વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 21, 2019, 19:41 IST | Dhruva Jetly
 • મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં રહેલી બીજેપી સરકારે ખેડૂતોને આપેલા વચનો પૂરા કર્યા નથી અને આ બાબતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હજારો ખેડૂતોએ નાસિકથી મુંબઈ સુધીની 180 કિલોમીટરની કૂચ શરૂ કરી છે. છેલ્લા 1 વર્ષમાં ખેડૂતોની આ બીજી આવી કૂચ છે. ગઇકાલે રાતે મહારાષ્ટ્ર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ચાલી રહેલી વાતચીત પડી ભાંગી છે અને તે પછી ખેડૂતોએ તેમની મુંબઈ તરફની કૂચ ચાલુ રાખી છે. 

  મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં રહેલી બીજેપી સરકારે ખેડૂતોને આપેલા વચનો પૂરા કર્યા નથી અને આ બાબતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હજારો ખેડૂતોએ નાસિકથી મુંબઈ સુધીની 180 કિલોમીટરની કૂચ શરૂ કરી છે. છેલ્લા 1 વર્ષમાં ખેડૂતોની આ બીજી આવી કૂચ છે. ગઇકાલે રાતે મહારાષ્ટ્ર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ચાલી રહેલી વાતચીત પડી ભાંગી છે અને તે પછી ખેડૂતોએ તેમની મુંબઈ તરફની કૂચ ચાલુ રાખી છે. 

  1/9
 • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)એ કર્મચારી પ્રોવિડેન્ડ ફન્ડ પર મળનારા વ્યાજ દર 8.55 ટકાથી વધારીને 8.65 ટકા કરી દીધો છે. મોદી સરકારના આ નિર્ણયથી સાડા પાંચ કરોડથી વધારે કર્મચારીઓને ફાયદો થશે. 2015-16 બાદ આ પહેલીવાર છે, જ્યારે વ્યાજદરોમાં વધારો કરવામાં આવ્યો છે.

  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)એ કર્મચારી પ્રોવિડેન્ડ ફન્ડ પર મળનારા વ્યાજ દર 8.55 ટકાથી વધારીને 8.65 ટકા કરી દીધો છે. મોદી સરકારના આ નિર્ણયથી સાડા પાંચ કરોડથી વધારે કર્મચારીઓને ફાયદો થશે. 2015-16 બાદ આ પહેલીવાર છે, જ્યારે વ્યાજદરોમાં વધારો કરવામાં આવ્યો છે.

  2/9
 • પુલવામા આંતકી હુમલા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું રાજકીય યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પુલવામાં હુમલા બાદ વડાપ્રધાન મોદી પાર્કમાં ભ્રમણ કર્યા બાદ નૌકા વિહાર અને શૂટિંગ કરાવી રહ્યા હતા. હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ આરોપ પર સફાઈ આપતા કહ્યું છે કે હુમલાના દિવસે એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની હાજરીને મુદ્દો બનાવ્યો. પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે વડાપ્રધાન મોદી દિવસના 18 કલાક કામ કરતા હતા.

  પુલવામા આંતકી હુમલા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું રાજકીય યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પુલવામાં હુમલા બાદ વડાપ્રધાન મોદી પાર્કમાં ભ્રમણ કર્યા બાદ નૌકા વિહાર અને શૂટિંગ કરાવી રહ્યા હતા. હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ આરોપ પર સફાઈ આપતા કહ્યું છે કે હુમલાના દિવસે એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની હાજરીને મુદ્દો બનાવ્યો. પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે વડાપ્રધાન મોદી દિવસના 18 કલાક કામ કરતા હતા.

  3/9
 • પુલવામા હુમલા બાદ દેશભરના લોકોમાં આક્રોશ છે. લોકો પાકિસ્તાનને પાઠ ભણાવવાની માગ કરી રહ્યા છે. ત્યારે વિશ્વમાં શાંતિના સંદેશ ફેલાવવા માટે અમદાવાદથી પીસ રેલી યોજાવાની છે. દેશના શહીદ જવાનોના છ બાળકો પણ આ પીસ રેલીમાં ભાગ લેવાના છે. 17 હજાર કિલોમીટરની આ રેલી અમદાવાદથી શરૂ થશે.

  પુલવામા હુમલા બાદ દેશભરના લોકોમાં આક્રોશ છે. લોકો પાકિસ્તાનને પાઠ ભણાવવાની માગ કરી રહ્યા છે. ત્યારે વિશ્વમાં શાંતિના સંદેશ ફેલાવવા માટે અમદાવાદથી પીસ રેલી યોજાવાની છે. દેશના શહીદ જવાનોના છ બાળકો પણ આ પીસ રેલીમાં ભાગ લેવાના છે. 17 હજાર કિલોમીટરની આ રેલી અમદાવાદથી શરૂ થશે.

  4/9
 • ગુરૂવારે 21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ત્રીજી નેશનલ CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) કોન્ક્લેવ યોજાઈ. આ કોન્ક્લેવમાં રાજ્યના મુખ્ય સચિવશ્રી ડો. જે. એન. સિંઘે જણાવ્યું કે આજના કોર્પોરેટ જગતમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની ખૂબ અગત્ય છે. આ જ રીતે સરકાર પણ ટેક્સ ઉઘરાવી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા લોકોની જે સેવા કરે છે તે એક જાતની ગવર્મેન્ટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી જ છે.

  ગુરૂવારે 21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ત્રીજી નેશનલ CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) કોન્ક્લેવ યોજાઈ. આ કોન્ક્લેવમાં રાજ્યના મુખ્ય સચિવશ્રી ડો. જે. એન. સિંઘે જણાવ્યું કે આજના કોર્પોરેટ જગતમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની ખૂબ અગત્ય છે. આ જ રીતે સરકાર પણ ટેક્સ ઉઘરાવી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા લોકોની જે સેવા કરે છે તે એક જાતની ગવર્મેન્ટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી જ છે.

  5/9
 • રાજકોટમાં કાલે એસટી બસના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ કરશે. આવતીકાલે તમામ કર્મચારીઓ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરશે. આ હડતાલ આક્રમક બની શકે એવા પણ એંધાણ અત્યારથી જ જોવા મળી રહ્યા છે.

  રાજકોટમાં કાલે એસટી બસના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ કરશે. આવતીકાલે તમામ કર્મચારીઓ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરશે. આ હડતાલ આક્રમક બની શકે એવા પણ એંધાણ અત્યારથી જ જોવા મળી રહ્યા છે.

  6/9
 • રાજકોટમાં કાલે એસટી બસના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ કરશે. આવતીકાલે તમામ કર્મચારીઓ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરશે. આ હડતાલ આક્રમક બની શકે એવા પણ એંધાણ અત્યારથી જ જોવા મળી રહ્યા છે.

  રાજકોટમાં કાલે એસટી બસના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ કરશે. આવતીકાલે તમામ કર્મચારીઓ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરશે. આ હડતાલ આક્રમક બની શકે એવા પણ એંધાણ અત્યારથી જ જોવા મળી રહ્યા છે.

  7/9
 • એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિપાર્ચર કે અરાઇવલ એરિયામાં પિક-અપ કે ડ્રોપ માટે કોઈ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે. પેસેન્જરને ડિપાર્ચર એરિયા સુધી મૂકવા માટે આવતા કોમર્શિયલ વેહિકલ પાસેથી પણ કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. જોકે અરાઇવલ એરિયામાં આવતા કોમર્શિયલ વેહિકલને રૂ.50 એક્સેસ ફી ચૂકવવાની રહેશે.

  એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિપાર્ચર કે અરાઇવલ એરિયામાં પિક-અપ કે ડ્રોપ માટે કોઈ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે. પેસેન્જરને ડિપાર્ચર એરિયા સુધી મૂકવા માટે આવતા કોમર્શિયલ વેહિકલ પાસેથી પણ કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. જોકે અરાઇવલ એરિયામાં આવતા કોમર્શિયલ વેહિકલને રૂ.50 એક્સેસ ફી ચૂકવવાની રહેશે.

  8/9
 • લોકસભા 2019 માટે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરનાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે આજે સીટોની વહેંચણી થઈ ગઈ છે. બંને પાર્ટીઓ મળીને 75 બેઠકો પણ ચૂંટણી લડશે. જેમાં બસપાના ફાળે 38 અને સપાના ફાળે 37 બેઠકો આવી છે. માયાવતી અને અખિલેશે પરસ્પર સહમતિથી બેઠકોની આ વહેંચણીની જાહેરાત કરી છે.

  લોકસભા 2019 માટે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરનાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે આજે સીટોની વહેંચણી થઈ ગઈ છે. બંને પાર્ટીઓ મળીને 75 બેઠકો પણ ચૂંટણી લડશે. જેમાં બસપાના ફાળે 38 અને સપાના ફાળે 37 બેઠકો આવી છે. માયાવતી અને અખિલેશે પરસ્પર સહમતિથી બેઠકોની આ વહેંચણીની જાહેરાત કરી છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK