ટ્રના એના સાથી પક્ષોને ગણતરીની સીટ આપશે. જોકે BJP મહારાષ્ટ્રમાં RPI (A), RSP, રાયત ક્રાન્તિ સંગઠન અને શિવસંગ્રામ સંગઠન એમ ચાર મુખ્ય પક્ષો સાથે જોડાણ ધરાવે છે.

  BJP ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના 100 ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરે એવી ધારણા છે. જો અહેવાલોને સાચા માનવામાં આવે તો આજે પક્ષની ચૂંટણી કમિટીની મીટિંગ પછી ઉમેદવારોનાં નામોની જાહેરાત કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ પાર્ટીના વડા મથક પર મળનારી આ મીટિંગમાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત પક્ષના ટોચના નેતાઓ હાજર રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર BJP ચૂંટણી માટેની પ્રથમ યાદીમાં મહારાષ્ટ્રના ૧૮ ઉમેદવારોનાં નામની જાહેરાત કરશે. મહારાષ્ટ્રમાં BJP આ વખતે પચીસ બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ BJPએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે એ મહારાષ્ટ્રના એના સાથી પક્ષોને ગણતરીની સીટ આપશે. જોકે BJP મહારાષ્ટ્રમાં RPI (A), RSP, રાયત ક્રાન્તિ સંગઠન અને શિવસંગ્રામ સંગઠન એમ ચાર મુખ્ય પક્ષો સાથે જોડાણ ધરાવે છે.

  3/10
 • જૈશ-એ-મોહમ્મદના ચીફ અને આતંકી મસૂદ અઝહરે વડાપ્રધાન મોદીને પડકાર આપ્યો છે. મસૂદે પોતાની કોલમમાં લખ્યું છે કે હું સ્વસ્થ છું અને જો મોદીએ જાણવું હોય તો મારી સાથે તીરંદાજી કે શૂટિંગની સ્પર્ધા કરી લે. સાથે જ મસૂદ અઝહરે 200થી વધુ આતંકીઓના મોતની વાતને પણ ખોટી ગણાવી છે. મસૂદ અઝહરે પોતાના અખબાર અલ કલામમાં લખ્યું છે કે આતંકીઓ મરવાના સમાચારમાં કોઈ તથ્ય નથી.

  જૈશ-એ-મોહમ્મદના ચીફ અને આતંકી મસૂદ અઝહરે વડાપ્રધાન મોદીને પડકાર આપ્યો છે. મસૂદે પોતાની કોલમમાં લખ્યું છે કે હું સ્વસ્થ છું અને જો મોદીએ જાણવું હોય તો મારી સાથે તીરંદાજી કે શૂટિંગની સ્પર્ધા કરી લે. સાથે જ મસૂદ અઝહરે 200થી વધુ આતંકીઓના મોતની વાતને પણ ખોટી ગણાવી છે. મસૂદ અઝહરે પોતાના અખબાર અલ કલામમાં લખ્યું છે કે આતંકીઓ મરવાના સમાચારમાં કોઈ તથ્ય નથી.

  4/10
 • આજકાલ રોડ અકસ્માતની ઘટના વધતી જઈ રહી છે. રાજ્યમાં વિવિધ જગ્યાએ અકસ્માતની ચાર ઘટનાઓ બની છે આ ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતોમાં એક અકસ્માત અમદાવાદમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે, બીજો અકસ્માત છોટાઉદેપુરના નસવાડીમાં, ત્રીજો અકસ્માત અરવલ્લી જિલ્લાના મોડાસામાં અને નડિયાદમાં બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. તમામ ઘટનાઓમાં પોલીસે વધુ તપાસ હાથધરી છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે પસાર થતી કારના ચાલકને ઝોકું આવી જતાં કાર પલટી થઈ હતી. અને કાર પલટી ખાઇ સાઇડમાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસી ગઈ હતી. પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

  આજકાલ રોડ અકસ્માતની ઘટના વધતી જઈ રહી છે. રાજ્યમાં વિવિધ જગ્યાએ અકસ્માતની ચાર ઘટનાઓ બની છે આ ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતોમાં એક અકસ્માત અમદાવાદમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે, બીજો અકસ્માત છોટાઉદેપુરના નસવાડીમાં, ત્રીજો અકસ્માત અરવલ્લી જિલ્લાના મોડાસામાં અને નડિયાદમાં બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. તમામ ઘટનાઓમાં પોલીસે વધુ તપાસ હાથધરી છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે પસાર થતી કારના ચાલકને ઝોકું આવી જતાં કાર પલટી થઈ હતી. અને કાર પલટી ખાઇ સાઇડમાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસી ગઈ હતી. પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

  5/10
 • કચ્છમાં ચકચાર જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જેના પર હત્યાનું કાવતરૂ કરવાનો આરોપ લાગ્યો છે તે છબીલ પટેલને અંતે પોલીસે દબોચી લીધો છે અને ગઇકાલે શુક્રવારે ભચાઉ કોર્ટમાં રજુ કર્યા બાદ તેના 10 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. આમ છબીલ પટેલ હવે 25 તારીખ સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે. આ દરમિયાન ભાનુશાળી હત્યા કેસમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

  કચ્છમાં ચકચાર જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જેના પર હત્યાનું કાવતરૂ કરવાનો આરોપ લાગ્યો છે તે છબીલ પટેલને અંતે પોલીસે દબોચી લીધો છે અને ગઇકાલે શુક્રવારે ભચાઉ કોર્ટમાં રજુ કર્યા બાદ તેના 10 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. આમ છબીલ પટેલ હવે 25 તારીખ સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે. આ દરમિયાન ભાનુશાળી હત્યા કેસમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

  6/10
 • રાજ્યમાં ઠંડી ભલે જતી રહી હોય, પરંતુ સ્વાઈન ફ્લૂનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. એક તરફ ગરમી વધી રહી છે, બીજી તરફ સ્વાઈન ફ્લૂને કેસ પણ સતત વધી રહ્યા છે. સ્વાઈન ફ્લૂને કારણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 129 લોકોના મોત થઈ ચૂક્યા છે. એમાંય છેલ્લા 24 કલાકમાં તો રાજ્યભરમાં એક સાથે 53 કેસ નોંધાયા છે.

  રાજ્યમાં ઠંડી ભલે જતી રહી હોય, પરંતુ સ્વાઈન ફ્લૂનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. એક તરફ ગરમી વધી રહી છે, બીજી તરફ સ્વાઈન ફ્લૂને કેસ પણ સતત વધી રહ્યા છે. સ્વાઈન ફ્લૂને કારણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 129 લોકોના મોત થઈ ચૂક્યા છે. એમાંય છેલ્લા 24 કલાકમાં તો રાજ્યભરમાં એક સાથે 53 કેસ નોંધાયા છે.

  7/10
 • ન્યૂઝીલેન્ડની ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો બે વ્યક્તિઓ લાપતા પણ થયા છે. મળતી માહિતી પ્રમાણે જે મસ્જિદમાં આતંકી હુમલો તયો તે મસ્જિદમાં હાફીઝ મુસા પટેલ મૌલવી તરીકે કામ કરતા હતા. મસ્જિદમાં થયેલા ફાયરિંગમાં તેમને કમરના ભાગે ગોળી વાગી છે. હાફીઝ મુસા મૂળ માંગરોળના વતની છે.

  ન્યૂઝીલેન્ડની ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો બે વ્યક્તિઓ લાપતા પણ થયા છે. મળતી માહિતી પ્રમાણે જે મસ્જિદમાં આતંકી હુમલો તયો તે મસ્જિદમાં હાફીઝ મુસા પટેલ મૌલવી તરીકે કામ કરતા હતા. મસ્જિદમાં થયેલા ફાયરિંગમાં તેમને કમરના ભાગે ગોળી વાગી છે. હાફીઝ મુસા મૂળ માંગરોળના વતની છે.

  8/10
 • કાજોલે પોતાના ઈનસ્ટાગ્રામ હેન્ડલર પરથી નોટબુકનું પોસ્ટર લોન્ચ કરીને પ્રનૂતનને બેસ્ટ ઓફ લક વીશ કર્યું છે. વીતેલા જમાનાના જબરજસ્ત અભિનેત્રી નૂતનની પૌત્રી પ્રનૂતન સલમાન ખાન ફિલ્મ્સની અપકમિંગ ફિલ્મ 'નોટબુક' દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. ત્યારે કાજોલે પોતાના ઈનસ્ટાગ્રામ હેન્ડલર પરથી નોટબુકનું પોસ્ટર લોન્ચ કરીને પ્રનૂતનને બેસ્ટ ઓફ લક વીશ કર્યું છે. કાજોલે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પ્રનૂતનને ટેગ કરીને લખ્યું છે,'Best of luck to my sweet @pranutan . Genes are genes but the sweetness is all you !'

  કાજોલે પોતાના ઈનસ્ટાગ્રામ હેન્ડલર પરથી નોટબુકનું પોસ્ટર લોન્ચ કરીને પ્રનૂતનને બેસ્ટ ઓફ લક વીશ કર્યું છે. વીતેલા જમાનાના જબરજસ્ત અભિનેત્રી નૂતનની પૌત્રી પ્રનૂતન સલમાન ખાન ફિલ્મ્સની અપકમિંગ ફિલ્મ 'નોટબુક' દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. ત્યારે કાજોલે પોતાના ઈનસ્ટાગ્રામ હેન્ડલર પરથી નોટબુકનું પોસ્ટર લોન્ચ કરીને પ્રનૂતનને બેસ્ટ ઓફ લક વીશ કર્યું છે. કાજોલે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પ્રનૂતનને ટેગ કરીને લખ્યું છે,'Best of luck to my sweet @pranutan . Genes are genes but the sweetness is all you !'

  9/10
 • એક્ટર આર, માધવન આ સમયે પોતાની અપકમિંગ ફિલ્મ રૉકેટ્રીની શૂટિંગ અને પ્રોડક્શનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ISRO સાઈન્ટિસ્ટ નામ્બી નારાયણના જીવન પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા માધવન નિર્દેશન ક્ષેત્રમાં ડેબ્યૂ કરી રહ્યો છે. માધવન એ કલાકારોમાંથી છે જે દેશના રાજકારણ સંબંધમાં પોતાના વિચાર સોશિયલ મીડિયા પર રાખવા માટે ક્યારે પીછેહઠ નથી કરતા. ગુરૂવારે માધવને કૉંગ્રેસ પાર્ટીના ટ્વિટ પર સવાલ ઉઠાવ્યા અને પોતાના દેશના વડાપ્રધાનનો મજાક ઉડાવવા માટે નિંદા કરી. 

  એક્ટર આર, માધવન આ સમયે પોતાની અપકમિંગ ફિલ્મ રૉકેટ્રીની શૂટિંગ અને પ્રોડક્શનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ISRO સાઈન્ટિસ્ટ નામ્બી નારાયણના જીવન પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા માધવન નિર્દેશન ક્ષેત્રમાં ડેબ્યૂ કરી રહ્યો છે. માધવન એ કલાકારોમાંથી છે જે દેશના રાજકારણ સંબંધમાં પોતાના વિચાર સોશિયલ મીડિયા પર રાખવા માટે ક્યારે પીછેહઠ નથી કરતા. ગુરૂવારે માધવને કૉંગ્રેસ પાર્ટીના ટ્વિટ પર સવાલ ઉઠાવ્યા અને પોતાના દેશના વડાપ્રધાનનો મજાક ઉડાવવા માટે નિંદા કરી. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK