3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Mar 07, 2019, 15:04 IST | Sheetal Patel
 • રાફેલ સોદા ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ યથાવત છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલય પર ગંભીર આક્ષેપો કર્યા છે. સુપ્રીમ કોર્ટમાં સરકારે રાફેલ મામલા સાથે જોડાયેલા કેટલાક પેપર્સ લીક થયા હોવાનો સ્વીકાર કર્યા બાદ ભાજપ બેકફૂટ પર નજર આવી રહ્યું છે. અને કોંગ્રેસને મોદી સરકાર પર વધુ એક હુમલો કરવાનો મોકો મળી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો છે. રાહુલે સવાલ ઉઠાવ્યો કે આખરે રાફેલ સાથે જોડાયેલી ફાઈલો ક્યાં ગાયબ થઈ ગઈ? રાહુલે કહ્યું કે, 'આ દેશની તમામ સંસ્થાઓ બસ એ પ્રયાસ કરી રહી છે કે ચોકીદારને કેમ બચાવી શકાય. એક નવી લાઈન નીકળી છે 'ગાયબ થઈ ગયું', 2 કરોડ યુવાનોની રોજગારી ગાયબ થઈ ગઈ, ખેડૂતોના સાચા ભાવ, ડોકલામ ગાયબ થઈ ગયું, જીએસટીથી ફાયદો ગાયબ થઈ ગયો, રાફેલની ફાઈલો પણ ગાયબ થઈ ગઈ.

  રાફેલ સોદા ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ યથાવત છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલય પર ગંભીર આક્ષેપો કર્યા છે. સુપ્રીમ કોર્ટમાં સરકારે રાફેલ મામલા સાથે જોડાયેલા કેટલાક પેપર્સ લીક થયા હોવાનો સ્વીકાર કર્યા બાદ ભાજપ બેકફૂટ પર નજર આવી રહ્યું છે. અને કોંગ્રેસને મોદી સરકાર પર વધુ એક હુમલો કરવાનો મોકો મળી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો છે. રાહુલે સવાલ ઉઠાવ્યો કે આખરે રાફેલ સાથે જોડાયેલી ફાઈલો ક્યાં ગાયબ થઈ ગઈ? રાહુલે કહ્યું કે, 'આ દેશની તમામ સંસ્થાઓ બસ એ પ્રયાસ કરી રહી છે કે ચોકીદારને કેમ બચાવી શકાય. એક નવી લાઈન નીકળી છે 'ગાયબ થઈ ગયું', 2 કરોડ યુવાનોની રોજગારી ગાયબ થઈ ગઈ, ખેડૂતોના સાચા ભાવ, ડોકલામ ગાયબ થઈ ગયું, જીએસટીથી ફાયદો ગાયબ થઈ ગયો, રાફેલની ફાઈલો પણ ગાયબ થઈ ગઈ.

  1/10
 • જમ્મૂમાં ફરી એકવાર જાહેરમાં આતંકી હુમલો થયો છે. જમ્મૂના મુખ્ય બસ સ્ટોપ પર ગ્રેનેડ ફેકવામાં આવ્યો છે. આ ગ્રેનેડ હુમલામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે જેમાં 2 લોકોની હાલત ગંભીર છે.  જો કે હાલ કોઈ જાનહાનિ થઈ નથી. બધા જ ઈજાગ્રસ્તોને જમ્મૂની રાજકિય મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વિષ્ફોટની જાણકારી સાથે જ ઉચ્ચ અધિકારીઓની ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે.

  જમ્મૂમાં ફરી એકવાર જાહેરમાં આતંકી હુમલો થયો છે. જમ્મૂના મુખ્ય બસ સ્ટોપ પર ગ્રેનેડ ફેકવામાં આવ્યો છે. આ ગ્રેનેડ હુમલામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે જેમાં 2 લોકોની હાલત ગંભીર છે.  જો કે હાલ કોઈ જાનહાનિ થઈ નથી. બધા જ ઈજાગ્રસ્તોને જમ્મૂની રાજકિય મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વિષ્ફોટની જાણકારી સાથે જ ઉચ્ચ અધિકારીઓની ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે.

  2/10
 • આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12નાં વિદ્યાર્થીઓ માટે મહત્વની એવી બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. રાજ્યના 18 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પહેલા દિવસે પરીક્ષા આપવા માટે જનાર વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું. ધોરણ 10નાં વિદ્યાર્થીઓ આજે ગુજરાતીનું પેપર આપી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામનાં મૂળ તત્વોનું પેપર છે.

  આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12નાં વિદ્યાર્થીઓ માટે મહત્વની એવી બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. રાજ્યના 18 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પહેલા દિવસે પરીક્ષા આપવા માટે જનાર વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું. ધોરણ 10નાં વિદ્યાર્થીઓ આજે ગુજરાતીનું પેપર આપી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામનાં મૂળ તત્વોનું પેપર છે.

  3/10
 • આજથી ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાત તારા સ્કુલની માન્યતા રદ્દ થવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ સ્કુલની માન્યતા રદ્દ કરી દેવાતા ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપવા આવેલા આ સ્કુલના 54 વિદ્યાર્થીઓને ગોલ ટિકિટ આપવામાં ન આવતા રાત્રે 12 વાગ્યા સુધી ડીઇઓ કચેરી પર ધરણા કર્યા હતા. અંતે કોઇ નિવેડો ન આવતા આ તમામ 54 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચીત રહ્યા છે. જેને પગલે વિદ્યાર્થીઓ સહીત વાલીઓ પણ રોષે ભરાયા હતા અને સ્કુલમાં જઇ તોડફોડ કરી હતી. તો વિદ્યાર્થીઓએ ધારાસભ્યોનો પણ વિરોધ કર્યો. જેને પગલે પોલીસે અમુક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

  આજથી ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાત તારા સ્કુલની માન્યતા રદ્દ થવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ સ્કુલની માન્યતા રદ્દ કરી દેવાતા ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપવા આવેલા આ સ્કુલના 54 વિદ્યાર્થીઓને ગોલ ટિકિટ આપવામાં ન આવતા રાત્રે 12 વાગ્યા સુધી ડીઇઓ કચેરી પર ધરણા કર્યા હતા. અંતે કોઇ નિવેડો ન આવતા આ તમામ 54 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચીત રહ્યા છે. જેને પગલે વિદ્યાર્થીઓ સહીત વાલીઓ પણ રોષે ભરાયા હતા અને સ્કુલમાં જઇ તોડફોડ કરી હતી. તો વિદ્યાર્થીઓએ ધારાસભ્યોનો પણ વિરોધ કર્યો. જેને પગલે પોલીસે અમુક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

  4/10
 • લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. અહેવાલો પ્રમાણે બે દિવસમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.લોકસભા ચૂંટણીને લઈને હાલ દેશભરમાં માહોલ ગરમ છે. ત્યારે અહેવાલો છે કે 8 માર્ચ કે 9 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગૂ પડી જશે. થોડા સમય પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરી પહેલા બદલીઓની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે. વર્ષ 29014માં પાંચ માર્ચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જ્યારે વર્ષ 2009માં બીજી માર્ચે ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જેથી આગામી ચૂંટણીનો કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

  લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. અહેવાલો પ્રમાણે બે દિવસમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.લોકસભા ચૂંટણીને લઈને હાલ દેશભરમાં માહોલ ગરમ છે. ત્યારે અહેવાલો છે કે 8 માર્ચ કે 9 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગૂ પડી જશે. થોડા સમય પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરી પહેલા બદલીઓની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે. વર્ષ 29014માં પાંચ માર્ચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જ્યારે વર્ષ 2009માં બીજી માર્ચે ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જેથી આગામી ચૂંટણીનો કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

  5/10
 • ગુજરાતની સૌપ્રથમ મેટ્રો રેલ અમદાવાદમાં ગઈ કાલથી મુસાફરો માટે ટ્રૅક પર દોડતી થઈ હતી. પહેલા જ દિવસે મેટ્રો રેલમાં બેસવા માટે મુસાફરોનો ધસારો થયો હતો અને ૧૦ હજાર જેટલા મુસાફરોએ મેટ્રોની સફર માણી હતી. બીજી તરફ આગામી વુમન્સ ડેએ મેટ્રો રેલ માત્ર મહિલાઓ માટે ચલાવવામાં આવશે. મેટ્રો રેલના ડેપ્યુટી જનરલ મૅનેજર (ઍડ્મિન) અંકુર પાઠકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે વસ્ત્રાલથી અપૅરલ પાર્ક સ્ટેશન વચ્ચે મેટ્રો રેલની ૧૫ ટ્રિપ થઈ હતી અને ૧૦ હજારથી વધુ મુસાફરો મેટ્રોમાં બેઠા હતા. સ્કૂલના સ્ટુડન્ટ્સે પણ મેટ્રો રેલની સફર કરી હતી.’

  ગુજરાતની સૌપ્રથમ મેટ્રો રેલ અમદાવાદમાં ગઈ કાલથી મુસાફરો માટે ટ્રૅક પર દોડતી થઈ હતી. પહેલા જ દિવસે મેટ્રો રેલમાં બેસવા માટે મુસાફરોનો ધસારો થયો હતો અને ૧૦ હજાર જેટલા મુસાફરોએ મેટ્રોની સફર માણી હતી. બીજી તરફ આગામી વુમન્સ ડેએ મેટ્રો રેલ માત્ર મહિલાઓ માટે ચલાવવામાં આવશે. મેટ્રો રેલના ડેપ્યુટી જનરલ મૅનેજર (ઍડ્મિન) અંકુર પાઠકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે વસ્ત્રાલથી અપૅરલ પાર્ક સ્ટેશન વચ્ચે મેટ્રો રેલની ૧૫ ટ્રિપ થઈ હતી અને ૧૦ હજારથી વધુ મુસાફરો મેટ્રોમાં બેઠા હતા. સ્કૂલના સ્ટુડન્ટ્સે પણ મેટ્રો રેલની સફર કરી હતી.’

  6/10
 • રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમના રાજનૈતિક સ્ટેન્ડને લઈને આવતી કાલે ખુલાસો કરશે. છેલ્લા કેટલાક સમયથી વાત ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. અલ્પેશ ઠાકોર તેને સાથીઓ સાથે ભાજપમાં જોડાવાની હોવાની વાતો વચ્ચે તેણે પ્રેસ કૉન્ફ્રેંસ કરી. પ્રેસને સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું આવતીકાલે આ મામલે તમામ ખુલાસાઓ કરીશે. તમામ સવાલોને જવાબ આપીશ. પ્રેસ દરમિયાન અલ્પેશે વાતવાતમાં એમ પણ કહ્યું કે, આ જે પણ વાતો ફેલાઈ રહી છે તે અફવા છે. સૂત્રો પાસેથી અહેવાલો મળી રહ્યા હતા કે અલ્પેશ ભાજપમાં જોડાઈ શકે છે અને તેને ભાજપમાં જોડાવાનું ઈનામ પણ મળી શકે છે. જેના પર અલ્પેશે કહ્યું કે તેણે કોઈની સાથે બાર્ગેનિંગ કરવાની જરૂર નથી. હું જે ઈચ્છું તે મને મળી જશે.

  રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમના રાજનૈતિક સ્ટેન્ડને લઈને આવતી કાલે ખુલાસો કરશે. છેલ્લા કેટલાક સમયથી વાત ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. અલ્પેશ ઠાકોર તેને સાથીઓ સાથે ભાજપમાં જોડાવાની હોવાની વાતો વચ્ચે તેણે પ્રેસ કૉન્ફ્રેંસ કરી. પ્રેસને સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું આવતીકાલે આ મામલે તમામ ખુલાસાઓ કરીશે. તમામ સવાલોને જવાબ આપીશ. પ્રેસ દરમિયાન અલ્પેશે વાતવાતમાં એમ પણ કહ્યું કે, આ જે પણ વાતો ફેલાઈ રહી છે તે અફવા છે. સૂત્રો પાસેથી અહેવાલો મળી રહ્યા હતા કે અલ્પેશ ભાજપમાં જોડાઈ શકે છે અને તેને ભાજપમાં જોડાવાનું ઈનામ પણ મળી શકે છે. જેના પર અલ્પેશે કહ્યું કે તેણે કોઈની સાથે બાર્ગેનિંગ કરવાની જરૂર નથી. હું જે ઈચ્છું તે મને મળી જશે.

  7/10
 • કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ મહિલાને ભગાડી જતા મહિલાના પરિવારજનોએ હોબાળો કર્યો છે. જે બાદ મંદિરે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મંદિરના સ્વામી માધવપ્રિયદાસ પરિણીત મહિલાને લઈને ભાગી ગયા બાદ મામલો ગંભીર બનતો જાય છે. આ મામલે પરિણીતાના સંબંધીઓ અને ગામના રહીશો સ્વામીને શોધવા કાલુપુર મંદિરે દોડી આવ્યા હતા. જો કે તેમને મંદિરમાં ઘુસવા ન દેવાતા હોબાળો મચ્યો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. સાધુ મંદિરમાં ન હોવાની ખાતરી થતા મહિલાના પરિવારજનો પાછા જતા રહ્યા હતા. જો કે તે બાદ મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

  કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ મહિલાને ભગાડી જતા મહિલાના પરિવારજનોએ હોબાળો કર્યો છે. જે બાદ મંદિરે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મંદિરના સ્વામી માધવપ્રિયદાસ પરિણીત મહિલાને લઈને ભાગી ગયા બાદ મામલો ગંભીર બનતો જાય છે. આ મામલે પરિણીતાના સંબંધીઓ અને ગામના રહીશો સ્વામીને શોધવા કાલુપુર મંદિરે દોડી આવ્યા હતા. જો કે તેમને મંદિરમાં ઘુસવા ન દેવાતા હોબાળો મચ્યો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. સાધુ મંદિરમાં ન હોવાની ખાતરી થતા મહિલાના પરિવારજનો પાછા જતા રહ્યા હતા. જો કે તે બાદ મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

  8/10
 • આજે કરણ જોહરની ફિલ્મ 'કલંક'નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. વરૂણ ધવન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરની શૂટિંગ માટે લંડનમાં છે જ્યા 40 દિવસનો શેડ્યૂલ છે. લંડન જવા પહેલા વરૂણે ફિલ્મ કલંકની શૂટિંગ પૂરી કરી હતી અને એના ફેન્સને હવે ફિલ્મના ટ્રેલરની રાહ છે. તો વરૂણ ધવન પોતાના ફેન્સને ખુશ કરવા માટે એક ખાસ કામ કરવા જઈ રહ્યા છે. જ્યા કરણ જોહરે પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દીધો છે.

  આજે કરણ જોહરની ફિલ્મ 'કલંક'નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. વરૂણ ધવન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરની શૂટિંગ માટે લંડનમાં છે જ્યા 40 દિવસનો શેડ્યૂલ છે. લંડન જવા પહેલા વરૂણે ફિલ્મ કલંકની શૂટિંગ પૂરી કરી હતી અને એના ફેન્સને હવે ફિલ્મના ટ્રેલરની રાહ છે. તો વરૂણ ધવન પોતાના ફેન્સને ખુશ કરવા માટે એક ખાસ કામ કરવા જઈ રહ્યા છે. જ્યા કરણ જોહરે પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દીધો છે.

  9/10
 • વર્લ્ડ કપ પહેલા વિજય શંકરના ફોર્મને જોતા સિલેક્ટર્સનું ધ્યાન વિજય શંકર પર જઈ રહ્યું છે. વિજય શંકર ફોર્મમાં છે અને વર્લ્ડ કપ પહેલા ટીમ માટે સારુ યોદગાન આપી રહ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન-ડેમાં પણ વિજય શંકરે મેચ જીતમાં મહત્વનો રોલ ભજવ્યો હતો જો કે વિજય શંકરનું માનવું છે કે વર્લ્ડ કપ માટે હજી વાર છે.

  વર્લ્ડ કપ પહેલા વિજય શંકરના ફોર્મને જોતા સિલેક્ટર્સનું ધ્યાન વિજય શંકર પર જઈ રહ્યું છે. વિજય શંકર ફોર્મમાં છે અને વર્લ્ડ કપ પહેલા ટીમ માટે સારુ યોદગાન આપી રહ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન-ડેમાં પણ વિજય શંકરે મેચ જીતમાં મહત્વનો રોલ ભજવ્યો હતો જો કે વિજય શંકરનું માનવું છે કે વર્લ્ડ કપ માટે હજી વાર છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK