વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 20, 2019, 19:51 IST | Dhruva Jetly
 • તમિલનાડુ અને પુડ્ડુચેરીની 40 સીટ્સ પર કોંગ્રેસ-દ્રમુક (ડીએમકે) મળીને લોકસભા ચૂંટણી લડશે. બંને પાર્ટીઓ વચ્ચે બુધવારે ગઠબંધન પર સંમતિ બની. આ હેઠળ દ્રમુક તમિલનાડુમાં 30 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. કોંગ્રેસને તમિલનાડુની 9 અને પુડ્ડુચેરીની એકમાત્ર સીટ મળી છે. મંગળવારે ગઠબંધનને લઈને દ્રમુક નેતા કનિમોઝી અને તમિલનાડુ કોંગ્રેસ અધ્યક્ષ કેએસ અલાગિરી દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા.

  તમિલનાડુ અને પુડ્ડુચેરીની 40 સીટ્સ પર કોંગ્રેસ-દ્રમુક (ડીએમકે) મળીને લોકસભા ચૂંટણી લડશે. બંને પાર્ટીઓ વચ્ચે બુધવારે ગઠબંધન પર સંમતિ બની. આ હેઠળ દ્રમુક તમિલનાડુમાં 30 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. કોંગ્રેસને તમિલનાડુની 9 અને પુડ્ડુચેરીની એકમાત્ર સીટ મળી છે. મંગળવારે ગઠબંધનને લઈને દ્રમુક નેતા કનિમોઝી અને તમિલનાડુ કોંગ્રેસ અધ્યક્ષ કેએસ અલાગિરી દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા.

  1/10
 • બિહારમાં હવે સની લિયોની જૂનિયર એન્જિનિયરની નોકરી કરશે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ એકદમ સાચા સમાચાર છે. એવું એટલા માટે કે પીએચડીઇ વિભાગમાં જૂનિયર એન્જિનિયર માટે કાઢવામાં આવેલી વેકેન્સી માટે કરવામાં આવેલી અરજીમાં મેરિટ લિસ્ટમાં સની લિયોનીનું નામ સૌથી ટોપ પર છે. હકીકતમાં બિહારમાં જૂનિયર એન્જિનિયરના મેરિટ લિસ્ટમાં સની લિયોની નામની વિદ્યાર્થિની પહેલા નંબરે આવી છે. મેરિટ લિસ્ટનું માનીએ તો તેણે પરીક્ષામાં 98.5 ટકાનો સ્કોર કર્યો છે અને એજ્યુકેશન પોઇન્ટમાં 73.50 અંક મળ્યા છે.

  બિહારમાં હવે સની લિયોની જૂનિયર એન્જિનિયરની નોકરી કરશે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ એકદમ સાચા સમાચાર છે. એવું એટલા માટે કે પીએચડીઇ વિભાગમાં જૂનિયર એન્જિનિયર માટે કાઢવામાં આવેલી વેકેન્સી માટે કરવામાં આવેલી અરજીમાં મેરિટ લિસ્ટમાં સની લિયોનીનું નામ સૌથી ટોપ પર છે. હકીકતમાં બિહારમાં જૂનિયર એન્જિનિયરના મેરિટ લિસ્ટમાં સની લિયોની નામની વિદ્યાર્થિની પહેલા નંબરે આવી છે. મેરિટ લિસ્ટનું માનીએ તો તેણે પરીક્ષામાં 98.5 ટકાનો સ્કોર કર્યો છે અને એજ્યુકેશન પોઇન્ટમાં 73.50 અંક મળ્યા છે.

  2/10
 • પુલવામા આતંકી હુમલા પછી જ્યારે પોતાના સાથીઓની શહાદતનો બદલો લેવા માટે સરહદ પર સૈનિકો બેતાબ છે, ત્યારે હેકર્સે તેમનાથી એક ડગલું આગળ વધીને પાકિસ્તાન વિરુદ્ધ સાયબર વોર છેડી દીધો છે. પાકિસ્તાનની 180 વેબસાઇટ્સ હેક કરીને આઇ-ક્રૂ રેનસમવેર હેકર ગ્રુપે ભારતીય હેકર્સની શક્તિને ઓળખી લેવાની ચેતવણી આપી છે. સાઇટ ખોલતા જ દેશભક્તિનું ગીત વાગવા લાગે છે, જે ડિવાઈસ (કોમ્પ્યુટર, મોબાઈલ કે લેપટોપ)ને ઓફ કર્યા વગર બંધ જ નથી થતું.

  પુલવામા આતંકી હુમલા પછી જ્યારે પોતાના સાથીઓની શહાદતનો બદલો લેવા માટે સરહદ પર સૈનિકો બેતાબ છે, ત્યારે હેકર્સે તેમનાથી એક ડગલું આગળ વધીને પાકિસ્તાન વિરુદ્ધ સાયબર વોર છેડી દીધો છે. પાકિસ્તાનની 180 વેબસાઇટ્સ હેક કરીને આઇ-ક્રૂ રેનસમવેર હેકર ગ્રુપે ભારતીય હેકર્સની શક્તિને ઓળખી લેવાની ચેતવણી આપી છે. સાઇટ ખોલતા જ દેશભક્તિનું ગીત વાગવા લાગે છે, જે ડિવાઈસ (કોમ્પ્યુટર, મોબાઈલ કે લેપટોપ)ને ઓફ કર્યા વગર બંધ જ નથી થતું.

  3/10
 • રાજસ્થાનની જયપુર જેલમાં પાકિસ્તાની કેદીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, જયપુર જેલમાં બંધ કેટલાક કેદીઓએ મળીને પાકિસ્તાની કેદીની હત્યા કરી દીધી છે. માર્યા ગયેલા કેદીની ઓળખ શાકિર ઉલ્લાહ તરીકે થઈ છે. જણાવવામાં આવે છે કે પુલવામા હુમલા પછી કેદીઓમાં વિવાદ ચાલી રહ્યો હતો. બુધવારે ત્રણ-ચાર કેદીઓએ શાકિરની સાથે મારપીટ કરી, જેનાથી તેનું મોત થઈ ગયું. આ કેદી આતંકી ગતિવિધિઓના મામલે જેલમાં બંધ હતો. જેલ આઇજી રૂપેન્દ્ર સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે. 

  રાજસ્થાનની જયપુર જેલમાં પાકિસ્તાની કેદીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, જયપુર જેલમાં બંધ કેટલાક કેદીઓએ મળીને પાકિસ્તાની કેદીની હત્યા કરી દીધી છે. માર્યા ગયેલા કેદીની ઓળખ શાકિર ઉલ્લાહ તરીકે થઈ છે. જણાવવામાં આવે છે કે પુલવામા હુમલા પછી કેદીઓમાં વિવાદ ચાલી રહ્યો હતો. બુધવારે ત્રણ-ચાર કેદીઓએ શાકિરની સાથે મારપીટ કરી, જેનાથી તેનું મોત થઈ ગયું. આ કેદી આતંકી ગતિવિધિઓના મામલે જેલમાં બંધ હતો. જેલ આઇજી રૂપેન્દ્ર સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે. 

  4/10
 • બુધવારની વહેલી સવારે લગભગ 5.30 વાગે મુંબઈના થાણેમાં આવેલા કોરમ મોલના બેઝમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડને એક દીપડો ફરતો જોવા મળ્યો હતો. પાર્કિંગ એરિયાના એક્ઝિટ ગેટ પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં આ દીપડાની હિલચાલ કેદ થઈ હતી. આખરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે દીપડાને શાંત કર્યો હચો અને પછી ગીચ માનવવસ્તી ધરાવતા વિસ્તારમાંથી તેને છોડાવ્યો હતો.

  બુધવારની વહેલી સવારે લગભગ 5.30 વાગે મુંબઈના થાણેમાં આવેલા કોરમ મોલના બેઝમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડને એક દીપડો ફરતો જોવા મળ્યો હતો. પાર્કિંગ એરિયાના એક્ઝિટ ગેટ પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં આ દીપડાની હિલચાલ કેદ થઈ હતી. આખરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે દીપડાને શાંત કર્યો હચો અને પછી ગીચ માનવવસ્તી ધરાવતા વિસ્તારમાંથી તેને છોડાવ્યો હતો.

  5/10
 • જમ્મૂ કશ્મીરમાં CRPFના કાફલા પર થયેલા હુમલાની દેશભરમાંથી નિંદા થઈ રહી છે. ક્રિકેટર્સ, બોલીવુડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ પુલવામામાં શહીદ થયેલા પરિવારોની મદદ માટે આગળ આવી રહ્યા છે. એટલું જ નહીં સામાન્ય લોકો પણ પોતાની રીતે જવાનોના પરિવારોને મદદ કરી રહ્યા છે. ત્યારે મૂળ વડોદરાના એક યુવાને અનોખી પહેલ કરી છે. 26 વર્ષના વિવેક પટેલે ફેસબુકના માધ્યમથી જવાનો માટે ફંડ રેઈઝ કર્યું છે. આ રકમ 6 કરોડથી વધુ થાય છે.

  જમ્મૂ કશ્મીરમાં CRPFના કાફલા પર થયેલા હુમલાની દેશભરમાંથી નિંદા થઈ રહી છે. ક્રિકેટર્સ, બોલીવુડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ પુલવામામાં શહીદ થયેલા પરિવારોની મદદ માટે આગળ આવી રહ્યા છે. એટલું જ નહીં સામાન્ય લોકો પણ પોતાની રીતે જવાનોના પરિવારોને મદદ કરી રહ્યા છે. ત્યારે મૂળ વડોદરાના એક યુવાને અનોખી પહેલ કરી છે. 26 વર્ષના વિવેક પટેલે ફેસબુકના માધ્યમથી જવાનો માટે ફંડ રેઈઝ કર્યું છે. આ રકમ 6 કરોડથી વધુ થાય છે.

  6/10
 • નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં આપેલા એક નિવેદનના કારણે વિવાદ થઈ રહ્યો છે. વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું કે, 'લોખંડનો ભંગાર ભેગો કરીને તેમાંથી સરદારની પ્રતિમા બનાવવામાં આવી છે.' ધાનાણીના આ નિવેદનને લઈને ગૃહમાં હંગામો થયો અને ગૃહની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી.

  નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં આપેલા એક નિવેદનના કારણે વિવાદ થઈ રહ્યો છે. વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું કે, 'લોખંડનો ભંગાર ભેગો કરીને તેમાંથી સરદારની પ્રતિમા બનાવવામાં આવી છે.' ધાનાણીના આ નિવેદનને લઈને ગૃહમાં હંગામો થયો અને ગૃહની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી.

  7/10
 • રાજ્યના વાહનવ્યવહાર નિગમના 45 હજાર કર્મચારીઓ સામુહિક CL પર ઉતરી જશે. જેના કારણે હજારો બસના પૈડા થંભી જશે. આજે એસટી નિગમના કર્મચારીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના એસટી નિગમના ત્રણ યુનિયનની અમદાવાદમાં બેઠક મળી હતી. જેમાં નિગમના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. સાથે જ આજ મધ્યરાત્રિથી તમામ કર્મચારીઓ હડતાલ પર જશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. એસટીના કર્મચારીઓના આ નિર્ણયથી એક સાથે સાત હજાર એસટી બસોના પૈડા થંભી જશે. 

  રાજ્યના વાહનવ્યવહાર નિગમના 45 હજાર કર્મચારીઓ સામુહિક CL પર ઉતરી જશે. જેના કારણે હજારો બસના પૈડા થંભી જશે. આજે એસટી નિગમના કર્મચારીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના એસટી નિગમના ત્રણ યુનિયનની અમદાવાદમાં બેઠક મળી હતી. જેમાં નિગમના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. સાથે જ આજ મધ્યરાત્રિથી તમામ કર્મચારીઓ હડતાલ પર જશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. એસટીના કર્મચારીઓના આ નિર્ણયથી એક સાથે સાત હજાર એસટી બસોના પૈડા થંભી જશે. 

  8/10
 • રાજ્યના વધુ ટ્રાફિક ધરાવતા શહેરો સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ફ્લાય ઑવર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8 અને રાજકોટમાં પણ 8 ફ્લાયઑવર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શહેરી મહાનગરપાલિકા વિસ્તારમાં 54 અને નગરપાલિકા વિસ્તારોમાં 25 એમ કુલ 74 ફ્લાય ઑવર બનાવવામાં આવશે. વાહન વ્યવહારની સરળતા અને સલામતિ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  રાજ્યના વધુ ટ્રાફિક ધરાવતા શહેરો સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ફ્લાય ઑવર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8 અને રાજકોટમાં પણ 8 ફ્લાયઑવર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શહેરી મહાનગરપાલિકા વિસ્તારમાં 54 અને નગરપાલિકા વિસ્તારોમાં 25 એમ કુલ 74 ફ્લાય ઑવર બનાવવામાં આવશે. વાહન વ્યવહારની સરળતા અને સલામતિ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  9/10
 • સોસાયટી ઑફ ક્રિકેટ સ્ટેટેશિયન ઑફ ઇન્ડિયા (SCSI)એ તાજેતરમાં અમદાવાદના જાણીતા ક્રિકેટ સ્ટેટેશિયન તુષાર ત્રિવેદી અને મુંબઈના સંતોષ પેડનેકરને સન્માનિત કર્યા છે. તેમના સન્માનનું આ ફંક્શન મુંબઈના પ્રેસ ક્લબમાં SCSIની જનરલ મીટિંગ પછી યોજાયું હતું. ત્રિવેદીને વર્ષ 2018 માટેના શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેટેશિયન તરીકે આનંદજી દોસા મેમોરિયલ ટ્રોફી એનાયત કરવામાં આવી જ્યારે પેડનેકરને ક્રિકેટ સ્ટેટિસ્ટિક્સ અને સ્કોરિંગમાં સ્પેશિયલ પર્ફોર્મન્સ માટે લેટ શશિકાંત ઝરપકર એવોર્ડ આપવામાં આવ્યો. 

  સોસાયટી ઑફ ક્રિકેટ સ્ટેટેશિયન ઑફ ઇન્ડિયા (SCSI)એ તાજેતરમાં અમદાવાદના જાણીતા ક્રિકેટ સ્ટેટેશિયન તુષાર ત્રિવેદી અને મુંબઈના સંતોષ પેડનેકરને સન્માનિત કર્યા છે. તેમના સન્માનનું આ ફંક્શન મુંબઈના પ્રેસ ક્લબમાં SCSIની જનરલ મીટિંગ પછી યોજાયું હતું. ત્રિવેદીને વર્ષ 2018 માટેના શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેટેશિયન તરીકે આનંદજી દોસા મેમોરિયલ ટ્રોફી એનાયત કરવામાં આવી જ્યારે પેડનેકરને ક્રિકેટ સ્ટેટિસ્ટિક્સ અને સ્કોરિંગમાં સ્પેશિયલ પર્ફોર્મન્સ માટે લેટ શશિકાંત ઝરપકર એવોર્ડ આપવામાં આવ્યો. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK