3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Mar 06, 2019, 15:04 IST | Sheetal Patel
 • આજે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2019ના પરિણામોનું એલાન થયું. આ સર્વેમાં ઈંદૌર સતત ત્રીજી વાર અવ્વલ રહ્યું છે. જ્યારે  અમદાવાદને છઠ્ઠું અને રાજકોટને નવમું સ્થાન મળ્યું છે. સૌથી સ્વચ્છ રાજધાનીઓમાં ભોપાલ પહેલા સ્થાન પર છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ અને પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ઉજ્જૈને બાજી મારી છે.

  આજે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2019ના પરિણામોનું એલાન થયું. આ સર્વેમાં ઈંદૌર સતત ત્રીજી વાર અવ્વલ રહ્યું છે. જ્યારે  અમદાવાદને છઠ્ઠું અને રાજકોટને નવમું સ્થાન મળ્યું છે. સૌથી સ્વચ્છ રાજધાનીઓમાં ભોપાલ પહેલા સ્થાન પર છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ અને પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ઉજ્જૈને બાજી મારી છે.

  1/10
 • પાટણની હેમચંદ્રાચાર્ય યુનિ.ના કુલપતિ પ્રોફેસર બી. એ. પ્રજાપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણય લીધો છે. ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિના આરોપમાં મુખ્યમંત્રીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને હટાવ્યા છે. પ્રો. બી. એ. પ્રજાપતિને તેમને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડો. પ્રજાપતિએ તેમની સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાના અહેવાલો બાદ આ તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તસવીર સૌજન્ય - દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

  પાટણની હેમચંદ્રાચાર્ય યુનિ.ના કુલપતિ પ્રોફેસર બી. એ. પ્રજાપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણય લીધો છે. ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિના આરોપમાં મુખ્યમંત્રીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને હટાવ્યા છે. પ્રો. બી. એ. પ્રજાપતિને તેમને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડો. પ્રજાપતિએ તેમની સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાના અહેવાલો બાદ આ તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તસવીર સૌજન્ય - દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

  2/10
 • અયોધ્યા રામ મંદિર મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ મામલે કોર્ટે પરસ્પર સહમતિથી વિવાદ હલ કરવાનું સૂચન આપતા મધ્યસ્થીઓના નામ માંગ્યા છે. અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટેના જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ માત્ર જમીનનો મામલો નથી.આ ભાવનાઓ સાથે જોડાયેલો મામલો છે. સુનાવણી દરમિયાન મસ્જિદ પક્ષે મધ્યસ્થી માટે તૈયારી બતાવી છે. કોર્ટ નક્કી કરશે કે બંને પક્ષો વચ્ચે સહમતિથી વિવાદ ઉકેલવામાં મધ્યસ્થી કરશે.

  અયોધ્યા રામ મંદિર મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ મામલે કોર્ટે પરસ્પર સહમતિથી વિવાદ હલ કરવાનું સૂચન આપતા મધ્યસ્થીઓના નામ માંગ્યા છે. અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટેના જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ માત્ર જમીનનો મામલો નથી.આ ભાવનાઓ સાથે જોડાયેલો મામલો છે. સુનાવણી દરમિયાન મસ્જિદ પક્ષે મધ્યસ્થી માટે તૈયારી બતાવી છે. કોર્ટ નક્કી કરશે કે બંને પક્ષો વચ્ચે સહમતિથી વિવાદ ઉકેલવામાં મધ્યસ્થી કરશે.

  3/10
 • અમેરિકાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. હવે પાકિસ્તાનીઓને યૂએસ જવા માટે ત્રણ જ મહિનાના વિઝા મળશે. પાકિસ્તાનને અમેરિકા તરફથી મોટો ઝટકો મળ્યો છે. અમેરિકાની સરકારે પાકિસ્તાનને નાગરિકોને આપવામાં આવતા વિઝાની મર્યાદા ઘટાડીને 12 મહિના કરી દીધી છે. સાથે જ પત્રકારોને હવે વધુમાં વધુ 3 મહિનાના વિઝઆ મળશે. પહેલા અમેરિકા પાકિસ્તાનના નાગરિકોને 5 વર્ષના વિઝા આપતું હતું.

  અમેરિકાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. હવે પાકિસ્તાનીઓને યૂએસ જવા માટે ત્રણ જ મહિનાના વિઝા મળશે. પાકિસ્તાનને અમેરિકા તરફથી મોટો ઝટકો મળ્યો છે. અમેરિકાની સરકારે પાકિસ્તાનને નાગરિકોને આપવામાં આવતા વિઝાની મર્યાદા ઘટાડીને 12 મહિના કરી દીધી છે. સાથે જ પત્રકારોને હવે વધુમાં વધુ 3 મહિનાના વિઝઆ મળશે. પહેલા અમેરિકા પાકિસ્તાનના નાગરિકોને 5 વર્ષના વિઝા આપતું હતું.

  4/10
 • પાકિસ્તાને આખરે હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ મુક્યો છે. પાકિસ્તાને કુલ 70 પ્રતિબંધિત સંગઠનોની યાદી જાહેર કરી છે. પાકિસ્તાનના આંતરિક મામલાના મંત્રાલયે આતંકવાદ વિરોધી અધિનિયમ-1997 અંતર્ગત આ કાર્રવાઈ કરી છે. જમાત-ઉદ-દાવા સાથે તેના સહયોગી સંગઠન ફલાહ-એ-ઈન્સાનિયત પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોમવરે સુધી આ સંગઠનોને નજર હેઠળ રહેલા સંગઠનોની યાદીમાં રાખવામાં આવ્યા હતા. જે બાદ મંગળવારે તેમને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં મુકવામાં આવ્યા. આ પહેલા પાકિસ્તાન આતંકી મસૂદ અઝહરના ભાઈ અને દીકરા સહિત 44 લોકોની અટકાયત થઈ ચુકી છે.

  પાકિસ્તાને આખરે હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ મુક્યો છે. પાકિસ્તાને કુલ 70 પ્રતિબંધિત સંગઠનોની યાદી જાહેર કરી છે. પાકિસ્તાનના આંતરિક મામલાના મંત્રાલયે આતંકવાદ વિરોધી અધિનિયમ-1997 અંતર્ગત આ કાર્રવાઈ કરી છે. જમાત-ઉદ-દાવા સાથે તેના સહયોગી સંગઠન ફલાહ-એ-ઈન્સાનિયત પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોમવરે સુધી આ સંગઠનોને નજર હેઠળ રહેલા સંગઠનોની યાદીમાં રાખવામાં આવ્યા હતા. જે બાદ મંગળવારે તેમને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં મુકવામાં આવ્યા. આ પહેલા પાકિસ્તાન આતંકી મસૂદ અઝહરના ભાઈ અને દીકરા સહિત 44 લોકોની અટકાયત થઈ ચુકી છે.

  5/10
 • મૂર્તિપૂજક હિન્દુઓ તો ગૌમૂત્ર પીનારા છેએવું કહેનારા ફય્યઝુલ હસન ચૌહાણએ હિન્દુવિરોધી ટિપ્પણી બદલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પ્રધાનને કેન્દ્રના પ્રધાને વખોડ્યા.હિન્દુવિરોધી ટિપ્પણીઓ બદલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના માહિતી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન ફય્યઝુલ હસન ચૌહાણ પર તેમના રાજકીય પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના વરિષ્ઠ નેતાએ ટીકા પ્રહારો કર્યા હતા. ચૌહાણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘આપણે મુસલમાનો પાસે મૌલા આલિયાની બહાદુરીનો ઝંડો અને હઝરત ઉમરાની વીરતાનો ધ્વજ છે, પરંતુ ગૌમૂત્ર પીનારા હિન્દુઓ પાસે એવું કંઈ નથી. હિન્દુઓ આપણાથી સાતગણા ચડિયાતા હોવાની ભ્રમણામાં છે, પરંતુ અમારી પાસે જે છે એ તમે મૂર્તિપૂજકોની પાસે ક્યારેય નહીં હોય.’

  મૂર્તિપૂજક હિન્દુઓ તો ગૌમૂત્ર પીનારા છેએવું કહેનારા ફય્યઝુલ હસન ચૌહાણએ હિન્દુવિરોધી ટિપ્પણી બદલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પ્રધાનને કેન્દ્રના પ્રધાને વખોડ્યા.હિન્દુવિરોધી ટિપ્પણીઓ બદલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના માહિતી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન ફય્યઝુલ હસન ચૌહાણ પર તેમના રાજકીય પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના વરિષ્ઠ નેતાએ ટીકા પ્રહારો કર્યા હતા. ચૌહાણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘આપણે મુસલમાનો પાસે મૌલા આલિયાની બહાદુરીનો ઝંડો અને હઝરત ઉમરાની વીરતાનો ધ્વજ છે, પરંતુ ગૌમૂત્ર પીનારા હિન્દુઓ પાસે એવું કંઈ નથી. હિન્દુઓ આપણાથી સાતગણા ચડિયાતા હોવાની ભ્રમણામાં છે, પરંતુ અમારી પાસે જે છે એ તમે મૂર્તિપૂજકોની પાસે ક્યારેય નહીં હોય.’

  6/10
 • દિલ્હી નજીક આવેલું ગુરુગ્રામ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. દુનિયાનાં ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૭ ભારતમાં છે. આઇક્યુ ઍર વિઝ્યુઅલ ૨૦૧૮ અને ગ્રીનપીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજધાની દિલ્હીના સાઉથ-વેસ્ટમાં આવેલું ગુરુગ્રામ સૌથી પ્રદૂષિત શહેર છે. આ ઉપરાંત નૅશનલ કૅપિટલ રીજન ૨૦૧૮માં સૌથી પ્રદૂષિત ક્ષેત્ર જાહેર થયું છે. નવા પ્રદૂષણ રિપોર્ટ મુજબ ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, નોએડા અને ભિવાડી સૌથી ખરાબ રીતે પ્રભાવિત શહેરોમાં સામેલ છે. પાકિસ્તાનના ફૈસલાબાદ સાથે આ તમામ પાંચેય શહેરો ટૉપનાં છ શહેરોમાં સામેલ છે. ગુરુગ્રામ અને ગાઝિયાબાદ પછી ફૈસલાબાદ ત્રીજા નંબર પર છે. તો પટના સાતમા ક્રમાંક પર , લખનઉ નવમા અને લાહોર દસમા ક્રમાક પર છે. ગયા વર્ષે દુનિયાનાં ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૧૮ ભારત, પાકિસ્તાન અને બંગલા દેશમાં હતાં.

  દિલ્હી નજીક આવેલું ગુરુગ્રામ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. દુનિયાનાં ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૭ ભારતમાં છે. આઇક્યુ ઍર વિઝ્યુઅલ ૨૦૧૮ અને ગ્રીનપીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજધાની દિલ્હીના સાઉથ-વેસ્ટમાં આવેલું ગુરુગ્રામ સૌથી પ્રદૂષિત શહેર છે. આ ઉપરાંત નૅશનલ કૅપિટલ રીજન ૨૦૧૮માં સૌથી પ્રદૂષિત ક્ષેત્ર જાહેર થયું છે. નવા પ્રદૂષણ રિપોર્ટ મુજબ ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, નોએડા અને ભિવાડી સૌથી ખરાબ રીતે પ્રભાવિત શહેરોમાં સામેલ છે. પાકિસ્તાનના ફૈસલાબાદ સાથે આ તમામ પાંચેય શહેરો ટૉપનાં છ શહેરોમાં સામેલ છે. ગુરુગ્રામ અને ગાઝિયાબાદ પછી ફૈસલાબાદ ત્રીજા નંબર પર છે. તો પટના સાતમા ક્રમાંક પર , લખનઉ નવમા અને લાહોર દસમા ક્રમાક પર છે. ગયા વર્ષે દુનિયાનાં ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૧૮ ભારત, પાકિસ્તાન અને બંગલા દેશમાં હતાં.

  7/10
 • કંગના રાનોટનો માર્ચ 23મીએ બર્થ-ડે છે. આ એના જીવનનો 32મો જન્મદિવસ છે. આ અવસર પર કંગનાએ પોતાને માટે ભેટ તરીકે પોતાની જાતને ચૂપચાપ રહેવાનુ નક્કી કર્યું છે. તે જલદી કોઈમ્બતુર જશે અને ત્યા તે યોગા અને ધ્યાનમાં લીન થશે. તે સમય દરમિયાન તે ચુપ રહેશે અને લાંબા સમય સુધી મેડિટેશન કરશે. પરંતુ આ બધુ જન્મદિવસ પહેલા થશે કારણકે બર્થ-ડેના દિવસે તે પોતાના પરિવાર સાથે મનાલીમાં રહેશે. કંગના જ્યારે 16-17 વર્ષની હતી ત્યારથી યોગા કરે છે. પરંતુ હવે એડવાન્સ યોગ શીખવા માટેનો ક્રેઝ તેમને પૂર્ણ કરશે. તે માને છે કે દસ દિવસનું મૌન તેમની માટે એક મહાન સિદ્ધિ હશે, અને પડકાર પણ છે. આ સમય દરમિયાન કંગનાનો ફોન તેમનાથી દૂર રહેશે. તેમને આશરે 10 થી 15 કલાક સુધી ધ્યાનમાં રહેવું પડશે. જો કે તેમના એડવાન્સ યોગ કોર્સને છ મહિનાની સખત મહેનતની યોગ્ય રીતે અમલીકરણ કરવાની જરૂર છે.

  કંગના રાનોટનો માર્ચ 23મીએ બર્થ-ડે છે. આ એના જીવનનો 32મો જન્મદિવસ છે. આ અવસર પર કંગનાએ પોતાને માટે ભેટ તરીકે પોતાની જાતને ચૂપચાપ રહેવાનુ નક્કી કર્યું છે. તે જલદી કોઈમ્બતુર જશે અને ત્યા તે યોગા અને ધ્યાનમાં લીન થશે. તે સમય દરમિયાન તે ચુપ રહેશે અને લાંબા સમય સુધી મેડિટેશન કરશે. પરંતુ આ બધુ જન્મદિવસ પહેલા થશે કારણકે બર્થ-ડેના દિવસે તે પોતાના પરિવાર સાથે મનાલીમાં રહેશે. કંગના જ્યારે 16-17 વર્ષની હતી ત્યારથી યોગા કરે છે. પરંતુ હવે એડવાન્સ યોગ શીખવા માટેનો ક્રેઝ તેમને પૂર્ણ કરશે. તે માને છે કે દસ દિવસનું મૌન તેમની માટે એક મહાન સિદ્ધિ હશે, અને પડકાર પણ છે. આ સમય દરમિયાન કંગનાનો ફોન તેમનાથી દૂર રહેશે. તેમને આશરે 10 થી 15 કલાક સુધી ધ્યાનમાં રહેવું પડશે. જો કે તેમના એડવાન્સ યોગ કોર્સને છ મહિનાની સખત મહેનતની યોગ્ય રીતે અમલીકરણ કરવાની જરૂર છે.

  8/10
 • આજે અભિનેત્રી શ્રીદેવી અને બોની પૂરની મોટી દીકરી જાહ્નવી કપૂરનો જન્મદિવસ છે. આજે જાહ્નવી 22 વર્ષની થઈ ગઈ છે. ગયા વર્ષે શ્રીદેવીના નિધન બાદ પરિવાર આઘાતમાં રહ્યા, આ કારણથી જાહ્નવી કપૂર પોતાનો બર્થ-ડે ઉજવી શકી નહોતી. આ તસવીર જાહ્નવીના બાળપણની છે જુઓ કેટલી ક્યૂટ દેખાઈ રહી છે. નખરા તો જુઓ એના ગજબ છે. તસવીરમાં: બહેન ખુશી કપૂર સાથે જાહ્નવી

  આજે અભિનેત્રી શ્રીદેવી અને બોની પૂરની મોટી દીકરી જાહ્નવી કપૂરનો જન્મદિવસ છે. આજે જાહ્નવી 22 વર્ષની થઈ ગઈ છે. ગયા વર્ષે શ્રીદેવીના નિધન બાદ પરિવાર આઘાતમાં રહ્યા, આ કારણથી જાહ્નવી કપૂર પોતાનો બર્થ-ડે ઉજવી શકી નહોતી. આ તસવીર જાહ્નવીના બાળપણની છે જુઓ કેટલી ક્યૂટ દેખાઈ રહી છે. નખરા તો જુઓ એના ગજબ છે. તસવીરમાં: બહેન ખુશી કપૂર સાથે જાહ્નવી

  9/10
 • મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ ડાયમંડ વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે. જેના માટે અંબાણીનું નિવાસસ્થાન એન્ટિલિયા પણ દુલ્હનની જેમ સજી ચુક્યું છે. આકાશ અને શ્લોકાના લગ્ન નવ માર્ચે થવા જઈ રહ્યા છે. બંનેએ થોડા દિવસો પહેલા સ્વિટઝર્લેન્ડમાં પાર્ટી આપી હતી. જેમાં લગભગ આખું બોલીવુડ ઉમટી પડ્યું હતું.

  મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ ડાયમંડ વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે. જેના માટે અંબાણીનું નિવાસસ્થાન એન્ટિલિયા પણ દુલ્હનની જેમ સજી ચુક્યું છે. આકાશ અને શ્લોકાના લગ્ન નવ માર્ચે થવા જઈ રહ્યા છે. બંનેએ થોડા દિવસો પહેલા સ્વિટઝર્લેન્ડમાં પાર્ટી આપી હતી. જેમાં લગભગ આખું બોલીવુડ ઉમટી પડ્યું હતું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK