વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 19, 2019, 19:52 IST | Dhruva Jetly
 • લોકસભા ચૂંટણી-2019 પહેલા ભાજપે દક્ષિણમાં મજબૂતી વધારવા માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. જે અંતર્ગત તમિલનાડુ અને પોંડિચેરીમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થઈ ગયું. તેની સાથે અન્ય પણ કેટલાક દળો સામેલ છે. સમજૂતી અંતર્ગત તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકોમાંથી ભાજપ પાંચ બેઠકો પર લડશે. ભાજપ તમિલનાડુમાં થનારા 21 વિધાનસભાની પેટાચૂંટણીમાં AIADMKનું સમર્થન કરશે. આ જાણકારી તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમે આપી. આ મોકા પર કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી પાલાનીસ્વામી હાજર રહ્યા.

  લોકસભા ચૂંટણી-2019 પહેલા ભાજપે દક્ષિણમાં મજબૂતી વધારવા માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. જે અંતર્ગત તમિલનાડુ અને પોંડિચેરીમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થઈ ગયું. તેની સાથે અન્ય પણ કેટલાક દળો સામેલ છે. સમજૂતી અંતર્ગત તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકોમાંથી ભાજપ પાંચ બેઠકો પર લડશે. ભાજપ તમિલનાડુમાં થનારા 21 વિધાનસભાની પેટાચૂંટણીમાં AIADMKનું સમર્થન કરશે. આ જાણકારી તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમે આપી. આ મોકા પર કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી પાલાનીસ્વામી હાજર રહ્યા.

  1/10
 • પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પુલવામામાં આતંકી હુમલાને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પર જબરદસ્ત હુમલો કર્યો અને તેમના નિવેદન પર પલટવાર કર્યો છે. કેપ્ટને કહ્યું કે ઇમરાન ખાન પુલવામા હુમલાના દોષિતોને પકડવાની વાત કરે છે. ઇમરાન ખાનની પાસે જ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહર બેઠો છે અને તેઓ તેને પકડે. પંજાબ સીએમએ કહ્યું કે જાઓ મસૂદને ઉઠાવો. જો તમે અમને આ વિશે ન જણાવી શકો અને તેના પર હાથ ન નાખી શકો તો અમે આ કામ અમે તમારા માટે કરી દઇશું.

  પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પુલવામામાં આતંકી હુમલાને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પર જબરદસ્ત હુમલો કર્યો અને તેમના નિવેદન પર પલટવાર કર્યો છે. કેપ્ટને કહ્યું કે ઇમરાન ખાન પુલવામા હુમલાના દોષિતોને પકડવાની વાત કરે છે. ઇમરાન ખાનની પાસે જ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહર બેઠો છે અને તેઓ તેને પકડે. પંજાબ સીએમએ કહ્યું કે જાઓ મસૂદને ઉઠાવો. જો તમે અમને આ વિશે ન જણાવી શકો અને તેના પર હાથ ન નાખી શકો તો અમે આ કામ અમે તમારા માટે કરી દઇશું.

  2/10
 • પુલવામા આતંકી હુમલા પછી જમ્મુ-કાશ્મીરની પૂર્વ સીએમ અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે તેઓ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના પુરાવાવાળા નિવેદન સાથે અસંમત છે. પઠાણકોટ મામલે ભારતે ડોઝિયર સોંપ્યું હતું પરંતુ કોઈ એક્શન લેવાયું નહીં. સાથે જ, તેમણે એમ પણ કહ્યું કે ઇમરાન ખાનને એક વધુ મોકો મળવો જોઈએ.

  પુલવામા આતંકી હુમલા પછી જમ્મુ-કાશ્મીરની પૂર્વ સીએમ અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે તેઓ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના પુરાવાવાળા નિવેદન સાથે અસંમત છે. પઠાણકોટ મામલે ભારતે ડોઝિયર સોંપ્યું હતું પરંતુ કોઈ એક્શન લેવાયું નહીં. સાથે જ, તેમણે એમ પણ કહ્યું કે ઇમરાન ખાનને એક વધુ મોકો મળવો જોઈએ.

  3/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંસદીય ક્ષેત્રને ભેટ આપવાના ક્રમમાં બનારસ હિન્દૂ યૂનિવર્સિટીમાં કેન્સર હોસ્પિટલનું લોકાર્પણકર્યું. આ અવસર પર એમની સાથે ઉદ્યોગપતિ રતન ટાટા પણ હતા. એની પહેલા એમણે ડીએલડબલ્યૂમાં દેશમાં પહેલી વાર ડિઝલથી વિદ્યુત પ્રણાલીમાં પરિવર્તિત થયેલા એન્જિનને ગ્રીન સિગ્નલ આપ્યું. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંસદીય ક્ષેત્રને ભેટ આપવાના ક્રમમાં બનારસ હિન્દૂ યૂનિવર્સિટીમાં કેન્સર હોસ્પિટલનું લોકાર્પણકર્યું. આ અવસર પર એમની સાથે ઉદ્યોગપતિ રતન ટાટા પણ હતા. એની પહેલા એમણે ડીએલડબલ્યૂમાં દેશમાં પહેલી વાર ડિઝલથી વિદ્યુત પ્રણાલીમાં પરિવર્તિત થયેલા એન્જિનને ગ્રીન સિગ્નલ આપ્યું. 

  4/10
 • ફ્રાન્સના એક રિસર્ચરે દાવો કર્યો છે કે સરકારી ગેસ કંપની ઇન્ડેનની બેદરકારીના કારણે તેના 58 લાખ કરતા વધુ ગ્રાહકોના આધાર નંબર અને અન્ય ડેટા લીક થઈ ગયા. રિસર્ચર બેપટિસ્ટ રોબર્ટે મંગળવારે એલિયટ એલ્ડરસન નામના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે લોકલ ડીલર્સના પોર્ટલ પર વેરિફિકેશન નહીં હોવાને કારણે ઇન્ડેનના ગ્રાહકોના નામ, એડ્રેસ અને આધાર નંબર લીક થઈ રહ્યા છે. રોબર્ટ પહેલા પણ આધાર સાથે જોડાયેલા લીકનો ખુલાસો કરી ચૂક્યા છે. રિસર્ચરના જણાવ્યા પ્રમાણે, આઇપી એડ્રેસ બ્લોક થવાને કારણે તેઓ બાકીના 1572 ડીલર્સ અંગે તપાસ ન કરી શક્યા. પરંતુ, જે તેમની સાથે જોડાયેલા ગ્રાહકોને પણ સામેલ કરવામાં આવે તો કુલ 67 લાખ 91 હજાર 200 ગ્રાહકોનો ડેટા લીક થઈ શકતો હતો.

  ફ્રાન્સના એક રિસર્ચરે દાવો કર્યો છે કે સરકારી ગેસ કંપની ઇન્ડેનની બેદરકારીના કારણે તેના 58 લાખ કરતા વધુ ગ્રાહકોના આધાર નંબર અને અન્ય ડેટા લીક થઈ ગયા. રિસર્ચર બેપટિસ્ટ રોબર્ટે મંગળવારે એલિયટ એલ્ડરસન નામના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે લોકલ ડીલર્સના પોર્ટલ પર વેરિફિકેશન નહીં હોવાને કારણે ઇન્ડેનના ગ્રાહકોના નામ, એડ્રેસ અને આધાર નંબર લીક થઈ રહ્યા છે. રોબર્ટ પહેલા પણ આધાર સાથે જોડાયેલા લીકનો ખુલાસો કરી ચૂક્યા છે. રિસર્ચરના જણાવ્યા પ્રમાણે, આઇપી એડ્રેસ બ્લોક થવાને કારણે તેઓ બાકીના 1572 ડીલર્સ અંગે તપાસ ન કરી શક્યા. પરંતુ, જે તેમની સાથે જોડાયેલા ગ્રાહકોને પણ સામેલ કરવામાં આવે તો કુલ 67 લાખ 91 હજાર 200 ગ્રાહકોનો ડેટા લીક થઈ શકતો હતો.

  5/10
 • સ્ટાર્ટઅપ્સને મોટી રાહત આપતા સરકારે એન્જલ ટેક્સના નિયમો અને રોકાણની મર્યાદાને વધારવા સહિત ઘણી બધી છૂટ આપી છે. સરકારે સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં છૂટ આપવા માટે રોકાણ મર્યાદા વધારીને 25 કરોડ રૂપિયા કરી દીધી છે. પહેલા આ મર્યાદા 10 કરોડ રૂપિયા હતી. હાલ સ્ટાર્ટઅપ્સ ટેક્સમાં છૂટનો દાવો ત્યારે જ કરી શકતા હતા, જ્યારે એન્જલ રોકાણકારો તરફથી કરવામાં આવેલા ફંડિંગને મળીને તેમનું કુલ રોકાણ 10 કરોડ રૂપિયાથી વધુ ન હોય.

  સ્ટાર્ટઅપ્સને મોટી રાહત આપતા સરકારે એન્જલ ટેક્સના નિયમો અને રોકાણની મર્યાદાને વધારવા સહિત ઘણી બધી છૂટ આપી છે. સરકારે સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં છૂટ આપવા માટે રોકાણ મર્યાદા વધારીને 25 કરોડ રૂપિયા કરી દીધી છે. પહેલા આ મર્યાદા 10 કરોડ રૂપિયા હતી. હાલ સ્ટાર્ટઅપ્સ ટેક્સમાં છૂટનો દાવો ત્યારે જ કરી શકતા હતા, જ્યારે એન્જલ રોકાણકારો તરફથી કરવામાં આવેલા ફંડિંગને મળીને તેમનું કુલ રોકાણ 10 કરોડ રૂપિયાથી વધુ ન હોય.

  6/10
 • 63 મૂન્સ ટેક્નોલોજિસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમ અને અન્ય બે અધિકારીઓને લીગલ નોટિસ મોકલી છે. કંપનીએ કહ્યું કે તેઓ એનએસઈએલ સ્કેમમાં થયેલા 10 હજાર કરોડના નુકસાનના મામલામાં કોર્ટ જવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. 63 મૂન્સનું પહેલા નામ ફાઈનાન્સિયલ ટેક્નોલૉજિસ લિમિટેડ હતું. કંપની અને તેમના કેટલાક અધિકારીઓ 5, 600 કરોડ રૂપિયાના પેમેન્ટ સ્કેમમાં તપાસ એજન્સીઓની નજરમાં છે. તેમાં કંપનીના સંસ્થાપક જિજ્ઞેશ શાહ પણ સામેલ છે.

  63 મૂન્સ ટેક્નોલોજિસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમ અને અન્ય બે અધિકારીઓને લીગલ નોટિસ મોકલી છે. કંપનીએ કહ્યું કે તેઓ એનએસઈએલ સ્કેમમાં થયેલા 10 હજાર કરોડના નુકસાનના મામલામાં કોર્ટ જવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. 63 મૂન્સનું પહેલા નામ ફાઈનાન્સિયલ ટેક્નોલૉજિસ લિમિટેડ હતું. કંપની અને તેમના કેટલાક અધિકારીઓ 5, 600 કરોડ રૂપિયાના પેમેન્ટ સ્કેમમાં તપાસ એજન્સીઓની નજરમાં છે. તેમાં કંપનીના સંસ્થાપક જિજ્ઞેશ શાહ પણ સામેલ છે.

  7/10
 • શિવરાત્રીએ જૂનાગઢમાં યોજાશે 'શિવ મહાકુંભ'. જાણીતા કલાકરો તેમાં રંગત જમાવશે. ગરવા ગિરનારની ગોદમાં યોજાતા શિવરાત્રીના મેળાનો વિધિવત કાર્યક્રમ આજે જાહેર થયો છે. જેમાં આ વખતે જાણીતા કલાકારો હાજરી આપશે. ગાયક કૈલાશ ખેર, ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીરના પ્રોગ્રામ રાખવામાં આવશે. 3 માર્ચે મોરારીબાપુ અને અખાડાની ધર્મ સભા, મહા આરતી, લેસર શો અને ભીખુદાન ગઢવીના ડાયરાનું આયોજન થશે.

  શિવરાત્રીએ જૂનાગઢમાં યોજાશે 'શિવ મહાકુંભ'. જાણીતા કલાકરો તેમાં રંગત જમાવશે. ગરવા ગિરનારની ગોદમાં યોજાતા શિવરાત્રીના મેળાનો વિધિવત કાર્યક્રમ આજે જાહેર થયો છે. જેમાં આ વખતે જાણીતા કલાકારો હાજરી આપશે. ગાયક કૈલાશ ખેર, ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીરના પ્રોગ્રામ રાખવામાં આવશે. 3 માર્ચે મોરારીબાપુ અને અખાડાની ધર્મ સભા, મહા આરતી, લેસર શો અને ભીખુદાન ગઢવીના ડાયરાનું આયોજન થશે.

  8/10
 • આખરે સરકારે ફિક્સ પગારના નોકરિયાત વર્ગ માટે એક ખુશીનો નિર્ણય લીધો છે. તે નિર્ણય પ્રમાણે ફ્કિસ પગારમાં નોકરી કરતા લોકોનો પગાર હવે વધારવાવામં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સરકારે ક્લાસ 3 અને 4ના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સીધી ભરતીથી નોકરી મેળવનારા કર્મચારીઓ જેમને અત્યારે ફિક્સ પગાર મળી રહ્યો છે, તેમના પગારમાં સરકારે વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

  આખરે સરકારે ફિક્સ પગારના નોકરિયાત વર્ગ માટે એક ખુશીનો નિર્ણય લીધો છે. તે નિર્ણય પ્રમાણે ફ્કિસ પગારમાં નોકરી કરતા લોકોનો પગાર હવે વધારવાવામં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સરકારે ક્લાસ 3 અને 4ના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સીધી ભરતીથી નોકરી મેળવનારા કર્મચારીઓ જેમને અત્યારે ફિક્સ પગાર મળી રહ્યો છે, તેમના પગારમાં સરકારે વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

  9/10
 • ગુજરાતના મહુવા નજીક એક એસટી બસ પલટી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ એસટી બસ જાફરાબાદ-અમદાવાદની હતી. બસ પલટી જવાને કારણે 25 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

  ગુજરાતના મહુવા નજીક એક એસટી બસ પલટી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ એસટી બસ જાફરાબાદ-અમદાવાદની હતી. બસ પલટી જવાને કારણે 25 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK